Kalyugna ochhaya - 13 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | કળયુગના ઓછાયા - ૧૩

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કળયુગના ઓછાયા - ૧૩

રૂહીને તેના ભાઈનો ફોન મુકીને તેને કંઈક વિચાર આવે છે...તે અક્ષતને ફોન કરીને તેને બધુ કહેવાનું વિચારે છે...પછી તેને એમ થાય છે એને કેવું લાગશે....હુ આખો દિવસ તેને હેરાન કરૂ તો આવી વાતો માટે ફોન કરીને ??

ફરી પાછું તે વિચારે છે કે કંઈની એક વાર વાત કરી લઉ ...એ સારો છે અને મારો ફ્રેન્ડ પણ છે સારો...અને અક્ષત ને ફોન કરે છે‌....

અક્ષત અત્યારે રૂહી સાથે થઈ રહેલા બધા વિશે જ વિચારી રહ્યો છે..તે એમ વિચારતો હતો કે તેનો એક ફ્રેન્ડ છે જે આ પ્રકારે બધુ જ જાણે છે...અને તેની પાસે એના સોલ્યુશન કરવાના આત્માને મુક્ત કરવાના ઉપાય પણ હશે...પણ થોડા સમયથી એની સાથે કોન્ટેક્ટ નહોતો...તેના કોઈ બીજા ફ્રેન્ડ દ્વારા કોન્ટેક્ટ કરીને તેનો નંબર લઉ તો થાય...પણ પછી તે વિચારે છે કે રૂહી તો આમ પણ હોસ્ટેલ છોડે છે તો આ બધુ કરવાનો કોઈ મતલબ નથી...

એટલામાં જ રૂહીનો ફોન આવતા તે ઉપાડી લે છે, રૂહી અક્ષત ને બધી વાત કરે છે...અને કહે છે...સોરી બકા હુ તને આખો દિવસ ફોન કરીને બધુ કહીને તને સ્ટડીમાં ડિસ્ટર્બ તો નથી કરતી ને ??

અક્ષત : ના હવે... ચુલબુલી....

આ સાંભળીને તેના ચહેરા પર એક સ્માઈલ આવી જાય છે...અને કહે છે...બહુ સારું હવે...

અક્ષત : તો હવે તુ શું કરવા ઈચ્છે છે ?? તારૂ શું ડિસીઝન છે હવે ફાઈનલ ??

રૂહી: હુ તને મારો નિર્ણય કહુ પછી તુ કહેજે કે યોગ્ય છે કે નહી...નહી તો પછી તુ કહે તેમ કરીશ....

અક્ષત : હા પહેલા કહે તો ખરા...

રૂહી : મે નક્કી કર્યું કે હુ આ જ હોસ્ટેલમાં આ જ રૂમ નંબર પચ્ચીસ મા રહીને ભણીશ....અને એ જે પણ છે એનુ સત્ય જાણીને તેને આ રૂમમાંથી દુર કરવા તેને મુક્તિ અપાવીને રહીશ....ભુતપ્રેતમા તો હુ માનતી નથી હજુ , છતાં પણ એ જે પણ હોય હવે એને અહીંથી જવુ જ પડશે.....

અક્ષત : હમમમ...હવે મારી ફ્રેન્ડ એકદમ બરાબર....

રૂહી :  હા યાર... આસ્થા વિશે પણ સાથે મે વિચાર્યુ... મુસીબતો થી ભાગે એ કાયર કહેવાય...હુ કાયર નથી...પણ એક વાત કહું અક્ષત...હવે આગળ કરીશું શું ?? મને તો કંઈ ખબર નથી પડતી.....

અક્ષત : હુ તને મદદ કરીશ...

રૂહી : તને આવુ બધુ આવડે છે કંઈ ??

અક્ષત : ના હવે...

અક્ષત તેના આ બધામાં જાણકાર તેના ફ્રેન્ડ વિશે કહે છે.‌...અને તેને તે બહુ જલ્દી વાત કરશે‌‌.‌...

રૂહી : પણ એ તો અમારા રૂમમાં થોડો આવી શકશે ?? તો કેવી રીતે મદદ કરશે ??

અક્ષત : એ તો એ લોકો પાસે દુર રહીને પણ બધુ જાણવાની શક્તિઓ હોય....પણ તુ એક કામ કર...તારા મેડમ સિવાય કોઈ પણ જુનુ ઉમરવાળુ વ્યક્તિ લાગતુ હોય કે હોસ્ટેલમાં પહેલેથી કામ કરતુ હોય તો એની તપાસ કર.‌..

રૂહી : કેમ ??

અક્ષત : કદાચ એમની પાસે કોઈ માહિતી હોય....

રૂહી: હમમમ...સારૂ....હુ પછી વાત કરૂ....

ફોન મુકીને રૂહી અંદર તેના રૂમમાં જાય છે...તો સ્વરા અને આસ્થા પેલા દિવસની જેમ આખો બંધ કરીને મંત્રો બોલી રહ્યા છે......

રૂહી અંદર જઈને બંનેને બોલાવે છે એટલે બંને મંત્ર બોલવાનુ બંધ કરે છે એટલે સ્વરા કહે છે , રૂહી તારી વાત તો બહુ ચાલી ...આટલી બધી આન્ટી સાથે વાત કરી ??

રૂહી : હા એ તો વાત કરી પણ મારા એક ફ્રેન્ડ સાથે વાત કરતી હતી....

સ્વરા : ફ્રેન્ડ જ કે બીજું કંઈ ??

રૂહી : એના ચહેરા પર સહેજ મલકાટ આવી જાય છે પણ તે છુપાવીને કહે છે, ના હવે ખાલી ફ્રેન્ડ છે...

આસ્થા અને સ્વરા બંને હવે હસવા લાગે છે.......

રૂહી : સારૂ તમને બંનેને હવે હસવુ તો આવ્યું.....સાચુ કહુ તો મને તમારી સાથે મજા આવે છે રહેવાની...

આસ્થા : ખોટું બોલે છે...નહી તો તુ હોસ્ટેલ છોડીને થોડી જાય....હવે તુ ક્યા અમારી સાથે રહેવાની છે ??

રૂહી : હમમમ...એક ગુડ ન્યૂઝ કહુ ??

સ્વરા : શું જલ્દી બોલ યાર...

રૂહી : હુ હોસ્ટેલ નથી ચેન્જ કરવાની...અહીયા જ રહેવાની છું... તમારી સાથે..‌.‌

સ્વરા : પણ અચાનક કેમ ??

રૂહી તેને બધી વાત નથી કરતી અત્યારે પણ કહે છે, આપણે હવે મેડમ ની મદદ વિના આ રૂમનુ સત્ય જાણીને રહીશું...અને રૂમમાં જે પણ છે એને જવુ જ પડશે.‌‌.....હુ તમને એમ એકલા નહી છોડુ...

આસ્થા : થેન્કયુ..રૂહી કહીને રૂહી અને સ્વરાને ભેટી પડે છે.....

ત્રણેય સાથે કહે છે તો હવે મિશન આત્મા મુક્તિ હવે શરૂ.........

                  *.      *.      *.      *.      *.

ત્રણેય મોડા સુધી વાતો કરે છે...અને કાલે સવારે ઈવાદીદી ને પુછીને સૌથી જુના અને જાણકાર વ્યક્તિ ને શોધીને તેમને પુછવાનુ નક્કી કરે છે...

પછી છેલ્લે સ્વરા તેના રૂમમાં સુવા જાય છે.... આસ્થા પણ તેના બેડ પર સુવા જાય છે...પણ રૂહી કહે છે આસ્થા રાત્રે તને કંઈ પણ એવું લાગે કે વોશરૂમ પણ જવુ હોય તો પહેલાં મને જગાડજે...પછી જજે...‌..

આસ્થા : સારૂ રૂહી...પણ તુ પણ મને જગાડજે....હવે આપણે જ પોતાની જાતને અને એકબીજાને મદદ કરીને આ વાતનુ નિરાકરણ લાવવુ પડશે...

રૂહી : હમમમ... ગુડ નાઈટ....ટેક કેર......

રૂહીનુ મન આજે કંઈક અલગ જ દિશામાં ચાલી રહ્યું છે....તે આજે સામે ચાલીને આત્માને બોલાવવા ઈચ્છી રહી છે એવુ લાગી રહ્યું છે...એટલે એ બીજા ખાલી બેડ પર સુવા જવાને બદલે પોતાના જ બેડ પર સુવે છે‌.....

તે બેડ પર સુવે છે પણ આજે તેને ઉઘ નથી આવી રહી...સતત મગજમાં એક પછી એક વિચારો ચાલી રહ્યા છે......તે પહેલાં દિવસથી આજ સુધીની બધી કડીઓ મેળવી રહી છે.....

તેને એક ઝબકારો થાય છે કે એક હાથ એ બાથરૂમમાં જ દેખાય છે કાચમાં...બાકી અહીં તિજોરી ના અરીસામા કંઈ જ એવુ દેખાતુ નથી.....અને મને જે છોકરી દેખાઈ હતી તે ઉધી લટકતી હતી તેના હાથ પર કપડુ ઢાકેલુ હતુ... કદાચ તેનો એક હાથ કપાયેલો હતો...તો એ જ હાથ હશે જે અંદર બાથરૂમમાં અરીસામાં દેખાય છે....

એને થોડુ થોડુ કંઈ સમજાય છે....અને પછી વિચારતા વિચારતા ઉધ આવી જાય છે.....

શું રૂહી જે આત્માને મળવા માટે આજે આતુર છે તે આજે રૂહીને મળશે?? રૂહીને આત્મા પાસેથી કંઈ જાણવા મળશે ??  કદાચ તે રોષે ભરાય તો રૂહી તેનો સામનો કરી શકશે ??

નવા નવા ટ્વીસ્ટ...જાણવા...વાચવા...માણવા...વાચો... કળયુગના ઓછાયા -૧૪

બહુ જલ્દીથી......................‌.‌‌..................