Bhanela abhan in Gujarati Moral Stories by Gunjan Desai books and stories PDF | ભણેલાં અભણ

Featured Books
Categories
Share

ભણેલાં અભણ

ભણેલાં અભણ

આ લેખ લખવા પાછળ નો હેતુ સમાજ માં જે પરિસ્થિતિ નુ નિર્માણ થઈ રહ્યું છે એનાથી માહિતગાર કરવાનો છે. આજે આપણાં સમાજ માં ભણેલાં તેમજ સંપત્તિ વાળા લોકોની જ બોલબાલા છે. પણ આમાં ના કેટલાક લોકો પોતાની સંપત્તિ અને જ્ઞાન નો દુરુપયોગ કરે છે એ ખુબ જ આપત્તિ વાળી વાત છે. આજકાલ સોશિયલ મિડીયા તેમજ બહારની દુનિયા મા જે કઈ પણ ચાલી રહ્યું છે એમાં કયાંકને ક્યાંક ભણતર પણ સંડોવાયેલું છે.
બે જ વ્યક્તિ ઓ વધારે બોલે, એક વધારે ભણેલો અને બીજો અભણ..પરંતુ આજે જે આપણે જોઈએ છીએ એમાં આ બંન્ને માં કોઈ ફરક રહ્યો નથી. પછી સરકાર ની આલોચના કરવાની હોય કે સોશિયલ મિડીયા મામેસેજ ફોરવર્ડ કરવા. આ બધું કરીને પોતાને બુદ્ધિશાળી માનવા વાળા જો દેશ સેવા માટે પોતાની બુધ્ધિ નો ઉપયોગ કરશે તો ભારત દેશને વિશ્વ ની મહાસત્તા બનતાં કોઈપણ અટકાવી શકે એમ નથી. અમેરિકા ને મહાસત્તા બનાવનાર ભારત જ છે. ભારતમાંથી એન્જીનીયર અને ડોક્ટર ની ડીગ્રી મેળવી પોતાની સેવા બહારનાં દેશો માં આપીને બીજા દેશો ની ‘સેવા’ કરવાનું સૌભાગ્ય મેળવે છે.
અલબત્ત એમાંનાં સિત્તેર ટકા નો જવાબ હશે બહારનાં દેશો જેવું ભારતમાં નથી. મહેનત કરવાથી ભારતમાં પૈસો નથી મળતો એ વાત થોડી ગળે ઉતરે એવી છે પણ એનાં માટે ‘ધરણાં ‘ પર બેસવાનો કોઈની પાસે સમય નથી. સરકાર લોકો નાં હિત માટે વિવિધ સેવાઓ પુરી પાડે, વિવિધ યોજનાઓ બનાવે એમાં સાથ સહકાર આપવાનાં બદલે એની ટીકા કરવામાં પોતાનું જ્ઞાન વેડફે છે.
ભારત જેવાં ‘ગરીબ’ દેશ માં કાંઈપણ થાય બધો જ દોષ નો ટોપલો સરકાર પર જ ઢોળાય છે. ભલે વાંક આમ જનતાનો હોય. સરકાર દ્વારા બનાવવા માં આવેલી યોજનાઓ તેમજ સેવાઓ નાં ઉપયોગ કરતાં દુરુપયોગ વધારે થાય છે. એટીએમ મશીન માંથી નાણાં કેવી રીતે નીકળે એની મથામણ કરવાં કરતાં એને તોડવાની મથામણ કરવાં વાળા વધારે હોય છે. કોઈ દુર્ઘટના બને એટલે તરત રસ્તા પર આવી જઈને સરકારી વાહનો અને જાહેર મિલકતો માં તોડફોડ કરીને ‘દેશસેવા’ કરવામાં લોકો પોતાની બહાદુરી બતાવે છે. અને બીજા દિ નોકરી જલ્દી જવાનું હોય અને બસ મોડી આવે તો એમાં પણ સરકાર ને દોષ આપે. સરકારની બસ માં રોજ જવાનું અને એ જ બસ માતોડફોડ કરી બીજા દિ સરકારને જ દોષ આપવો કે બસ સમયસર નથી આવતી...ભંગાર ખખડધજ બસ છે......તો શું બસ માં સરકાર મુસાફરી કરે છે?? બસને ખખડધજ સરકારે બનાવી??? તાળી એક હાથે નથી વાગતી.
આટલી વસતિ, આટલી સાક્ષરતા આટલી કુદરતી સાધનસંપન્ન દેશ હોવા છતાં આજે પણ ભારત એક ગરીબ બનીને રહી ગયો છે. એ આપણાં માટે શરમજનક વાત છે. સરકાર ની સાથે સાથે લોકો એ પણ જાગૃત થવાની જરુર છે. વિશ્વ નાં સૌથી મોટાં લોકશાહી દેશમાં લોકોનું જ ચાલતું નથી એનાથી ખરાબ બીજુ શું? કહેવાની લોકશાહી રહી ગઈ છે એનું કારણ લોકોની અજ્ઞાનતા અને ગેરસમજ છે. અને આનો સીધો લાભ નેતાઓ પોતાની રાજકારણ ની ખીચડી પકાવવા કરે છે. લોકો નું કાંઈપણ ચાલતું નથી એનું કારણ છે અણસમજુ લોકો કે જેઓ સાચું શું છે એ જાણવાની પણ કોશિશ નથી કરતાં..
આપણે ભારતને વિશ્વ નાં ફલક પર એક મહાસત્તા તરીકે ઊભું કરવાનું છે. એનાં માટે સૌનો સાથ સહકાર અને થોડી સમજણની જરુર છે. વિશ્વમાં કોઈપણ દેશ એવો નથી જેને માં કહેવાતો હોય ભારત ને માં કહી સંબોધાય છે. તો આપણે પણ આપણી માં ની છબી ને જરાપણ ઝાંખી થવા નથી દેવાની..થોડી સમજણ અને થોડો સંયમ રાખીને દેશના વિકાસમાં સહભાગી બનીને એક માં તરીકેનું દેશ પરનું ઋણ અદા કરી ધન્યતા અનુભવીએ...