Revenge Prem Vasna Series 2 - 27 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | રીવેન્જ - પ્રકરણ - 27

Featured Books
Categories
Share

રીવેન્જ - પ્રકરણ - 27

પ્રકરણ-27

રીવેન્જ

અન્યા બાથરૂમમાં ખૂબ રડી.. શાવર અને આંખમાંથી પડતાં શાવરમાં કયું પાણી વધું ગરમ એ એહસાસ ના કરી શકી. હજી ફીલ્મ ચાલુ જ નથી થઇ ત્યાંજ આવો અનુભવ ? એને થયું મેં આ શું કર્યું ? પણ જે હશે એ શેતાનને નહીં છોડે ? રાજવીરને વાત કરવી કે નહીં ? ના ના હમણાં નહીં એ ખૂબ ટેન્શનમાં છે જ પછી વાત કરીશ એ સાવ ભાંગી પડશે મારે એને કોઇ રીતે હર્ટ નથી કરવો ના મારે માં-પાપાને કોઇ વાત કરવી છે.

અન્યાએ મનોબળ એકદમ મજબૂત કર્યું અને પોતાને ફેંદનારને એજ શોધી લેશે અને એનો બદલો લેશેજ એનાં મનમાં શબ્દ ઘુમરાવા લાગ્યો રીવેન્જ. બસ એનાંજ પડઘાં પડી રહ્યાં... રીવેન્જ રીવેન્જ ... રીવેન્જ.

અન્યા તૈયાર થઇને નીચે આવી.. સેમ ઓફીસ જવા નીકળી ગયાં હતાં. માં કોઇ સાથે ફોન પર વાત કરતી હતી. માસી બાજુમાં મીસીસ બ્રિગેન્ઝાને ત્યાં ગયાં હતાં. માસા ગાર્ડનમાં એમની મસ્તીમાં હતાં. એણે મોમને કહ્યું "મોમ હું રાજવીરનાં પાપાને જોઇ મળીને આવું છું લીલાવતીમાં છે. માં એ કહ્યું "ઔહ ઓકે બેબી ટેઇક કેર અને ત્યાં રાજવીરની કાર કમ્પાઉન્ડમાં આવી એનો ડ્રાઇવર બલજીતે કહ્યું મેમ સરે કાર મોકલી છે હું આપને લેવા આવ્યો છું.

અન્યા રાજ માટે વિચારી રહી કેટલી કેર લે છે મારી રાજ. એ પાછલનો ડોર ખોલીને બેસી ગઇ. ગાર્ડનમાંથી એનાં માસાં અન્યાને જતા જોઇ રહ્યાં અને કંઇક બબડયા.

***********

અન્યા હોસ્પીટલ પહોચી.. ICU માં પહોચીને રાજવીરે એને જોઇ એ સામે લેવા આવ્યો. અન્યાએ જોયું એનાં પાપા શાંતિથી સૂતા છે. બંન્ને જણાં મૌન ઘરી બેસી રહ્યાં. અન્યાને અંદરથી સંકોચ થઇ રહેલો. રાજવીરની સામે આવતાંજ એનું શરીર સંકોચાઈ રહેલું એનાંથી મોટો અપરાધ થયો હોય એમ હૃદયમાં ભાર દાબીને બેસી રહી. એણે રાજ સામે જોયું એ નિશ્ચિંત છતાં થોડી ચિંતા સામે એનાં પાપા સામે જોઇ રહેલો.

થોડીવારની ચૂપકીદી પછી સુમીધસિંહે આંખો ખોલી અન્યા સામે જોઇને થોડું સ્માઇલ આપીને આંખો ફેરવીને રાજ સામે જોયું રાજવીરે પાપાનાં હાથમાં પોતાનો હાથ આપીને સ્નેહ કર્યું. સુમીધસિંહે કહ્યું "દીકરા હવે સારું છે હમણાં નટરાજન આવતો જ હશે. મને મળીને ઓફીસે જશે. તારે કંઇ કામ હોય બહાર જવું હોય જઇ આવ પછી અન્યા સામું ના જોયું.

રાજવીરે અન્યા સામે જોયું અન્યાએ કહ્યું કંઇ કામ નથી અત્યારે.. પ્લીઝ તું પાપા સાથે જ બેસ. .. મારે હજી થોડું શોપીંગ છે એ પતાવીને ઘરે જ જઇશ. અને પછી સુમીધસિંહ તરફ નજર જતાં ઓડીશન અંગેનું કંઇજ બોલી નહીં. પછી કહ્યું રાજ ટેક યોર ટાઇમ. અત્યારે પાપાને તારી જરૂર છે પ્લીઝ અને એણે થાડીયાર બેસીને પાછા જવા કહ્યું સુમીધસિંહે અન્યા તરફ જોયું અન્યાએ એમનાં પગને સ્પર્શ કરીને પગે લાગી. સુમીધસિંહે હાથ ઊંચો કર્યો. અન્યા અને રાજવીર ICU માંથી બહાર નીકળ્યાં. સામે નટરાજન મળ્યો.

રાજે એમને અંદર બેસવા કહ્યું અન્યાને અત્યારે ખૂબ અતડું લાગતું હતું રાજની સામે વધુ રહેવા માંગતી નહોતી એણે કહ્યું પ્લીઝ રાજ તું કાયમ મારો ખ્યાલ રાખે છે અત્યારે પાપા પાસે રહે પ્લીઝ. હું તને પછી ફોન કરું છું. એક માફી માંગી લઊં... મારાંથી તારાં ફોન ના જોવાયા અને ફોન સ્વીચ ઓફ થયેલો. આઇ એમ સોરી રાજ.. અંધારામાં સહુના કરેલા તીર વધુ પીડા આપે છે અને ખબર નથી પડતી શિકારી કોણ છે . તું તો મારો રાજ છે... આઇ લવ યું.. મીસ યુ રાજ એમ કહીને વધુ બોલ્યા વિના નીકળી ગઇ. રાજવીરે દ્રાઇવરને ઇશારો કર્યો એ એની પાછળ ગયો અને અન્યાને ઘર ડ્રોપ કરવા ગયો.

ઘરે આવીને અન્યા કપડાં ચેન્જ કરીને રૂમાં બેઠી.... નીચે કહીનેજ આવી હતી મારે રેસ્ટ લેવો છે ડીસ્ટર્બ ના કરે અને પાંચ વાગે સ્ટુડીયો જવાનું છે.

રૂમમાં આવી બેઠી એને ચેન નહોતું પડતું અને એણે ફોનમાં જોયું એટલાં બધાં મેસેજ અને ફોટોજ વીડીયો આવેલાં એણે જોયું પાર્ટીનાં વીડીયોઝ હતાં. એણે બધાંજ પ્હેલાં ડાઉનલોડ કર્યાં.

એણે વીડીયોમાં જોયું એ કરીશ્મા, તાન્યા, મોહીની બધાં સાથે છે એક પછી એક પેગ બધાં વીશ કરાવતાં પીવરાવે છે. ક્યાંય રોમેરો. હીંગોરી કે કોઇ પુરુષ સાથે નથી તો ક્યારે શું થયું મારી સાથે ? ફ્રેડી જ એક માધ્યમ છે જેનાથી હું જાણી શકું સાંજે ફ્રેડીની વાત... એને જ પૂછીશ.

*********************

સાંજે પાંચ વાગવામાં 10 મીનીટ બાકી હતી અને સ્ટુડીયો પરથી ગાડી લેવા માટે આવી ગઇ. અન્યાને થોડું આશ્ચર્ય થયું પછી સમજી ગઇ. જાણે કંઇ કાલે બન્યું જ નથી એવી રીતે મૂડ બનાવીને બેઠી એણે જોયું માઇકલ લેવા આવ્યો છે અને વારે વારે એ મીરરમાં મને જોઇ રહ્યો છે અન્યાએ એ તરફ ધ્યાનના આપ્યું.

સ્ટુડીયોમાં ગાડી આવી ગઇ અને અન્યા ઉતરીને સીધીજ ઓડીશન આપવા ચેમ્બર તરફ ના જતાં સ્ટુડિયોમાં અંદર ગઇ જ્યાં બધાંજ હાજર હતાં. અન્યાની રાહ જોવાઇ રહી હતી.

અન્યાએ બધાને મોહક સ્મિત આપ્યુ અને બોલી હાય એવરી વન... અને ત્યાં હીંગોરી દોડી આવ્યો "હાય બેબી આ તારી સ્ક્રીપ્ટ તું અભ્યાસ કરીલે ત્યાં સુધી કેમરા અને સેટ તૈયાર થઇ જશે. એમ કહીને સલીમને સૂચના આપવા માંડી.

અન્યાએ સ્ક્રીપ્ટ જોઇ એમાં સીન હતો કે એવોર્ડ ફન્કશનની પાર્ટી છે એમાં હીરોઇનને એવોર્ડ મળે છે અને એ બધાં પ્રસંશકો વચ્ચે ઘેરાયલી છે અને ડ્રીંક્સની જમાવટ વચ્ચે એને જે મૂવીનો એવોર્ડ મળ્યો છે એનો એક સીન ભજવવા માટે વિનંતી કરવામા આવે છે. અન્યાએ સ્ટ્રીપ્ટ વાંચીને આખો સીન સમજી લીધો પછી હીંગોરીએ આખો સીન કેવી રીતે ડાયરેક્ટ થશે એ સમજાવ્યું બાજુમાં પ્રસંશકોની ભીડ તૈયાર રાખેલી એમાં ડાયના, ફ્રેડી અને અન્ય છોકરીઓ ત્થા અમુક પુરુષો હતાં જેમાં અજાણ્યાં ચ્હેરાં જ હતાં. અન્યા માટે તો બધાંજ ચ્હેરાં અજાણ્યાં હતાં.

સીન સમજીને અન્યાએ વીલીયમ પાસે જવું છે કહીને મેકઅપ કરાવવા માટે ગઇ. હીંગોરી સેટની વ્યવસ્થા માટે સૂચનાં આપવા લાગ્યો. અન્યા મેકઅપ કરાવીને આવે એની રાહ જોવા લાગ્યો.

અન્યાને પોતાની પાસે આવેલી જોઇ વીલીયમે કહ્યું" કોન્ગ્રેચ્યુલેશન એન્ડ બેસ્ટ લક માય ચાઇલ્ડ, તારો પ્હેલો સીન... ઓડીશન છે. તું અવ્વલ નંબરની હીરોઇન બને એવી ગાર્ડને પ્રેયર કર્યુ છે. અન્યાએ થેંક્સ કહ્યું.. વીલીયમ ઉંમરમાં મોટો પણ મેકઅપમાં માસ્ટર હતો કોઇપણ ઊંમર-કીરદાર, વૃધ્ધા, યુવાન, બધીજ જાતનાં મેકઅપ કરીને શકલ બદલી નાંખતો. આબેહૂબ પાત્ર બનાવી આપતો. મેકઅપ કરતાં કરતાં વીલીયમે પૂછ્યું.

અન્યા કાલે પાર્ટી કેટલા વાગે પુરી થઇ ? તું કેટલા વાગે ઘરે ગઇ ? તને મૂકવા કોણ આવેલું ? કેવી રહી પાર્ટી ? અન્યા આ બધાં પ્રશ્નોથી સહેમી ગઇ ફરીથી બધી પીડા તાજી થઇ ગઇ છાતં વીલીયમનાં માયાળુ સ્વભાવને કારણે જવાબ આપવા મજબૂર થઇ.

એણે સાવચેતી પૂર્વક જવાબ આપતાં કહ્યું સરસ પાર્ટી રહી પણ બે વાગી ગયેલાં મને રોમેરો સર અને ફ્રેડી ઘરે મૂકવા આવેલાં. વીલીયમનો હાથ ધ્રુજી ગયો એનાં હાથમાંથી બ્રશ પડી ગયો. એનું મોઢું વીલાઇ ગયું. વીલીયમે પોતાની જાત સંભાળતાં કહ્યું ? ડ્રીંક લીધેલું તે ?

અન્યા સમજી ગઇ વીલીયમને કોઇક વ્હેમ પડ્યો છે સ્વસ્થતાથી કહ્યું "હાં વીલીયમ અંકલ થોડું ડ્રીંક વધારે થઇ ગયેલું મને તો કંઇ ભાન જ નહોતી ફ્રેડી આંટી મને ઘરે સાચવી મૂકી ગયેલાં. પોતાનું દર્દ દબાવીને બોલી.

વિલીયમે મેકઅપ કરવા માંડ્યો એ અંદરથી સાવ અસ્વસ્થ થઇ ગયેલો એનું મોં બંધ .. જીભ સિવાઇ ગઇ અને અન્યાએ કહ્યું કેમ અંકલ કંઇ બોલતા નથી ? વીલીયમ કંઇ બોલવા જાય ત્યાંજ માઇકલ આવી ગયો. એણે વીલીયમ તરફ ચીઢ સાથે જોઇને કહ્યું" મેડમને સર બોલાવે છે શોટ તૈયાર છે તમે પણ શું અંકલ બૈરાની જેમ પંચાત કર્યા કરો છો.

વીલીયમે કહ્યું "હું શું પંચાત કરવાનો ? પછી અન્યાને કહ્યું" જા બેબી તૈયાર છે સીન બધાં રાહ જુએ... બેબી પાછા ફરતાં હું મેકઅપ કાઢી આપીશ. એમ ઇશારામાં સમજાવી દીધું.

અન્યા માઇકલની હાજરીથી સાવચેત થઇ. અને સમજી ગઇ. અત્યારનાં મેકઅપમાં વધુ નીખરી ઉઠી હતી. ઓડીશન અંગેનો સીન હતો. એની પ્રથમ ફીલ્મની સ્ક્રીપ્ટ પણ એનાં જીવન જેવી હતી ડેબ્યુ કરીને પ્રખ્યાત અભેનેત્રી બને છે અને પહેલી જ ફીલ્મ સુપરહીટ નીવડે છે અને એ હીંગોરી પાસે પહોંચી. રોમેરો પણ બાજુમાં ચેર પર બેઠેલો એણે અન્યાને જોઇ સ્માઇલ આપી ક્યું બેસ્ટ લક બેબી... અને લાલચી નજરે જોઇ રહ્યો. અન્યા બધાં જ ચહેરાં અને આંખો જોઇ રહી હતી એમાં કોણ હતો શોધી રહી.. અને હીંગોરી બોલ્યો... લાઇટ, કેમેરા એકશન.....

પ્રકરણ -27 સમાપ્ત.