Kyarek to malishu - 12 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | ક્યારેક તો મળીશું - ભાગ ૧૨

Featured Books
Categories
Share

ક્યારેક તો મળીશું - ભાગ ૧૨

સવારે મૌસમ ઑફિસ પહોંચે છે અને પોતાના કામમાં લાગી જાય છે. મલ્હાર મનમાં વિચારે છે "મૌસમ શું કરતી હશે. ખબર નહિ કેમ પણ મને મૌસમને મળવાની ઈચ્છા થાય છે. શું કરું? એની પાસે જાઉં કે નહિ? પણ જઈને શું કહીશ? એમાં કહેવાનું શું છે? સ્પષ્ટ શબ્દમાં કહી દઈશ કે મારે તારી સાથે એમજ વાત કરવી છે. આખરે અમે તો કૉલેજથી એકબીજાને જાણીએ છીએ..તો ફ્રેન્ડ વચ્ચે તો થોડી એમજ ગપશપ તો થઈ શકે ને..! પણ શું અમે ફ્રેન્ડ છીએ? પ્રથમ સાથે તો સારી રીતના વાત કરે છે તો મારી સાથે પણ નોર્મલી જ વાત કરશે..પણ આ રીતે મે અને મૌસમે આવી રીતના વાત નથી કરી તો મૌસમ વિચારશે કે મલ્હાર સરને શું થઈ ગયું છે? ઑહ God...! મલ્હાર શું થઈ ગયું છે તને? શું કરું...? એક કામ કરું હું મૌસમને મારી કેબિનમાં કોઈ કામના બહાને બોલાવી લઉં...હા આ જ બરાબર છે..." એમ વિચારી મલ્હાર મૌસમને ફોન કરીને બોલાવે છે.

મૌસમ:- "May i come in sir?"

મલ્હાર:- "Yes come in..."

મૌસમ:- "સર શું કામ છે? બોલો..."

મલ્હાર:- "આ ફાઈલ ચેક કરવાની છે."

મૌસમ ફાઈલ લઈને જવા લાગે છે.

મલ્હાર:- "મૌસમ આ કામ અહીં જ મારી કેબિનમાં કરીએ..."

"Ok sir..." મૌસમ ચેર પર બેસતા બોલે છે.

મૌસમ ફાઈલ ખોલીને જોવામાં વ્યસ્ત થઈ ગઈ અને મલ્હાર મૌસમને જોવામાં વ્યસ્ત થઈ ગયો. મલ્હાર વિચારે છે કે "કૉલેજમાં આવતી હતી તેવી રીતના જ હંમેશની જેમ અંબોડો વાળીને...તે દિવસની જેમ ખુલ્લાં વાળ રાખીને આવતી હોય તો? મૌસમ શું કહું તને કે એ ફક્ત તારી ઝુલ્ફો નથી...ખ્વાહીશો છે મારી...અને હા મને મારી ખ્વાહીશો બંધાયેલી નથી ગમતી..!"

મૌસમનું ધ્યાન જાય છે કે મલ્હાર પોતાને એકીટશે જોઈ રહ્યો છે...

મૌસમ:- "સર..."

મૌસમ:- "સર શું થયું? શું વિચારો છો?"

મલ્હાર:- "હા...હું વિચારતો હતો કે છોકરીઓ ખુલ્લાં વાળમાં વધારે સુંદર લાગે નહિ?"

મૌસમ મલ્હારને થોડા આશ્ચર્યથી જોઈ રહી.

મલ્હાર મનમાં કહે છે "મલ્હાર તું શું બોલી રહ્યો છે?"

મલ્હાર:- "I mean કે મૉડલનો ફોટો શુટ કરવો હોય તો હંમેશા ખુલ્લાં વાળ રાખવા જોઈએ નહિ? માહેરાએ પણ ખુલ્લાં વાળમાં ફોટો શૂટ કરાવવો જોઈએ."

મૌસમ:- "માહેરા તો હંમેશા ખુલ્લાં વાળ જ રાખે છે."

મલ્હાર:- "ઑહ હા..."

મલ્હાર અને મૌસમ કામમાં વ્યસ્ત થયા. વચ્ચે વચ્ચે મલહારની નજર મૌસમ પર જતી. મૌસમે પણ આ વાત નોટીસ કરી.

મૌસમ:- "સર કામ પતી ગયું હોય તો મારી કેબિનમાં જાઉં?"

મલ્હાર:- "હા You can go..."

સવારની પહોરમાં જ રાહી કપડાં ધોવાની હતી એટલે જે ધોવાના કપડાં હતા તે કબાટમાંથી કાઢતી હતી.

રાહીની નજર એક દપટ્ટા પર જાય છે.

રાહી દુપટ્ટો હાથમાં લઈ સ્વગત જ બોલે છે "અરે આ તો મૌસમ didu નો દપટ્ટો છે અને આ ફાટી ગયો છે."

એટલામાં જ મૌસમ ત્યાં આવે છે અને કહે છે
"એકલી એકલી શું બોલે છે?"

રાહી:- "આ દુપટ્ટો તમારો છે. દુપટ્ટાના છેડે
કાણું પડી ગયું છે."

મૌસમ:- "ઑહ નો મારો દપટ્ટો..."

મૌસમને મલ્હાર સાથેનો મીઠો ઝઘડો યાદ આવે છે.
મૌસમ મનોમન વિચારે છે કે "આ દપટ્ટો મલ્હારની કારમાં ભેરવાઈને ફાટી ગયો હશે." મૌસમના ચહેરા પર સ્મિત ફરી વળ્યું.

મૌસમ તૈયાર થઈને ઑફિસે જવા નીકળે છે.

માહી:- "Didu ક્યાં જાઓ છો?"

મૌસમ:- "ઑફિસે."

પંક્તિ:- "Didu આજે તો રવિવાર."

મૌસમ:- "આજે રવિવાર છે? મને તો ખ્યાલ જ ન રહ્યો."

પંક્તિ:- "ખ્યાલ જ ન રહ્યો કે પછી મલ્હારને મળવાની ઉતાવળ હતી."

મૌસમે મનમાં કહ્યું "હા કદાચ મલ્હારને જ મળવાની ઈચ્છા હતી."

મૌસમ આખો દિવસ ઘરે રહી પણ મન વારે વારે મલ્હાર પાસે પહોંચી જતું.

પોતે છુટ્ટા વાળ રાખ્યા હતા ત્યારે કેવો મલ્હાર પોતાને જોઈ રહેતો અને ઑફિસમાં પણ મલ્હારની નજર મને જ હંમેશા શોધતી હોય છે. અને ગઈકાલે પણ મને એકીટશે જોઈ રહ્યો હતો. મૌસમે અનુભવ્યું હતું કે મલ્હારના મનમાં મારા પ્રત્યે કંઈક તો લાગણી છે.

મૌસમના કાને વારંવાર મલ્હારનો અવાજ આવતો "મૌસમ આ ફાઈલ ક્યાં છે? મૌસમ આ કામ કમ્પલીટ થયું?"

મૌસમને વારંવાર મલ્હાર યાદ આવવા લાગ્યો. એનું મન મલ્હાર પાસે દોડી જતું. સાંજ સુધીમાં તો મૌસમનું મન બેચેન થઈ ગયું. મૌસમે વિચાર્યું કે "ઘણાં દિવસથી શંકર ભગવાનના મંદિરે નથી ગઈ. એકવાર જઈ આવું પછી ત્યાં જઈને મનને રાહત થશે."

મૌસમ:- "ચાલોને આપણે મંદિરે જઈએ. હું સુહાનીને પણ ફોન કરીને બોલાવું છું."

માહી:- "Didu તમે જઈ આવો. મારે બજારમાં થોડું કામ છે."

મૌસમ:- "રાહી તું તો આવીશ ને?"

રાહી:- "હું માહી સાથે બજારમાં જવાની છું. એક બુક લેવાની છે."

મૌસમ:- "પંક્તિ તું તો આવીશ કે પછી તું પણ નથી આવવાની?"

પંક્તિ:- "Didu અત્યારે નહિ પછી કોઈક દિવસ આવીશ...ચહેરા પર અત્યારે જ ફેસપેક લગાડ્યું છે."

મૌસમ સુહાનીને ફોન કરે છે. આમ તો સુહાની સાથે ફોન પર વાતચીત થતી રહેતી પણ રૂબરૂ મળાયું નહોતું.

સાંજે માહી અને રાહી બજાર તરફ નીકળ્યા અને મૌસમ અને સુહાની મંદિર તરફ...

મંદિર થોડી ઉંચાઈ પર હતું. મૌસમ અને સુહાનીએ શંકર ભગવાનના દર્શન કર્યા. પછી બંન્ને બાંકડા પર બેઠા અને થોડી વાત કરી. મંદિરનું વાતાવરણ શાંત હતું અને નદીનું પાણી શાંત અને નીરવ રીતે વહ્યા કરતું હતું. આસપાસ લીલાછમ વૃક્ષો હતા અને મંદ મંદ ઠંડો પવન વાય રહ્યો હતો. મૌસમ નદી કિનારાનું મનોહર દશ્ય જોવામાં તલ્લીન થઈ ગઈ.

થોડીવાર પછી મૌસમ ઉભી થઈ અને આસપાસ જોવા લાગી. નીચે એક બાગ હતો. બાગની સામે જ નદી હતી. મૌસમે નજર કરી તો બાગમાં ઘણાં પ્રેમી યુગલો બેઠા હતા. કેટલાંક પ્રેમી યુગલો નદી કિનારે અને કેટલાંક પથ્થર પર બેઠા હતા.
અવકાશ નો કેસરિયો રંગ કદાચ હ્રદયમાં વસેલી મલ્હાર સાથે વિતેલી ક્ષણોને યાદ કરી મૌસમ આનંદની લાગણી અનુભવી રહી. આભમાં આનંદ લેતા પંખીઓ મદદરૂપ થઈ તેની યાદો માંથી મલ્હારનો ચેહરો તેની સામે ધરે છે...

મૌસમને એ પ્રેમી યુગલો અને સૂર્યાસ્તના અદ્ભુત દ્રશ્યને જોઈને વિચાર આવ્યો
"સમી સાંજે કોઇક આ પ્રેમી યુગલની માફક સૂર્ય નદીને ચૂમી રહ્યો છે, આ પ્રેમી યુગલની જેમ હું અને મલ્હાર પણ આવી રીતના ક્યારેક તો મળીશું..!
પણ શું આવું શક્ય છે? આવું ત્યારે જ શક્ય છે જ્યારે મલ્હારના મનમાં પણ મારા પ્રત્યે કંઈક લાગણી હોય. મલ્હારના મનમાં શું છે તે મને શું ખબર? મલ્હારની તો માહેરા અને તન્વી સાથે ખૂબ બને છે. શું ખબર મલ્હારના મનમાં માહેરા અથવા તન્વી પ્રત્યે કોઈ લાગણી હોય. મલ્હારને મળવું આ જન્મમાં તો મુશ્કેલ જ છે. શું ખબર બીજા જન્મમાં મને મળી જાય.''

આ તરફ રાહી અને માહી બંન્ને દુકાનોમાં ફરવા લાગ્યા.

માહી:- "રાહી હું નેટ ફ્રી કરાવી આવું તું અહીં જ ઉભી રહે."

રાહી:- "સારું."

રાહીની નજર રોડની સામેની બાજુના દુકાન પર પડે છે. રાહી વિચારે છે કે મૌસમ Didu નો દુપટ્ટો ફાટી ગયો છે તો માહી આવે એટલામાં તો હું દુપટ્ટો લઈ આવીશ."

રાહી દપટ્ટો લેવા જાય છે.

આ તરફ માહી આવે છે. રાહીને ન જોતા માહીને થોડી ચિંતા થાય છે.

માહી મનોમન કહે છે "ક્યાં જતી રહી આ છોકરી?
અહીં તો ઉભા રહેવા કહ્યું હતું ને આટલી વારમાં ક્યાં જતી રહી?"

રાહી દપટ્ટો લઈને આવે છે પણ રોડ ક્રોસ નથી કરી શકતી. એક પછી એક વાહન આવે છે.

રાહી રોડ ક્રોસ કરીને જાય છે. રોડ ક્રોસ કરવા જતા રાહીને કાર સાથે હળવી ટક્કર લાગે છે. રાહી ફૂટપાટ પર પડી જાય છે. ઘુંટણ પર અને કોણી પર વાગે છે.

તે જ સમયે રાઘવ,સોહમ,વીકી અને બીજા ફ્રેન્ડસ કારમાં હોય છે.

સોહમ:- "રાઘવ પેલી મૌસમની બહેન છે ને? ક્લબમાં પણ મળી હતી."

રાઘવ:- "હા એ જ છે. કદાચ એને વાગ્યું છે. લોહી પણ નીકળે છે."

સોહમ:- "તો આપણે એને મદદ કરવી જોઈએ."

રાઘવ:- "કોઈ મદદ કરવાની જરૂર નથી. તું ભૂલી ગયો ભાઈ આના લીધે આપણને કેટલાં ખીજવાયા હતા?"

રાઘવને ક્લબ વાળી ઘટના અને મૌસમે એનું અપમાન કર્યું હતું તે રેસટોરન્ટ વાળી ઘટના યાદ આવે છે.

રાહી જલ્દી ન આવતા માહી થોડી ગભરાઈ જાય છે. માહીનો ચહેરો રડમસ થઈ જાય છે. માહીની આંખોમાંથી આંસુ ટપકવા લાગે છે. માહીની નજર રાહીને શોધે છે. માહી આમતેમ ફરીને જોય છે.

રાઘવની નજર માહી પર જાય છે. રાઘવને ખબર નહિ શું સૂઝ્યું કે સોહમને કહે છે "તારી વાત સાચી છે I think આપણે રાહીની મદદ કરવી જોઈએ."

રાઘવ કારમાંથી ઉતરે છે અને રાહીની પાસે જાય છે.
માહીની નજર રાહી અને રાઘવ પર જાય છે.

માહી:- "ક્યાં જતી રહી હતી? અને આ શું થયું..ચાલ હોસ્પિટલ જઈએ."

રાઘવ:- "હા ચાલો હું તમને હોસ્પિટલ લઈ જાઉં."

બધા રાઘવની કારમાં હોસ્પિટલ પહોંચે છે.

ડોક્ટર પાટો બાંધી આપે છે.

માહીની આંખોમાંથી આંસુ ટપકે છે. રાઘવ રૂમાલ આપે છે. માહી રૂમાલથી આંસુ સાફ કરે છે.

માહી:- "Thank you... સારું થયું કે તમે હતા. નહિ તો આ બધું હેન્ડલ કરવા જતા મને અઘરું થઈ પડતે. Thank you so much..."

રાઘવ:- "It's Ok..Thank you કહેવાની જરૂર નથી."

રાઘવ હાથ મિલાવતા કહે છે "મારું નામ રાઘવ...અને તમારું?"

"માહી" માહીએ હાથ મિલાવતા કહ્યું...

રાહી બહાર આવે છે.

રાઘવ:- "Are you ok?"

રાહી:- "હા..."

રાઘવ:- "ચાલો હું તમને ઘરે મૂકી આવું."

માહી:- "It's ok અમે જતા રહીશું."

રાઘવ માનતો નથી. રાઘવ રાહી અને માહીને મૂકી આવે છે. ઘર આવી જતાં માહી અને રાહી Bye કહીને જતા રહે છે.

માહી અને રાહીના જતા જ અત્યાર સુધી ચૂપ બેઠેલાં રાઘવના ફ્રેન્ડસ રાઘવ પર એક પછી એક પ્રશ્નોનો મારો ચલાવતા તૂટી પડ્યા.

"રાઘવ તારી તબિયત તો ઠીક છે ને?
રાઘવ તું બદલાય ગયો કે શું?
Guys આ આપણો રાઘવ નથી.
તે જે જેકેટ પહેર્યું છે ને તેમાં વાંચ કે શું લખ્યું છે?જેકેટ પર ધ્યાનથી વાંચ हम कभी नहीं सुधरेंगे!રાઘવ તું ક્યારે સુધરી ગયો યાર! અમને તો ખબર પણ ન પડી."

રાઘવ:- "Chill તમે ચિંતા ન કરો... હું તમારો રાઘવ જ છું...અને હું તો સુધર્યો જ નથી...અને ના તો સુધરવાનો છું...આ તો માહીને ઈમ્પ્રેસ કરવી હતી એટલે."

વીકી:- "ઑહ તો આ વાત છે."

આ તરફ મૌસમ અને સુહાસી કુદરતી સૌદર્યની મજા માણી રહ્યા હતા.

સુહાસી:- "પેલા કપલની જોડી કેટલી સારી લાગે છે નહિ?"

મૌસમ:- "હા એ છોકરી નસીબદાર છે..એને કેટલી આસાનાથી પ્રેમ મળી ગયો..."

સુહાસી:- "નસીબદાર છે એવું નથી..અને પ્રેમ આટલી આસાનાથી નથી મળતો...પ્રેમ થઈ તો જાય છે પણ પ્રેમ સંબંધ ને ટકાવી રાખવા પરસ્પર સમજણ અને વિશ્વાસની જરૂર છે. જો આ બે વસ્તુ ન હોય તો બ્રેક અપ થઇ જાય છે."

મૌસમ:- "હા તારી વાત સાચી છે... તું બોલ શું ચાલે છે તારી લાઈફમાં..."

સુહાસી:- "મસ્ત ચાલે છે...અને તારી લાઈફમાં..."

મૌસમ:- "ચાલે છે હવે...નોકરી મળી ગઈ એટલે ઠીકઠાક ચાલે છે. ઘરમાં થોડા પૈસા આવશે...ને હવે તો મમ્મીનો પણ પગાર વધ્યો છે એટલે થોડુ શાંતિ છે. નહિ તો નાની નાની વાત માટે તરસવું પડે છે..."

સુહાસી:- "ક્યાં નોકરી કરવા જાય છે."

મૌસમ:- "એક ખાનગી કંપનીમાં આસિસટન્ટની જોબ છે."

સુહાસી:- "ખાનગી નોકરી કરે છે તેના કરતા સરકારી નોકરી મેળવી લે...થોડી વાંચવાની મહેનત કરવી પડશે અને થોડો ટાઈમ આપવો પડશે..."

મૌસમ:- "ટાઈમ જ ક્યાં મળે છે...અને જો હું બધામાં ટાઈમ આપીશ તો માહી,પંક્તિ અને રાહીના કૉલેજના ખર્ચા માટે પૈસા ક્યાંથી આવશે? વેઈટરની નોકરી કરતી હતી તેના રૂપિયા છે એટલે સારું છે નહિ તો આ મહિનાનો ખર્ચ કાઢવો મુશ્કેલ થઈ જતે..."

સુહાસી:- "તું ખુશ છે આ નોકરી કરીને... પગારધોરણ તો સારું છે ને...અને સ્ટાફ તો સારો છે ને?"

મૌસમ:- "હા પગારધોરણ પણ સારું છે અને સ્ટાફ પણ સારો છે...પ્રક્ષેશ છે તે તો બહુ હસાવે છે..."

સુહાસી:- "આ પ્રક્ષેશ કોણ છે?"

મૌસમ:- "એ મલ્હારનો કોઈ દૂરનો ભાઈ છે..."

સુહાસી:- "મલ્હાર એટલે એ જ ને આપણી કૉલેજમાં હતો મલ્હાર શાહ..."

મૌસમ:- "હા એ જ...એમની કંપનીમાં જ નોકરી મળી છે..."

સુહાસી:- "Wow! મલ્હાર સાથે નોકરી... Very good...હવે તો તું સરકારી નોકરી બિલકુલ ન કરતી..."

મૌસમ:- "કેમ પહેલાં તો સરકારી નોકરીની સલાહ આપતી હતી અને હવે તો મલ્હારનું નામ સાંભળતા જ સલાહ બદલાઈ ગઈ..."

સુહાસી:- "મલ્હાર સાથે રહીને નોકરી કરવી એ તો નસીબની જ વાત છે...કેટલો હેન્ડસમ છે.
હું જો અઠવાડિયું રહું ને તો મલ્હાર સાથે તો મને પ્રેમ જ થઈ જાય..."

મૌસમ:- "સુહાસી તું તો ખરેખર પાગલ જ છે..."

સુહાસી:- "પાગલ હું નથી તું છે...તારા મનમાં મલ્હાર પ્રત્યે સ્હેજ પણ પ્રેમ નથી..."

મૌસમ:- "ના એવું કંઈ નથી મારા મનમાં..."

સુહાસી:- "થોડું તો આકર્ષણ હશે ને?"

મૌસમ:- "ના મને એવી કોઈ લાગણી નથી..."

સુહાસી:- "હા હું તો ભૂલી જ ગયેલી કે તું થોડી વિઅર્ડ છે...આટલા વર્ષોમાં કોલેજમાં તમારી વચ્ચે કંઈ ન થયું તો અઠવાડિયામાં શું થવાનું...અને ઉપરથી પાછા તમે કૉલેજમાં કેટલાં ઝઘડો કરતા...
પણ હવે એ કૉલેજના દિવસોને યાદ કરવાની પણ અલગ જ મજા છે..."

મૌસમ:- "હા યાર હવે કૉલેજના દિવસો બહુ યાદ આવે છે..."

મૌસમ કૉલેજ અને મલ્હારને યાદ કરવા લાગી ગઈ...મૌસમ મલ્હારના વિચારોમાં ખોવાઈ ગઈ...

कहते हैं कि अगर किसी चीज़ को पूरे दिल से चाहो तो सारी कायनात उसे तुमसे मिलाने की कोशिश में लग जाती है।

વિચાર કરતા કરતા મૌસમને અત્યારે ઑમ શાંતિ ઑમ મુવીનો એ ડાયલોગ યાદ આવ્યો. સવારથી એ મલ્હારને ખૂબ તીવ્રતાથી યાદ કરતી હતી. મૌસમે મનોમન વિચાર્યું જો મલ્હાર પણ મને પ્રેમ કરતો હશે તો અત્યારે જ મારી મુલાકાત મલ્હાર સાથે થશે...
એટલામાં જ મૌસમને મલ્હારનો અવાજ સંભળાયો. મૌસમે પાછળ ફરીને જોયું તો મલ્હાર જ હતો. મૌસમને તો વિશ્વાસ જ ન થયો. મલ્હારની નજર પડતા મલ્હાર મૌસમ પાસે જાય છે.

મલ્હાર:- "Hi મૌસમ...Hi સુહાસી..."

સુહાસી:- "ઑહ Hi મલ્હાર....How are you?"

મલ્હાર:- "Fine...and you? તું તો બહુ સમય પછી મળી... શું ચાલે છે બીજું?"

મૌસમને તો એ લોકોની વાત જ નહોતી સંભળાતી. મૌસમ તો હજી પણ અવઢવમાં હતી કે મલ્હાર સાચે જ અહીં છે કે પોતે કોઈ સપનું જોઈ રહી છે.

થોડી મિનીટો પછી મૌસમ સ્વસ્થ થઈ.

મૌસમ:- "સર તમે અહીં?"

મલ્હાર:- "ઑહ હા હું તો મારા દાદી અને નાનીને અહીં લઈ આવ્યો હતો. એ લોકો થોડા સમય માટે ગામ ગયા હતા આજે સવારે જ આવ્યા. એ લોકોને મંદિરે આવવાની ઈચ્છા હતી એટલે લઈ આવ્યો."

દાદી અને નાની આવ્યા. મલ્હારે દાદી અને નાનીનો મૌસમ અને સુહાસીનો પરિચય કરાવ્યો.
પછી મલ્હાર દાદી અને નાનીને લઈ નીકળી ગયો.

મૌસમે ફરી એકવાર સૂર્યાસ્તનું મનોહર દ્રશ્ય જોયું.
સૂ્ર્યને નદીના આલિંગન મા જતા મૌસમ અપલક નજરે જોઈ રહી...

મૌસમ તો આખા રસ્તે અને ઘરે જઈને પણ એ જ વિચારતી રહી કે "How? આવું તો શક્ય જ નથી...મે મલ્હારને યાદ કર્યો ને તરત જ હાજર...અને વિચાર્યું તો પણ શું વિચાર્યું કે જો મલ્હાર મને ચાહતો હોય તો અમારી મુલાકાત થઈ જાય અને મલ્હાર તે જ ઘડીએ આવી ગયો...મતલબ કે મલ્હારના મનમાં મારા પ્રત્યે લાગણી છે..."

ક્રમશ: