હું ખૂબ જ ભાગ્યશાળી છું. હજારો કિલોમીટર દૂર મારા મિત્રો આજે પણ અંતરથી એટલા જ નજદીક છે. દર વિકેન્ડ પર તે લોકો મને વીડિયો કોલ કરવાનું ચુક્તા નથી. યુરોપની અંદર તેણે પોતાનો વ્યવસાય જમાવી લીધો છે. તેનો રોકાણ હવે ધીરેધીરે નફા તરફ ગતિ કરી રહ્યું હતું. આવી પરિસ્થિતિમાં હું તે લોકોને કેવી રીતે કહી શકું કે તમે મારી સાથે આવી કોઈ સફરમાં સાથે ચલો! પ્રવશો સિવાય મારી પાસે કોઈ બીજો કામ છે ખરો? ડો.ડેવિડશન કોણ હતો? તેનો મકસદ શું હતું તે જાણ્યા વગર હું આ લોકોને મારી સાથે ન જ લઈ શકું!
"ઓય અજલા તું જાણે છે. હું અહીં એક ગોરી મેમ સાથે ડેટિંગ કરું છું મેન...." કલ્પેશે કહ્યું.
" સાલા, તને અંગ્રેજી ફાવે છે? અને હા દરેક શબ્દ સાથે મેન બોલવું કેટલું ઓકવર્ડ લાગે છે.વિદેશી ગવાર...." અજય જોરજોરથી રાક્ષસી હસ્યો.
"અરે મફતમાં મળતું હોય તો દેશી પણ ફાવે...." કલ્પેશ ખડખડાટ હસ્યો.
"બાબા આદમના જમાનાના જોક્સ મારવાનું બંધ કર....." કાનમાં ધુવાળાઓ નિકરતા હોય તેવા ચાળાઓ કરતા અજયે કહ્યું.
વાતોનો સીલસીલો તો નિરંતર ચાલવાનો! તેની અખૂટ વાતો! આખા અઠવાડિયામાં બનેલી સારી ખરાબ બધી ઘટનાઓ ઠલાવી દીતા.. અજય, વિજય, કલ્પેશનો મોટા ભાગનો વિકેન્ડ ટાઈમ આવી રીતે જ જાય છે. બંનેએ અજયને અહીં આવવાનું કહ્યું પણ અજય ટસનો મસ ન થયો. અને પછી આ રવિવારની સાંજ પણ ખૂટી ગઈ! ફરી એક નવા શનિવારની સાંજની રાહમાં! વીડિયો કોલ મુકતા વેળાએ ત્રણે ગળગળા થઈ જતા.
કલ્પેશ હવે અજયના લગ્નની વાત કરવાનું બંધ કરી દીધું હતું. છ મહિના સુધી કલ્પેશે અજયને સમજાવ્યો હતો. પણ ઊલટું અજય વધુ દુઃખી થઈ જતો! એટલે ભૂલથી પણ એ વાત મોઢામાંથી ન નીકળે તેની ખૂબ જ કાળજી રાખતો હતો.
જ્યારે આ બંનેનું નવું નવું એફેર ચાલુ હતું ત્યારે કલ્પેશ જ વિરોધ કરતો! કહેતો " સાલા આખી દુનિયામાં તને મારી જ બેન મળી?" પણ અજયે સમજાવી દીધું હતું" કે તું મને ઓળખે છે ને? હું પ્રિયાને પ્રેમ કરું છું. લગ્ન પણ તેનાથી જ કરીશ! " ત્યારે કલ્પેશ જ પહેલો વ્યક્તિ હતો. જેણે તેના મામાને અજય સારો છોકરો છે તેની જવાબદારી હું લઈશ તે કીધું હતું. જીજાજી, જીજાજી કહીને કલ્પેશ અને વિજય ખૂબ જ મજા લેતા!
અજયે ખૂબ પ્રયત્ન કર્યા! તેંણે કોલેજમાં જે થિયેટર કર્યા હતા. તે આજે કામ લાગી ગયા કે તે કેટલો ઉમદા અદાકાર છે. તે સાબિત કરી દીધું! તેણે એક વખત પણ ચેહરા પર એક પણ વખત એવા ભાવ આવવા ન દીધા! તે તેના મિત્રોનો ફાયદામાં જ પોતાનો ફાયદો માનતો હતો.
જો રાજદીપ તૈયારી બતાવશે તો હું અને રાજદીપ જઈ આવીશું! મજીદ અંગે પણ હું, ડો.ડેવીડશનને વાત કરીશ! પત્રમાં તેના નંબર અવસ્ય હોવા જોઈએ!
ડ્રોઅર ખુલ્યું! ફરી તેંણે આંતરરાષ્ટ્રીય પત્ર બહાર કાઢ્યો!
પત્ર પરનું સરનામું-: જાયન્ટ રિસર્ચ સેન્ટર.
જાયન્ટ આઇલેન્ડ. ઇન્ડોનેશિયા!
જાયન્ટ આઇલેન્ડ! ઇન્ડોનેશિયા મેં ગુગલ કર્યું!
એશિયાઇ દેશોમાં ઇન્ડોનેશિયામાં સહુથી વધુ દ્વીપસમૂહ આવેલા છે.જાવા,સુમાત્રા,તીમોર, સનાના, જેવા સતર હજાર ઉપર ટાપુ છે. જેમાં ઘણા ઉપર માનવ વસ્તીઓ છે તો ઘણી જગ્યાએ કોઈ જ રહેતું નથી તે આજે પણ દુનિયાથી અલગ થલક છે. જે ટાપુઓ હિંદ મહાસાગર, પ્રશાંત મહાસાગર, જાવા સમુદ્ર, દક્ષિણ ચીની સમુદ્રથી ઘેરાયેલા છે.
રિંગ વાગી રહી હતી. સામેથી એક રોબોટીક અવાજમાં એક યુવતીનો અવાજ આવ્યો.
"શું ડૉ. ડેવિડશન સાથે મારી વાત થઈ શકે છે?"
"જી આપ કોણ બોલી રહ્યા છો?"સામેથી અવાજ આવ્યો.
"અજય, ઇન્ડિયાથી!"
"ઓકે સર હું આપનો કોલ ડો.ડેવિડશનને ટ્રાંસ્ફર કરી રહી છું."
"હેલ્લો, મી.અજય મને વિશ્વાસ હતો કે તમે જરૂર કોલ કરશો..." તેના અવાજમાં જુસ્સો સાફ જળકતો હતો. તે ખૂબ નિખાલસ હાસ્ય રેલી રહ્યા હતા.
"જી, અમે તમને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ?" અજયે કહ્યું.
"એ બધી વાતો ફોનમાં થઈ શકે તેમ નથી! તમે બધા મને રૂબરૂ મળો! તમે ક્યારે આવી શકો છો, તો હું એ પ્રમાણે તમારી અહીં આવવાની વ્યવસ્થા કરી આપીશ...." ડૉકટરે કહ્યું.
"ઓકે ડોક્ટર, હું બહુ જલ્દી તમારો ફરીથી સંપર્ક કરીશ..." અજયે કહ્યું.
ફોન કટ થઈ ગયો હતો. પણ હજુ હજારો પ્રશ્ન મગજમાં પળેપળ જન્મ લઈ રહ્યા હતા.
કોઈ કળી ને મળી જેના આધારે હું જાણી શક્યો હોત કે આ ક્યાં પ્રકારની મીશન છે? ત્યાં જઈને વાત કરવી? મારી હજુ રાજદીપ સિવાય એ અંગે કોઈ સાથે વાત પણ થઈ નથી! મેં વાંચ્યું છે સાંભળ્યું છે. આવા કોઈ ગુપ્ત રહસ્યો ખાળવા માટે ઘણી પલાનીંગ થાય છે. બહુ બધા લોકોની ટીમ હોય છે. તે મિશનમાં અનુકૂળ અને અનુભવી લોકોનો સંપર્ક કરે છે. માહિતી ત્યાં સુધી એટલી ગુપ્ત રાખવામાં આવે છે જયાં સુધી અમારા જેવા લોકો હા ન કરે!
જોઈએ રાજદીપ ક્યારે સંપર્ક કરે છે. વિજય, કલ્પેશની મહેનત પર હું પાણી ફરવા માંગતો નથી! પ્રિયા સાથે હવે મને લેવા દેવા નથી! પ્રિયાનું નામ આવતા! ફરી જૂના ઘાવ દર્દ કરવા લાગ્યા!
તેણે ફોન હાથમાં લીધું વોટ્સએપમાં પ્રિયાનો ડી.પી જોયું! નવી સેલ્ફી મૂકી હતી. તેની આંખો રમતી હતી. તેણે ફોટો જોયા રાખ્યો! ધરતી પર પ્રકાશનો આવરણ હટી ગયું હતું. અંધકારનો સામ્રાજ્ય ફેલાઈ ચૂક્યું હતું. ફોન હાથમાંથી સરકી ગયો...
તે ગાઢ નિંદ્રામાં સરી પળ્યો...
ક્રમશ.