Dharmadharan - 3 in Gujarati Fiction Stories by Author Mahebub Sonaliya books and stories PDF | ધર્માધરન - 3

Featured Books
Categories
Share

ધર્માધરન - 3

ધર્માધરન 3

એક હજાર વર્ષ પહેલાં, ચોલા સામ્રાજયની હદમાં, કોઈ સ્થાને.

"હા હા હા"

"હા હા હા" બાળકોની એક નાનકડી ટોળકી ટીખળ કરી રહી હતી. સૂર્યની ગરમી વધારે નહોતી. ત્યાં લગભગ સાંજ થવા આવી હતી. તે દ્રશ્ય ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવું હતું. ખેતરના છેવાડે ઝાડની ડાળીઓમાંથી સૂરજ અસ્ત થતો હતો. તે મનોરમ દૃશ્ય હતું. ઘણા ગામડાના લોકો તેમની ચીજવસ્તુઓ એકઠા કરી રહ્યા હતા અને ઘેર પાછા જવા તૈયાર હતા. ચારે તરફ ખૂબ જ ભવ્ય હરીયાળી હતી.

તે ભૂમી ખૂબ જ ફળદ્રુપ હતી. તે ચાંદીના રંગના ભાત અને સુવર્ણ જેવી મકાઇ ઉત્પાદિત કરતી હતી. તે જમીનના દરેક ખૂણામાં ઘણા પ્રકારની ઔષધિઓ અને ઉપચારક તત્વો હતા. લોકો તેને કહેતા હતા 'ઉલ્લાસા નગરમ્' એટલે 'આનંદનું સ્થળ'. ખરેખર તે 'ઉલ્લાસા' હતું.

"હરી, તારે આ દ્રશ્ય જોવું જોઈએ." એક દસ વર્ષની બાળકી અજબ લાવણ્ય સાથે બોલી. તે સૂર્યપ્રકાશના પ્રથમ કિરણની જેવી મોહક હતી. તે સુંદર, ભવ્ય અને માસૂમ હતી.

હરીએ તરત જ વાર તેની તરફ ધ્યાન આપ્યું. તેણીએ અહીં અને તહીં તેના હાથ લહેરાવવાનું શરૂ કરી દીધું. તેણી તેના કાંડા વડે ભવ્ય ક્રીડા કરી રહી હતી. તે કેટલીક પરંપરાગત મુદ્રા પ્રદર્શિત કરી રહી હતી. પ્રથમ નજરમાં, દર્શકોને લાગતું હતું કે તે સાંસ્કૃતીક નૃત્ય કરી રહી હતી


"વીણા, તારે હવે આ જોવું જોઈએ" તેણી તેની સખીનું તેના તરફ ધ્યાન આકર્ષીત કરવા પ્રયાસ કરી રહી હતી. મોટા ભાગના લોકો તેને જોઈ રહ્યા હતા. તે દોડવા લાગી. તે એક પછી એક પગલા ભરી કૂદવા લાગી હતી. તે આનંદ સાથે મુદ્રાઓ પ્રદર્શિત કરી રહી હતી.

કુતુહલપૂર્વક જોયા પછી, લોકોનું ધ્યાન ગયું કે ત્યાં એક સફેદ પડછાયો હતો. તે તેણીના માથા ઉપર સફેદ વાદળના ટુકડા જેવો લાગતો હતો. તેણી જે પણ પ્રદર્શન કરી રહી હતી, તે જ રીતે પેલું વાદળ પ્રતિસાદ આપી રહ્યું હતું. જ્યારે તેણીએ ઊંચો કૂદકો માર્યો, ત્યારે તે પડછાયો ઘણી ઉંચાઈએ ગયો અને તેના સ્થાન સુધી નીચે આવ્યો. તેણીએ તેનો હાથ ફેલાવ્યો અને તેના શરીરને વળાંક આપ્યો. તેણીએ ઉત્સાહથી તેનું માથું અને હાથ હલાવ્યા. એ જ રીતે પડછાયો મોટો થયો. તે જરા નમ્યો અને ગુંચવાઈ ગયો. ત્યાં લગભગ અંધારું થવા આવ્યું હતું. સૂર્ય આથમી ગયો હતો. ત્યાં ચંદ્રનું કોઈ નામો નિશાન નહોતું. જો કે લોકો તેણીના અભિનયની મજા લઇ રહ્યા હતા. છતાં ખરાબ પ્રકાશને કારણે તેઓ તેને યોગ્ય રીતે જોઈ શક્યા નહીં.

તેણે જોરથી કહ્યું ''ઉલ્લાસા'' અને પડછાયો ચમકવા લાગ્યો હતો. તે ખૂબ જ ચમકદાર અને રંગીન ચળકતો હતો. લોકો સર્વાનુમતે કહેવા લાગ્યાં હતા.

"ના .... ના.... ઉલ્લાસા નહીં"

વીણા મોટેથી બોલી 'ઉર્વિકા'. જેવી જ તે બોલી કે બધાએ "ઉર્વિકા, ઉર્વિકા, ઉર્વિકા" બૂમો પાડવાનું શરૂ કર્યું.

ઉર્વિકા ટોળા તરફ સહ આભાર ઝૂકી ગઈ. તેણીએ શિષ્ટચાર દર્શાવવા માટે તેના હાથ નમસ્કાર મુદ્રામાં બંધ કર્યો. આકાશનો નાનો ટુકડો રંગીન તારાની જેમ ચમકતો હતો. તે પણ ખાસ ત્યારે કે જ્યાં ચંદ્રનું કોઈ ઠેકાણું ન હતું. લોકો તેને વધામણી આપવા લાગ્યા હતા. તે એક અનેરો આનંદ હતો. તેઓ તે જાદુને અનુભવી રહ્યા હતા.

"હવે આ પણ જોજે, ઉર્વિકા" એક નાનો છોકરો હરી, ટોળામાંથી આગળ આવ્યો. તેણે તેની ચડ્ડી વ્યવસ્થિત કરી. તેણે તેના ટૂંકા, કાળા અને વાંકડિયા વાળ પર હાથ ફેરવ્યો.

"આ ખાસ તારા માટે છે" તેણે ઉર્વિકા તરફ આંગળી ચીંધી. તેણીએ ઉદાર સ્મિત કર્યું. તેણીએ તેને ઇશારા વડે શુભેચ્છાઓ આપી. હરીએ બંને હાથ ઊંચા કર્યા. તેણે કંઈક જાપ કર્યું. તે તેની અડધી બંધ આંખોથી દરેક વસ્તુ પર નજર રાખી રહ્યો હતો. તેણે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ અજમાવ્યો અને લાંબા સમય સુધી રાહ જોઈ. પણ કંઈ જ થયું નહીં. કેટલાક પ્રેક્ષકો તેની તરફ હસ્યા. હરિએ કેટલાક જાદુના મંત્રો મોટેથી ભણ્યા. તેણે ફરીથી આંખ ખોલી ખાતરી કરી કે કંઈ થયું? જવાબ હતો 'ના'.

હરી ઉર્વિકાનો સમવયસ્ક હતો. પરંતુ તે બહુ નબળો વિદ્યાર્થી હતો. જો કે તેઓ બાળકો હતા. આપણે તેની પાસેથી કોઈ પણ પ્રકારની પૂર્ણતાની કે કુશળતાની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ? તો છતાં પણ કેટલાક લોકો તેના પર હાસ્યા કરવા લાગ્યા. હરીનું લગભગ રડવાનું જ બાકી હતું. કદાચ તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો હોત.
સદભાગ્યે તેણે તેનો ત્રીજો પ્રયાસ કર્યો. તેણે તેનો હાથ પાછળ ધકેલ્યો અને અચાનક જ વરસાદ પડવા લાગ્યો.

વાદળનો ટુકડો હરી પર ખૂબ જ મહેરબાન થઈ ગયો. વરસાદના ટીપાં પણ ઝગમગાટભર્યા હતા. દરેક જન મંત્રમુગ્ધ થઈ ગયાં હતા. તેમાંથી કોઈ પણને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. ચારે બાજુ ખુશી હતી. તેમાંથી કોઈએ પણ તેમના સમગ્ર જીવનમાં આવું કશું પહેલા જોયું નહોતું. તે બધા તાળીઓ પાડીને ધૂમ મચાવી રહ્યા હતા. તેમાંથી કેટલાક યુવાન દંપતિ ટોળા વચ્ચે દોડી આવ્યા હતા અને ચળકાટવાળા પાણીની નીચે ભીંજાવા લાગ્યાં. પાણીમાં એક અનોખી સુગંધ હતી. લોકોએ આ પાણીનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું.

"બસ હવે. બહું થયું." એક દસ વર્ષના છોકરાએ ગુસ્સામાં કહ્યું. તેણે તેનો હાથ આગળ ધપાવ્યો, તે જ સમયે એક વિચિત્ર, ગર્જના કરતું પ્રાણી આકાશમાં દેખાયું. તે તેઝ , ભારે ભરખમ અને કદાવર હતું. તે ડ્રેગન નહોતું, છતાં તે ઉડી શકતું હતું.. તે ગરુડ ન હતું, તો પણ તે કોઈ પણનો પીછો કરી શકતું હતું. તેને વિશાળ ચહેરો અને ભયાનક પંજા હતા. જાદૂની દુનિયામાં, લોકો તેને નાશક કહેતા હતા.

તે છોકરાએ ફરીથી તેનો હાથ આગળ ધપાવ્યો અને તે જ સાથે નાશક આગળ ધસી આવ્યો. તે વાદળના ટુકડા અને તેના જાદુને નષ્ટ કરી રહ્યું હતું. નાશકે એક જ વારમાં વાદળનો આખો ભાગ ગળી લીધો. આ જ વસ્તુ બતાવે છે કે તે કેટલું ખાવધારું હતું!

છોકરાએ ફરીથી કંઈક મંત્રોચાર કર્યો અને તેણે ચપટી વગાડી. માત્ર એક આંખના પલકારામાં, નાશક હવામાં અદૃશ્ય થઈ ગયો. ફરી એક વાર અંધારી રાત પાછી આવી. ઝગમગતા વરસાદના છાંટા કાળી ધૂળમાં પલટાઇ ગયા. તેણે દરેકની મજા બરબાદ કરી દીધી હતી. બધા લોકો નિરાશ થયા હતા.

"ધર્મા, તારી સમસ્યા શું છે?" ઉર્વિકા ગુસ્સે ભરાઈ.

"તું વધારે સારી પેઠે જાણે છો" ધર્માએ તેની પીઠ ફેરવી. તે આ ઘોંઘાટથી દૂર જઇ રહ્યો હતો. ઉર્વિકા તેની પાછળ ગઈ. તે તેની પરમ મિત્ર હતી. તેઓ એકબીજાને ખૂબ સારી રીતે જાણતા હતા. તેણીને જ્ઞાન હતું કે ધર્મા થોડીક જ ક્ષણમાં શાંત થઈ જશે. તેથી તેણી તેને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પરંતુ ધર્માને તેમાં જરાય પણ રસ નહોતો. તેઓ ભીડથી ઘણા દૂર હતા. ઉર્વિકાએ ધર્માનો હાથ પકડ્યો. તેણીએ સ્મિત કર્યું.

"ક્ષમા" તેણે અસ્વસ્થતાથી કહ્યું.

"મારે તારી સાથે ઊંચા સ્વરે વાત ન કરવી જોઈએ" તે માફી માંગી રહી હતી.

"કોઈ નાટકની જરૂર નથી" ધર્માએ હળવેથી કહ્યું. તેણીએ સ્મિત કર્યું. ધર્મા હસ્યો.

તેણે પૂછ્યું, "આમાં વાંધો શું છે?"

"કોઈને ખબર ક્યાં હતી કે આપણે જાદૂગર છીએ. મારા પિતાએ મને આ કલા એક શરત પર શીખવી હતી.

"અને તે શું છે?" તેણીએ આતુરતાથી પૂછપરછ કરી.

"વિદ્યાનો ક્યારેય પણ દેખાડો નહીં કરવાનો. મારા પિતાને આ વાતનો જ ડર હતો. જો તે અહીં હોત, તો તે આપણા બધાને શ્રાપ આપી દેત. આપણે દરેક વસ્તુને ભૂલી ગયા હોત, તારું નૃત્ય, સફેદ પડછાયો, ઝગમગ વાદળ, વરસાદના ચમકતા ટીપા અને આ જાદૂની કલા. આમાંથી કંઈ પણ આપણી સ્મૃતિમાં શેષ ન રહેત.
"વાહ!" તેણે ઉત્સાહથી કહ્યું.

"સાંભળ, આ પ્રાંતમાં, આપણે ફક્ત ચાર જ જાદૂગર હયાત છીએ"


"ખરેખર સાડા ત્રણ, હરીને ન ગણ!" તે હસી.


"મને વચન આપ, તું ફરી ક્યારેય પણ સામાન્ય લોકો સમક્ષ તારી કલા જાહેર નહીં થવા દે" ધર્માએ તેનો હાથ પકડ્યો. તેણી સંમત થઈ. ધર્માએ તેને વીશેષ સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેણે તેણીને માહિતી આપી કે તેના પિતાની માન્યતા પ્રમાણે આ ભૂમિ પર માત્ર દોઢ જાદૂગર વસે છે. તેના પિતાએ તેને અર્ધ જાદુગર ગણે છે. જો તેને અહીં કોઈ અન્ય જાદૂગર મળી જશે, તો તે તેના વિશેષ મંત્રનો જાપ કરશે અને બધા જ લોકો જાદુ ભૂલી જશે.હું જાદુની કળા ભૂલવા નથી માંગતો." ધર્માએ તેને વિનંતી કરી.

"હું વચન આપું છું. હું તને કદી દુ:ખી નહીં કરું." તેણે એટલું કહ્યું અને તે પાછી જવા લાગી. તેણી ફરીને ભાગ્યે જ બે પગલાં ચાલી હશે ત્યાં, ધર્માએ કહ્યું.

"ચાલ હું તને કંઈક બતાવું."

તે પાછી વળી અને તેની પાસે પરત ફરી.

"તે જાદુનો પ્રયોગ ક્યારેય પણ આકાશમાં કરવાનો નો હતો." ધર્માએ તેની હથેળી ફેલાવી.

"મારા પિતાએ મને શીખવ્યું હતું કે આ જાદુ આખા રણને જંગલમાં ફેરવી નાખવાની ક્ષમતા ધરાવે છે. માન કે ન માન, તે જ હમણાં રણના કેટલાક ભાગને હરીયાળીમાં રૂપાંતરિત કર્યો હશે.

"શું ?!" તેણીને અચંબો થયો. તેણીએ જાદૂ પ્રયોગ સફળ કર્યો તેના પર નહીં પરંતુ તે ધર્માની હથેળી પર આ જાદુ થતાં જોઈ રહી હતી. તેના હાથ પર એક નાનો વાદળનો ટુકડો તરતો હતો.

"તને થોડી ચમક ગમશે?" ધર્માએ પૂછ્યું અને બંને હસી પડયા.

"મેં જમીનનાં સ્થાને હાથ પર પહેલાં ક્યારેય કોઈ જાદુગરી જોઇ ન હતી. મને જાદુ શીખવવા બદલ આભાર." તેણીએ ગર્વથી કહ્યું.
"તે બરાબર છે, પરંતુ તારે હરી સિવાય બીજા કોઈને શીખવવું જોઈએ." ધર્મા હસ્યો.

"કેમ તે સારો નથી?" ઉર્વિકાએ હસીને પૂછ્યું.

"તે ખૂબ જ સારો છે! તું હજી પણ વિચારે છો કે પેલો વરસાદ તેણે લાવ્યો હતો?" ધર્માએ પૂછ્યું

" મતલબ કે તેણે નથી લાવ્યો? તો પછી કોણે?" તે મૂંઝાઈ ગઈ.

ધર્માએ સ્મિત કર્યું.

"તે તેને શા માટે મદદ કરી?" ઉર્વિકાએ તેને પૂછ્યું

"કારણ કે તે તારો મિત્ર છે અને હું તને લજ્જિત નહીં થવા દઉં. આપણે પણ બાળપણના મિત્ર છીએ!"

"આપણે હજી બાળક જ છીએ પાગલ" તેણીએ પ્રેમથી કહ્યું. તેણી થોડીક વાર થોભ્યા પછી બોલી.

"શુ હુ તને કંઇક પુંછી શકુ?" તેણી આ વખતે ગંભીર ચહેરે કહ્યું.

"હા , પૂછને"

"તારા પિતાજી આ બધું ક્યાંથી શીખ્યા?" તેણીએ પૂછપરછ કરી.
"આ વાત હું નહીં જણાવું. તેમણે મને કડક આદેશ આપ્યો છે કે આ વાત ક્યારેય કોઈને કહેતો નહીં." તેણે લાચાર થઈને કહ્યું.

"અરે, આપણે તો મિત્ર છીએ. હું કોઈ નથી. શુ હું કોઈ છું?" તે થોડી ગુસ્સામાં હતી.

"હા" તેણે કહ્યું. પછી તેને સમજાયું, "ના, મારો મતલબ ના"

"તું મને શુ કહેવા માંગે છો ? હા કે ના ?" તે હસી.

"મારા પિતાએ મને કહ્યું કે તેણે આ તમામ પવિત્ર જાદુ કોઈ ગુપ્ત રીતે શીખ્યું હતું.."

"પણ ક્યાંથી?"

"માયાવત!"

"અરે ના, માયાવતતો કલ્પીત કથા છે. તું મારી સાથે ખોટું બોલી રહ્યો છો કે નહીં?"

ધર્મા તેને જોઈને માત્ર હસ્યો. તેની પાસે જવાબ આપવાની હિંમત નહોતી..