નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મનોજ, વિજય, સંજય, સુજલ બધા જ અંબાજી જાય છે, મનોજ ખુશ હોય છે કે એ ઘણા સમય પછી આશા ને મળશે, પણ ત્યા જાય છે તો ખબર પડે છે કે એ લોકો ત્યાથી ઘર ખાલી કરી ને બીજે જતા રહ્યા હોય છે, મનોજ ઉદાસ થઈ જાય છે , બધા મિત્રો મનોજ ને સમજાવે છે હવે જોઈએ આગળ.
મનોજ, વિજય, સંજય, સુજલ ઘરે આવવા માટે બસ મા બેસે છે, બસ મનોજ ઉદાસ થઈ ને જ બેસી રહે છે, આખા રસ્તે કંઈ બોલતો નથી , એના મિત્રો પણ એની પરિસ્થિતી સમજી ને એની સાથે બોવ વાત નય કરતા. એ લોકો એમના શહેર મા પહોચી જાય છે, બસ માથી ઉતરી બધા એકબીજા ને મળી પોત પોતાના ઘરે જાય છે. મનોજ, વિજય એમના ઘરે પહોંચે છે, મનોજ સીધો જ અગાશી ઉપર જતો રહે છે, એ જોઈ વિજય પણ એની પાછળ અગાશી ઉપર જાય છે.
વિજય : ભાઈ શુ છે આ બધુ? ત્યાથી નીકળ્યા ત્યારનો તુ કઈ બોલતો નથી આવુ ક્યા સુધી ચાલશે.
મનોજ : ભાઈ કેટલા ટાઈમ પછી આશા ક્યા છે એની ખબર પડી એને મળવાનો કેટલો હોંશ હતો પણ નસીબ જ અવળુ છે તો શુ કરવાનુ?
વિજય : ભગવાન પર ભરોસો રાખ યાર તમારો પ્રેમ સાચો છે તો કોઈ પણ હિસાબે તમે ભેગા થશો , હમણા કદાચ તમારા પ્રેમ ની પરિક્ષા લેવાઈ રહી છે એમ સમજી ને ચાલ.
મનોજ : મને આશા પર પુરો વિશ્વાસ છે એ ક્યારેય મારી સાથે દગો નય કરે, પણ મને લાગે છે કે અમારા સંબંધ ની જાણ એના ઘર મા થઈ ગઈ હશે અને એ જ કારણે એ લોકો અહી થી ઘર ખાલી કરી જતા રહ્યા.
વિજય : એવુ કંઈ નય હોય ચાલ માની લઈએ કે અહી થી એ લોકો જતા રહ્યા પણ અંબાજી મા આપણે ગયા તો એ લોકો ને થોડી ખબર હતી તો ત્યાથી પણ જતા રહ્યા.
મનોજ : અરે ભાઈ કવિતા એમના ઘરે ગઈ હતી એટલે એ લોકો ને એટલો શક તો ગયો જ હશે ને કે કવિતા આપણને વાત જરુર કરશે ને આપણ ને ખબર પડશે કે આશા ક્યા છે અને આપણે પછી ત્યા જરુર જઈશુ.
વિજય : મને નથી લાગતુ કે એવુ કંઈ હોય જો તુ ટેન્શન ના લે ભગવાન પર ભરોસો રાખ ને હમણા તારી જોબ લાગી છે એની પર ધ્યાન આપ તારા મમ્મી પપ્પા ને પણ તારે અહી લાવવાના છે ને તો એની વ્યવસ્થા કર, આપણા મા બાપ પહેલા પછી બીજા બધા.
મનોજ : હા સાચી વાત છે, મારે હમણા મારા કેરિયર પર ધ્યાન આપવુ પડશે હુ બધી રીતે સુખી હોઈશ તો આશા ના પરિવાર મા અમારા સંબંધ ને લઈને કોઈ વાંધો નય હોય.
વિજય : બરાબર ભાઈ આ થઈ ને વાત ચાલ મને ભુખ લાગી છે જમી લઈએ.
બંન્ને નીચે જમવા જાય છે , જમીને થોડીવાર મસ્તી મજાક કરી ઊંઘી જાય છે સવારે ઊઠી ને બંન્ને તૈયાર થઈ પોત પોતાની જોબ પર નીકળી જાય છે, મનોજ હવે એના કેરિયર પર વધારે ધ્યાન આપવા લાગ્યો. થોડા સમય પછી એ એના ગામ નુ ઘર વેચી અને ખેતર ભાડે આપી ને એના પરિવાર ને શહેર મા નવુ ઘર લઈ ત્યા લઈ આવ્યો. મનોજ એના કેરિયર મા ધીરે ધીરે આગળ વધતો હતો પણ આશા ને પણ એ એટલી યાદ પણ કરતો હતો. એક દિવસ એના કંપનિ ના કામ થી એને બહારગામ જવાનુ થયુ ૨-૩ મહિના માટે જવાનુ હોવાથી વિજય ને એના પરિવાર નુ ધ્યાન રાખવાનુ કહેતો ગયો. થોડા દિવસો પછી સંજય નો ફોન મનોજ પર આયો.
મનોજ : બોલ ભાઈ કેમ છે? બોવ દિવસ પછી યાદ કર્યો?
સંજય : બસ ભાઈ આ પપ્પા ની કંપનિ સંભાળી રહ્યો છુ હવે સાંભળ આવતા મહિને મારા લગ્ન છે ને હુ કોઈ પણ બહાનુ નય ચલાવુ તારે મારા લગ્ન મા આવવુ પડશે.
મનોજ : ભાઈ હુ કંપનિ ના કામે થી બહારગામ આવ્યો છુ અહીનુ કામ પતી જશે તો હુ જરુર આવી઼શ.
સંજય : એ મારે કશુ નથી સાંભળવુ તને આપણી દોસ્તી ના સોગંધ છે, જો તુ નય આવે તો જીંદગીભર તારી સાથે વાત નય કરુ.
મનોજ : સારુ દોસ્ત સોગંધ આપી છે તો નીભાવવી તો પડશે જ ને.
સંજય : ઓકે ચાલ હુ ફોન મુકુ છુ બોવ કામ છે.
સંજય નો ફોન કટ થતા ની થોડી જ વાર મા વિજય નો પણ ફોન મનોજ પર આવે છે.
મનોજ : બોલ ભાઈ કેમ છે ? અંકલ આન્ટી ને મારા મમ્મી પપ્પા કેવા છે?
વિજય : બધા જ સારા છે ને હુ પણ મજા મા છુ તુ બોલ તારે કેવુ ચાલે છે , કામ કાજ બરાબર છે ને!
મનોજ : હા બધુ જ બરાબર છે પણ તુ એ તો કહે કે ફોન કેમ કર્યો હતો તે કંઈ કામ હતુ?
વિજય : ના એ તો સંજય નો ફોન આવ્યો હતો એના લગ્ન છે તો તારી સાથે વાત થઈ?
મનોજ : હા હમણા થોડીવાર પહેલા જ એનો ફોન આવ્યો હતો ને મને બધુ કહ્યુ એણે.
વિજય : બરાબર તો એટલે તુ એના લગ્ન મા અહી આવીશ જ ને કેમ કે અહી થી આપણે બધા સાથે જઈશુ.
મનોજ : હા ભલે હુ પહોંચી જઈશ ચાલ કામ વધારે છે હુ પછી વાત કરુ.
ફોન મુકી વિજય એના કામ મા લાગી જાય છે સંજય ના લગ્ન ના ૨ દિવસ પહેલા મનોજ કંપનિ માથી રજા લઈને પોતાના ઘરે પહોંચી જાય છે. એના મમ્મી પપ્પા એને જોઈને બોવ ખુશ થાય છે બધા ને મળી ને એ વિજય ના ઘરે જાય છે આખો દિવસ ત્યા રહે છે રાત્રે સંજય ના ઘરે ડીજે હોવાથી એ લોકો સંજય ના ઘરે જવા નીકળે છે. સંજય ના ઘરે પહોચે છે સંજય એ લોકો ને જોઈને બોવ ખુશ થઈ જાય છે , સુજલ પણ થોડીવાર મા પહોચી જાય છે બધા સાથે મળી ને પહેલા ની જેમ ખુબ ધમાલ મસ્તી કરે છે ડીજે મા ખુબ જ નાચે છે, ડીજે પુરુ થયા પછી મનોજ વિજય થાકી ને ઘરે આવે છે અને ઊંઘી જાય છે કેમ કે બીજા દિવસે સવારે વહેલા સંજય ની જાન મા જવાનુ હોય છે. સવારે બંન્ને વહેલા ઊઠી ફ્રેશ થઈ સંજય ના ઘરે જવા નીકળે છે. સંજય ના ઘરે પહોચી બધા ને કામ મા મદદ કરાવા લાગે છે. વરરાજા ની ગાડી સજાવે છે. પછી બધા બસ મા બેસી જાય છે કેમ કે વરઘોડો અહી નય પણ દુલ્હન ના ત્યા કાઢવાનો હતો. ૩ કલાક ના બસ ના સફર પછી દુલ્હન ના ત્યા પહોચે છે.
વિજય : ભાઈ અહી ઉતારો આપ્યો છે પણ મને અહી બેસવુ નહી કેમ કે બસ મા સફર કરી મારુ માથુ ફરી ગયુ છે એટલે આપણે ચા-નાસ્તો કરીએ પછી થોડીવાર ફરીશુ.
મનોજ : હા યાર હુ પણ કંટાળી ગયો છુ બસ મા ઼આપણે એમ જ કરીશુ.
બસ માથી ઉતરી ને એ લોકો સીધા હોટલ શોધવા નીકળી પડે છે, સુજલ ને પણ સાથે લઈ જાય છે. હોટલે પહોચી ને બધા ચા નાસ્તો કરે છે, પછી શહેર મા ફરવા નીકળે છે, સુજલ ના માસી પણ આ જ શહેર મા રહેતા હોવા થી સુજલ ને આ શહેર ની બધી માહિતી છે એટલે એ બધે મનોજ, વિજય ને ફરાવે છે, પછી એ પાછા ઉતારા બાજુ આવતા હોય છે, ઉતારા નજીક પહોચતા જ બેન્ડ નો અવાજ સંભળાય છે.
વિજય : લાગે છે કે વરઘોડો નીકળી ગયો છે.
સુજલ : હા મને પણ એમ જ લાગે છે.
મનોજ : તો અહી ઊભા ઊભા આપણે ચર્ચા કેમ કરીએ છે, જલ્દી ચાલો વરઘોડા મા પહોંચીએ.
બધા જલ્દી જલ્દી વર઼ઘોડા પાસે પહોંચે છે અને નાચવાનુ ચાલુ કરી દે છે, અ લોકો ખુબ નાચે છે સંજય ને પણ નચાવે છે. લગ્ન એક પાર્ટી પ્લોટ મા રાખેલા હોય છે ત્યા ગેટ પાસે પહોચતા પહેલા જ મનોજ, વિજય અને સુજલ વરઘોડામાથી બહાર નીકળી જાય છે. અને સુજલ ના માસી ના ઘરે જતા રહે છે, કેમ કે બધા એ ચા- નાસ્તો કર્યો હતો એટલે હમણા એ લોકો ને જમવુ નહતુ અને લગ્ન પ઼ણ તૈયારી મા ચાલુ નય કરી દે એટલે એ ત્યા જતા રહ્યા. સુજલ ના માસી ના ઘરે થોડો ટાઈમ બેઠા પછી એ લોકો લગ્ન મા જાય છે, ત્યા પહોચી ને જોવે છે તો સંજય ચોરી મા બેઠો હોય છે. લગ્ન શરુ થઈ ગયુ હોય છે.
સુજલ : લગ્ન શરુ થઈ ગયુ ચાલો આપણે ત્યા જ જઈએ પછી જમીશુ.
વિજય : અરે હજી દુલ્હન ક્યા આવી છે ઼દુલ્હન આવશે પછી મજા આવશે બંન્ને ની ખેંચવાની. હમણા આપણે જમી લઈએ.
મનોજ : હા સાચી વાત છે ચાલો જમી લઈએ.
જમણવારી બીજા ભાગ મા ચાલતી હોય છે, બધા ત્યા જમવા જતા રહે છે, જમવાનુ લઈને બેસે છે ઼થોડી જ વાર મા એમને બૂમો સંભળાય છે.
મનોજ : આ કોણ આટલીબધી બૂમો પાડે છે.
વિજય : અરે દુલ્હન ચોરી મા આવી રહી છે એટલે આટલી બૂમો સંભળાય છે.
સુજલ: હા મને પણ એમ લાગે છે ચાલો જલ્દી જમી ને જઈએ ચોરી મા.
બધા જલ્દી જમી ને ચોરી મા પહોચે છે, સંજય અને દુલ્હન ને જોઈ મનોજ અચાનક જ નીચે બેસી જાય છે, વિજય અને સુજલ પણ દુલ્હન ને જોતા જ રહી જાય છે. સંજય બધા ની સામે જોઈ હસતો હોય છે.
દુલ્હન ને જોઈ મનોજ અચાનક કેમ બેસી ગયો? વિજય, સુજલ પણ કેમ દુલ્હન ને જોઈ અચરજ પામી ગયા? કોણ હતી એ દુલ્હન, શુ એ એટલી સુંદર હતી ? સંજય કેમ એ લોકો સામે જોઈ ને હસતો હતો જાણો આવતા ભાગ મા આવજો. . . . . . . . . . .