Jivan Sangram - 4 in Gujarati Fiction Stories by Rajusir books and stories PDF | જીવન સંગ્રામ - 4

The Author
Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

જીવન સંગ્રામ - 4

પ્રકરણ 4


આગળના પ્રકરણમાં જોયું કે રાજ પર જીવલેણ હુમલો થયો. અને માનસિંહ નેઅરેસ્ટ કર્યો.રાજને હોસ્પિટલમાંથી રજા આપવાની તૈયારીમાં હતા .આ બાજુ માનસિંહ ને તેનો ભત્રીજો ગજરાજ અને તેનો વકીલ મળવા આવ્યા હતા .રાજન અને કમલ ક્લોઝ સર્કિટ કેમેરા વડે તેઓની વાતો સાંભળતા હતા. હવે આગળ....
વકીલ :-તો તમે શું રોશની નું ખૂન પણ.....
માનસિંહ :- નહીં મેં રોશની નું ખૂન નથી કર્યું .મેં તો માત્ર જતીન સાથે વેર વાળવા આ બધું કર્યું હતું. પણ( રડતા રડતા )આ ક્યાં ફસાઈ ગયો .હવે વકીલ સાહેબ તમે જ મને બચાવી શકો એમ છો.
વકીલ :-ઠીક છે હું કંઇક રસ્તો કાઢું છું.
વકીલ અને ગજરાજ ત્યાંથી સીધા જ રાજન પાસે આવે છે.
વકીલ :-સાહેબ અંદર આવી શકું...
રાજન :-(લેપટોપ બંધ કરતા )આવી શકો છો.
વકીલ :-સાહેબ માનસિંહની ધરપકડ કયા ગુના હેઠળ કરવામાં આવી છે.
રાજન:- રાજ પરના હુમલા બાબતમાં.
વકીલ :-પણ તમે તેની પૂછપરછ તો રોશનીના ખુન અંગેની કરો છો. અને વળી મારા ક્લાયન્ટે હુમલો કરાવ્યાનું સ્વીકારી પણ લીધું છે તો પછી તેની રિમાન્ડ શા માટે????
રાજન :- સાહેબ તમારે મને એ નથી શીખવાડવાનું કે મારે એને શું પૂછવું ઓકે .અને હા ,તમે જામીન મેળવશો ત્યાં સુધીમાં રોશની ખૂન કેસમાં પણ તેની ધરપકડ થઈ ગઈ હશે સમજ્યા. તમે જોઈ શકો છો....
વકીલ અને ગજરાજ જાય છે.
રાજન:- કમલ ,માનસિંહની એફ આર આઇ નોંધી તારા પોલીસ સ્ટેશને લઈ જા મને લાગે છે કે એને રોશની નું ખૂન કર્યું કે કરાવ્યું નથી.
કોમલ :-ઠીક છે.
સાંજ થવા આવી છે .બધા તપોવન ધામના પટાંગણમાં બેઠા છે .પરમાનંદ આવે છે. બધા પ્રાર્થના બોલે છે.
ત્યારબાદ પરમાનંદ બધાને કહે છે કાલે સવારે આપણે રાજ ને તેડવા રાજેશ ની હોસ્પિટલ જવાનું છે .અને હા રાજન પહેલા વ્યક્તિ એ ખૂન કર્યા અંગેનો સ્વીકાર કર્યો કે નહીં??
રાજન :-સર મને લાગે છે કે તે વ્યક્તિ એ ખરેખર રોશની નું ખૂન કર્યું નથી... આ કેસ તો હવે વધારે ગૂંચવાતો લાગે છે...
પરમાનંદ :-કંઈ વાંધો નહીં ધીમે ધીમે તેમાં પણ તમને સફળતા મળશે .ચાલો હવે સુઈ જાવ ,સવારે રાજ ને તેડવા જવાનું છે .બધાને ગુડ નાઈટ.
બધા :- ગુડ નાઈટ સર.
બીજે દિવસે સવારે બધા જ રાજ ને તેડવા હોસ્પિટલે જાય છે .ત્યાં રાજેશ જરૂરી કાગળોની ફાઇલ તૈયાર કરી રાજ ને રજા આપે છે અને પરમાનંદને ભલામણ કરે છે કે સર, રાજને હજુ ૨૫- ૩૦ દિવસના આરામની જરૂર છે. બધાં હોસ્પિટલથી સીધા તપોવન ધામ માં આવે છે. ત્યાં આવી પરમાનંદ રાજ ના બાપુજી ને કહે છે કે હું જ્યારે તમારી પાસેથી તમારા બાળકને તેડવા આવ્યું ત્યારે મેં તમને વચન આપ્યું હતું કે, તમારા આ બાળકને એક ખમીરવંતો યુવાન બનાવીને જ પાછો આપીશ .પણ આજે રાજ ની આવી હાલત નો જવાબદાર હું જ છું .મે જ તેને આ કેસમાં ઊંડા ઉતારવાનું કહ્યું હતું.
રાજના પિતા :- અરે સાહેબ તમે આમ ઓછું ન લગાડો. અમને અમારા રાજ અને તમારા પર ગર્વ છે. અમારા દીકરા એ બીજાના માટે હોસ્પિટલ નો ખાટલો પસંદ કર્યો પણ પોતાની ફરજ ન છોડી, એટલે આ બધી તેની કર્તવ્યનિષ્ઠા આપને આભારી છે.
પરમાનંદ:- હવે રાજ ને તમે તમારે ઘેર લઈ જઈ શકો છો ,કારણ કે આવી પરિસ્થિતિમાં મારા કરતાં રાજ ને તમે વધારે સારી રીતે સાચવી શકશો.
રાજ :-(વચ્ચે જ ) સર આ શું બોલો છો .હજુ મારે મારો કેસ લડવાનો છે .જતીનને નિર્દોષ છોડાવવાનો છે .અને તમે મને પાછો ઘેર મોકલો છો???
પરમાનંદ :-પણ બેટા આવી પરિસ્થિતિમાં તુ તારે ઘેર સારી રીતે રહી શકશે.
રાજ :-સર અમે અહીંયા આ તપોવન ધામને અમારું ઘર સમજીએ છીએ. અને બીજું કે આ તકલીફથી ડરી હું ઘેર જતો રહીશ તો હું આ જીવન સંગ્રામ કેવી રીતે લડી શકીશ. કારણ કે તમે જ કહેલું કે જિંદગીમાં હંમેશા લડવું તો પડશે જ. બસ હવે તો અહીં રહીને જ આ જીવનસંગ્રામ લડવાનો છે.
પરમાનંદ :-રાજ ,તમારા પ્રત્યે મને આવી જ આશા હતી. મને તમારા બધા પર પુરે પૂરો ભરોસો છે કે તમે તમારા જીવનસંગ્રામ લડવા માં જરા પણ પીછે હઠ નહીં કરો .પણ ,એક દિવસ તો તમારે ઘેર જવું જ પડશે ને.કારણ કે આ જીવનસંગ્રામ ની લડત તમારે તમારા ઘેર થી જ શરૂ કરવાની છે.
રાજ :- ઠીક છે સર અમે ઘરે જઈશું પણ આ કેસ પૂર્ણ કર્યા બાદ.
રાજ અહીં જ રહેવાનો ખૂબ જ આગ્રહ કરે છે .અને રાજની હઠ સામે બધા નમતું આપતા, કારણ કે ,રાજ સૌથી નાનો અને લાડકો હતો. રાજ તેના બા - બાપુજી ને સમજાવી પાછા ઘેર મોકલી દે છે.
બધા સાંજના ભોજન બાદ પ્રાર્થના બોલી ચર્ચા કરે છે...
પરમાનંદ :- તમારા કેસનો કંઈ ઉકેલ મળ્યો રાજન??
રાજન:- ના સર માનસીહને અરેસ્ટ કર્યા બાદ ઘણી રિમાન્ડ લેવા છતાં તેણે આ ખૂન કર્યું છે તે વાત સ્વીકારતો નથી. સામાપક્ષે જતીન પણ એ જ વાત કરે છે કે આ ખૂન મેં નથી કર્યું.
કમલ :-સર તેમની વિરુદ્ધ જે પુરાવાઓ છે તે જોતાં તો એમ જ લાગે છે કે આ ખૂન આ બન્નેમાંથી કોઇ એક જ કર્યું છે.
પરમાનંદ :-એ વાત પર કદાચ તારો વહેમ હોય .એવું પણ બની શકે કે કોઇ ત્રીજી વ્યક્તિ એ આ ખૂન કર્યું હોય. ખૂન કરનાર વ્યક્તિ ખૂબ જ ચાલાક લાગે છે.
રાજલ :- પણ એ વ્યક્તિને પકડવો કઈ રીતે???
પરમાનંદ :- રોશનીના ખૂન માં જેટલા વ્યક્તિઓ સંકળાયેલા છે એ બધા વિશે ઊંડાણપૂર્વક તપાસ કરો અને જરૂર જણાય તેમના લેખિત માં બયાન લ્યો તો કદાચ કંઇક કડી મળે.
રાજન :- ઠીક છે સર તો કાલે જ અમે આદિપરા જાય અને બધાની પૂછપરછ કરીએ અને બયાન લખાવી લઈએ.
પરમાનંદ :- નહીં રાજન તમે બધા એકસાથે ન જતા. તેઓનુ લેખિતમાં બયાન લેવા પહેલા દિવસે કમલ જશે. પછી બીજા દિવસે રાજ એટલે કે તેની સાથે ભવ્ય જશે. અને છેવટે તું જજે. જો તેમાંથી કોઈ વ્યક્તિ ખોટો હશે તો કદાચ ત્રણે-ત્રણના બયાનમાં કંઈક ફેરફાર આવશે, અથવા તમને કંઈક નવી કડી જાણવા મળે એવું બની શકે .
રાજન:- ઠીક છે સર કાલે જ અમે આ કામ ચાલુ કરી દેશુ.
પરમાનંદ :- રજત,રમણ, ભરત ,ભવ્ય તમારે આ કેસમાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઈ રાજકીય વ્યક્તિ આ કેસને દબાવી નો દયે.
ભાવિન :-ભલે સર...
પરમાનંદ:- ગુડ નાઈટ એવરી બડી.
બધા:- ગુડ નાઈટ સર.
બીજા દિવસ કમલ આદિપરા જાય છે ને ત્યાં શામજીબપા નું તથા દીપક નું બયાન લખાવે છે ને તે આખો દિવસ શું કરે છે ક્યાં , ક્યારે જાય છે. તેની સાથે કોણ કોણ હોય છે આવી નાની નાની વાતો પણ નોંધે છે ને પાછો આવી જાય છે.
કમલ બાદ રાજ અને ભવ્ય પણ આદિપરા જાય છે ને બેય નું બયાન તથા તેમને લગતી નાની નાની બાબતો ની નોંધ કરી ને પાછા આવે છે.
હવે છેલ્લે રાજન આદીપરાં જાય છે પેલા શામજીબાપાં નું બયાન લખે છે ને પછી દીપક પાસે જાય છે .......
રાજન:- જો દીપક હું તારું લેખિત બયાન લેવા આવ્યો છું તથા થોડાક સવાલો પૂછવા આવ્યો છું.
દીપક:- પણ સાહેબ કાલે કમલ સાહેબ અને વકીલ સાહેબ પણ આવ્યા તા તમારી જેમ બયાન લખાવવા.
રાજન:-જો દિપક આ કાયદાકીય કાર્યવાહી છે કમલ કેસ ફાઈલ કરવા તો રાજ આ બયાન કોર્ટમાં રજૂ કરવા અને હું આ કેસની તપાસ માટે તારું બયાન લેવા આવ્યો છું, તો ચાલ આ કાગળ ઉપર તારું બયાન લખી દે.
દિપક કાગળમાં બધું લખી આપે છે .રાજને કાગળ લઇ લીધો.અને સીધો રાજ ની ઓફિસે જાય છે. કમલને પણ ફોન કરી રાજ ની ઓફિસે બોલાવી લે છે. ત્યાં ત્રણે જણા દીપકના તથા શામજી બાપા ના લખેલા બયાન મેળવે છે. જેમાંથી દીપક ના લખેલા બયાનમાં થોડો ફેરફાર જોવા મળે છે.
રાજન:- દિપકે લખેલા આ ત્રણેય બયાનમાં કંઈ ખાસ ફેરફાર નથી પણ એક વાત પર વિચારવા જેવું લાગે છે અને તે આ છે એમ કહી લખેલા કાગળ બતાવે છે અને બધા વિચારે છે.....
કમલ :-તો રાજન કાલે દીપક અને તેના સાથી ની વધુ પૂછપરછ માટે આદીપરા જઈએ.
બીજા દિવસે કમલ અને રાજન આદિપરા દીપકને મળે છે .
રાજન :- દિપક તું દરરોજ સાંજે તારા મિત્ર સાથે ગામમાં જાય છે એ સાચું???
દિપક :- હા સાહેબ . કેમ મિત્ર નું પૂછો છો????
રાજન :- ખાલી એમ જ.દીપક એ તારો મિત્ર ક્યાં રહે છે????
દિપક:- અમારી બાજુની વાડીમાં.
કમલ :-દિપક અમારે તેને મળવું છે.
દિપક:- પણ સાહેબ એને તો રોશનીના ખૂનની કંઈ જ ખબર નથી.
રાજન :-કંઈ વાંધો નહીં અમારે ખાલી એને મળવું છે.
દિપક :-સાહેબ અત્યારે તો એ બીજાની વાડીએ મજૂરી કરવા માટે ગયો છે. સાંજે આવશે.
કમલ :-ઠીક છે તો અમે સાંજે તેને મળીશું.
રાજન અને કમલ ગામમાં જઈ દિપક જે દુકાને બેસે છે તેમને થોડી પૂછપરછ કરે છે અને આજુબાજુ જ્યાં પણ દીપક ની ઉઠ બેઠ છે ત્યાં જઈ પૂછવા જેવું લાગે ત્યાં થોડી તપાસ કરે છે. આમ ને આમ સાંજ પડે છે. સાંજ પડતા જ રાજન અને કમલ દિપક પાસે જાય છે , પણ ત્યાં જઈને જુએ તો દિપક પોતાના પોતાની વાડીએ હતો નહીં. તેની નાની બહેન અને બા હતા. રાજન તેમની બા ને કહે છે કે દિપક નો સામાન બધો ક્યાં છે????
દીપકની બા:- સાહેબ અમારે મજૂર માણસને સમાન કેવો અને કેટલો હોય???
રાજન :- હા એ સાચી વાત પણ માતાજી જેટલો હોય તેટલો મને બતાવો.
દીપકની બા :-સાહેબ દિપક નો સામાન આ સુટકેશમાં આવી જાય એટલો જ છે.
રાજન કમલને કયે છે કે સુટકેસની તપાસ કર.
કમલ દીપકની સુટકેશની તપાસ કરે છે અને સૂટકેસમાં તેને બે ત્રણ વસ્તુઓ જોવા મળે છે તેથી આખેઆખી સુટકેસ જ પોતાની સાથે લઈ જાય છે.
દીપકની બા :- સાહેબ આ સુટકેસ ક્યાં લઈ જાવ છો????
કમલ :- અમારે આમાં થોડીક વસ્તુઓ વિશે દીપક ને પૂછવું છે એટલે સાથે લઈ જાય છીએ, પણ દીપક છે ક્યાં???
દીપકની બા :-આ સામે દેખાય તે વાડીએ તેના ભાઈબંધ પાસે ગયો છે.
રાજન:- ઠીક છે તો અમે ત્યાં જ દીપકને મળી આવીએ.
રાજન અને કમલ દીપકના ભાઈબંધ ની વાડીએ પહોંચી જાય છે અને દીપક તથા તેના ભાઈબંધ ને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈ જાય છે.


શું રોશનીનું ખૂન દિપક કે કર્યું હશે????????


શું દીપક સિવાય બીજો કોઈ ખુની હશે????????

આ પ્રશ્નના જવાબ મેળવવા માટે વાંચતા રહો આગળનો ભાગ જીવન સંગ્રામ પ્રકરણ - ૫.......



આપને આ જીવનસંગ્રામ કેવી લાગી તેના વિશેના પ્રતિભાવો જરૂરથી આપશો જેથી કરી મારા લેખન કાર્યને વધુ પ્રેરણા મળે

આપના પ્રતિભાવોની રાહે
રાજુ સર........