માણસે તો practical બનવું જ પડે
અવારનવાર વડીલો ના મોઢે અથવા તો સોશ્યિલ મીડિયા પર વડીલ તરીકે ની ફરજ નિભાવતા લેખક મહાશયો ની પોસ્ટ પર આવું સાંભળ્યું હશે..
ત્યારે એક સવાલ જરૂર ઉભો થાય છે કે શું માણસ માં લાગણી આપી ને ઈશ્વરે કોઈ ભૂલ કરી છે ??
ઘણા કહેતા હોય છે કે એ તો પરિસ્થિતિ પર નિર્ભર હોય છે તો વળી ઘણા કહેતા હોય છે કે એ તો સામે વારા વ્યક્તિ પર નિર્ભર છે.આમ તમારા નિર્ણય નો આધાર પરિસ્થિતિ અથવા સામે વાળી વ્યક્તિ કોણ છે તેના પર રહેશે (ખરું ને !!)
છેવટે તો તમને જે યોગ્ય લાગે છે એ જ નિર્ણય કરો છો ને ! આપણું મગજ પણ એવું હોય છે ને કે બીજી વ્યક્તિ નું સાંભળીએ પણ બધું જ છે પણ કરીએ એ જ છે જે આપણું મન કહે અથવા તો જે આપણું દિલ કહે
દિલ કહે એ કરીશુ તો ભાવનાત્મક કહેવાઈશું અને મન કહે એ કરીશું તો વ્યવહારુ !!
જયારે પણ ભૂલ થાય ત્યારે આપણે મનોમંથન કરતા હોઈએ છે કે મારે આ વિચારવાની જરૂર હતી કે મારે આ કરવા જોઈતું હતું પણ પછી આપણે જ આપણા મન ને એ રીતે મનાવી લઈએ છે કે ચાલો એક અનુભવ મળ્યો !!
જો આપણે દિલ કહે એ કરીશુ એટલે કે લાગણી માં નિર્ણય લઈશુ તો કદાચ ભૂલ થવાની શક્યતા વધુ હોય છે અને મન કહે એ કરીશુ તો ચોક્કસ સટીક નિર્ણય લઇ શકીશું કારણ કે મન હંમેશા તમને ભૂતકાળ ની તમારી ભૂલો માટે ચેતવતું હોય છે.તમારા મન ની આડપેદાશ પણ ક્યારેક ખોટું કામ કરાવે છે !!
દીકરો જયારે નાનો હોય છે અને બીમાર પડે છે ત્યારે એક માં ને ખબર જ હોય છે કે દવા થી સારું થઇ જ જશે છતાં ક્યારેક કાળજી લેતા લેતા તેની આંખ માંથી આંસુ સરી જ જતા હોય છે આ એક ભાવનાત્મક વિચાર છે…
નોકરી માં ખોટું થઇ રહ્યું હોય અને હ્દય ભલે ના કહી રહ્યું હોય છતાં કોઈ કામ કરવું પડે માત્ર એ ડર થી કે નોકરી ગુમાવવાનો વારો આવશે બસ એ વિચાર જ તમારો વ્યવહારિક વિચાર છે !!
જોયું ને ? આપણે આપણા નજીક ના વ્યક્તિ કે આપણા પોતાના વ્યક્તિ માટે ભાવનાત્મક વિચારો ધરાવીએ છે અને આપણા પ્રોફેશનલ જીવન માં પ્રેકટીકલ વિચારો ધરાવીએ છે…
એક વખત એક માણસ એના મિત્ર પાસે ખુબ રડ્યો એના મિત્ર એ કહ્યું કે તારો લાગણીશીલ સ્વભાવ જ તને નડે છે થોડો પ્રેકટીકલ બન !! બસ પછી તો એ વ્યક્તિ કોઈ ની સાથે લાગણી થી વાત જ ના કરતી.બધા સાથે ઉદ્ધતાઈ થી જ વાત કરે એટલે કોઈ તેની સાથે વાત કરતુ જ નહિ બધા ને થતું કે એનો સ્વભાવ જ એવો છે આપણે કોની સાથે કેવું વર્તન કરવું જોઈએ , કેવી રીતે વિચારવું જોઈએ એ પણ જીવન નો મહત્વ નો અભ્યાસ છે….
એક જ ગુના માટે ગુનેગાર ને થયેલી સજા high court અને supreme court અલગ અલગ હોય છે શું supreme court ના ન્યાયાધીશ ભાવનાત્મક નિર્ણય લેતા હશે !!
જવાબ છે , ના ક્યારેક એક જ ઘટના કે એક જ વ્યક્તિ માટે 2 વ્યક્તિ ના વિચારો પણ જુદા હોઈ શકે કદાચ એ જ બાબત રાષ્ટ્રપતિ પાસે જાય તો તેમની સજા પણ અલગ હોઈ શકે !! ત્યારે જરૂર છે એ સમજવું કે બીજી વ્યક્તિ કયા તર્ક ના આધારે સજા આપે છે !!
એક જ ઉપવાસ માટે પણ દરેક ના તર્ક કેવા અલગ અલગ હોય છે ને !! કોઈ કહેશે કે મારાથી તો ભૂખ્યું ના રેહવાય મારે ફળફળાદિ તો ખાવા જ પડશે ,મારે જ્યુસ તો પીવું જ પડશે જયારે કોઈ કહેશે ઉપવાસ એટલે ઉપવાસ ! એમાં કઈ જ ખાવાનું ના હોય
કેટલીક વાર તમારા બંને વિચારો સાચા જ હોય છે. તમને જેમાં ખુશી મળતી હોય તમારે એ વિકલ્પ પસંદ કરવો જોઈએ. ઉપવાસ કરનારા બંને સાચા જ હતા. બંને ના વિચારો ભિન્ન હતા..
બે મિત્રો હતા..બંને મધ્યમ વર્ગી કુટુંબ માંથી.. બંને સાથે જોબ કરતા હતા..મિત્રો તો હતા પણ વિચારો અલગ હતા એક ઓફિસ ના સમય પછી ઘરે જતો રહે અને પરિવાર સાથે હસી મજાક કરતો અને પોતાના નજીક ના વ્યક્તિ ને સમય આપતો ..જયારે ઓફિસે થી નીકળે ત્યારે બીજા ને કહેતો કે ચાલ ને આજે તું આપણે બહાર ફરીએ ત્યારે બીજો તરત કેહતો ના મારે તો પૈસા કમાવવા છે ભવિષ્ય માં પૈસા બચાવ્યા હશે તો કામ લાગશે અને થયું પણ કંઈક એવું જ ! થોડા દિવસ પછી પેહલા વ્યક્તિ ની માં બીમાર પડી હવે ખર્ચો મોટો હતો એટલે સારવાર ના થઇ શકી અને મૃત્યુ પામી ત્યારે બીજા વ્યક્તિ એ કહ્યું કે કેહતો હતો ને કે પૈસા ભેગા કર કામ માં આવશે થોડા દિવસ પછી બીજા વ્યક્તિ ના કુટુંબ ની વ્યક્તિ પણ બીમાર પડી ઓપરેશન થયું પણ થોડા દિવસ માં મૃત્યુ પામી ત્યારે પહેલા એ કહ્યું કે મને તો આનંદ છે કે મારી માં જેટલા દિવસ જીવી એટલા દિવસ હું સમય આપી ને સેવા કરી શક્યો શું તને સંતોષ છે ??? બંને જ સાચા હતા બસ તર્ક અલગ અલગ !!
અને અંતે ,
જરૂરી નથી કે પ્રેકટીકલ વિચારવાથી જ આપણે ખુશ રહી શકીએ ક્યારેક દુઃખી લાગતા ભાવનાત્મક વિચારો પણ આનંદ અપાવે છે. ભાવનાત્મક અને વ્યવહારિક વિચારો નું સંમિશ્રણ જ આપણને એક માણસ બનાવે છે !!