Ek na prem ma ek no bhog in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | એકનાં પ્રેમમાં એક નો ભોગ

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

એકનાં પ્રેમમાં એક નો ભોગ

*એકનાં પ્રેમમાં એકનો ભોગ*‌ લઘુકથા.. ૧૧-૧૧-૨૦૧૯

અનોખી રૂપ રૂપનો અંબાર અને સાલસ સ્વભાવની. ખુબ જ હોંશિયાર અને પ્રેમાળ. એનું ડ્રોઈંગ એટલું સરસ કે એ આબેહૂબ કોઈનો પણ સ્કેચ બનાવી આપે. આમ એ પોતાની દુનિયામાં ખુશ રહેતી..
બ્રાહ્મણ સમાજ ના પ્રમુખ હતા અનોખી ના પપ્પા. નાતમાં એમનું બહું જ માન હતું. બધા એમને પુછીને જે કોઈ નવું કામ કરતાં. આમ અનોખી ના પપ્પા નો વટ હતો. અનોખીની મોટી બહેન લતા નું નાતમાં નક્કી કર્યું. અનોખી એનાં પપ્પા ને ખુબ જ પ્રેમ કરતી હતી એનાં પિતા કહે એ જ કરતી હતી....
લગ્ન નો દિવસ હતો એ દિવસે લતા બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગઈ. જાન આવી ગઈ એને પોંખી ને ઉતારો આપ્યો .
લગ્ન નો સમય થયો. મુહુર્ત પ્રમાણે ગોર મહારાજે વિધિ ચાલુ કરી. " કન્યા પધરાવો સાવધાન " ની બૂમ પડતા.... હજુ લતા નથી આવી????
અનોખી બ્યુટી પાર્લર પર લેવા નિકળી અને એ જેવી ત્યાં પહોંચી એને ખબર પડી કે લતા તો બ્યુટી પાર્લર પર એક ચિઠ્ઠી મૂકીને જતી રહી છે..
અનોખી એ ઘેર આવી તેના પિતાજી ને ચિઠ્ઠી આપી....
એના પિતાએ ચિઠ્ઠી ખોલી..
પુ.... પપ્પા. અનોખી. ભાઈ.
હું મારી મરજી થી રવિ જોડે જવું છું ... હું અને રવિ એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ...અમે ત્રણ મહિના પહેલા જ કોર્ટમાં લગ્ન કરી લીધા છે તો તમારા આશીર્વાદ આપશો અને મને શોધવાની કોશિશ ના કરશો. રવિ આપણા નાતનો નથી... પણ મને આશા છે આપ મને માફ કરશો..
લિ... તમારી લતા.
અનોખી ના પપ્પા એ ગુસ્સામાં દિવાલમાં હાથ પછાડ્યો અને ચિઠ્ઠી નો ઘા કર્યો.
મંડપમાં હજુ લતા પહોંચી નહીં તો વાતો થવા લાગી.... વેવાઈ અંદર આવ્યા અને પુછ્યું શું થયું છે???
લતા ક્યાં છે???
કોઈ જવાબ ના મળતા એમની નજર ડુચો વાળેલી ચિઠ્ઠી પર પડી એમણે ઉપાડીને વાંચી...
એમણે અનોખી ના પપ્પા ને કહ્યું આ શું છે બધું???
જવાબ આપો વેવાઈ ... તમને તો ખબર જ હશે ને કે તમારી દીકરી કોઈને પ્રેમ કરે છે???
જાન એમનેમ પાછી નહીં જાય......
લતા નહીં તો અનોખી પરણાવો... અમારે આબરૂ છે .. અમે અહીં થી ખાલી હાથે પાછા નહીં જઈએ...
અનોખી ને તો આગળ ભણવું હતું હજુ તો એ અઠાર વર્ષની જ હતી. અનોખી એ એના પિતાને ના કહી....પણ એના પિતાએ એને આબરૂ બચાવવા પરણી જવા કહ્યું. અનોખી પિતાની આબરૂ બચાવવા અને સમાજ ના ડરથી ચોરીમાં બેઠી અને એના લગ્ન દિનેશ સાથે થયા...
જાન વિદાય કરવામાં આવી. અનોખી સાસરે આવી અને ત્યાંથી જ મ્હેણાં મારવાના ચાલુ થયા. લગ્નની પહેલી રાત હતી એ રૂમમાં હતી પણ દિનેશ આવ્યો જ નહીં અને આમ સવાર પડી એ તૈયાર થઈ બહાર આવી તો એને માર માર્યો કે તારા લીધે અમારો દિકરો આખી રાત બહાર રહ્યો અને ગમે એમ બોલ્યાં..
આમ એકનાં પ્રેમના લીધે એક નો ભોગ લેવાયો...
પહેલે આણે પિયર આવી એણે એના પિતાને બધું કહું કે મને મારે છે અને અપશબ્દો બોલે છે હું નહીં જવું...
પણ એના પિતાએ આબરૂ નો સવાલ છે તારે જવું જ પડશે હું તને બે હાથ જોડું છું..
ફરીથી પિતાના પ્રેમને લીધે એ સાસરે જવા તૈયાર થઈ...
અનોખી પાછી સાસરે આવી. સાસરે કોઈ એની સાથે સરખી વાત ના કરે અને રોજ મ્હેણાં ટોણાં અને મારા પડતો. રોજ ના આ શારિરીક અને માનસિક ત્રાસ થી અનોખી આઘાતમાં સરી પડી અને એનું માનસિક સંતુલન ગુમાવી બેઠી અને પાગલ થઈ ગઈ..... આમ કોઈનાં પ્રેમે કોઈની જિંદગી નું બલિદાન લીધું...
ખોટી આબરૂ બચાવવા જતાં અનોખી એક અલગ જ દુનિયામાં જતી રહી જ્યાં ના સમાજનો ડર કે ના આબરૂ સાચવવાની જરૂર રહી....

ભાવના ભટ્ટ અમદાવાદ....