Aankho - 2 in Gujarati Love Stories by Parmar Bhavesh books and stories PDF | આંખો.. - 2

Featured Books
Categories
Share

આંખો.. - 2

"ઓહ મમ્મી, ક્યાં ફસાવી દીધો મને.! મારે તો એક પૈસાની આવક નથી."

'હવે મારે પેલી ફુલવાળી ને આપવા આપવા પૈસા ક્યાંથી કાઢવા? ભિખમાં મળેલા પૈસા જો તેને આપું તો ભગવાન ઈશુ મને માફ ન કરે, પણ કામ તો મને કશું આવડતું નથી.
કેમ કરી મમ્મીને આપેલું પ્રોમિસ પૂરું કરવું!'
થોમસ ને આખી રાત આવા જ વિચારો આવતા રહયા અને ઊંઘ પણ ન આવી.

સવારે તે કામ શોધવા નીકળી પડ્યો, પણ તેનો પહેરવેશ જોઈને જ બધા તેને જાકારો આપી દેતા. કોઈ તેની સાથે વાત કરવા પણ તૈયાર નહોતું થતું. બસ એકાદ રૂપિયો હાથ માં પકડાવી ચાલતી પકડાવતા.
આખો દિવસ બહુ ફર્યો પણ કસે મેડ નહોતો પડતો.
એમજ સાંજ પડી ગઈ.
આખરે કંટાળીને તે એક જગ્યા પર બેસી ગયો,
શું કરવું એ વિચારી રહ્યો હતો ત્યાં જ તેની નજર એક માણસ પર પડી, તે માણસ એકદમ ગુસ્સા માં લાગતો હતો અને લથડીયા ખાતો ચાલતો જતો હતો.
થોમસ સમજી ગયો કે તે નશા ની હાલતમાં છે. તેને જોયું રસ્તા પર એક બાજુ થી મોટું વાહન હોર્ન વગાડતું આવી રહ્યું હતું પણ પેલાને તેનું કંઈ ભાન ન હતું. એતો પોતાની જ ધૂનમાં રસ્તાપર ચાલી રહ્યો હતો, થોમસ દોડ્યો અને પેલા માણસનો અકસ્માત થતાં અટકાવ્યો.

પોતાની સાથે બનતાં રહી ગયેલ બનાવના કારણે તે માણસ એક્દમથી હોશમાં આવી ગયો અને તેનો બધો નશો પણ ઉતરી ગયો.

'તમારો ખૂબ ખૂબ આભાર મિત્ર, જો તમે મને બચાવ્યો ન હોત તો ખબર નહિ મારુ શું થયું હોત, ભલે હું ઘરવાળી સાથે ઝગડો કરી ઘરે થી નીકળ્યો પણ હું એને બહુજ ચાહું છું, અને તે પણ.
મારી પાછળ મારાં બાળકો નું શું થાત એ તો ઉપરવાળો જ જાણે.'
પેલો એકીશ્વાસે બોલી ગયો અને થોમસના પગે પડી ગયો.

થોમસ તો વિચારતો જ રહી ગયો, અને તેને ઉભો કરતાં કહ્યું, 'જે થાય એ ભગવાન જ કરતા હોઈ છે, હું તો બસ એક માધ્યમ છું, તમારું જીવન બાકી હશે ત્યાં સુધી તમને કશું જ નહીં થાય.'
ખબર નહીં થોમસ એવું બધું ક્યાંથી શીખી લાવ્યો હશે!

પણ, પેલો તેની વાત સાંભળી એકદમથી જ તેને ભેંટી પડ્યો.

'દોસ્ત, આ દુનિયામાં મારે કોઈ મિત્રો નથી, આજ થી તું મારો જીગરજાન મિત્ર.'
'મારું નામ એડવીન છે, હું બહુ મોટી ફેક્ટરી નો માલિક છું, આજે પત્ની સાથે થોડી માથાકૂટ થઈ અને હું ગુસ્સા માં ઘરની બહાર નીકળી ગયો, મેં બહુ પીધેલો પણ હતો. પણ ભગવાને તમને મારા રક્ષણ માટે મોકલી મારાપર બહુ મોટો ઉપકાર કર્યો છે.' એડવીને આભાર વ્યક્ત કરતાં કહ્યું.

એડવીન થોમસની હાલત જોઈને સમજી ગયો કે તે ગરીબ છે, તે થોમસને પોતાના ઘરે લઈ જાય છે, તેની પત્ની પણ અકસ્માત વાળી વાત સાંભળી પોતાના પતિની માફી માંગે છે અને થોમસ નો આભાર વ્યક્ત કરે છે.

એડવીન થોમસનો પોતાના પરમ મિત્રના રૂપ માં સ્વીકાર કરે છે, ભરપૂર આગતાસ્વાગતા કરી પોતાની ફેક્ટરીમાં થોમસ ને નોકરી આપવાનું વચન આપે છે અને થોડા પૈસા આપી તેને વિદાય કરે છે.
થોમસ બહુ ખુશ થતો ઘરે જઈ આરામથી સુઈ જાય છે.

થોમસ બીજા દિવસે સવારે જ પેલી છોકરી પાસે તેના પૈસા આપવા માટે જાય છે.

જોઈએ આગળ શું થાય છે.


**** ક્રમશઃ ****


(આ વાર્તા ના તમામ પાત્રો, સ્થળ અને નામ કાલ્પનિક છે.)

વાર્તા અંગે આપનો પ્રતિભાવ આપવા વિનંતી.

© ભાવેશ પરમાર. આભાર