VISHAD YOG - 49 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વિષાદ યોગ - પ્રકરણ-49

Featured Books
Categories
Share

વિષાદ યોગ - પ્રકરણ-49

વિષાદયોગ-પ્રકરણ-49

‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####-----------

વિલીએ સવારે નવ વાગે કારને સ્ટાર્ટ કરી અને કારને દરબારગઢની બહાર કાઢી. કાલ રાતથીજ વિલીને કંઇક અઘટીત બનવાનું છે તેવા ભણકારા વાગતા હતા. જ્યારે તેણે ઘરે ફોન કર્યો ત્યારે તેની પત્નીએ પણ તેને કહ્યું મને કંઇક અશુભ બનવાના સંકેત દેખાઇ રહ્યા છે. આ સાંભળી વિલીને થોડો ડર લાગ્યો પણ તરતજ તેણે કહ્યું “હવે એવું કંઇ ના હોય. તું ખોટી ડરે છે. મને હાથ લગાવવાની કોની હિંમત છે.” પછી થોડી આડા અવળી વાતો કરી વિલીએ ફોન મુકી દીધો પણ પછી તેને રાતે મોડે સુધી ઉંઘ ન આવી હવે તેને અનિષ્ટની આશંકા ઘેરી વળી હતી તે ક્યાંય સુધી પડખા ફરતો જાગતો રહ્યો. મોડી રાતે વિચારોના થાકને લીધે ઊંઘી ગયો. અત્યારે પણ તેને આ જ વિચારો આવી રહ્યા હતાં. તેણે કારને સુર્યગઢની બહાર કાઢી અને અનાથાશ્રમનાં રસ્તા પર કાર જવા દીધું. થોડીવારમાંજ કાર હાઇવે પર આવી ગઇ. હજુ કાર એકાદ કિલોમિટર આગળ વધી ત્યાં વિલીના ફોનમાં રીંગ વાગી વિલીએ જોયું તો કોઇ અજાણ્યો નંબર હતો. વિલીએ ફોન રીસીવ કર્યો એટલે સામેથી એકદમ સતાવાહી સ્વરમાં કહેવાયું. “મિસ્ટર વિકાસ ત્રિવેદી તમારી કાર એક મિનિટમાં સાઇડમાં લગાવી દો. નહીંતર તમારી અને કારની સાથે પાછળ પડેલા 150 કરોડ રુપીયાં પણ સળગી જશે. સ્ટોપ ધ કાર.” પેલા એટલા જોરથી કહ્યું કે આ સાંભળતાજ વિલીએ જોરદાર બ્રેક મારી. આ તો વિલીના નસીબ સારા હતા કે પાછળથી કોઇ વાહન આવતું નહોતું, નહીંતર ખૂબ મોટો અકસ્માત થઇ ગયો હોત. વિલીએ કારને તરતજ રોડની બાજુમાં ઉભી રાખી અને બોલ્યો “ઓય તું કોણ છે. તારુ આવી બન્યું છે. તું નથી જાણતો હું કોણ છું. તારી જિંદગીની ઉલટી ગણતરી ચાલુ થઇ ગઇ છે એમ સમજી લે.” વિકી ગુસ્સામાં બોલી રહ્યો હતો. પણ સામેવાળાને જાણે તેની કોઇ અસરજ નહોય તેમ તેણે એકદમ શાંતીથી કહ્યું “તું કોણ છે? કોનો માણસ છે? તારા શું ધંધા છે? તે બધુજ હું જાણું છું પણ પહેલા તું તારી ગાડીની નીચે જોઇલે પછી આપણે ચર્ચા કરીશું. આ સાંભળી વિલીએ નિચે વળી કારની નિચે જોયું એ સાથેજ તેના હોંશ ઉડી ગયાં. નિચે એક નાનો બોમ્બ મુકેલો હતો, જેના પર ટાઇમર ચાલુ થઇ ગયું હતું. આ જોઇ વિલીના શરીરમાંથી ધ્રુજારી પસાર થઇ ગઇ પણ તેને લાગ્યું કે આમ ઢીલા પડવાથી કામ નહીં ચાલે એટલે તેણે કહ્યું “ઓય હરામી તું મને ડરાવવાની કોશિશ કરતો હોય તો વાત ભુલી જજે. હું તને છોડીશ નહીં.” આ સાંભળી પેલા માણસે કહ્યું “હરામી કોણ છે એ તને ખબરજ છે. ઓકે તારે પ્રુફ જોઇએ છે એમને? ચાલ કારથી દૂર જા એટલે કાર ઉડાવી દઉં છું.” એમ કહિ તે થોડો રોકાયો અને પછી વિલીને કહ્યું “જોઇલે નિચે કાઉન્ટ ડાઉન ચાલુ થઇ ગયું છે.” આ સાંભળી વિલીએ નીચે જોયું તો સાચેજ તેમાં એક લાલ લાઇટ જબકવા માંડી હતી. આ જોઇ વિલી ગભરાઇ ગયો અને ચીસ પાડી ઉઠ્યો “નહીં સોરી, સ્ટોપ ઇટ. તમે જે કહો તે હું માનીશ. પ્લીઝ” આ સાંભળી પેલો માણસ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો “બસ એટલી વારમાંજ હવા નિકળી ગઇ. પણ આ છેલ્લી વાર રોકી શકાશે હવે પછી તેને રોકી શકાશે નહીં એટલે સહેજ પણ જો આડા અવળું કામ કર્યુ છે તો તને તારી કાર સાથેજ ફુંકી દઇશ.” આ સાંભળી વિલી ધ્રુજી ગયો. તે એમજ હાથમાં મોબાઇલ પકડી ઊભો રહ્યો. ત્યાં ફરીથી સામેવાળાએ કહ્યું “પહેલા તારી પાસે જે પીસ્તોલ છે તે અને કારમાં રહેલી પીસ્તોલ બહાર કાઢી તારી પાછળ રહેલી જાળીમાં ફેંકી દે.” આ સાંભળતાજ વિલીને સમજાઇ ગયુ કે આ જે કોઇ છે તે તેને જોઇ શકે છે. આ સમજાતાજ વિલીનો ડર બેવડાઇ ગયો કેમકે દુશ્મન તેના ધારવા કરતાં વધુ પાવરફુલ હતો. વિલીને એમજ ઉભેલો જોઇને સામેથી પેલાએ કહ્યું “જો કોઇ ચાલાકી કરવાનું વિચારતો હોય તો ભુલી જજે તારી એકેએક હિલચાલ પર મારી નજર છે. હવે હું સીધીજ કાર ઉડાવી દઇશ.” આ સાંભળી વિલીએ કમર પટ્ટામાંથી અને ગાડીના ડેસબોર્ડમાંથી બંન્ને પિસ્તોલ કાઢી બહાર જાડીમાં ફેંકી દીધી. એ સાથેજ પેલો માણસ બોલ્યો

“વાહ ખૂબ સરસ. હવે તું ગાડીની પાછળના ભાગમાં ડીકીની નીચે એક પેકેટ ચીપકાવેલું છે તે લઇલે.” આ સાંભળી વિલી કારની પાછળ ગયો અને ડીકીની નીચે એક પેકેટ ચિપકાવેલ હતું તે તેણે કાઢ્યું.
“એ પેકેટમાં એક મોબાઇલ અને બ્લુટુથ ઇયર ફોન છે તે બહાર કાઢ. અને ઇયર ફોનને મોબાઇલ સાથે કનેક્ટ કર” સામેથી કહેવાયું એટલે વિલીએ મોબાઇલ બહાર કાઢ્યો અને ઇયરફોન સાથે કનેક્ટ કર્યો ત્યાંજ તે મોબાઇલમાં રીંગ વાગી. વિલીએ જેવો ફોન ઉચક્યો તો સામે પેલો માણસજ હતો. તેણે તરતજ કહ્યું “ઓકે ચાલ હવે તારો મોબાઇલ ચાલુ ફોન કટ કર્યા વિનાજ જાળીમાં ફેકી દે.” વિલી ક્યારનો વિચારતો હતો કે જો સહેજ પણ સમય મળે તો તે કૃપાલસિંહને માત્ર એટલું લખીને મોકલી દેશે “હાઇ એલર્ટ”. આ તેનો કોડવર્ડ હતો ક્યાંય પણ મુશ્કેલી પડે તો આ મેસેજ મોકલી દેવાનો જેથી કૃપાલસિંહ તેને બચાવી શકે, પણ પેલા માણસે તો ચાલુ ફોને જ મોબાઇલ ફેંકવાનું કહ્યું એટલે વિલી મુંજાયો કે હવે શું કરવું? ત્યાંજ ફરીથી પેલા માણસે કહ્યું “ચાલ જલદી જોજે ફોન કટ ન થવો જોઇએ. ચાલુ ફોન જ ફેંકી દેવાનો છે.” આ સાંભળી વિલીને સમજાઇ ગયું કે આ માણસ એકદમ પહોંચેલી માયા છે. વિલીએ તરતજ ચાલુ ફોન ફેંકી દીધો. વિલીને ડર કારમાં રહેલા પૈસાનો હતો. જો આ પૈસા કૃપાલસિંહને નહીં મળે તો તેને છોડશે નહીં. આ વિચાર આવતાજ તેને પરસેવો વળી ગયો. વિલીને સમજાઇ ગયું હતું કે આજે તે ખૂબ ખરાબ રીતે ફસાઇ ગયો છે. હવે તેને પેલા માણસની વાત માન્યા સિવાય કોઇ વિકલ્પ નહોતો. વિલીએ ફોન ફેંક્યો એટલે પેલા માણસે કહ્યું “ચાલ હવે કારમાં બેસી જા અને કાર ફરીથી સુર્યગઢ તરફ જવા દે. પણ યાદ રાખજે કે કારની સ્પીડ પચાશથી વધવી ન જોઇએ નહીંતર પેલો બોમ્બ વિસ્ફોટ થઇ જશે અને તારી કારમાં પણ મને બધુ દેખાય છે. અને ફોન તો કોઇ કાળે કટ ન થવો જોઇએ. જો ફોન કટ થઇ ગયો તો તારી લાઇફ લાઇન પર કટ થઇ જશે, એટલે કોઇ ચાલાકી નહીં કરતો નહીંતર તને અને કારને સાથેજ ફુંકી મારીશ.” આ સાંભળી વિલી કારમાં બેઠો અને કારને આગળથી યુ ટર્ન લઇ ફરીથી અનાથાશ્રમ વાળા રસ્તે જવા દીધું. તે થોડો આગળ ગયો ત્યાં પેલા માણસે કહ્યું કારને સુર્યગઢવાળા રસ્તેજ જવા દે. આ સાંભળી વિલીને થોડી રાહત લાગી તેણે વિચાર્યુ કે જો સુર્યગઢ નજીક હશે તો પોતે કંઇક કરી બચી શકશે. સુર્યગઢમાં કૃપાલસિંહ ગમે તેમ કરી તેને બચાવી લેશે પરંતુ તેના સુધી મેસેજ પહોંચાડવો કેમ? આ વિચાર આવતાજ વિલીએ વિચાર્યુ કે હમણા તો તે કહે તેમ જ કરુ પછી વાતચિતમાંજ તેને લપેટમાં લેવો પડશે. વિલી વિચારતો હતો ત્યાંજ મોબાઇલમાં કહેવાયુ “બસ હવે કારને જમણી તરફના રસ્તા પર જવાદે. વિલીએ કાર ધીમેથી જમણી બાજુ જતી કેડી પર લીધી. થોડે આગળ જતાજ સુચના મળી કે કારને સાઇડમાં પાર્ક કરી દે. આ સાંભળી વિલીએ કારને પાર્ક કરી અને નિચે ઉતર્યો એ સાથેજ મોબાઇલમાંથી સુચના આવી કે કારની પાછળની સીટ પર પડેલ થેલીમાંથી એક કપડું કાઢી આંખ પર બાંધી દે અને કાર લોક કરી ચાવી બોનેટ પર મુકી દે. વિલીને અત્યાર સુધીમાં આ રીતે તુંકારો સાંભળવાની આદત નહોતી. મોટા મોટા અમલદારો પણ તેને સાહેબ કહેતા હતા પણ આ ફોનમાં પેલો માણસ એકદમ તોછડાઇથી વાત કરતો હતો એટલે વિલીને એકદમ ગુસ્સો આવતો હતો. વિલી જાણતો હતો કે તે અત્યારે કઇ પણ કરી શકે એમ નથી જો એકવાર આ કારમાં રહેલ રુપીયા બચી જાય તો પછી આ માણસને તે ગમે તેમ પહોંચી શકાશે. વિલીને આ માણસ કરતા પણ વધારે કૃપાલસિંહનો ડર હતો જો તેને ખબર પડે કે આ રુપીયા હું પહોંચાડી શક્યો નથી તો પછી મારું આવીજ બંને. વિલીને આ વિચાર આવતાજ તેનો પરીવાર યાદ આવ્યો એ સાથેજ તેના શરીરમાંથી ધ્રુજારી પસાર થઇ ગઇ. જો આ પૈસા ન પહોંચેતો કૃપાલસિંહ તેના પરીવારને પણ ન છોડે આ વિચાર આવતાજ વિલી એકદમ ઢીલો થઇ ગયો. તેણે નક્કી કરી લીધુ કે કોઇ પણ હિસાબે આ રુપીયા પહોંચાડવા પડશે. તેણે તરતજ પેલાએ કહ્યું તે પ્રમાણે આંખ પર પાટો બાધી લીધો. તે હજુ એકાદ મિનિટ ઊભો ત્યાં તેની પાસે એક બાઇક આવીને ઊભું રહ્યું. વિલીને મોબાઇલમાં તરતજ સુચના મળી કે “તે બાઇકમાં બેસી જા.” વિલી બાઇકની પાછળની સીટ પર બેઠો એટલે બાઇક ચાલવા લાગ્યું. થોડીવાર બાદ બાઇક રોકાયું એટલે વિલી નિચે ઉતર્યો. વિલીએ નોંધ્યુ કે જે કંઇ સુચના આપે છે તે મોબાઇલમાંજ આપે છે અહીં સાથે રહેલો માણસ કંઇ બોલતો નથી. વિલીને સમજાઇ ગયું કે કોઇની ઓળખ છતી ન થાય તેની પુરી કાળજી લેવાઇ રહી છે અને આયોજન પણ એકદમ પરફેક્ટ છે. વિલીને સમજાઇ ગયુ કે આ ખાલી રસ્તે લુટવાવાળાનું કે સામાન્ય ચોરનું કામ નથી. આતો એકદમ પ્લાનીંગથી કરેલુ મિશન છે અને તે લોકોને માત્ર તેની કારમાં રહેલા પૈસામાં રસ નથી. જો તેને પૈસાજ જોઇતા હોત તો તે લોકો ક્યારના કારને લઇને ભાગી ગયાં હોત. પણ તો પછી બીજું તેને મારી પાસેથી શું જોઇએ છે? ક્યાંક આ લોકોથી કોઇ ભૂલ તો નથી થઇને? ના, ના આટલી ઝીણવટથી પ્લાનીંગ કરનાર આવડી મોટી ભૂલ ન કરે. વિલી આમજ વિચારમાં પેલા માણસનો હાથ પકડીને ચાલવા લાગ્યો થોડીવાર બાદ પગથિયાં આવ્યાં તેથી વિલીને નવાઇ લાગી કે તેને જે જગ્યાએ કારમાંથી ઉતારેલો તે તો તદન ખેતરાડ વિસ્તાર હતો તેમાં આવા પગથિયાંવાળું મકાન ક્યાંથી હોય? પણ તો પછી આ લોકો તેને ગામમાં લઇ આવ્યા હશે? ના, તે બાઇક પર બેઠો પછી બાઇકે યુ ટર્ન લીધો હોય એવુ તો ક્યાંય લાગ્યું નથી. વિલીને હવે ખરેખર ગુંચવણ ઊભી થઇ હતી તેને એમ હતું કે સ્થળ વિશે ખ્યાલ આવશે એટલે બચવું સહેલું થઇ જશે પણ જે રીતે આ લોકોએ સ્થળ પસંદ કર્યુ હતું, તેમા કંઇ ખબર પડે એમ નહોતી. હવે આંખ પરથી પાટો નિકળે પછીજ કંઇક અંદાજ આવશે. પગથિયાં ઉતર્યા બાદ વિલી થોડો આગળ ચાલ્યો એટલે પેલા માણસે તેનો હાથ છોડી દીધો. વિલી થોડીવાર એમજ ઊભો રહ્યો ત્યાં તેના ફોનની રીંગ વાગી. વિલીને ખ્યાલજ નહોતો રહ્યો કે ક્યારે ફોન ક્ટ થઇ ગયો હતો. વિલીએ ફોન ઉચક્યો એટલે સામેથી એક જુદોજ અવાજ આવ્યો. આ અવાજ પેલા માણસનો નહોતો. આ અવાજમાં પેલા જેટલી તોછડાઇ નહોતી.

“હવે તમે પાટો છોડી શકો છો.” આ અવાજમાં રહેલી સાલીનતાથી વિલીને થોડી નિરાંત થઇ. વિલીએ ધીમેથી પાટો છોડ્યો અને આંખ ખોલી જોયું તો તે એક ઓરડામાં હતો આ ઓરડામાં ચારે બાજુ સી સી ટીવી કેમેરા અને સ્પીકર લગવેલાં હતાં. એક ખુરશી પડી હતી અને તેની બાજુંમાં ટેબલ હતું. ટેબલ પર ધ્યાન પડતાજ વિલી ચોંકી ગયો આ ટેબલ પર વિલીનું લેપટોપ પડેલું હતું. આ જોઇ વિલી સમજી ગયો કે આ કોઇ એક માણસનું કામ નથી પણ એક આખી ટીમ આ કામમાં જોડાયેલી છે બાકી કારમાં રહેલું લેપટોપ તેની પહેલાં અહીં ક્યાંથી પહોંચી જાય.

“ઓકે, હવે ત્યાં પડેલી ખુરશીમાં બેસી જાવ.” આ સાંભળી વિલી ખુરશીમાં બેસી ગયો.

“તમે મારી પાસેથી શું ઇચ્છો છો?” વિલીએ સીધુજ પુછ્યું.

“એટલી બધી શું ઉતાવળ છે? હજુ તો આપણે તમારો હિસાબ કરવાનો છે અને આટલી મોટી જિંદગીનો હિસાબ કંઇ તરતજ થોડો થાય?” આમા વિલીને કંઇ સમજાયું નહીં એટલે તેણે પુછ્યું “તમારે કેટલા પૈસા જોઇએ છે? તમે જેટલા કહો તેટલા તમને પહોંચાડી દઇશ પણ અત્યારે મને અહીંથી જવાદો. મારુ આજે ગાંધીનગર પહોંચવું બહુંજ જરુરી છે.” આ સાંભળી સામેથી કહેવાયું “કેમ પેલી કારમાં રહેલ પૈસા તમારા સાહેબને પહોંચાડવા છે? સાહેબને એમ.એલ.એ ખરીદી ચુટણી જીતવી છે નહીં?” આ સાંભળી વિલી ચમકી ગયો. જે વાત કૃપાલસિંહ અને વિલી સિવાય કોઇ નહોતું જાણતું તે આ માણસ જાણતો હતો. આનાથીજ વિલીને સામેવાળાની તાકાતનો અનુભવ થઇ ગયો.

“જો મને ખબર છે કે તમે મારા વિશે બધુજ જાણો છો પણ તમે મને અત્યારે જવા દો. મારે જવું ફરજિયાત છે.” વિલીએ આજીજી કરતાં કહ્યું.

“બસ એટલી વારમાં ઢીલો થઇ ગયો. આ પ્લીઝ તને કેટલી છોકરીઓએ કહ્યું છે? તે ક્યાં કોઇને છોડી છે?” આ સાંભળી વિલીને સમજાઇ ગયું કે હવે આ માણસ પણ તુંકારા પર આવી ગયો છે. પણ વિલીએ અત્યારે કુનેહથી કામ લીધા વિના ચાલે એમ નહોતું એટલે વિલીએ કહ્યું “જો તમારી કોઇ ભૂલ થાય છે. મે ક્યારેય કોઇ છોકરીને હેરાન કરી નથી.” એમ એવું જો તારી પાછળ ટેબલ પર પડેલા મોબાઇલમાં એક વિડીઓ ક્લીપ છે તે જોઇલે. પછી મને કહે કે એ વિડીઓ ક્લીપ તારીજ છે કે બીજા કોઇની?” આ સાંભળી વીલીએ પાછળ જોયું તો ત્યાં એક બીજો માબાઇલ પડ્યો હતો. વિલીએ તે ઊઠાવ્યો ત્યાંજ તેમાં એક મેસેજ આવ્યો. વિલીએ મેસેજ ખોલ્યો એ સાથેજ વિડીઓ ચાલું થયો, એ જોઇ વિલીના હોંશ ઉડી ગયાં. આ ક્લીપમાં વિલી એક છોકરીનાં કપડાં ખેંચી રહ્યો હતો અને તે છોકરી વિલીને જવાં દેવાં માટે આજીજી કરી રહી હતી.” આ વિડીઓ જોઇ વિલી ભુતકાળમાં ખોવાઇ ગયો “આ ત્યારનો સમય હતો જયારે વિલી ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો અને કૃપાલસિંહના બે-નંબરી ધંધા હજુ શરુ થઇ રહ્યાં હતાં. કૃપાલસિંહના ખજાનાને થાળે પાડવાનું કામ ચાલી રહ્યું હતું. તેમાં એક દિવસ કૃપાલસિંહનો વિલી પર ફોન આવ્યો અને કહ્યું “આપણાં પેલા કામમાં એક કસ્ટમ ઓફીસરની જરુર છે. તેને ખુશ કરવો પડશે. તેને હું કાલે રાતે ફાર્મ હાઉસ પર લઇ આવીશ તેનાં માટે બધીજ વ્યવસ્થા કરવાની છે.” આ સાંભળી વિલી સમજી ગયો કે શરાબ અને શબાબ બંનેની વ્યવસ્થા કરવાની છે. વિલી કૃપાલસિંહનો ફોન મુકી બીજો એક ફોન કર્યો અને કહ્યું “તાજી જ કોઇ કળી હોય તો મોકલો.” અને પછી સાંજે એક છોકરી આવી તેને જોઇ વિલીની મતિ ફરી ગઇ. વિલીએ વિચાર્યુ કે મહેમાન તો સાંજે આવશે ત્યાં સુધી હું કેમ મોજ ન કરું? તેણે છોકરીને રુમમાં બોલાવી અને તેની છેડતી કરવાની શરુઆત કરી. એ સાથેજ તે છોકરીએ તેને ધક્કો મારી દૂર કરી દીધો અને કહ્યું “જુઓ મને માત્ર ડાંસ કરવા માટેજ મોકલી છે. હું એ ટાઇપની છોકરી નથી. પણ વિલી પર અત્યારે હવસનો રાક્ષસ સવાર થઇ ગયો હતો તેણે તે છોકરીને પકડીને બેડ પર પાડી દીધી. પેલી છોકરીએ વિલી પાસે માફી માગી અને તેને જવા દેવા માટે આજીજી કરવા લાગી અને બોલી “મારી મમ્મીની દવા માટે જ હું ડાંસ કરવા તૈયાર થઇ હતી. પ્લીઝ મને જવા દો. પણ વિલીએ તેની કોઇ વાત સાંભળી નહીં અને તેના પર બળાત્કાર કર્યો. પછી તો રાત્રે તેના પર ખૂબજ અત્યાચાર થયો. વિલીએ તે છોકરીને જતી વખતે પૈસા આપ્યાં અને ધમકી આપતાં કહ્યું “જો કોઇને વાત કરી છે તો જિવતી નહીં છોડું.” આ બળાત્કારનો વિડીઓ અત્યારે મોબાઇલમાં જોઇ વીલી ધ્રુજી ગયો. અત્યારે તેને પોતાની જાત પર ગુસ્સો આવતો હતો. તેને ઘણા સમયથી જે ડર લાગતો હતો કે તેના પાપોની સજા તેના પરીવારને મળશે તે હવે સાચો પડવાની શરુઆત થૈ ગઇ હતી. અત્યારે જિંદગીમાં પહેલીવાર વિલીને ભગવાન યાદ આવ્યા હતા.” પણ વિલી નહોતો જાણતો કે આ તો હજુ શરુઆત હતી.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***********--------------------***********------------------************-----------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM