સામેવાળું પાત્ર યોગ્ય છેકે નહીં એ નકકી કરવાના કોઈ માપદંડ નથી હોતા પણ આપણે એવું માનીએકે તે ભણેલો હોય,નોકરી અથવા પોતાનો ખુદનો વ્યાપાર ધંધો હોય,વ્યસન ન હોવું જોયે,જોઆવ,ન છોકરી કાળી છેકે ગોરી,વાળ લાંબા છેકે ટૂંકા,હાઈટ જોએ,ઉંમરમાં તફાવત જાણે એવું કેટલું આપણે અને આપણા પરિવાર વાળા લોકો જોતા હશે ને..... આબધું જોવામાં વાસ્તવિકતા તો જોવાની રહી જ જાય છે..લગ્ન માટેના પાત્રની વફાદારી અને એની ઈમાનદારી કેટલી છે આપણું મહત્વ એની લાઈફમાં કેટલું છે,એના સંસ્કાર કેવા છે,એની આંખોમાં શુ દેખાય છે. આ બધું જોયેનેતો આપના જીવનમાં સદાય સુખ ને શાંતિ બન્યા રહે..શક્ય છેકે છોકરો કમાતોન હોયતો છોકરીના આવ્યા પછી એ કમાવા લાગે,ભણ્યો ન પણ હોય છતાંય પોતાનું એમ્પાયર બનાવીને બતાવે અને છોકરી સંસ્કારી હોયતો કુળને તારે..
આજકાલ વધતા જતા લવમેરેજના ઉપરથી એવું નથી લાગતુંકે હવેના છોકરાઓ અને છોકરીઓ જાતે જ નકકી કરી લેતા હોય પોતાના જીવનસાથી કોને બનાવા કોને નહી કોણ એના માટે યોગ્ય છે,બધા લવમેરેજ કરે જ છે પણ કોઈ ભાગીને તો કોઈ સમજીને હવે બધા સમાજના લોકોઆ બાબતને સ્વીકારતા થઈ ગયા છે.નીર્ણયને માન આપતા થઇ ગયા છે,પણ આજ નિર્ણય ક્યારેક ખૂબ જ કપરો સાબિત થતો હોયછે.મારીજ એક નજીકની વ્યક્તિ હતી કે જેને એક છોકરા સાથે પ્રેમ થયો માતાપિતા આમાટે રાજી ન હતા પરિસ્થિતિ એટલી હદ સુધી વિકટ આવી ગે હતી કે એને આત્મહત્યા કરી લીધી,આજ હવે એના પરિવારના લોકોએ એક નજીકની વ્યક્તિ ગુમાવી છે.,અને હજુ વાત કહીશકે ક્યારેક આવા નિર્ણયો અને પાત્રની પસંદગીના પ્રેમના આકર્ષણ કોઈ વાસના વગર પણ કરવા પડતા હોય છે,પરિસ્થિતિ જ એવી ઉભી થતી હોય છેકે પોતાના માટેના નિર્ણય સમજદારીથી વાસ્તવિકતાને સ્વીકારીને જાતે જ કરવા પડતા હોય છે.ચાહે પ્રેમ કોઈ બીજા કોઈને જ કેમ ન કર્યો હોય તોપણ બધું ભૂલીને કોઈ સાથે કાઈજ બતાવ્યા વગર રહેતા હોય છે... ઘણા પ્રેમ લગ્ન એવા પણ છેકે પહેલા ખૂબજ સરસ રીતે રહેતા હોય પણ લગ્ન પછી એક બીજાને જોવા પણ તૈયાર ન હોય.,અને ઘણા એવા પણ છેકે બધું હસતા મોઢે સહન કરીને જીવીલે છે. પ્રેમલગ્ન હોયકે પારિવારીક લગ્ન એક બીજાને સમજીને સાથે મળીને જો જીવન જીવશો તો એની મીઠાસ વધશે,ક્યારેક અણસમજ કે મતભેદ ના કારણે કેટલા લગ્ન તૂટતા હોય છે,જરાક વિચારીએ તો માત્ર થોડુક જતું કરવાની ભાવનાજો બધામાં હોય તો ક્યારેય આવી પરિસ્થિતિ જ ઉભી ન થાઈ. જીવન સાથીજો સાચો મળી જાયને તો દરેક બ્લૅકેન્ડવાઇટ સપના રંગીન થઇ જાય છે...
પહેલાના જમાનામાં તો એક બીજાને જોયા વગર જ લગ્ન નક્કી થઈ જતા,લગ્નની રાતે જ ખબર પડેકે સામે વાળું કોણ ને કેવું છે અને મજાની વાતતો એ છેકે તોયે લોકો 70 વર્ષ સુધીના લગ્ન જીવનને જીવતા અને માણતા. ક્યારેક તો એવું સાંભળીને હસું આવે,એવું થાયછે ક્યારેય તમને !!! સવાલ થાયને કે આવી રીતે કેમ નક્કી કરી લેતા હશે!અને આજ જેટલું વધારે ઓળખોછો એટલું જ વધારે એક બીજાથી દૂર જાવ છો..હવેના થોડાક સમય પછી એવોજ સમય પાછો આવશે એના એંધાણ દેખાય રહ્યા છે.. કેમકે છોકરાઓ અને છોકરીઓના ભાગી જવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે પણ આને નિભાવાની ક્ષમતા નથી અને પછી છૂટાછેડાના કેસ વધે છે..છેલ્લે એટલું જરૂર કહીશકે પ્રેમ કરોતો એને ખૂબજ પ્રામાણિકતાથી નિભાવો, સબંધની અહેમીયત સમજીને એને ન્યાય આપો અને પાત્રની પસંદગી સમયે બાહ્ય દેખાવને નહિ પણ એના મન અને હૃદયને સમજવાની કોશિશ કરી લગ્ન કરવાનો નિર્ણય લો..
પૂર્ણ
ક્રિષ્ના પટેલ