Dil kahe che - 1 in Gujarati Love Stories by Nicky@tk books and stories PDF | દિલ કહે છે - 1

Featured Books
Categories
Share

દિલ કહે છે - 1

અનાથ હોવા છતાં પણ હંમેશા હસ્તી રહેતી ઈશાની જિંદગી હરદમ કોઈ ને ગોતતી રહે છે. ને અચાનક જ તેની નજર એક છોકરા પર પડે છે. તે અમીર બાપની ઓલાદ જિંદગીમાં બધું હોવા છતાં પણ ખામોશ દેખાય છે. બન્નેની મુલાકાત થાય ને દોસ્તીની શરૂઆત થતા જ પ્રેમનુ નવું પ્રકરણ શરૂ થઈ જાય છે. બધી જ વાતે સુખી દામ્પત્ય જીવન કોઈ ગલત ફેમીના કારણે વિખરાઈ જાય છે. આ કહાનીમાં દિલ કહે છે ને ઈશા સાંભળે છે. ઈશાની આ કાહાની દિલની લાગણીની કેવી કિતાબ ઘડી શકે છે તે જાણવા વાંચો મારી આ બીજી નવલકથા 'દિલ કહે છે '

દિલ કહે છે---01

કોઈ રાહ એવી હોય જયાં તું ને હું મળીયે, રસ્તામાં ચાલતા ચાલતા હું કંઇક આવું જ વિચારી રહી હતી ને અચાનક મારી નજર તારા પર ગ્ઈ, ત્યારે આપણે એકબીજાથી એકદમ અનજાન હતા. બસ દિલે અવાજ દીધી ને મે સાંભળી બાકી તો એવા કેટલા મળે શું બધા માટે દિલ થોડું વિચારતું હશે???? બ્લેક પેન્ટ ને લાઇટ એલ્લો કલરનું ટી-શટૅ મારા મનને બદલી ગયું, કે પછી દિલની લાગણી ને સ્પશી ગયું, કે પછી તારી અજીબ હેર સ્ટાઇલ!!!! સાયદ મારી જગ્યાએ બીજી કોઈ હોત તે એમ જ કહત કે આ છોકરો મવાલી જેવો લાગે છે પણ મને તું સારો લાગ્યો. સારો એટલે લાગયો કે તને જોતા જ દિલ મારુ કહેવા લાગ્યું કે તે તારા માટે બેસ્ટ છે. પણ તે તને મળયા વગર એમ જાય તો તે બેવકૂફ કે પછી પાગલ ગણાય .તું સામેની તરફ હતો છતાં પણ હું રોડ સાઈટ કરી તને મળવા આવી બસ આજ મુલાકાત ને આપણી રમત શરૂ,,

"ઓ......!!!! આ્ઈ એમ સોરી"

" નો, આ્ઈ એમ સોરી.. ભુલ મારી હતી કે મે તમને જોયા નહીં"

હું અહીં વાત કરવાની કોશિશ કરુ છું ને તને જલ્દી જવાની લાગી હતી. શું હું આટલી ખરાબ તને લાગી?? મારા વિચારો ફરી ભાગતા હતા ને મે એક કોશિશ વધારે કરી.

" હાઈ, આ્ઈ એમ ઈશા યુ નેમ??? "

" વિશાલ, સોરી પણ અત્યારે મને તમારી સાથે વાત કરવાનો સમય નથી. ફરી કયારેક....... " બસ આટલું કહી ને તે ચાલ્યો ગયો. જાણે આખી દુનિયાનું કામ તેને એકલા ને જ કરવાનું હોય તેમ.

"ઈટઝ ઓકે નો પ્રબોલેમ " મને તેના પર ગુચ્ચો આવ્યો. પણ, હું ગુચ્ચો કરુ તે શક્ય ન હતું. કેમકે, ગુચ્ચો તો પોતાના લોકો સાથે થાય તારી સાથે મારે શું સંબંધ કે હું તારાથી નારાજ થાવ.

હું જે રસ્તેથી આવી તે રસ્તે ફરી નિકળી ગઈ. દિલ હલચલ જરુર મસાવી ગયુ. પણ, દિલને મનાવું મારુ કામ હતું મે તેને મનાવી લીધું. પણ કંઈક અજીબ ફિલિગ થતી હતી જે પહેલા કયારે નહોતી થઈ. તું કોણ છે ને કયાંથી છે બસ આટલું જાણવું છે મારે, પણ એક ઉલજ્જન મને રોકતી હતી. હું તારી સાથે ફરી ટકરાવા નહોતી માગતી કેમકે જો હું ફરી ટકરાવ તો તું મને ગલત સમજે ને હું તે ગલતફેમીમાં તને મળી ન શકું હું થોડુક જ ચાલી હતી ને મને કોઈ પાછળથી અવાજ લાગાવ્યો. મે પાછળ જોયું તો એક લેડી જે સાયદ મારી મમ્મીની ઉંમરની હશે તે મને બુલાવતી હતી. હું તેને ઓળખતી નથી પણ જરુર તેને કંઇક કહેવું હશે તે વાતે હું તેની પાસે ગ્ઈ....

"જી આન્ટી, તમે મને અવાજ લાગાવ્યો??? બોલો હું તમારી શું મદદ કરી શકું ???"

"બેટા, આ થેલો મારી ગાડી સુધી મુકવા આવી શકે?? "

"અફક્રોશ, પર તમારી ગાડી કયા છે????

"બસ જો સામે જ છે" તે માસી આગળને હું તેની પાછળ, બાપ.......રે!!!તેના થેલો નો વજન તો મારા ખુદના વજન જેટલો હશે. હું તેની ગાડી પાસે પહોંચી તો ગ્ઈ પણ ત્યાં જ જતાં જ મારુ દિલ જોરજોરથી ધબકવા લાગયું. મે ગાડીમાં નજર કરી તો તે જ છોકરો ડાઈવર સીટ પર બેઠો હતો. પહેલા તો હું મારા દિલની અવાજ સાભળતી ઊભી રહી પણ તે એમ જ બેઠો રહયો એટલે હું ચુપ ના રહી શકી.

"તમને શરમ નથી આવતી..!!!!અહીં તમે આરામથી બેઠા છો ને આ બિચારા માસી આટલો વજન લઇ ને રસ્તામાં ફરે છે......" હું કંઇ વધારે બોલું તે પહેલાં જ તે માસી વચ્ચે જ બોલી પડયાં

" બેટા, તેમા તેની ભુલ નથી. તેને મને કહેલું કે તમારું કામ પતી જાય એટલે મને કહેજો પણ મે તને જોઈ એટલે મે તેને ન બોલાવતા તને બોલાવી. સોરી તને તકલીફ આપવા બદલ.. "

" લો, આ કેવું થયું ....!!! બેટા પણ કહો છો ને માફી પણ માગો છો. સોરી મે વગર વિચારે કંઈ કહી દીધું. તમને." મારી માફી સાયદ તેમના દિલને સ્પર્શી ગઈ હશે એટલે તો તેને કંઈ ન બોલતા તેની હળવી સ્માઈલ મારી આશ ને ફરી જગાવી ગઈ

બસ આટલી જ વાતને હું ત્યાથી નિકળી ગઈ. મને લાગ્યું કે તે રોકશે પણ તેને મારામાં ઈન્ટરેસ્ટ જ ન હતો. હું ચુપચાપ જતી હતી ત્યાં જ તે માસી એ મને ફરી રોકી

"બેટા, અમારી ગાડીમાં બેસી જા વિશાલ તને તારા ધર સુધી મુકી આવશે. "

"ના, થેન્કસ, હું જતી રહીશ " મન તો થતુ જ હતું કે તેની પાસે બેસી તેની સાથે વાતો કરુ પણ દિલ ના કેહતું હતું. તે આન્ટીની વાત ને હું અવગણતી હતી કેમકે તે ગાડીમાં તે આન્ટીની સાથે તે પણ બેઠો હતો ને તેને મને એકવાર પણ કંઈ કહયું ન હતું. મારા વિચારોની ગતી એટલી જડપથી ભાગતી હતી જેટલી ઝડપે કોઈ હવા પણ નહીં ભાગતી હોય. હું ત્યાં જ ઊભી રહી ને તેને જોતી રહી કે શું કહે છે.

****************************

ઈશા ના દીલની અવાજ તેના અહેસાસને જગાવી રહી હતી ત્યારે શું ઇશાના દિલની અવાજ વિશાલ સુધી પહોંચી શકશે?? તે જાણવા વાચંતા રહો દિલ કહે છે. મારી પહેલી નવલકથા જયારે દિલ તુટયું તારા પ્રેમમાં તમે વાંચી હશે. તમારા સારા પ્રતિભાવને કારણે મે બીજી નવલકથા શરૂ કરી છે આશા છે કે તમને આ નવલકથા ગમશે
(ક્રમશ :)