અનિતા ને અચાનક ચક્કર આવવા લાગ્યા થોડીવાર પછી ઉબકા આવતા દોડી ને તે બાથરૂમ તરફ ગઈ. નીરવ ઘર માં ટીવી જોઈ રહ્યો હતો અવાજ થતા તે બહાર આવ્યો. શુ થયું.? અનુ . અનિતા ને તે પ્રેમથી અનુ કહેતો. અનુ જવાબ આપ્યો - 'કાઈ નહીં '. બસ થોડા ચકકર જેવું અને ઉબકા.
તરતજ નિરવે અનુ ને ઉપાડી લીધી.
આ શું કરો છો?
નીરવ: કાઈ નહીં આપણે ડોકટર જોડે જઈએ.
અરે યાર એટલી બધી પણ તબિયત ખરાબ નથી થઈ કે ડોક્ટર જોડે જવું પડે. એટલેજ ઉપાડી છે તને. કહી ગાડી જોડે જઇ ને અનુ ને ઉતારી ગાડી નું લોક ખોલી દરવાજો ખોલી અનુ ને બેસાડી ડ્રાઇવર સીટ માં બેસી શહેર ના પ્રખ્યાત ડોક્ટર જોડે ગયા.
કલાક પછી પોતાનો વારો આવ્યો. ડોક્ટરે પૂછ્યું સુ થયું છે અનીતા કહ્યુ સવાર ના ચક્કર આવે છે અને ઉબકા આવે છે .અનિતા ને ડોકટર ચેકઅપ કર્યું. પછી જરૂરી એવા રિપોર્ટ કરીને ડોકટરે બેસવા નું કહ્યું. થોડીક વાર પછી ડોક્ટરે બંનેને અંદર બોલાવ્યા અને સામે ની ખુરશી પર બેસવાનું કહ્યું. ડોક્ટરે કહ્યું કોન્ગ્રેચ્યુલેશન તમે માતા બનવાના છો. શું કહ્યું!
અનિતા અને નીરવ બંને એક જ સાથે બોલ્યા
નીરવ કહ્યું ડોક્ટર સાહેબ ફરી કહેજો. શું કહ્યું? તમે પિતા બનવાના છો ડોક્ટરે કહ્યું.આ સાંભળતાં જ જાણે બંનેમાં એક નવો ઉમંગ આવી ગયો હોય નિરવે અનિતા ને ડોક્ટરના સામે તેડી લીધી અને કપાળ પર ચુંબન નો વરસાદ કરી દીધો થોડીવાર પછી નીરવ ડોક્ટરને પણ ગળે મળીને કહ્યું અમારા માટે દુનિયાની સૌથી સારા ખુશીના સમાચાર તમે આપ્યા છે. એમ કહીને બન્ને દંપતિ ડોક્ટર ને પગે પડી ગયા. અને કહ્યું જે ખુશી ના સમાચાર સાંભળવા આટલા વર્ષો થી તડપતા આજે તમે સંભળાવ્યા તમે ડોકટર નહીં ભગવાન છો. ડોક્ટરે કહ્યું અરે અરે આ શું કરો છો? કાંઈ નહીં.નિરવે કહ્યું પછી થોડીક વારમાં તેણે ફોન કરીને પેડા હોસ્પિટલમાં મંગાવ્યા અને ત્યાં હાજર દરેક ને ખવડાવ્યા થોડીક વાર પછી ડોક્ટરે જરૂરી એવી દવાઓ લખી આપી. વધુ પડતું કામ કરવું નહીં. વધુ પડતા ખોટા વિચારો કરવા નહીં. વગેરે જેવી સલાહ આપી અને કોઈપણ જાતની તકલીફ થાય તો મળી જવું. ડોક્ટરને ફીસ આપી તેઓ ઘરે આવવા નીકળ્યા.
ઘરે આવીને નિરવ એ કહ્યું કાશહહ મમ્મી આ સમાચાર સાંભળ્યા હોત? એમ કહી તેના આંખોમાંથી આંસુ સરી પડ્યા.
આજે બંનેના ખુશીનો કોઈ પાર ન હતો. અને ના જ હોય ને લગ્નના ૧3વર્ષ પછી તેમને ખુશી ના સમાચાર સાંભળવા મળ્યા હતા. તેમણે બાળક માટે શું શું નહોતું કર્યું?પથ્થર એટલા દેવ કર્યા અનેક બાધાઓ રાખી છતાં પણ અનિતા ને સારા સમાચાર ના મળ્યા. નીરવ શહેરના સારા મા સારા ડોક્ટર આજુબાજુ શહેર ના પ્રખ્યાત ડોક્ટરો ને બતાવ્યું અને દવાઓ પણ ચાલુ કરેલ છતાં પણ અનિતાની ગર્ભ રહેતો નહોતો. બધા રિપોર્ટ પણ નોર્મલ આવતાં હતાં છતાં પણ કેમ જાણે અનિતા ને ગર્ભ રહેતો નહોતો. એક વર્ષ તો અનિતા અને નિરવે પગમાં પગરખાં નહી પહેરવાની બાધા પણ રાખેલ. અને છેલ્લા પાંચ વર્ષથી દરેક દિવસે એકટાણું ઉપવાસ રાખતા. કોઈ કહેતું કે અહીં ડોક્ટર સારો છે બન્ને દંપતિ ત્યાં પહોંચી જતા છતાં પણ તેમને નિષ્ફળતા જ મળતી. એક ડોક્ટરે તો એટલે સુધી કહ્યું હતું કે હવે કદાચ તમે માં નહીં બની શકો! તે દિવસે બન્ને દંપતિ એટલું રડ્યા હતા તેઓ બીમાર થઈ ગયા હતા. અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા. આટલું બધું થયા પછી બંનેએ આશા છોડી મૂકી હતી કે શાયદ હવે આ ઘર માં બાળક નો કિલકીલાટ, ધીંગામસ્તી, સાંભળવા મળશે તેવી આશા નહોતી રહી. ધીરે ધીરે પોતાના રોજિંદા જીવન માં દુઃખ વિસારી ને આગળ વધી રહ્યા હતા.
અને આ સમાચાર સાંભળ્યા પછી તેમની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો.
બીજા દિવસે જો. અનુ હું શું લાવ્યો છું? એમ કહી નીરવે થેલીમાંથી કપડાં અને રમકડાં બતાવતા કહ્યું
અનિતા: અત્યારથીજ?
નિરવ હસીને કહ્યું હા મારા દીકરા માટે કંઈ ઓછું ન પડવું જોઈએ.
અનિતાએ હસીને કહ્યું અને જો દીકરી આવશે તો નીરવ બીજી થેલીમાંથી કપડા અને રમકડા કાઢીને કહ્યું દીકરી આવશે તો મારી દીકરી માટે પણ લાવ્યો છું એમ કહી બીજા કપડા અને રમકડાં નો ઢગલો કરી દીધો બંને હસી પડ્યા..
નીરવ જેમ જેમ દિવસો નજીક આવતા હતા તેમ તેમ અનુ નું વધારે પડતી કાળજી રાખતો થઈ ગયો હતો .અનુ ને ટાઈમસર નાસ્તો આપવો દવા આપવી તે પોતાના હાથેજ આપતો .આમ ને આમ આંનદ ખુશી માં તેમના દિવસો પસાર થતા હતા.
અનુ બરાબર નવ મહિના અને 11 દિવસે હોસ્પિટલમાં માં એક તંદુરસ્ત બાળક ને જન્મ આપ્યો નિરવે પોતાના બાળક ને હાથ માં લઇ ને આંખો માં આંસુ સાથે કહ્યું
યાર ઘણી વાટ જોવરાવી તે .અને તેમ કહી તેને તેના બાળક ને છાતી સરસો ચાંપી દીધો અને અનુ ને કપાળ ઉપર ચુંબન કરી ને કહ્યુ અનુ "આઈ લવ યુ"બંને ની આંખ માં આજે હર્ષ ના આસું હતા..
બીજા દિવસે સાંજે હોસ્પિટલ માંથી રજા આપી અને બંને પતિ પત્ની ઘરે આવ્યા ત્યારે આખા મોહલ્લાનાં લોકો નીરવ ના દીકરા ને જોવા આવ્યા. એક માસી એ તો અનિતા અને તેના દીકરા ને કાન પાછળ મેંશ થી કાળું ટીલ્લુ કર્યું કોઈની નજર ના લાગે એટલે..નિરવે બે મહિના ની ઓફીસ માંથી રજા લઇ લીધી. અનુ અને તેના દીકરા ને સાચવવા માટે
નાનીનાની વાતો માં પણ નીરવ તેની પત્ની અને દીકરા ની કાળજી રાખવા લાગ્યો. સમયસર દવા આપવી જમાડવું બધીજ બાબતો નું ધ્યાન રાખવા લાગ્યો..
ચાર મહિના પછી મોહલ્લાનાં પાડોશી સગાઓ બધાને તેડાવ્યા અને નામકરણ કરવાની વિધિ રાખી. બધાજ ખુશ હતા રાશિ જોવરવા માં આવી અને નામ પાડવા માં આવ્યું આયુષ બધાને જમાડ્યા અને તે સિવાય પણ નામકરણ ના દિવસે રોડ ઉપર બેસતા ભિખારી કે જેમનું કોઈ હતું નહિ તેમને બધા ને જોડી કપડાં અને પ્રેમ થી જમાડયું આમ બને પતિપત્ની બહુજ ખુશખુશાલ અને બસ જાણે કે ભગવાને તેમને સર્વસ્વ આપી દીધું હોય અને બસ હવે કાઈ નથી જોઈતું એજ ભાવના રાખવા લાગ્યા..આમ ને આમ તેમના દિવસો આંનદ માં જવા લાગ્યા.
દસ મહિના પછી આયુસ ધીરે ધીરે નાની નાની ડગલીઓ ભરતો થઈ ગયો હતો તે જોઈને અનિતા અને નીરવને જાણે વર્ષો નો થાક ઉતરી ગયો હોય. બંને જણા આયુસ ને ચાલતો જોઈને ખુબજ ખુશ થઈ જતા.
થોડીકવાર માટે પણ આયુસ ને કોઈ નીચે ઉતારતું નહોતું આખા મોહલ્લા ના લોકો આયુસ ને રમાડવા લઇ જતા.
જોત જોતા માં એકવર્ષ નો આયુસ થઈ ગયો. તેનો જન્મ દિવસ ભારે હર્ષોલ્લાસ થી ઉજવવા મા આવ્યો . તે દિવસે નિરવે અને અનિતાએ અનાથાશ્રમ માં બાળકો સાથે જન્મદિવસ ઉજવ્યો અને બધાને ભેટ સ્વરૂપે રમકડાં અને મીઠાઈ પણ આપી .
હવે આયુસ એક શબ્દ બોલતો થઈ ગયો અને તેને સૌથી પહેલા "પા" બોલ્યો આ સાંભળી ને અનિતા નો ખુશી નો પાર ન રહ્યો. અને તેને તરત જ નીરવ ને ફોન કરી ને કહ્યું આજે તો આયુસે પા કહ્યું અને નીરવ ઓફિસ માજ ખુશી ના માર્યો ઝૂમી ઉઠ્યો .ત્યારે આજુબાજુ ના સહકર્મચારીઓ એ મજાક પણ કરવા લાગ્યા.
તે સાંજે નીરવ ઘરે આવી ને આયુસ ને તેડી લીધો અને કહ્યું બેટા પાપા બોલ પાપા અને આયુસે પોતાની કાલીઘેલી ભાષા માં કહ્યું પા અને નીરવ ની આખો માંથી ખુશી ના આંસુ નીકળી ગયા. અને આયુસ ને છાતી સરખો ચાંપી ને ફરવા લાગ્યો. થોડીકવાર પછી અચાનક અનિતા એ રસોડા માંથી ચીસ પાડી. દોડી ને નીરવ રસોડા માં જઇ ને સુ થયું અનુ. અનિતા એ કહ્યું કાઈ નહીં યાર કોક્રોચ(વંદો) હતો. અને નીરવ જોર જોર થી હસવા લાગ્યો. આટલા નાના કોક્રોચ થી ડરી ગઈ યાર અનિતા એ કહ્યું યાર કોક્રોચ કુદી ને ઉપર પડ્યો તો એટલે ડરી ગઈ. નિરવે કહ્યું કાઈ નહીં હું જમી ને કોક્રોચ મારવાની દવા લેતા આવુ બસ અનિતા એ કહ્યું ઑકે બંને જમવા બેઠા આયુસ નીરવ ના ખોળા માં રમી રહ્યો હતો નીરવ થોડુંક આયુસ ને પણ સાથે ખવરાવતો હતો. જમી ને નીરવ મેડિકલ જઇ ને કોક્રોચ મારવાની દવા લીધી. મેડિકલ વાળા એક નાની દવાની બોટલ આપી . કોક્રોચ કીડા નીકળતા હોય ત્યાં નાખવાનું કહ્યું અને પછી હાથ સાબુથી વ્યવસ્થિત ધોવા નહીંતર ઉપર પહોંચી જસો હસતા હસતા કહ્યું. નિરવે કહ્યું હા મારા ભાઈ કહીને ઘરે આવ્યો.
અને અનિતા ને સમજાવતા કહ્યું દવા નાખ્યા પછી મોઢામાં ના જાય તેનું ધ્યાન રાખજે અને હાથ વ્યવસ્થિત ધોઈ નાખજે અને ખાસ આયુષ થી દુર રાખજે
બીજા દિવસે નીરવ વહેલા ઉઠી ઓફિસ જવા તૈયાર થતો હતો. ત્યારે તેની નજર આચનક કબાટ નીચે કોક્રોચ ઉપર પડી તેને દવા ની બોટલ ખોલી અચાનક તેનો ફોન વાગ્યો. તે ફોન ની ધૂન માં દવા ની બોટલ ભોઈ ઉપર મૂકી દીધી . ઓફિસમાં તાત્કાલિક બોલાવ્યો.તેને અનિતા ને બુમ મારી કહ્યું હું ઓફિસ જાઉં છું અને આ દવાની બોટલ મૂકી દેજે ઊંચા અવાજે કહ્યું. સામે અનિતા એ કહ્યું સારું ફરીથી નિરવે ઘર ની બહાર નીકળતા નીકળતા કહ્યું અત્યારે જ મૂકી દેજે એમ કહી ને ચાલ્યો ગયો. અનિતા રસોડા ના કામકાજ માં પુરાઈ ગઈ. રસોડામાં આયુષ નીચે રમકડાં થી રમતો હતો.
આયુષ રમતો રમતો રસોડા ની બહાર નીકળી ને મેઈન રૂમ માં આવ્યો અને તેને ભોઈ ઉપર પડેલી બોટલ ઉઠાવી અને મોઢા માં નાખી દીધી. આ બાજુ અનિતા રસોડું બરાબર સાફ કરી ને કચરો કાઢવા લાગી જ્યારે કચરો નીકાળવા મેઈન રૂમ માં આવી ત્યારે આયુષ જમીન ઉપર પડેલો હતો.
આ જોતા અનિતા ને ફાળ પડી દોડી ને આયુષ ને લીધો. તો જોયું તો આયુષ ના મોઢા માંથી ફિણ નીકળતું હતું અને આખો અધર ચડી ગઈ હતી અને નીચે દવાની બોટલ ઢોળાઇલી પડી હતી આ જોઈ ને અનિતા કુકવા પાડ્યા અને જોર જોર થી આયુષ આયુષ કરી ને રડવા લાગી થોડીવાર માં આજુ બાજુ થી પાડોશી લોકો આવી ગયા. અને તેમને તાત્કાલિક ગાડી બોલાવી અને આયુષ અને અનિતા ને હોસ્પિટલમાં લઇ ગયા.
તાત્કાલિક ઇમરજન્સી વોર્ડ માં લઇ જઇ એડમિટ કર્યો અને તરત જ કોઈક નીરવ ને ફોન કર્યો અને હોસ્પિટલમાં આવવાનું કહ્યું. અહીં ફરજ પર ના ડોક્ટરે સૌપ્રથમ આયુષ ને ઉલટી કરાવવાની ઘણી કોશીશ કરી પરંતુ બેભાન હોવાના કારણે થઈ નહીં થોડીકવાર રહી આયુષ ને નાક વાટે પ્લાસ્ટિક ની નળી નાખવામાં આવી પરંતુ ધીરે ધીરે આયુષ ના ધબકારા ઓછા થતા જતા હતા. ધીરે ધીરે આયુષ જોસ થી શ્વાસ લઈ ને છોઢતો હતો. થોડીકવાર માં છ સાત ડૉક્ટરો ભેગા થઈ ગયા.પરંતુ ઝહેર પોતાની અસર વતાવાનું ચાલુ કરી દીધું હતું.તે ઝહેર ને અસર કરે તેવી દવાઓ પણ બોટલ સ્વરૂપે ચડાવા માં આવી ..આ બાજુ અનિતા રડે જતી હતી અને નીરવ ને હું સુ જવાબ આપીશ દીકરા આયુષ તેની સાથે આવેલા બીજા લોકો પણ રડતા હતા અને અનિતા ને આશ્વાસન આપતા હતો..
થોડીકવાર પછી આખા વોર્ડ માં શાંતિ છવાઈ ગઇ. કોઈ કોઈના જોડે કાઈ બોલતું નહોતું.બસ ડૉક્ટર ની આંખો માં પાણી હતું.કોઈ કોઈની સાથે વાત નહોતું કરતું.એક ડૉક્ટર રૂમ ની બહાર નીકળ્યો અનિતા દોડી ને ડૉક્ટર પાસે ગઈ અને પગમાં પડી ગઈ મારો આયુષ ડોક્ટરે ઊંચે જોયું અને બે હાથ જોડી ને ચાલ્યો ગયો. થોડીકવાર રોકકળ ચાલુ થઈ ગઈ અનિતા તો લગભગ પાગલ જેવી થઈ ગઈ.આયુષ આયુષ આયુષ.
તેટલા માં નીરવ આવ્યો. અનિતા દોડી ને નીરવ જોડે ગઈ ગળે મળી ને રડવા લાગી નિરવ ના આંખો માંથી ગંગા જમના વહેતી હતી.તેને અનિતા કહ્યું રડ નહીં . બે વ્યક્તિઓ નીરવ સાથે રૂમ માં ગયા ત્યાં બેડ ઉપર ધોળી ચાદર હટાવી નિરવે આયુષ નો ચહેરો દેખ્યો નાના પંખૂડીઓ જેવા હોઠ બીડાયેલા હતા આખો બંદ હતી આ જોતાજ નીરવ ત્યાંજ બેભાન જેવો થઈ ફસડાઈ પડ્યો.બાજુ માં રહેલા તેના મિત્રો એ પાણી લાવી ને મોઢા ઉપર છાંટી ને ઊભો કર્યો અને નીરવ જોસ જોસ થી રડવા લાગ્યો આયુષ આયુષ આયુષ ..તેના બાજુ વાળા લોકો એ સમજાવ્યો નીરવ તું આવું કરીશ તો અનિતા ને કોણ સાચવશે નીરવ થોડુંક સમજ નીરવ ની નજર આયુષ ઉપર થી હટતી જ નહોતી આયુષ રુદન રુદન રુદન......
થોડીકવાર પછી આયુષ ને પકડી ને રૂમ માંથી બહાર લાવ્યા. ત્યાં અનિતા દોડી ને પાછી નીરવ ને ગળે મળી ને રડવા લાગી. અને પગમાં પડી ગઈ રડતા રડતા કહેતી. હતી મેં જ માર્યો છે મારા દીકરા ને નીરવ તમે તો કહ્યું હતું દવા મુકવાનું ભૂલ મારીજ હતી. રડે જતી હતી. નિરવે ઊંચે જોયું પછી અનિતા ને ઉભી કરી અને કહ્યું. ના અનુ ભૂલ તારી નહીં મારી હતી. જો મેં જાતેજ દવા મૂકી દીધી હોત. તો આયુશ?
આઈ લવ યુ અનુ..હું તને ખુબજ પ્રેમ કરું છું.....
ડુસકાં ડુસકાં ડૂસકાં............