KING - POWER OF EMPIRE - 1 (S-2) in Gujarati Fiction Stories by A K books and stories PDF | KING - POWER OF EMPIRE - 1 (S-2)

The Author
Featured Books
Categories
Share

KING - POWER OF EMPIRE - 1 (S-2)

નમસ્તે મિત્રો, હું અશ્વિન કલસરીયા KING - POWER OF EMPIRE (SEASON - 1) નો લેખક જે તમે આપેલ પ્રેમ ને કારણે હવે આજ નવલકથા ની બીજી સીઝન લાવી રહ્યો છે, તમે જે પ્રેમ મારી સ્ટોરી પ્રત્યે દર્શાવ્યો તેને ધ્યાનમાં રાખી ને હું હવે સીઝન - 2 લાવી રહ્યો છું, કેટલાંક અકબંધ રહસ્યો હતાં જે સીઝન - 1 મા ન જાણી શકયા તે આ સીઝન માં જાણવા મળશે સાથે જ આ સીઝન નું સૌથી મોટું રહસ્ય એક જ છે - Who Is Devil ? બસ આ એક સવાલ જાણવા માં એકશન પણ છે, રહસ્યો પણ છે, લવ પણ છે અને ડેવિલ કોણ છે એ જાણવું બહુ જરૂરી છે તો આશા રાખું છું કે તમને આ સીઝન પંસદ આવશે સીઝન -1 માં જે પ્રેમ આપ્યો એનાથી પણ વધુ પ્રેમ આ સીઝન મા આપો એવી મારી આશા છે તો Let's Start KING - POWER OF EMPIRE ( SEASON - 2 )



મુંબઈ પોલીસ હેડક્વાર્ટર બહાર મીડિયા ની ભીડ હતી, પોલીસ એ ચુસ્ત બંદોબસ્ત કરી રાખ્યો હતો, જર્નાલિસ્ટ લોકો અવનવી વાતો કરી રહ્યા હતા, છેલ્લાં બે વર્ષૅમાં મુંબઈ નહીં પણ આખા દેશમાં વારંવાર બોમ્બ બ્લાસ્ટ, ગેરકાયદેસર કામો માં એક પણ કામ એવું ન હતું જે ના બન્યું હોય અને એના સૌથી વધુ કેસો મુંબઈ માં નોંધાઈ રહ્યાં હતાં. આ માટે જ સરકાર તરફથી મુંબઈ માં એક સ્પેશિયલ ટીમ ની નિમણૂક કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને આજ એ સ્પેશિયલ ટીમ ના લોકો મુંબઈ પોલીસ હેડ ક્વાર્ટર પર પહોંચી રહ્યાં હતાં અને બધા લોકો જોવા માંગતા હતા કે આખરે એ બધા કોણ છે.

થોડીવારમાં કમિશ્નર આર.એમ.પુરોહિત ની કાર આવી ને પગથિયાં પાસે આવી ને ઉભી રહી, તરત જ બધા ન્યુઝ ચેનલ ના લોકો ત્યાં પહોંચી ગયા અને ઉપરાઉપરી સવાલ પૂછવા લાગ્યા. છ ફૂટ હાઈટ, માથા ના વાળ સફેદ થઈ ચૂકયા હતા અને તેની યુનિફોર્મ પર મેડલ ની લાઈન લાગી હતી પણ એક દાગ પણ લાગ્યો હતો જે તેને બેચેન કરી રહ્યો હતો. સિલ્વર કલરનાં ચશ્માં ની અંદર એકદમ શાંત આંખો પણ તેની અંદર તૂફાન ઉઠી રહ્યો હતો.

“આ ટીમ છેલ્લાં બે વર્ષૅ થી થઈ રહેલ પ્રવૃત્તિઓ ને રોકવા માટે તૈયાર કરી છે, તમે લોકો બસ પોતાની TRP વધારવા લોકો માં સસ્પેન્સ જગાવો છો, આ ટીમ મા કોણ છે તેની જાણ તમે આખી દુનિયા ને આપવા માંગો છો જેથી આ હિંસક પ્રવૃત્તિઓ કરનાર ના નિશાન પર એ લોકો આવી જાય, એટલે મારી આ વિનંતી નહીં વોર્નિંગ છે કે તમે આ વાતો માં મસાલો ઉમેરી ને ના પરોસો નહીં તો આનો અંજામ બહુ ખરાબ હશે ” કમિશ્નર આર.એમ.પુરોહિત એ કડક શબ્દોમાં કહ્યું.

તે અંદર જતાં રહ્યાં અને બધા ન્યૂઝ ચેનલ ના રીપોર્ટર ના ચહેરા પડી ગયા હતા, તે પોતાના ફાયદા માટે કંઈ પણ ન્યુઝ બનાવી દેતા હતા, પણ કમિશ્નર આર.એમ.પુરોહિત ને કોઈ નો ડર ન હતો.

કોન્ફરન્સ રૂમમાં સ્પેશિયલ ટીમના બધા ઓફિસર બેઠા હતા અને ત્યાં જ કમિશ્નર અંદર આવ્યા અને બધા ઉભા થયા, કમિશ્નર એ તેને બેસવા કહ્યું અને તેણે પ્રોજેકટર પાસે રહેલી ખુરશી પાસે ઉભા રહ્યા અને બધા ને સંબોધન કરવાનું ચાલુ કર્યું, “છેલ્લા બે વર્ષથી ક્રાઈમ રેટ જે સ્પીડ થી વધી રહ્યો છે એ સ્પીડ થી આજ સુધી આપણા દેશમાં મોંઘવારી પણ નથી વધી એટલે જ તમને બધા ને દેશનાં અલગ અલગ ભાગમાં થી સિલેકટ કરી ને અહીં લાવવામાં આવ્યા છે, તમે બધા અલગ અલગ ફિલ્ડ માં એક્સપર્ટ છો, તમને લોકોને ફૂલ પાવર છે તમે ઓન ધ સ્પોટ કોઈ પણ નિર્ણય લઈ શકો છો તમારે કોઈ ના ઓર્ડર ની રાહ જોવાની જરૂર નથી ” આટલું કહીને કમિશ્નર આર.એમ.પુરોહીત એ પ્રોજેકટર ચાલુ કર્યું.

“છેલ્લાં બે વર્ષૅમાં દેશની અંદર 40 બોમ્બ બલાસ્ટ થયા છે, ઓઈલ માફિયા, ડ્રગ્સ માફિયા, હથિયારો ની હેરાફેરી , સોનાની તસ્કરી એક પણ એવું કામ નહીં હોય જેનો રીપોર્ટ આપણને ના મળયો હોય, આ બે ફોટો જુવો આ બંને બોમ્બ બલાસ્ટ સમય ના ફોટો છે, આ બંને ફોટામાં આ બંને વ્યકિત શંકાસ્પંદ છે અને તેનું કારણ તેના હાથ પર આ ડેવિલ આઈ નું ટેટું છે” કમિશ્રર એ પ્રોજેકટર પર ફોટો બતાવતા કહ્યું.

“એ બંને ના ફોટો અને આ કેસ ને રીલેટેડ ઈન્ફર્મેશન તમારી સામે પડેલી ફાઈલ મા છે ,બહુ જલ્દી તમારી ટીમના લીડર ને અપોઈન્ટ કરવામાં આવશે ત્યાં સુધી તમે બધા આ કેસ ફાઈલ સ્ટડી કરો” કમિશ્રર એ આટલું કહીને બધાને જવાનું કહ્યું.

બધા બહાર જઈ રહ્લા હતા,ત્યાં જ કમિશ્રર આર.એમ.પુરોહિત એ કહ્યું, “એક મિનિટ કોન્સટેબલ પાટીલ ”. આ સાંભળતા જ પાટીલ ઉભો રહી ગયો, એજ પાટીલ જે દિગ્વિજયસિંહ સાથે કામ કરતો હતો. પણ આજ ઘણો તફાવત હતો તેના લુકમાં - ઘણા ખરા વાળ સફેદ થઈ ગયા હતા અને શરીર નું વજન પણ વધી ગયું હતું અને સુસ્તી પણ આવી ગઈ હતી.

“યસ સર ..?” પાટીલે કહ્યું

“પાટીલ જયારેે હું આ કેસની વાત કરી રહ્યો હતો ત્યારે તારી આંખોમાં મને દેખાયું કે તું આ સાઈન વિશે કંઈક જાણે છે ” કમિશ્રનરે ડેવિલ આઈ નો સિમ્બોલ બતાવતા કહ્યું.

“ના સર એવું કંઈ નથી ” પાટીલે કહ્યું

“પાટીલ તું જાણે છે કે હું જૂઠ સરળતા થી પકડી લઉ છું ” કમિશ્નર આર.એમ.પુરોહિત એ કહ્યું

“સોરી સર પણ હું કંઈ છુપાવી નથી રહ્યો ” પાટીલે કહ્યું

“ઓકે તું જઈ શકે છે ” કમિશ્રર આર.એમ.પુરોહિત એ કહ્યું

પાટીલ જતો રહ્યો પણ કમિશ્નર આર.એમ.પુરોહિત ને તેની આંખો મા એ વસ્તુ દેખાય જે તેને ડેવિલ આઈ વિશે જાણકારી આપી શકે તેમ હતી.

મુંબઈ નો દરિયા કિનારો ખૂબ વિશાળ હતો, પ્રેમીપંખીડા ઓ માટે નું ઉતમ સ્થળ હતું, પણ આ દુનિયામાં જે વસ્તુ ખૂબસુરત દેખાય છે એટલી જ તે ખતરનાક પણ હોય છે પછી એ વસ્તુ હોય કે છોકરી. બસ આજ દરિયા કિનારા પર કેટલોક હિસ્સો એવો પણ હતો જયાં વિદેશી માલસામાન આવતો અને ગેરકાનૂની કામો માટે નો મેઈન ગેટ પણ હતો. બસ આવી જ એક જગ્યા જયાં મોટા મોટા કન્ટેનર પડયા હતા અને તેની પાસે ના કિનારે ઘણાં બધાં લોકો અલગ અલગ જગ્યા પર ઉભા હતા, તે લોકો જહાજ માંથી મોટા બોકસ ને ઉતારી ને ટ્રક માં લોડ કરી રહ્યાં હતા, આ બધા કામ પર એક વ્યક્તિ નજર રાખી રહ્યાં હતાં, એકદમ હટોકટો, લાલઘૂમ આંખો, રંગબેરંગી શર્ટ અને તેનાં બે બટન ખુલ્લા હતાં ગળામાં સોનાની ચેન અને હાથમાં સોનાનું કડું, હોઠ થોડાં લાલ હતાં જે જોઈ ને લાગી રહ્યું હતું કે તે પાનનો શોખિન છે.

અચાનક બ્લેક સ્કોરપયો આવી ને ઉભી રહી અને ત્યાં ઉભેલા આ અતરંગી વ્યકિત એ દોડી ને કાર નો દરવાજો ખોલ્યો, અંદર થી એક વ્યક્તિ બહાર આવ્યો, એકદમ સફેદ કપડાં, હાથમાં અને ગળામાં ગોલ્ડ, આંખો પર ગોલ્ડન ફ્રેમવાળા ગોગલ્સ, એક હાથમાં આઈફોન અને જેવો તે બહાર આવ્યો, તરત જ પેલાં વ્યક્તિ એ કહ્યું, “વેલકમ બોસ ”

“કામ કેવું ચાલી રહ્યું છે ઢેચું ” એ વ્યક્તિ એ કહ્યું

“એકદમ પરફેક્ટ બોસ, બસ સામાન ટ્રક માં લોડ થતાં જ આજ જ ડિલીવરી કરી નાખશું ” ઢેચું એ કહ્યું

એ બંને વાતો કરી રહ્યાં હતા ત્યાં જ અચાનક ગોળી ચલાવવાનો અવાજ આવ્યો તેમણે જોયું તો કન્ટેનર ની પાછળ થી કેટલાંક લોકો ગોળી ચલાવી રહ્યાં હતાં એેટલે જવાબી હુમલામાં એ લોકો પણ સામાન લોડ કરવાનું બંધ કરી ને ફાયરીંગ કરવા લાગ્યા, ઢેચું અને તેનો બોસ પણ ગાડી પાછળ જતાં રહ્યાં અને ગોળી ચલાવવા લાગ્યા, પણ અચાનક કન્ટેનર ની ઉપર થી પણ કેટલાંક લોકોએ ફાયરિંગ શરૂ કર્યું અને ઉપરથી થયેલા હુમલા ને કારણે એ લોકો તેને રોકી શકયા નહીં અને એક પછી એક ઢેચું ના સાથીઓ મરવા લાગ્યા.

“બોસ બાજી હાથમાંથી જઈ રહી છે જલ્દી અહીં થી નીકળવું પડશે ” ઢેચું એ કહ્યું
“ઓકે, જલ્દી ગાડી માં બેસ ” એ વ્યક્તિ એ કહ્યું

ઢેચું અને તેનો બોસ બંને કારમાં બેસી ગયા અને ઢેચું એ ગાડી બીજા રસ્તે થી બહાર કાઢી મૂકી, પેલા વ્યક્તિ ઓ એ ગાડી પર ફાયરીંગ પણ કર્યું પણ તે બચી ગયા.

“સોરી બોસ મને ખબર ન હતી કે પોલીસ અહીં આવશે ” ઢેચું એ કહ્યું

“એ પોલીસ ન હતી ” એ વ્યક્તિ એ કહ્યું

“તો....? ” ઢેચું એ તે વ્યક્તિ ની સામે જોતાં કહ્યું

ત્યાં જ એ વ્યક્તિ નો ફોન રણકયો તેણે ફોન રિસીવ કરીને કાન પર લગાવ્યો, થોડીવાર તો કંઈ અવાજ ન આવ્યો બંને બાજુ નીરવ શાંતિ હતી પછી એક અવાજ આવ્યો, “સુલતાન.... આ મુંબઈ છે અને એના પર મારી હુકમત છે ”

“બાદશાહહહ........ ” સુલતાન બરાડયો

“સુલતાન.. મુંબઈ તટ પર આવનાર માલ પર મારી હુકમત છે તું ગમે તે કરી લે મારી ખુરશી પર નહીં બેસી શકી ” બાદશાહ આટલું કહ્યું અને ફોન કટ કરી નાખ્યો.

સુલતાન ની આંખો લાલ થઈ ગઈ હતી તેની આંખો માં લોહી ઉતરી આવ્યું હતું.

રાત થઈ ગઈ હતી અને આજ સમય હતો મુંબઈ ની રંગીન ગલીઓ જોવાનો અને મુંબઈ નું સૌથી ફેમસ કલબ Rock N Club જયાં શરાબ અને શબાબ ની મહેફિલ જામી હતી. થોડીવાર પછી કલબ નો દરવાજો ખૂલ્યો અને પાટીલ અંદર આવ્યો, તે સીધો નીચું માથું કરીને ખૂણામાં ટેબલ પર બેઠેલા વ્યક્તિ પાસે જઈને બેસી ગયો, તે વ્યક્તિ શરાબ પી રહ્યો હતો, પાટીલ એ તરત કહ્યું, “આજ સ્પેશિયલ ઓફિસર ને એપોઇન્ટ કરવામાં આવ્યા છે તેની મિટિંગ પણ આજ હતી અને આ રહી એ ઓફિસરો ની બધી ડિટેલ ” આટલું કહીને પાટીલે એ વ્યક્તિ ને એક એન્વલોપ આપ્યું અને તે ત્યાં થી નીકળી ગયો.

સુલતાન અને બાદશાહ - લાલ ડાયરી ના બે રહસ્યમય પાત્રો જે હકીકત માં હતા. હજી કોઈ નવું પાત્ર છે કે નહીં એ તો નથી ખબર પણ ડેવિલ ના પાપનાં સામ્રાજ્ય ને મજબૂત કરવામાં આ બંને નો મોટો ફાળો હતો, આ તરફ પાટીલે બહુ જ સેન્સિટિવ માહિતી લીક કરી દીધી હતી, કોને કરી એ તો આગળ ખબર પડશે પણ શું પાટીલ પૈસા માટે.... ખેર આ તો શરૂઆત હતી. હવે શરૂ થશે એક જંગ અને આમાં શૌર્ય કયારેય આવશે એ જાણવા બસ વાંચતા રહ્યો, KING - POWER OF EMPIRE ( SEASON - 2 )

વહાલા વાંચક મિત્રો, હું જાણું છું કે આ નવી સીઝન લાવવામાં મેં બહુ સમય લગાવ્યો છે પણ મારા કેટલાંક અંગત કારણોસર હું આ સીઝન લાવવામાં વિલંબ કર્યો છે, હું નિયમિત બધા એપિસોડ લાવી એ વિશે હું કંઈ પણ કહી નથી શકતો, હું બનતાં બધા પ્રયાસો કરી કે આ સીઝન જલ્દી પૂરી થાય. કેટલાંક વાંચકમિત્રો ના મેસેજ મળ્યા, ઘણાં લોકો ને હું જવાબ નથી આપી શકયો એ માટે હું દિલગીરી છું પણ હવે હું તમારા મેસેજ નો પણ જવાબ આપીશ અને આ સીઝન મા તમે તમારો પ્રતિભાવ આપો એ મારી ઈચ્છા છે અને આ સીઝન મા પણ અંત સુધી તમારી વાંચવામાં ઉત્સુકતા જળવાઈ રહે એ માટે હું પ્રયત્ન કરી.

સ્ટોરી ની નવી અપડેટ માટે મને ઈન્સટાગ્રામ માં કોન્ટેક્ટ કરી શકો છો :- _ashvin_kalsariya