me : સનમ હું કાલે સવારે મારા ઘરે જવા નીકળી જઈશ...મમ્મી પપ્પા ને હજુ મનાવવાના છે..સમજે છે ને તું??
સનમ : કાલે જવું જરૂરી છે,,તું પરમદિવસે જજેને..કાલે આપણી સગાઈનું મુહૂર્ત જોવાનું છે...તું ત્યારે મારી બાજુમાં હોય હું એવું ઇચ્છુ છું..
me : તારી વાત સાચી છે...પણ હું આટલા દિવસોથી કોલેજ પણ નથી ગયો એટલે કોલેજવાળા એ ઘરે call કર્યો જ હશે..ઘરવાળા ચિંતા માં હશે...જેમ બને એમ જલ્દીથી એમને મનાવી લઈએ...પછી કંઈ વાંધો જ નથી...
સનમ :પણ જો તે લોકો ના માન્યા તો શું કરીશુ?કાર્તિક..હજુ તું કોલેજ માં ભણે છે તે લોકો નહિ માને..
એવું કહીને તેના ચહેરા પર સાફ ચિંતા દેખાઈ આવતી હતી..
me : મારા પર તો વિશ્વાસ છે ને તને..
સનમ : કેવી વાત કરે છે તું...તારા પર જ વિશ્વાસ છે..
me : તો પછી તું ફક્ત ધીરજ રાખ...હું ગમે તે કરીશ,છેલ્લે બાકી તારા પપ્પા પાસેથી બંદૂક લઈને ધમકી દઈને લઈ આવીશ....બસ
એટલે સનમ હસવા લાગી...
સનમ : તો હુ પણ આવીશ તારા જોડે...
me : હા તું આવજે મારી જોડે...હું મારા મમ્મીને કહીશ કે આ સનમ છે તમારી પુત્રવધુ...એની આરતી ઉતારો ઘરમાં પ્રવેશતા પહેલા...અને મારા મમ્મી ખુશી ખુશી તને આશીર્વાદ દેશે....
સનમ : બસ હવે બહુ oversmart ના બન...નહીં આવું હું..તું જઈ આવજે...પણ વધીને 1 દિવસ રાહ જોઇશ...નહિતર હું ત્યાં આવી જઈશ.
me : એક કામ કરીએ..જો હું સવારે જાવ બપોરે પાછો આવી જઈશ...સાંજે સગાઈ કરી નાખીએ..બસ...
સનમ : વાહ...એકદમ સુપર્બ પ્લાન છે..
me : કમ સે કમ મને એક અઠવાડિયા નો સમય જોઈએ...હું એક અઠવાડિયામાં આવી જઈશ એ લોકોને લઈને...
સનમ : તું મસ્તી કરે છે કે શું યાર???એક અઠવાડિયું...તારા વગર...અશક્ય છે...ત્રણ દિવસ રાખીએ...ત્રણ દિવસ માં તારે જ્યાં જવું હોય ત્યાં જઈ આવ...ઘરવાળાને મનાવી લે...તારા જવાની તૈયારી પપ્પાને કહીને કરવી દઈશ...
.
.
.
સવારના 3 વાગ્યા હતા...મને ઘરવાળાને કઇ રીતે સનમ વિશે કહું એની ચિંતા હતી એટલે ઊંઘ નહોતી આવતી...એટલે હું મારા રૂમની બહાર નીકળીને બહારની બાજુની બાલ્કની માં ઉભો હતો એકલો....ગામની એકદમ ચોખ્ખી હવા,પવન ફૂંકાતા પાંદડા ખરવાનો અવાજ આવતો હતો....એકદમ નીરવ શાંતિ હતી ગામ માં...અમુક ઘર દેખાતા હતા...બાકી મોટાભાગના ખેતર હતા...બસ તાકી રહ્યો હતો હું એ બધુજ....
ત્યાંજ મને કોફીની સુગંધ આવી ....આવા સમયે કોણ કોફી પીતું હશે ઘરમાં...તો મને થયું ચાલો ચક્કર લગાવીએ ઘરમાં...બાજુની તરફ જ રસોડું હતું..તો રસોડામાં જઈને જોયું તો જાનકી કોફી બનાવતી હતી...એની આંખોમાં જાણે ઊંઘ જ ના હોય,,મારા આવતા જ એને મારા તરફ જોયું અને બીજો કપ લઈને મને પણ તેમાં કોફી દીધી અને બહારની તરફ ચાલવાનો ઈશારો કર્યો...
જાનકી : કોફીની સુગંધ તારા રૂમ સુધી આવતી હતી ને??
me : અરે હું તો અહીંયા બહારની તરફ ઉભો હતો એમજ...અને રસોડું બાજુમાં જ છે એટલે એકદમ કોફીની મહેક આવી એટલે થયું કે આવા સમયે કોણ હશે...એટલે just જોવા આવી ગયો..
જાનકી : કોફી સનમ જેવી તો નથી જ બનાવી છતાંપણ બોલી દે....કેવી બની છે??
me : આમ તો સનમ ના હાથની કોફી નથી પીધી પણ...તે સારી બનાવી છે...એટલી ખરાબ પણ નથી..
જાનકી હસવા લાગી મારા જવાબ પર...
જાનકી : તું આટલી રાતે જાગીને શુ કરે છે??
me : જરાક ચિંતા હતી કે ઘરવાળાને કેવી રીતે સમજાવીશ મારા અને સનમ વિશે..એટલે ઊંઘ ના આવી...પણ તું કેમ જાગે છે...
જાનકી : હું જમી નહોતી એટલે રાતના ભૂખ લાગી હતી...તો થયું કે કોફી જ બનાવીને પી લઈએ....ભૂખ નહીં લાગે એટલે જાગુ છું..
me : તો કોણ રોકે છે તને રાતે જમતા??
જાનકી : સનમ તારૂ ધ્યાન રાખે છે...એટલે તને જાતે જ જમાડે છે એના હાથથી...પણ મારુ ઘ્યાન નથી રાખતું એવું કોઈ...
me : કાલથી સનમ ને કહીશ કે તને જમાડવા આવશે તારા રૂમમાં..બસ ખુશ..
એમ કહીને હું હસવા લાગ્યો...
જાનકી : સનમ પાસે મારુ નામ ના લેતો ભૂલેચૂકે પણ તે મને બહુ ખરાબ સમજે છે....તે ગુસ્સે થઈ જશે...
જાનકી ની મીઠી મીઠી વાતો થઈ એક વખત થયું કે જાનકી દિલની સારી છોકરી છે..સનમ જાનકી સાથે નકામી જ ગુસ્સે થાય છે.....જાનકી એ એના ભાઈ વિશે,એના મમ્મી વિશે બધા વિશે મને વાતો કરી...મને લાગ્યું કે ચાલો જાનકી પર વિશ્વાસ કરી શકાય એમ છે...
જાનકી : બધાના જીવન માં કંઇક તકલીફ તો હોય જ છે કાર્તિક..
એમ બોલીને તે અચાનક ઉદાસ થઈ ગઈ...એટલે હું તેના નજીક ગયો અને પૂછ્યું..
me : મને બોલ એવું કંઈ હોય તો...હું તારી પ્રોબ્લેમ દૂર કરી દઈશ...તારા બોલવા પરથીજ ખબર પડી જાય છે કે તને કંઈક તકલીફ છે...તું ખાલી કે એકવાર..
જાનકી : મારે એ તકલીફ કોઈને કહેવાય એવી નથી...કોઈ સાથ નહિ આપે...સનમ પણ નહીં માને એ વાતમાં..
me : તું ખાલી બોલ..હું સાથ દઈશ...હું સનમને સમજાવીશ તારા માટે...તારા મામા વિરજીભાઈને પણ હું સમજાવીશ કે તને મદદ કરે ..
જાનકી : હું કોઈને કહેવા નથી માંગતી ...પણ તું કહી રહ્યો છો તો ફક્ત તને જ કહીશ..
me : હા, બોલ...હું સાંભળું છું...
જાનકી : તું એકવાર તારું કામ પતાવી દે તારા ઘરવાળાને મનાવીને...પછી હું ફક્ત તને જ કહીશ મને શું તકલીફ છે અને જો તું મદદ કરી શકતો હોય તો હું તને આખી જિંદગી યાદ રાખીશ..પણ આ વાત આપણા બે વચ્ચે જ રહેવી જોઈએ..
એમ કહી પછી તે જતી રહી અને હું પણ જો બિચારીને કંઈક મદદ કરી શકું તો તે પણ ભવિષ્યમાં મને અને સનમ ને જો લગ્નમાં કંઈક અવરોધ ઉભો થાય અથવા કંઇક અડચણ ઉભી થાય તો જાનકી સનમ ને બચાવી શકે એવા વિચારથી જ મેં જાનકી ને જે પણ તકલીફ હોય તેને હું સોલ્વ કરી દઈશ એવું નક્કી કરી લીધું હતું..
હવે તો ઊંઘ પણ નહોતી આવતી અને હજુ સનમને ઉઠવાને વાર હતી બાકી ગામલોકો તો ઉઠી ગયા હતા...હું પણ ઘર જવા તૈયાર થઈ ગયો..
હું કંટાળીને સનમ ના રૂમ માં આવ્યો...બારણું બંધ રાખ્યું હતું એને..એના પાસે જવું હતું...નીચે આવ્યો તો વિરજીભાઈ સામે જ બેઠા હતા...
વિરજીભાઈ : આ પેલી ગાડી ડ્રાઇવર સાથે તૈયાર જ છે....જ્યાં જવું હશે ત્યાં મૂકી જશે...
me : તો હું અત્યારે જ નીકળું છુ...
વિરજીભાઈ ની ના પાડવા છતાં હું જબરદસ્તી ત્યાંથી સનમને મળ્યા વગર નીકળી ગયો...
.
.
.
white ફોર્ચ્યુનર ગાડી માં મેં એસી ચાલુ કરીને પાછળની તરફ જઈને સુઈ ગયો અને ડ્રાઈવરને મારા ઘરનું સરનામુ સમજાવી દીધું એટલે તે ગાડી ચલાવતો રહ્યો...
.
.
.
થોડાક કલાકો થયા હશે...પછી ઘર આવી જતા ડ્રાઈવર મને ત્યાં મૂકીને ત્યાંજ ઉભો રહ્યો...
ડ્રાઈવર : માલિકે કીધું છે કે હવે આ ગાડી તમારા પાસે જ રાખવાની છે"
me : ભાઈ તું જા પાછો તારા ઘરે...તારા માલિકને કહી દેજે મેં ના પાડી હતી...
ડ્રાઈવર : તે મને કાઢી મુકશે નોકરી માંથી...જો હું પાછો જઈશ તો...હવે હું તમારો ડ્રાઈવર છુ..
બહુ સમજાવ્યા બાદ તે ડ્રાઇવર સોનગઢ પાછો ચાલ્યો ગયો...અને મેં મારા ઘરનો ઝાંપો ખોલવા પ્રસ્થાન કર્યું...
સવારના 10 વાગતા હશે કદાચ...મારા અંદર આવતા જ મારા પપ્પા એ મમ્મીને બૂમ પાડી..મમ્મી એ દાદીને બૂમ પાડી..અને ત્રણ લોકો ટીમ બનાવી મારા સામે આવી ગયા...
પપ્પા : દિવ દમણ વેકેશન કરવા જતો રહ્યો હતો કે શું???કોલેજ વાળા ફોન કરી કરીને માથું ખાઈ ગયા...તારા ભાઈબંધો પાછા કાઈ બોલે નહિ...
me : બોવ લાંબી વાત છે શાંતિ થી કરીએ બધા...જોડે બેસીને...
એમ કહીને હું તરત મારા રૂમ તરફ ચાલવા માંડ્યો.....અને તે બધા મને તાકતા રહી ગયા...
ધીમેધીમે મને tention વધવા લાગ્યું કે આ લોકો મારા લગ્ન ની વાત સાંભળી ભડકશે જ...એટલે મેં આવીને રૂમ માં પુરાઈને સુઈ ગયો...એટલે કોઈ પૂછે જ નહીં કાઈ..
રાતે જ્યારે બધા જમીને બેઠા હતા ત્યારે મેં વાત ચાલુ કરી...
me : પપ્પા તમારા લગ્ન કેટલી ઉંમરે થયા હતા..??
પપ્પા : આશરે 22 વર્ષે થઈ ગયા હતા...
me : તો હું પણ હવે 22 ને અડવા આવ્યો છું....તો હું એમ કવ છું કે...
પણ ત્યાંજ તો દાદી એ ફાડ મારી...
દાદી : આજકાલ ના છોકરાઓ બેશરમ બનતા જાય છે....અમે લોકો તો લગ્ન નો ઉલ્લેખ કરે તો પણ શરમાઈને જતા રહેતા હતા....અને એક આ છે...લગ્ન કરવા છે અત્યારેથી...
મમ્મી : તો શું ખોટું છે એમ...મારે છોકરાં ની વહુ આવી જાય એટલે મારે ચિંતા ઘટે....
દાદી : પણ તારા છોકરાને છોકરી કોણ આપે???કયો ગુણ સારો છે આમાં??બેદરકાર,રખડેલ અને પાછો કમાતો પણ નથી...જો છતાંપણ જો આના લગ્ન કરવાના થશે તો છોકરી હું જ પસન્દ કરીશ...મારા ધ્યાન માં છે..
મમ્મી : તમે નહિ હું લાવીશ છોકરી આના માટે...
આ બન્ને એ તો લડવાનું ચાલુ કરી દીધું...દાદી એ એકતો પહેલે મારા ભરપેટ બુરાઈ કરી લીધી...છોકરી કોઈ નહિ આપે એવું પણ કહી દીધું....અને પછી પોતે જ ગોતી દેશે...એવું પણ બોલે....
આ બન્ને ના લડવાથી પપ્પા ગુસ્સે થઈ ગયા...અને મારા પર જ તાડુક્યાં...
પપ્પા : તો તારે લગ્ન કરવા છે એમ અત્યારથી....હજુ ભણવાનું પત્યું નથી...જોબ કરવી નથી....અને લગ્ન કરવા છે...પેલે જવાબદાર બનો....હોસ્ટેલ થી આટલા દિવસ ગાયબ થઈ ગયો હતો અને કોઈને જાણ પણ નહોતી...
me : પણ પપ્પા મારી વાત તો સાંભળો....
પપ્પા : મારે કંઈ સાંભળવું નથી તારું....
me : લગ્ન બાબતે એકવાર તો વિચારજો...
પપ્પા : તારે શુ એટલી ઉતાવળ જાગી છે...અત્યારે ફક્ત ભણવામાં ઘ્યાન આપો......
એમ કહીને બધા એક એક કરીને જતા રહ્યા....
છોકરો લગ્ન કરી જવાબદાર બનવા માંગે છે પણ ...આ સંસાર નહિ સમજે....
છેલ્લે થાકીને હું રૂમ માં ગયો...મારો ફોન બેગમાંથી કાઢીને ઓન કર્યો....ઓલ થેન્ક્સ સનમને...જેને મારો ફોન રિપેર કરાવીને મને આપ્યો..
વિચાર્યું કે કોલ કરું પણ પછી યાદ આવ્યું કે ત્યાં ખરાબ સિગ્નલ આવે છે...પછી થયું કે કોલેજ ના ભાઈબંધો ને જ કોલ કરું...એટલે હર્ષ,નૈતિક અને ધ્રુવ ને વિડિઓ કોલ કર્યો...
એ ત્રણ તો અચાનક મારો કોલ જોઈને વિચારમાં પડી ગયા...
ધ્રુવ : હવે અમારી યાદ આવી ગઈ ભાઈ...
નૈતિક : બાકી માનવું પડે....પેલી છોકરીને તે પટાવી જ લીધી હશે આટલા દિવસમાં...
me : તમેં લોકોએ મને મદદ ના કરી માર ખાતો હતો ત્યારે એટલે એને મને બચાવ્યો...
હર્ષ : 20 લોકો સામે અમે ત્રણ પડત તો તારા જોડે અમારે પણ એ છોકરી ભેગુ હોસ્પિટલ જવું પડત..તું તો સાજો થઈ ગયો લાગે છે...
નૈતિક : તને તો યાર બહુ ધોયો એ લોકો એ...હજુ તો વધારે મારત...પેલી વચ્ચે પડીને તને બચાવ્યો હતો...બાકી હાલ તબિયત કેવી છે તારી...
me : હું હાલ યાર બહુ પ્રોબ્લેમ માં છું જે તબિયત ખરાબ કરે છે...
ધ્રુવ : તારા કાંડ જ એવા હોય છે...હાલ ક્યાં છો તું...
પછી મેં એ બધાને ફક્ત સનમ અને મારા સગપણ નક્કી કરી દીધા છે મારા ઘરવાળા ની જાણ બહાર એટલી જ વાત કરી...બધા આશ્ચર્યચકિત થઈ ગયા...પણ મેં કોઈને ત્યાં શુ ચાલે છે એ વાત વિસ્તારપૂર્વક ના કહી..
હર્ષ : વાહ ભાઈ વાહ...બધાઈ હો...છેલ્લે ગોઠવાઈ જ ગયું...
નૈતિક : બધા કરતા પહેલે કાર્તિક ના લગ્ન થશે..વાહ..મજા જ આવશે...
ધ્રુવ : અમને બોલાવીશ તો ખરાને સગાઈ માં...
me : ઘરવાળા એકેય વાત માં સમજતા નથી....મને લાગે છે કે મારે મારો તરીકો અપનાવવો જ પડશે...
નૈતિક : તું ધમકી દઈશ ઘરે...નસ કાપવાની, આત્મહત્યા કરવાની...
me : ના યાર...એવું કરીશ તો મારા દાદી મારા હાથ માં ચાકુ મુકશે અને મારા પપ્પા ફાંસી દેવા દોરડું તૈયાર કરી દેશે...આ લોકો એવી રીતે ના સમજે...તું જો કાલે ભલે હું બોલવાની હાલત માં ના હોઉં...પણ છતાંપણ આ લોકો પાસેથી કાલે સગાઈની હા પડાવી જ લવ...
એમ કહીને મેં મારા મગજ માં નક્કી જ કરી લીધું કે કાલે સવારે ગમે તે થાય....આ લોકોને સીધા કરવા જ પડશે..એવું વિચારતા વિચારતા સનમ ત્યાં શુ કરતી હશે...ગોરબાપા એ સગાઈ વિશે શું કહ્યું હશે..એ બધા વિચાર કરતા કરતા સુઈ ગયો...
વહેલી સવારે ઉઠીને મેં જ્યારે બધા ચા નાસ્તો કરવા બેઠા હતા...ત્યારે ઉભો થયો..
me : પપ્પા,મમ્મી અને દાદી તમને ત્રણ ને એક વાત આજે કહી દેવા માંગુ છું....મને ખબર છે પછી તમે લોકો મારા પર ગુસ્સો કરશો..પણ હું મજબૂર છુ..ખાસ કરીને દાદી તમે અને પપ્પા તમે સાંભળજો...મમ્મી મને માફ કરી દેજો એડવાન્સ માં આવી ભૂલ માટે..
next પાર્ટ માં જોઈએ કે કાર્તિક ઘરવાળાને ક્યાં આડકતરા તરીકા થઈ મનાવશે...અને સોનગઢ માં શુ થયું હશે...અને જાનકી ને શુ તકલીફ છે કે ફક્ત કાર્તિકને કહેવા માંગે છે....જોઈએ પછી...
?JUST KEEP CALM AND SAY RAM?
#keepsupport #staytuned #spreadlove
?????????????
DM me on insta : @ cauz.iamkartik
COMMENT. SHARE. FOLLOW.