ધ્રુવ : તો મીટીંગ સ્ટાર્ટ કરીએ માહિર ?
માહિર : યા સ્યોર
લગભગ 2 કલાક પછી મિટિંગ પૂરી થાય છે અને માહિર ધ્રુવ સાથે ડીલ સાઈન કરે છે.
માહિર : congratulations Mr Dhruv...
ધ્રુવ : thank you so much Mr Mahir ... I hope, this deal achieve great success for both of us .. ?
માહિર : ya .. why not .. ?
ધ્રુવ : તો લંચ માટે જઈએ ?
માહિર : હા જરૂર .. આમ પણ આ તો વાત થઇ બિઝનેસ ની .. બીજી વાતો પણ કરીએ .. કેમ brownie ? ( પ્રિષા તરફ જોતા માહિર એ કહ્યું )
પ્રિષા : તું... Cupcake હમણાં જ જોઉં છું તને ... 2 કલાક થી આવ્યો છે પણ જરાય એમ થાય છે કે માણસ ને પૂછીએ કેમ છે .. ક્યાં છે .. શું કરે છે .. બસ બેસી ગયા મીટીંગ કરવા .. ?
માહિર : શું તું પણ ભુલક્કડ હમણાં આવીને હેલો તો કહ્યું યાર ..
પ્રિષા : હા .. ખુબ ખુબ આભાર આપનો ..
માહિર : મોસ્ટ વેલકમ બ્રાઉની ... ?
પ્રિષા : સરસ ..મારે વાત જ નથી કરવી તારી જોડ ... બાય ..
( પ્રિષા જાય છે પણ માહિર પાછળ થી તેનો હાથ પકડીને રોકે છે, આ તરફ ધ્રુવ ને ખબર નથી પડતી કે આ બધું શું ચાલી રહ્યું છે .. )
માહિર : ઑય મારી બ્રાઉની સાંભળ તો ખરા..
પ્રિષા : મારું નામ પ્રિષા છે ...
માહિર : હા બાબા સોરી બસ .. ચલ આમ જો હવે યાર .. સોરી યાર પ્રિશું... કાન પકડું બસ ..
પ્રિશા : હા બસ હવે નોટંકી ... ક્યારે સુધરિશ તું પાગલ ..
( પ્રિષા એકદમ ઈમોશનલ થઈ જાય છે , આ જોઈ માહિર તેને હગ કરે છે .. )
માહિર : પાગલ.. ચલ હવે રડ નહિ .. જો ધ્રુવ પણ જોઈ રહ્યો છે આપણા બંને ના નાટક ..
ધ્રુવ : પ્રિષા ... આ..
પ્રિષા : સોરી હું પહેલા આના વિશે કહેવું જ ભૂલી ગઈ ... એકચ્યુલી આ છે ને એની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ એકદમ અલગ રાખે છે એટલે પહેલાં કહેવાની મનાઈ હતી ?
બાય ધ વે , આ માહિર છે મારો બેસ્ટ ફ્રેન્ડ ?
ધ્રુવ : ઓહ નાઇસ ...
માહિર : તો મેડમ જઈએ હવે લંચ માટે ... બ્રાઉની તારી રાહ જોતી હશે ..
પ્રિષા : હા ... કપકેક પણ તારી રાહ જોતી હશે ..
માહિર : યાર .. કપકેક કહીને ના બોલાવ યાર કેટલી વાર કહું ..
પ્રિષા : ચાલુ તે કર્યું હો...
માહિર : હા .. મારી મા સોરી .. જઈશું હવે .. મને બહુ જ ભૂખ લાગી છે યાર ...
પ્રિષા : ?? હા ચલ હવે ... ધ્રુવ તું આવે છે ને ?
ધ્રુવ : હા ચાલો નીકળીએ ... ( ધ્રુવ ને અત્યારે બંને સાથે જવું ઠીક તો નથી લાગતું પણ પ્રિષા માટે તે હા પાડે છે . )
ત્રણેય સાથે લંચ માટે બહાર જાય છે.
ધ્રુવ : તો માહિર ઓર્ડર તમે જ આપી દો. આમ પણ પ્રિષા તો ...
માહિર : પ્રિષા આ બધી પનીરની રેસિપી માં જ confuse થઈ જાય છે ... એટલે એને તો ફાવશે જ નહિ .. એને તો બસ ફાસ્ટ ફૂડ નો ઓર્ડર કરતા જ આવડે છે , as specially Chinese and pasta ?
( માહિર વચ્ચે જ બોલે છે. )
પ્રિષા : હા ડાહ્યા ... તને તો અમદાવાદ ની બધી જ રેસ્ટોરન્ટ ની special items ખબર છે .. યાદ છે મને હો ?
ધ્રુવ તું માનીશ નહિ પણ આણે અમદાવાદ ની એક પણ રેસ્ટોરન્ટ કે હોટેલ છોડી નહિ હોય .. બહુ જ ફૂડી છે આ ?
માહિર : બસ બસ હવે .. ઓર્ડર કરીએ .. ધ્રુવને પણ ભૂખ લાગી હશે...
ધ્રુવ : અરે .. ના ના .. એવું કંઈ નથી .. બસ જમીને પાછા ઓફિસ પણ જવું પડશે ને ..
ત્રણેય સાથે લંચ કરીને ત્યાંથી નીકળે છે .
માહિર : અરે .. હા પ્રિષા .. અંકલ આન્ટી કેમ છે ? અહીં જ છે કે પછી બહાર ?
પ્રિષા : બંને એકદમ મજામાં છે અને અહીં અમદાવાદ માં જ છે. એક કામ કરને ઘરે જ ચલને ... બહુ ટાઈમ થઈ ગયો છે મળ્યો પણ નથી ... મમ્મી પપ્પા તને જોઈને ખુબ ખુશ થશે.
માહિર : ઓકે .. ચલ જઈએ .
ધ્રુવ : ઓકે તો પ્રિષા તું ધ્રુવ લઇને જા ... હું ઓફિસ જાઉં છું ... સાંજે મળીએ .. bye .. take care .... Bye Mr Mahir..
માહિર : Bye Mr Dhruv .
પ્રિષા : bye .. take care ..
( માહિર અને પ્રિષા , પ્રિષા ના મમ્મી પપ્પાને ઘરે જાય છે અને ધ્રુવ ઓફિસે... પણ ધ્રુવ ના મનમાં કંઇક અલગ જ લાગણી થઈ રહી છે જે એને પોતાને જ સમજાતી નથી .)
To be continued ....
માહિર નું ધ્રુવ અને પ્રિષાની લાઈફ માં આવવું એક સંયોગ માત્ર છે કે બીજું કંઈ ??
આગળ શું થશે ધ્રુવ અને પ્રિષાની લાઈફ માં ??
જોઈએ આવતા ભાગમાં ...
Thanks a lot for the reading ?