મોત કા રાઝ ભાગ -૧
જ્યારે આપનું ઘર છોડી બહાર જઈએ, ત્યારે ખૂબ જ વેદના વેઠવી પડે છે.શિયાળા ની સાંજ હતી,સૂરજ જોત- જોતામાં 6 :૩૦ વાગ્યે તો આથમી ગયો.હિરેન માટે અમદાવાદ સાવ નવું હતું,પહેલી વાર અમદાવાદ આવેલો ગામડા માં રહેલા હિરેન ને નવા શહેર , નવી વસ્તી , નવી લોકો ને મળવું અને અમદાવાદ એટલે ગુજરાત નું આર્થિક પાટનગર ની ચકાચોન અને રોનક થી વાકેફ ન હતો.સવાર માં ઓફિસ જવું, સાંજે પાછું આવવું તેનો નિત્યક્રમ થય ગયો હતો.ઓફિસ માં હિરેન સાથે તેની કેબિન માં રુબી પણ બેસતી હતી.રુબી દેખાવે સુંદર અને જૂની ફિલ્મો ની હિરોઈન જેમ શાંત સર્મિલી! જે હિરેન ને ખૂબ જ ગમતું.જોત-જોતામાં મહિનો વીતી ગયો, રુબી પણ મનોમન હિરેનને ચાહવા લાગી. હિરેન પોતાના કામ સિવાય બીજા માં ધ્યાન આપતો નહીં, રુબી હિરેન સાથે વાત કરવા પ્રયત્ન કરતી પણ હિરેન જોતો નહીં. આ બધાના કારણે રુબી ખૂબ દુઃખી થઈ ઘરે જઈ જમતી નહિ, રડ્યા કરતી.અમદાવાદમાં હિરેન ભાડાના ઘરમાં રહેતો ભાડું ,રોજનો ખર્ચ કાઢતા પગારમાંથી સારી એવી રકમ બચાવતો.અમદાવાદ એક ગામડામાંથી આવેલા તે સારું કોભણતર હોવા છતાં નોકરી ન મળતા અમદાવાદ તરફ આવવું પડ્યું. રુબી હિરેન ને આકર્ષવા સારા કપડાં પહેરી તૈયાર થઈ આવવા લાગી. હિરેન પણ હવે પોતાની વધુ રોકી શક્યો નહીં અને પ્રેમ કરવા લાગ્યો હતો! તે વાતની જાણ કરવા હિરેને રૂબી ને પોતાના ઘરે બોલાવી રુબીના અનહદ પ્રેમમાં પડેલ હિરેન કોઈપણ કસ રૂબી ને મનાવવા માં બાકી રાખવા માગતો નહોતો. ઘરને ફુગ્ગા અને રુબિના ફોટા થી સજાવી દીધું હતું, ત્યારે લાઇટ બંધ હોય છે અજવાળામાં ઘર ચમકી ઊઠે છે. આ જોઈને રુબી ખૂબ ખુશ થઈ ગઈ જાય છે. હિરેન તેના દિલની વાત રૂબી ને કહે છે અને રૂબી માની જાય છે, બંને એકબીજાને જોઈ રહે છે પાંચ મિનિટનો સમય એકબીજાની આંખોમાં આંખો નાંખીને જોઈ રહ્યા બાદ એકબીજાને આલિંગન કરે છે.તેવા માં અચાનક કય ઘર માં થવા લાગે છે.ઘર ની લાઈટ ચાલું - બંધ થવા લાગે છે,પવન ન સૂસવાટા વહેવા લાગે છે.મીણબત્તી બુજાય જાય છે. રુબી હિરેન ને ભય ના મારે ગાઢ આલિંગન કરી ઊભી રહે છે, અને જોત જોતામાં બન્ને બેભાન થાય જાય છે.. શું થયું ??? બન્ને ને? તેવો સવાલ રાજ ને પણ થવા લાગ્યો..રાજ પાણી લય આવે છે, તેમના ચેહરા પર નાખી ભાન માં લાવે છે, અને પલંગ પર સાથે બેસે છે.થોડી વાર ડર ના મારે ત્રણેય નિ:શબ્દ થય જાય છે. રાજ :કેમ છે તમને? અવે સારું લાગે છે? રુબી રડવા લાગે છે અને કય પણ બોલ્યા વગર ઘરે જતી રહે છે.આ જોઈ રાજ ચિંતિત થય હિરેન સામે જોવે છે.હિરેન ની આંખો માં જાણે અંગારા હોય તેમ લાલ થય ગય હતી,તેના બદલાય ગયો હોય તેવું મહેસૂસ થાય છે.રાજ ડરીને હિરેન ને કય પૂછવા જાય એ પહેલાં હિરેન તેને ઘરની બહાર કાઢી મૂકે છે, પરિસ્થિતિ ને જોતા રાજ બોલવું ઠીક નથી સમજતો અને નીકળી જાય છે.રાજ ના ગયા પછી હિરેન પોતાને ઘરમાં બંધ કરે છે.ઘર માંથી અજીબો - ગરીબ અવાજ સંભળાવા લાગ્યા,સવાર થાય છે.રુબી પર હિરેન નો રાતે મેસેજ હોય છે રુબી હું થોડા સમય માટે બહાર જાવ છું,તારું ધ્યાન રાખજે.....આખરે શું થયું હસે રાતે??? રુબી કેમ બોલ્યા વગર ઘરે જતી રહી??? હિરેન કહ્યા વગર ક્યાં જતો રહે છે???? રાજ છે કોણ???? જોઈશું આગળ ના ભાગ માં......
હર્ષિલ પરમાર
૮૭૮૦૮૨૬૪૪૬