પ્રકરણ - 4
સ્તવન કહે "અરે....અરે.. સાંભળતો ખરી... અને સ્તુતીએ ફોન બંધ કરીને શ્રૃતિ બૂમ પાડી રહી હતી ત્યાં ગઇ.. શ્રૃતિએ કહ્યું મેડમ તમે ફોનમાં હતાં ને તો વાત પૂરી કરવી જોઇએ ને.... કંઇ નહીં જો એક સર્ચમાં જાણવા મળ્યું છે કે ડીજીટલ માર્કેટીંગ અને ડીજીટલ કોર્ષની બોલબાલા છે દરેક જગ્યાએ હવે ડીજીટલ કામ થઇ રહ્યાં છે કોઇને ક્યાં જવું નથી કંઇક કરવું નથી બસ ડીજીટલીજ બધાં સોલ્યુશન જોઇએ છે. સમય અને પૈસા બધાની બચત ઘરે બેઠાં જ બધી માહિતી અને કામ એવરીથીંગ ઇન ડીજીટલ.
હવે તો સરકાર પણ ડીજીટલ થઇ રહી છે ડીજીટલ ઇન્ડીયા આખું મુહીમ ચાલે છે દીદી આજ કરાય અને આપણે નક્કી કરીને શરૂ કરી દઇએ જો મેં સર્ચ કર્યું છે આપણાં અંધેરીમાં, પારલા શાંતાકૃઝ અને પછી બધાં સબર્બમાં આવા કોર્ષ ચાલે છે પણ કરવા લાયક જગ્યા નક્કી કરી લઇશું બીજું એક કોર્ષ શીખ્યા પછી આપણને ખબર પડશે કે શેમાં આગળ વધવું છે મારાં પ્રમાણે તો હવે સમય બગાડવો ના જોઇએ બોલ સર્ચ કરી ફાઇનલ કરી દઊં.
સ્તુતિએ કહ્યું "કરી લે સર્ચ અને પાપાની સાથે ચર્ચા કરીને ફાઇનલ કરી દઇશું. હવે સાચેજ સમય નથી બગાડવો. મને લાગે નેક્સટ બેચ ક્યારે છે ? ફી કેટલી છે ? ટાઇમીંગ શું છે અને એ કોર્ષ હશે તો આપણે ક્યા ક્યા પ્રોફેશનલ કામ કરી શકીએ એ બધું જ જાણી લે ને પછી આપણે ચર્ચા કરીને ફાઇનલ કરી દઇએ.
શ્રૃતિએ કહ્યું "ઓકે ડન... હવે મારાં ઉપર છોડી દે દીદી હું આખો રીપોર્ટ ડીટેઇલ્સ સાથે તને આપીશ પછી પાપા સાથે ચર્ચા કરીને ફાઇનલ કરી દઇશું. બાય ધ વે તું તારી વાત પુરી કરી આવ જા.... સોરી મને પછી ખ્યાલ આવ્યો કે તું જીજું સાથે વાત કરી રહી છે.
સ્તુતિએ કહ્યું " જાને લૂચ્ચી મોટી જીજું વાળી ના જોઇ હોય તો. શ્રૃતિ એ કહ્યું "અરે તે બકરો મસ્ત ફસાવ્યો છે દેખાવમાં ટનાટન... વર્તન વિચાર સંસ્કારમાં અવ્વલ અને સ્વભાવમાં મીઠડો કહેવું પડે અને પાછો તારાં ઉપર જીવ આપે એવો બાવરો... એમ કહીને હસવા લાગી સ્તુતિએ શ્રૃતિને ચીમટો ભરીને કહ્યું બિટટુ હું પણ કંઇ જઊં એવી નથી ? મારામાં શું કમી છે ? ખાલી એનાં જ વખાણ કરતાં કરતાં થાકતી નથી ?
શ્રૃતિએ કહ્યું "યુ આર.... ઓકે... આંખો મોટી કરી જીભ દબાવી ને કહ્યું, સ્તુતિ કહે ઓકે ? યાદ રાખજે મારી સુંદરતા વખાણીશ તો એમાં તારી પણ વાત હશે કારણ કે આપણે બંન્ને લગભગ સરખા જ દેખાઇએ છીએ સમજી ?
શ્રૃતિ કહે "અરે મારી સુંદરતાની શું વાત કરું ? આહા.. કોલેજમાં હોઊં કે શોપીગમાં દરેકની નજર મારાં ઉપર મંડાયેલી રહે છે અને મારાં વાળ આમ સરખા કરું ત્યાં તો કેટલાયની આહ નીકળી જાય છે અને.... બસ બસ કર રહેવા દે મોટી ના જોઇ હોય તો પોતાનાં વખાણ કરે છે કે મારું વર્ણન કરે છે એમ કહી સ્તુતિ હસી પડી. શ્રૃતિ કહે દીદી તું ખૂબ જબરી છે..... એમ કહીને સ્તુતિને વળગીને વ્હાલી કરી લીધી મારી દીદી પણ ખૂબ સુંદર છે લવ યુ દીદી કહીને એ અંદર રૂમમાં જતી રહી.
સ્તુતિએ પાછો સ્તવનને ફોન લગાવ્યો એણે જોયું શ્રૃતિ રૂમમાં જઇને લેપટોપ ચાલુ કરીને બેઠી-સ્તવનમાં ફોનની રીંગ પુરી થઇ ગઇ ઉપાડ્યો જ નહીં. સ્તુતિએ ફરી કર્યો આમ બે ત્રણ વાર રીંગ વાગ્યા પછી સ્તવને ઊંચક્યો કેમ ક્યારનો ફોન ના ઊંચકે ? કેટલી રીંગ મારી ? સ્તવને કહ્યું "તમે બે બહેનો વાતોમાં હશે વધુ અગત્યની ત્યાં સુધી હું આડો પડ્યો જસ્ટ આંખ લાગી ને તારી રીંગ આવતી હતી.
એટલી વારમાં ઊંઘ પણ આવી ગઇ ? હજી તો સવાર છે રાત્રી નહીં. સ્તવને કહ્યું કાંઇ કામ નથી કોલેજ હજી ક્યારે શરૃ થશે સમય જતો નથી મયંક કયાંક બહાર લટાર મારવા ગયો છે પણ મને ખબર છે નીલુ સાથે વાત કરવા જ બહાર નીકળ્યો છે અને મારી સ્તુતિને સમય નથી એટલે કંટાળીને સવાર સવારમાં પથારીમાં લંબાવ્યું..
"એય સ્તવન એવું કંઇ નથી પણ શ્રૃતિએ કંઇ સર્ચ કર્યું હશે ડીજીટલ માર્કેટીંગ વગેરેનું એ કહેવા માંગતી હતી આગળ શું સર્ચ કરવું અને શું નક્કી કરવું વગેરે પણ કરી લીધી વાત બોલ તારી સાથેજ હવે વાત કરું છું મારે પણ આજે કંઇ જવાનું નથી ઘરે જ છું.
શું વાત છે ? તું પણ નવરી હું પણ નવરો હતાં પણ સમય નથી જતો. કાશ... તું મારી સાથે અહીં હોત તો આપણે મસ્ત પબમાં જાત ડાન્સ કરતા મસ્તી કરતાં હોત.. આહા... કેવા વિચાર આવે છે પણ ખરેખર કંઇ થવાયું નથી.
સ્તુતિ કહે બસ હવે બહુ પબમાં જતો નહીં નહીતર રોજ પીવાની લત લાગી જશે બહુ સારું નહીં.
સ્તવને કહ્યું લત તો મને તારી લાગી છે તું હોય તો બીયર શા માટે પીઊં ? તને જ ના પીઊં ? તારાં મસ્ત લાલ ગુલાબી પરવાળા જેવા હોઠને મારાં હોઠથી ચૂસીને ચુંબનો જ કર્યા કરું એક પળ તને જુદી ના કરું હોઠને હોઠની જ લત લાગી જાય એકબીજા વિના ચાલે જ નહી. પછી તો હું સાચે જ સ્વર્ગ વિહાર કરું તારાં હોઠ મળી જાય પછી બીજા કે દારૂનો શું નશો છે ? એનાંથી યે વધુ નશો ચઢી જાય અને પછી તો નશામાં પ્રેમાંધ થઊં ખૂબ પ્રેમ કરું ખૂબ ખૂબ પ્રેમ કરતો કરતો તને કાને, આંખે, નાકે ચૂમૂ અને પછી હું બસ તને નીચે....
બસ કર હવે આમ દૂર રહીને પણ ટટળાવાનું જ કામ કર આવા બધાં વર્ણન કરીને મને વધારે પીડા ના આપ. મળવાનું કંઇ નહીં અને શેખચલ્લીનાં સંવાદ કેમ આવું કરે ? તારી તડપ વધી જાય ચે પછી અને આવું ના કર પછી જો મારી તડપ વધીને તો વળતી ફલાઇટે મુંબઇ આવવું પડશે. ક્યારનો ચુંબનોનું વર્ણન કર્યા કરે અને હું અહીં અમથી જ ભીની થઇ જઊં છું લૂચ્ચો જ છે સાવ આમ તડપાવ નહીં. તે શું નક્કી કર્યું કાલથી કોલેજ ચાલુ થાય પછી જોઇ લેજે ક્યારે તું અહીં આવી શકે મને મળવા અને કપાં તો હું છટકીને આવી જઇશ પણ બહું લાંબો સમય વિરહ નહીં સહેવાય.
એય મારી જીગરની ટુકડી... લવ યુ. તું ત્યાં ભીની થાય એ પહેલાં હું જ ભીનો થઇ જઊં છું પણ તારાં પ્રેમનો બાવરો કરુ શું આવી રીતે સંતોષ લઇ લઊં શું કરું તું જ કહે. હું અહીં -પાર્ટ ટાઇમ એટલે જે કામ કરવા માગુ છું કે પૈસા મારી પાસે હોય પાપા પાસે માંગવા નહીં અને આપણાં કાર્યક્રમ-પાર્ટી- આવન જાવન થાય હું તો ક્યારેક એકલો તને જ મળવા આવીશ ઘરે પણ નહીં જઊં તારી સાથે સમય વિતાવી વાતો કરી પ્રેમ કરીને બેંગ્લોર પાછો. આવી સંતાકુકડી રમવાની પણ મજા હશે.
સ્તુતિ કહે "મારાં હૃદયમાં વસતાં મારાં સ્તવન શું કહું તારાવી દૂર થઇને મારી પ્રેમ પિપાસા અન્હદ વધી જાય છે એવું થાય છે કે મારાં તનમાં જીવન જ નથી બસ મારું અંગે અંગ તને તરસતું રહે છે. મારાં હોઠ તો ઊંઘતાં જાગતાં તારી જ તરસ અનુભવતા રહે છે. પણ છતાં મારો નારાયણ મારી બધી જ રક્ષા કરે ચે એને ખબર છે કે હું માત્ર તને જ મન-તન ઓરા જીવથી વરી છું તારી જ છું તારામાં જ મારે જીવ છે મારાંમાં એવી કોઇ આછકલાઇ નથી કે જે મારાં પ્રેમ અને મારાં નારાયણને ના ગમે. તારી સ્તુતિમાં સ્તવન જ હોય છે અને મારાં નારાયણનાં સ્તવનમાં સ્તુતિ બસ આમ જ તારાં માં જીવું છું.
અમને થોડાંક સંવેદનશીલ જઇને કહ્યું "એમ મારી સ્તુતિ.... હું તને જાણું છું. ઓળખું છું આ સમયની દુનિયામાં પણ તું એવી છોકીર છે કે જેમાં કંઇ આછકલાઇ, છીછરાપણુ છલાવો, દેખાદેખી કંઇ જ નથી એવી વધુ કોઇ મહત્વાકાંક્ષા કે ગમે તેવા કામ કરવા પ્રેરીત થાય. હું તને તારો સ્તવન ખૂબ ઓળખું છું અને હું નારાયણનો આભારી છું કે મને તું જ મળી પળ પળ તારી આહર મારા દીલને હોય ચે અને સૂતા જાગતાં તારાં નામની ધૂન હોય છે. બાવરો છું તારો બાવરો. સ્તવને કહ્યું.
આ મયંક પણ આપણી વાતો સાંભળી મને કહે અરે સ્તવન તમે અત્યારનાં કાળનાં તમે લથલા મજનું કંઇક જુદા જ છો આટલી બધી પઝેસીવનેસ આટલો પ્રેમ ? કેવી રીતે શક્ય છે ? એક એક પળ, એક એક વાત તમે લોકો શેર કરો છો ? કહેવું પડે મને તો ના ફાવે થોડાં પ્રેક્ટીકલ જીવવાનું આમાં તો લાંબા થઇ જવાય ભાઇ તને મળી છે એય તારા જેવી છે નસીબદાર છે યાર તું....
સ્તુતિ કહે "એય બધાની વાતો સાંભળ સાંભળ ના કરીશ આપણાં વિચારોમાં કાયમ રહેજે ત્યાંજ પાછળથી અવાજ આવ્યો મયંકનો... અલ્યા મજનું હજી વાતો કરે છે ? લે આ તારું ટીન... લગાવ... મૂક ફોન.....
પ્રકરણ - 4 સમાપ્ત.
"""""