(આગળના ભાગ માં જોયું કે પાયલ ને આઘાત લાગતા એ ઘર છોડી ને નિકળી જાય છે હવે આગળ)
6 વર્ષ પછી...
પાયલ એક મોટી કંપનીમાં manager હોય છે..અને પોતે એ કંપની માં 5 વર્ષ થી કામ કરતી હોય છે એટલે ત્યાં એ બધા થી પરિચિત પણ હોય છે અને બધા ની પ્રિય પણ હોય છે.. એ પોતે એક અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ પણ ચલાવતી હોય છે અને ત્યાં જ રેહતી હોય છે.. અને એને એક છોકરી પણ હોય છે જેનું નામ એને ક્રિયા રાખેલું હોય છે એ હમણાં 1st standard માં ભણતી હોય છે અને હમણાંથી જ એની ઉંમર પ્રમાણે બહુ જ સમજદાર હોય છે..અને પોતે અનાથાશ્રમ ચલાવતી હોવાથી એ બધા જ બાળકો ને બહુ જ સરસ રીતે રાખે છે અને ભણાવે છે..બધા જ બાળકો પાયલ ને પ્રેમથી ' માપા ' (માં - મમ્મી, પા - પપ્પા) કહીને બોલાવે છે કેમ કે પાયલ ક્યારે પણ કોઈ પણ બાળક ને કોઈ પણ વસ્તુ ની કમી નથી થવા દેતી..અને એ પોતાની લાઈફ માં ખુશ હોય છે પણ અમુક વાર અંશ ની યાદ આવતા પોતે ઢીલી પડી જાય છે..પણ આજ સુધી એણે પોતાનું ભૂતકાળ કોઈને જણાવતી નથી.. અને પોતે જયપુર માં આરામથી પોતાની જિંદગી પસાર કરતી હોય છે..
એક દિવસે સવારે પાયલ પોતાના daily routine ની રીતે બધા જ બાળકો ને તૈયાર કરીને પોતે ઓફિસ જવા માટે નીકળી જાય છે.. અને દરરોજ ની જેમ ઓફિસ પોહચતાં ની સાથે જ એ પેહલા ઓફિસ ની બહાર મંદિર હોય છે ત્યાં પગે લાગે છે અને પછી ઓફિસ ના વોચમેન જે વૃદ્ધ હોય છે એમને પગે લાગીને એમની તબિયત પૂછે ઓફિસ માં પ્રવેશ કરે છે..
ઓફિસ માં જતાં સાથે બધા ને ' good morning' wish કરે છે અને પોતાનાં કેબિન તરફ જ આગળ વધતી હોય છે ત્યાં એના બોસ જે 60 વર્ષ ના વૃદ્ધ , પ્રકાશ ભટ્ટ, એને બોલાવે છે.. " પાયલ બેટા..જરા મારી કેબિન માં આવને મારે થોડુ કામ છે. ."
" હા.. સર.. હમણાં આવી.." પાયલ
પાયલ ત્યાં જઈને ખુરશી પર સ્થાન ગ્રહણ કરે છે અને વાત ચાલુ કરે છે
" બોલો.. સર .. શું કામ હતું!?" પાયલ
"તારી આં સર બોલવાની આદત હજુ સુધી નથી ગઈ ને..કેટલી વાર કીધું છે મને કાકા નહિ તો મોટા પપ્પા કહીને બોલાવ..પણ તું તો મને કઈ માનતી જ નથી... ભલે હું તને દીકરી માનુ છું તો પણ.." એમ કરીને પ્રકાશ ભાઈ ગુસ્સે થઈ જાય છે
" અરે અરે..તમે તો ગુસ્સે થઈ ગયા.. જોવો જોવો કાન માંથી ધુમાડા નીકળે છે.." એમ બોલીને પાયલ હસવા લાગે છે અને સાથે સાથે પ્રકાશ ભટ્ટ પણ હસવા લાગે છે અને કહે છે
" તારાથી તો કોઈ વધારે ગુસ્સે પણ ના રહી શકે.. તો ચાલ હવે થોડી જરૂરી વાતો કરી લઈએ.."
" હા..હા બોલોને બાપા..શું વાત કેહવી છે.."
" જો .. આં થઈને વાત.. હવે થોડું પોતાનું લાગે છે.." અને પોતે વાત કેહવાનું શરૂ કરે છે.. " જો પાયલ બેટા તને તો ખબર જ છે ને કે અમારો છોકરો અમને છોડીને એની ઘરવાળી જોડે રેહવા માટે જતો રહ્યો છે અને દીકરી ના લગ્ન થઈ ચૂક્યા છે..એટલે અમે બન્ને એકલા જ રહીએ છીએ..અને હમણાં ઘણા દિવસો થી તારી બા ની તબિયત સારી નથી રહેતી..એટલે હું એને લઈને હોસ્પિટલ ગયો હતો ત્યારે મને ત્યાં ખબર પડી કે તારી બા ને કેન્સર છે..અને એના ઈલાજ માટે મારે બહારના દેશ માં જવા કીધું છે..એટલે મારે બધું મૂકીને ત્યાં જ સ્થાયી થવું પડે એવું હતું એટલે મેં આં કંપની મારા દોસ્ત ના દીકરા ને વેહચી દીધી છે... જે કેનેડા ના billioners માંથી એક છે..એની પેહલથી ઘણી બધી કંપની છે અને પોતે નાની ઉંમર માં જ બહુ એવો હોશિયાર હોવાથી બહુ સારી રીતે કંપની ચાલવાનું જાણે છે..એટલે હું હવે અઠવાડિયા પછી એના હાથ માં આં કંપની આપીને નિકળી જવાનો છું તારી બા ને લઈને.. પણ મને તને બહુ જવાબદારી સોંપીને જવાની છે... તું જ આં કંપની ને મારાથી વધારે જાણે છે એટલે ગમે તે થાય તારે આં કંપની છોડવાની નથી અને બધું તારે જ સાંભળવાનું છે અને મારા દોસ્ત ના દીકરાને પણ તારે જ બધું સમજાવવાનું છે..મને તારા પર પુરે પૂરો વિશ્વાસ છે કે તું મારા વાક્યો ને સમજશે .. "
આં સાંભળીને પાયલ થોડી ડઘી જાય છે..એને કંઈ જ સમજાતું નથી કે પોતે શું જવાબ આપે.. કારણ કે પ્રકાશ ભટ્ટ એ એને પોતાની દીકરી ની જેમ રાખી હોય છે અને બધી જ બાબત માં પોતે પાયલ ની સાથે જ ઉભા હોય છે.. એ થોડુ વિચારે છે એને લાગે છે કે બા ની તબિયત માટે બહાર જવું જરૂરી છે એટલે એ આં બાબત માટે તૈયાર થઈ જાય છે પરંતુ એ કેનેડા નું નામ સાંભળીને થોડી ગભરાઈ જાય છે પણ પોતે પોતાની જાત ને સંભાળતા પ્રકાશ ભટ્ટ ના ખભા પર હાથ મૂકીને કહે છે ..
" અરે બાપા..વાંધો નહિ..તમે ટેન્શન ના લેશો..હું છું ને..હું બધું સંભાળી લઇશ..તમે વિના સંકોચે બા ની સારવાર કરાવો. અહીંયા ની ચિંતા ના કરશો.."
પાયલ ના મોઢા માંથી આવા શબ્દો સાંભળીને પ્રકાશ ભટ્ટ થોડા ભાવુક થઈ જાય છે અને રડવા લાગે છે..પાયલ એમને પાણી આપે છે અને શાંત રાખે છે ... અને કંપની નો બધો સ્ટાફ પ્રકાશ ભટ્ટ ને વિદાય આપવા માટે બહુ જ સરસ પ્રોગ્રામ નું આયોજન કરે છે અને શાંતિ થી પ્રકાશ ભટ્ટ ને વિદાય આપે છે.. હવે બીજા દિવસથી નવા જ બોસ આવવાના હોય છે અને બધા એ એમના વિશે ઘણું સાંભળ્યું હોય છે કે એ ખૂબ જ strict હોય છે અને વધારે ગુસ્સાવાળા પણ હોય છે..એટલે બધા જ લોકો ને પોતાની નોકરી ગુમાવવાનો ડર લાગી રહ્યો હોય છે..
પાયલ પણ પોતાની જાત ને તૈયાર કરી લે છે..કેમ કે એના પર હવે કામ નો load વધવાનો હોય છે એટલે પોતે પોતાના મગજ ને શાંત રાખીને વિના સંકોચે પોતાના આશ્રમ ના બાળકો અને પોતાની દીકરી ક્રિના જોડે સાંજે મસ્તી કરતી હોય છે અને એને એક ફોન આવે છે.. પાયલ ફોન ઉપાડે છે અને કોઈ મહિલા નો અવાજ આવે છે..
" am I speak to Miss પાયલ જોશી?"
" yes.. I am speaking..who are you?"
"hello.. I am Pooja Singh... secretory of ur new boss.. his name is AM ... and I have called u to inform u that please be present at 7.00am sharp ..because boss is very punctual.. thank u"
પાયલ કંઇક બોલે એ પેહલા તો સામેથી કોલ disconnect થઇ ગયો હતો..અને પછી પાયલ ફરીથી બધા બાળકો સાથે રમવા લાગે છે અને એમને જમાડીને સુવડાવી દે છે..અને વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ બન્ને ભેગુ જ હોવાથી એ થોડી વાર વૃદ્ધ લોકો જોડે જઈને બેસે છે અને થોડી વાર વાતો કરી અને અમુક લોકો ને થોડી દવા આપી પોતે સુવા માટે જાય છે..અને સવાર થતાં જ એ આજે 4 વાગે ઉઠી જાય છે..કેમ કે આજે એને જલ્દી ઓફિસ માં જવાનું હોય છે..એટલે પોતે તૈયાર થઈને એના ત્યાં એના સહાયકો ને બાળકો ને તૈયાર કરવા માટે કહીને પોતે નિકળી જાય છે..પોતાની એક્ટિવા પર.. પણ બદનસીબે એનું એક્ટિવા વચ્ચે જ પંકચર થઈ જાય છે.. એટલે એ ફટાફટ એક્ટિવા બાજુ માં મૂકીને પોતે રિક્ષામાં બેસીને જાય છે.. હમણાં સુધી 6.45 થઈ ગયા હોય છે.. પણ ટ્રાફિક હોવાથી એ વચ્ચે જ અટકી જાય છે.. અને પોતે વચ્ચે થી જ રિક્ષા માંથી ઉતરીને ચાલીને ઓફિસ જાય છે.. પણ ત્યાં સુધી 7.05 થઈ ગઈ હોય છે... તો પણ એ પેહલા મંદિર માં પ્રાથના કરી અને વોચમેન ને પગે લાગવા માટે જાય છે.. ત્યાં વોચમેન જણાવે છે કે બોસ આવી ગયા છે અને સ્વભાવે બહુ ગરમ લાગે છે..તું જલ્દી જા..એટલે પાયલ ભાગતી ભાગતી ત્યાં જાય છે..
હજુ સુધી કોઈ સ્ટાફ નથી આવ્યું હોતું..કેમ કે એમનો timing 8 વાગ્યા નો હોય છે..એટલે પાયલ ફટાફટ બોસ ના કેબિન ની બહાર થી જ દરવાજો ખખડાવે છે અને અંદર આવવા માટે પરમિશન માંગે છે.. એટલે અંદર થી અવાજ આવે છે.." come in " .. પાયલ અંદર જાય છે તો જોવે છે કે એક છોકરી બધી ફાઈલ સરખી કરી રહી હોય છે અને એક માણસ બોસ ની ખુરશી પર બેસીને ઊંધો ફરીને ફોન પર કંઇક કામ કરતો હોય છે.. અને પાયલ ના અંદર આવતા જ એ બોલે છે.. " જેને સમય ની કિંમત નથી હોતી... હું એની કિંમત નથી કરતો.."
"sorry sir.. આગળથી એવું નહિ થાય.. " પાયલ ગભરાતા સવારે કહે છે..
અને પેલો માણસ પાયલ ને ખુરશી પર બેસવાનો ઈશારો કરે છે..પાયલ એનું મોઢું જોવાની ખૂબ કોશિશ કરે છે પણ નિષ્ફળ જાય છે.. આખરે એ માણસ ખુરશી ફેરવે છે.....
વધુ આગળના ભાગ માં
ક્રમશઃ