Marubhumi ni mahobbat - 13 in Gujarati Love Stories by Shailesh Panchal books and stories PDF | મરુભૂમી ની મહોબ્બત - ૧૩

Featured Books
Categories
Share

મરુભૂમી ની મહોબ્બત - ૧૩

ભાગ :13

ખુબ જ નિરાશ વદને અમે જેસલમેર પરત ફર્યા હતા.

હીના અકળાઈ હતી.લોદરવા ખાસ્સી અપેક્ષાઓ સાથે અમે ગયા હતા પણ, પરિણામ શૂન્ય આવ્યું હતું.જો કે એ વખતે અમને ખ્યાલ નહોતો કે અમારી આખરી મંઝિલ તો રાજકુમારી મુમલ ની મેડીના એ અવશેષો જ હતાં. ખેર, હીના ને ગુસ્સો આવ્યો હતો. એ જયારે નિષ્ફળ જતી ત્યારે ઘવાયેલી સિહણ બની જતી.

" સમથિંગ રોન્ગ.... સ્મિત... કશુંક બફાઈ રહ્યું છે "

જેસલમેર હોટેલમાં રુમ ની અંદર બેડ ઉપર હાથમાં તકીયો લયીને મુઠીઓ પછાડતી એ બબડતી રહી.એને બેચેની ખોટી પણ નહોતી. આઈ બી એ ઈન્ફર્મેશન આપ્યું હતું કે કુલ ચાર જેટલા આતંકીઓ રાજસ્થાન સરહદેથી ઘુસ્યા છે.આ બાતમી વિશે કશું પણ નકકર પગલાં લેવાય એ પહેલાં તો આતંકીઓ એ અમારા એ ટી એસ ના કાબેલ ઓફિસરો ના પગ તળેથી ચાદર ખેચી લીધી હતી.

મોતનો સામાન લયીને બે લબરમૂછીયા મોલમાં ઘુસી ગયા અને આખાય દેશ ની ઉઘ હરામ કરી નાખી હતી. આ હતી અમારી પહેલી નિષ્ફળતા... આમાં હું સૌથી વધુ દોષિત હતો.હીના ઉપર આખાય મિશન ની જવાબદારી હતી.હીના એ જેસલમેર અને બાળમેર પોતાના એજન્ટ મોકલી ને આખુંય મિશન કમ્પલીટ કરવાની તૈયારી બતાવી હતી પણ,અણીના વખતે મારે કચ્છ મા જવાનું થયું અને બે દિવસ પછી આ મિશન સ્ટાર્ટ કરવું એવો નિર્ણય લેવાયો હતો.આ દિવસો જ દેશ માટે ગોઝારા સાબિત થયાં હતાં. અમે આતંકીઓ ને રોકી તો ન શકયા હોત પરંતુ, એકટીવ હોત તો પરફેક્ટ પગેરું મળી ગયું હોત.

ખેર, અમારા ડિપાર્ટમેન્ટ ઉપર માછલાં ધોવાયા હતાં. રાતોરાત જાગી ઉઠેલા નેતાઓ બેફામ બયાનો આપતાં હતાં. અમારા ચીફ શ્રીવાસ્તવ સાહેબે હીના પાસે રિપોર્ટ માગ્યા હતાં. હીના એ મને બચાવવા પૂર્ણ કોશિશ કરી હતી અને ત્યારબાદ મને પુષ્કળ ગાળો ભાડી હતી.

એક આતંકીના ગજવામાંથી નીકળેલી ચબરખી ના પરિણામે અમે છેક મુમલ ની મેડી સુધી પહોંચ્યા હતા અને ઘોર નિરાશા થી પાછાં ફર્યા હતા.

" સ્મિત... પેલી છોકરી નુ નામ શું હતું..? "

અચાનક હીના એ પુછેલા સવાલ થી હું ડઘાઈ ગયો.

" કયી છોકરી.... હીના "

" અરે...બેવકૂફ... આતંકીઓ સાથે જેનું કનેક્શન હતું એ યુવાન જેનાં કારણે મરી ગયો એ છોકરી... એવી જ અફવા ચાલે છે ને...એ ગામમાં..." હીના નું દિમાગ ફટાફટ દોડતુ હતું

" ઓહ...એનું નામ મહેક છે "

" તું મળ્યો છે એ છોકરી ને...".

" ના...પણ,મે એને જોઈ છે "

" એ છોકરી નો બાયોડેટા મને આપ...અર્જન્ટ...અત્યારે જ તું નિમ્બલા જવા નીકળ...એ છોકરી ની કુડળી મારે જોઈએ... સ્મિત.... મને વિશ્વાસ છે કે આતંકીઓ સાથે નું કોઈ કનેક્શન ત્યાથી જરૂર નીકળશે..."

" પણ...એ તો ગામડા ની સામાન્ય છોકરી છે..હીના "

" તું એના વકીલ ની જેમ મારી સાથે વાત ન કર.. સ્મિત... હું તને ઓર્ડર આપું છું કે તારે એ છોકરી ની ઉલટતપાસ કરવાની છે તો કરવાની છે.." હીના જે તીખા સ્વરમાં બોલી એનાથી હું ખચકાયો.

" ઓકે...પણ,એ એક ગામડું છે.ત્યાં લોકો પોતાની છોકરી સાથે કોઈને હળવા મળવા નથી દેતાં.. મારે મારી આઇડેન્ટી આપવી પડશે..."

" તો...આપ ને...તું કહે તો લેખિતમાં બાળમેર પોલીસ સ્ટેશન નો પરવાનો અપાવું બોલ...બાકી, આજે જ એ છોકરી પાસે થી માહિતી નીકળવી જોઈએ...".

" એના પિતા ને મળવું જોઈએ..."

" એ તારો વિષય છે.. સ્મિત... આઈ વોન્ટ રિઝલ્ટ..."

" ઓકે...ડન...બીજું.."

" બીજું એ કે આજે દિવસે તારે પેલા મૃતક યુવાન ના ઘર ને જોઈ લેવાનું છે અને રાત્રે એ ઘરની તલાશ કરવાની છે...એ ઘરને સીલ કરાયું છે. આ છે એની ચાવી...અને, તપાસ પૂર્ણ થાય પછી આ બીજો સીલ લગાવી દેવાનો..." હીના મને એક બેગ આપતાં બોલી.

" પણ, એ તો દિવસે પણ થઈ શકે ને...ચોરી છુપીથી કરવાની શું જરૂર...? "

" સ્મિત... તારું કામ છે ઓર્ડર ફોલો કરવાનું... તું મારા બોસ ની જેમ સવાલ ન કર...મારું દિમાગ તપેલુ છે.. પ્લીઝ ".

મે હીના ને બીજા કોઈ સવાલ ન કર્યા.

હું ઉભો થયો. ફટાફટ બહાર નીકળ્યો.

" સ્મિત... વેઈટ.." પાછળ થી હીના નો અવાજ આવ્યો.

હું ઉભો રહ્યો. હીના મારી પાસે આવી.

" લે...ચાવી..ગાડી લયી જા...અને, બહાર જયીને જમી લેજે...બરાબર.." મારા હાથમાં ગાડી ની ચાવી સોપતા એ બોલી. અચાનક એની ભાષા સોફ્ટ બની હતી.

હું એની આખોમા આખો ન મેળવી શકયો.

મારા માટે સૌથી મોટી દુવિધા એ હતી કે મારે મારી પ્રિયતમા ની ઉલટતપાસ કરવાની હતી. જે યુવતી ને હું અપાર મહોબ્બત કરતો હતો એની સામે કડક શબ્દોમાં મારે હકિકતો નિકાળવાની હતી.

મારી એ માશૂકા ને જોતાં જ હું મીણ ની માફક પીગળી જતો...એનાં અદુભૂત અંગોનો સ્પર્શ થતાં જ હું જન્નત મા ખોવાઈ જતો... એ નજીક આવતી અને હું મારું અસ્તિત્વ વિસરી જતો એવી એ અલૌકિક સુદરી ની સામે હું કેવી મકકમતા દાખવી શકીશ...?

" એક ચીજ હંમેશા યાદ રાખજે...દીકરા... જયારે વ્યક્તિ અને રાષ્ટ્ર.. એ બે વચ્ચે પસંદગી કરવાની આવે ત્યારે અસંખ્ય લોકો ના કલ્યાણ ખાતર રાષ્ટ્ર ને પહેલાં પસંદ કરજે...સૌથી મોટો દેશ..." મારા પ્રભાવશાળી પિતા ના વાકયો મારા કાનમાં ગુજી ઉઠયાં.

અને, એ યુવતી ને ગુમાવવાનું પ્રથમ પગથીયું મે ભર્યું.