The Author Parag Parekh Follow Current Read હેલુ નુ રોમાંચક સપનું - ભાગ-૩ By Parag Parekh Gujarati Children Stories Share Facebook Twitter Whatsapp Featured Books आखेट महल - 19 उन्नीस यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़... अपराध ही अपराध - भाग 22 अध्याय 22 “क्या बोल रहे हैं?” “जिसक... अनोखा विवाह - 10 सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट... मंजिले - भाग 13 -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ... I Hate Love - 6 फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Parag Parekh in Gujarati Children Stories Total Episodes : 6 Share હેલુ નુ રોમાંચક સપનું - ભાગ-૩ (3) 1.6k 4.7k હેલુ એ અશ્વિની નગર ને જોયું અને નવા કપડા પણ લીધા. અમુક ખુશી મળી પણ પોતાની મા થી દૂર હોવાથી દુખી પણ હતી.હવે આગડ મીઠી પોતાને મન ગમતો ડ્રેસ પેહરી ને આખા ઘર મા ફરી રહી હતી, હેલુ તેને જોઈ ને ખુશ હતી. ત્યાં વાયુ આવ્યો અને બોલ્યો કે હવે બસ કરી મીઠી શું ક્યારની આમ તેમ ફરે છે "માં" આવતી જ હસે. પછી મીઠી એ કપડા બદલી ને હેલુ ને પુછયુ કે તને કેવા લાગ્યા તારા અને મારા નવા કપડા, કેવી લાગી રિમી ને પિંકી માસી? મને બન્ને માસી ગમ્યા , ને તેનાથી પણ વધુ અશ્વિની નગર ગમ્યું. અહીં બીજું શું છે જોવા જેવું? હેલુ એ પૂછ્યું. ત્યાં વાયુ આવ્યો ને બોલ્યો અરે અમારા નગર મા તો ઘણું બધું છે જોવા માટે પણ અહીં સવથી વધારે અને રોમાંચક જગ્યા છે ઇન્દ્ર ધનુષ દળ. આ બોલતા બોલતા વાયુ ની આંખો મા એક અલગ જ ચમક આવી ગઈ તેનું માથું ઉંચચું અને પગ એક્દમ સીધા થઈ ગયા જાણે કોઈ સિપાઈ હોય. આ દળ મા એક સરદાર છે જે ઉડે ત્યારે જાણે કોઈ વંનટોડીયો, તે ઉચ્ચે આકાશ મા જઈ અને જમીન પર આવે તો લાગે કે આભ માંથી તારો ખરી રહ્યો છે. હેલુ તને ખબર છે મારું એક જ સપનું છે કે... ત્યાં જોરથી વાયુ નામ બોલતો માયા નો અવાજ આવ્યો. ત્યારે માયા ની આંખો ગુસ્સા મા મોટી અને લાલ હતી. માયા ને જોઈ વાયુ તો સીધો પોતાના રૂમ માં જતો રહ્યો અને હેલુ તો ડરી જ ગઈ પણ ત્યાં મીઠી આવી અને હેલુ ને કીધું કે ડર નહી "મા" ખાલી વાયુ પર જ ગુસ્સે છે એમ કહી તેને પોતાના રૂમ માં લઈ ગઈ. થોડોક સમય જતાં માયા મીઠી ના રૂમ માં આવી અને મીઠી ને ગળે લગાડી ને વ્હાલ કર્યો અને પૂછ્યું કે કપડા લઈ અવ્યા? હેલુ તને કપડા ગમ્યા? હેલુ હજી પણ થોડીક ડર મા હતી ને તે માયા જાણી ગઈ. માયા એ હેલુ ની પાસે જઈ તેને પણ વ્હાલ કર્યો અને ગળે લગાડી ને બોલી કે મને માફ કરજે હેલુ હું ગુસ્સા મા હતી. તારા માટે એક સારા સમાચાર છે રાજકુમારી રત્ના એ તને આવતી કાલે મહેલ મા બોલાવી છે. હેલુ તે સાંભડી ખુશ થઈ ગઈ અને બોલી. શું રાજકુમારી મને ઘરે પાછી લઈ જશે? માયા એ હા મા માથું હલાવ્યુ પણ મન મા જ બોલી કે કાશ તે આટલું સરળ હોઈ. ચાલો હવે સૂઈ જાવ જોઈ પછી કાલે સવારે મહેલ મા જવાનું છે ત્યારે મીઠી એ ધીમા અવાજે પુછ્યું "મા" શું અમે પણ તારી સાથે આવી શકશું? માયા કઈ જ બોલી નહીં અને પોતે રૂમ ની બહાર જતી રહી. મીઠી તો રડવા જેવી થઈ ગઈ અને ત્યાં જ માયા નો "હા" કેહતો અવાજ આવ્યો ને મીઠી દોડી ને માયા ને ગળે વડગી ગઈ. માયા બોલી જોજે આ વખતે ધ્યાન રાખજે કે કોઈ તોફાન ના કરતી ત્યાં નહીં તો પછી ક્યારેય નહીં લઇ જાવ મહેલ. મીઠી એ હા કીધું અને ઉત્સાહ ના જોશ મા ઠેકડા મારતા મારતા રૂમ માં જતી રહી ત્યાં હેલુ એ મીઠી ને પૂછ્યું કે તે શું તોફાન કર્યા હતા મહેલ મા અને તું આટલી બધી ખુશ છે તેનું કારણ શું છે? મીઠી એ કીધું કે તે બધું હું તને પછી કહીશ અત્યારે તો બસ જલ્દી સૂઈ જા અને જલ્દી સવાર પડે. બીજે દિવસે સવાર મા બધા જલ્દી ઉઠી ગયા ને સરસ તૈયાર થઈ ને મહેલ જવા નીકડી પાડયા. જેમ જેમ મહેલ નજીક આવ્યો તેમ તેમ હેલુ ની આંખો આશ્ર્ચર્ય થી મોટી થવા લાગી દૂર થી જેટલો સુંદર દેખાતો હતો તેનાથી પણ વધુ સુંદર નજીક થી લાગી રહ્યો હતો મહેલ. મહેલ ને કેટલા ઊંચા મિનારો હતા ને તેના પર સુંદર રંગો અને કોતરણી કરેલી હતી. મહેલ ની બારી પર સુંદર રંગો ના કાચ વાડી બારીઓ અને તેના પર રંગ બે રંગી ફૂલો ના તોરણો બાંધેલા હતા. મહેલના મુખ્ય દરવાજા પર ૧૦ સિપાઈ હતા જેમને સફેદ અને વાદળી રંગ ની વર્ધી પેહરી હતી ને હાથ મા મોટા મોટા ભાલા હતા. તેમની આંખો એક્દમ મોટી ને મૂછો તો એવી કે તેમાં લીંબુ લટકાવી શકાય અને સવથી જોવા જેવું હતું મુખ્ય દરવાજા ની બને બાજુ કોતરેલી અદ્ભુત ઘોડા ની વિશાળ મૂર્તિ. તેને જોવા માટે બધા ને પોતાની ડોક એક્દમ ઊંચી કરવી પડતી અને તેને જોતા એવું લાગે કે જાણે તે મૂર્તિઓ આકાશ ને અડતી હોય. મુખ્ય દરવાજે થી મહેલ ની અંદર જવાનો રસ્તો જાણે કોઈ ફુલો ના બગીચા મા આવી ગયા હોઈ. રંગબેરંગી ફૂલો જ દેખાઈ મહેલ ની દિવાલો પર અલગ અલગ વેલો વિટડાંયેળી હતી અને તેમની મહેક થી કોઈ નુ પણ મન મોહાઈ જઈ. આ બધું જોઈ ને હેલુ તો ભૂલી જ ગઈ કે તે ક્યા છે અને શું કરવા આવી છે. ચાલ હવે અંદર ચાલ હેલુ, મીઠી બોલી. હજી હેલુ બહાર ના મન મોહક ફુલો ને ભૂલી જ ના હતી ને મહેલ ની અંદર તો તેનાથી પણ વધારે અદ્ભુત નજારો હતો. છત પર કાચ ના એવા ઝૂમ્મર લટક્તા હતા દિવાલો પર સુંદર સુંદર અશ્વિની નગર ના ચિત્રો હતા, જમીન પર લાલ રંગ નો ગાલીચો અને તે પણ ફૂલ જેવો પોચો હતો અને જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં અદ્ભુત ચિત્રો ને સોના ચાંદી ફૂલદાન ને તેમાં રંગબેરંગી ફૂલો હતા. આ બધું જોતી હતી અને ત્યાં મીઠી એ કીધું કે હેલુ હવે તું માથું નીચું રાખજે અને ઉપર ના જોતી. બધા નીચે માથું કરી ને ઊભા રહી ગયા, ત્યારે હેલુ એ સાંભડ્યું કે કોઈ આવી રહ્યું છે અને તેના પગ નો અવાજ અને તેમાં બાંધેલા ઝાંઝરા નો અવાજ આવી રહ્યો હતો, તે જ્યારે હેલુ ની બાજુમાંથી પસાર થઈ ત્યારે એવી સુગંધ આવી કે જાણે કોઈ ફુલો નો ગુલદ્સ્તો પસાર થયો હોય. હેલુ ને તેને જોવાની ખુબજ ઇચ્છા થઈ પણ તેની હિંમત ના થઈ. થોડોક સમય નીરવ શાંતિ પછી માયા નો આ અવાજ સાંભડ્યો રાજકુમારી રત્ના, આ છે હેલુ. હેલુ મારી પાસે આવ, રાજકુમારી રત્ના બોલી. પણ હેલુ જરા પણ હાલી નહીં ત્યારે માયા તેની પાસે ગઈ અને તેને રાજકુમારી રત્ના પાસે લઈ ગઈ અને બોલી હેલુ તું ડર નહી અને તારી બધી વાત કહી દે. હેલુ તો કઈ જ બોલી નહીં. ત્યારે રાજકુમારી રત્ના એ હેલુ ને પેલા ગળે લગાડી અને પછી કહ્યું કે હેલુ તું ડર નહી અને મારી સામે જો. જ્યારે હેલુ એ ઊંચું જોયું તો એક્દમ ચકિત થઈ ગઈ. રાજકુમારી ના ચેહરા પર એક સુંદર સ્મિત હતું, આંખો વિશ્વાશ થી ભરેલી. તું અહીં કેવી રીતે આવી? શું થયું હતું તારી સાથે? રાજકુમારી એ આવા સવાલો કર્યા. મને કઈ જ યાદ નથી એવું હેલુ કહી અને રડવા લાગી. ત્યારે રાજકુમારી એ તેને ગળે લગાડી ને છાની કરી અને કહ્યું કે તું જરાઈ ચિંતા ના કર અમે બધા તને મદદ કરશું ને તને તારા ઘરે તારી "મા" પાસે પોહચાંડી ને જ રેહશુ. ત્યારે સભા મા રહેલા બધાજ મંત્રી અને સિપાઈ "હા" બોલ્યા અને રાજકુમારી રત્ના નો જય જયકાર કરવા લાગ્યા. આ બધું જોઈ અને સાંભડી ને હેલુ નો માયા પર નો વિશ્વાશ વધી ગયો અને તે જલ્દી તેની "મા" ને મળશે તેવો વિશ્વાશ થવા લાગ્યો ‹ Previous Chapterહેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૨ › Next Chapter હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૪ Download Our App