અધ્યાય 5 "કાલ્પનિકતા તરફ પ્રયાણ"
આજ ના દિવસમાં આમ પણ બહુ ખરાબ બની ગયું હતું હવે તેનાથી વધારે તો હવે શું ખરાબ થશે તેની કોઈ આશા તો અર્થ પાસે હતી નહીં પણ બબલુ નો જવાનો સમય થઈ ગયો હતો તેને જતા પહેલા અર્થ તેને કંઈક ભેટ આપવા ઈચ્છતો હતો અને છેલ્લી વખત તેને મળી લેવા ઈચ્છતો હતો કારણકે હવે તે પહેલાની જેમ હંમેશા સાથે નહીં હોય તેને વિચાર્યું કે તે શું ભેટ આપશે પણ કંઈ સુજ્યું નહીં એટલે છેલ્લે તેણે એક પોતાની પ્રિય ગમતી બુક આપવાનું નક્કી કર્યું તે બુક હતી "જંગલો નું રહસ્ય" હતી તે બુક અર્થ જયારે આઠમા ધોરણ માં ભણતો ત્યારે વાંચી હતી અને તે બુક અર્થ ને એટલે બહુ ગમતી કારણકે તેમાં ૧૫ વર્ષ ના બાળક ની સાહસ કથા હતી. જે ૧૫ વર્ષ ની ઉંમરે જંગલ ના રહસ્યો અને વિચિત્રમાનવો ની શોધમાં નીકળી પડે છે.
અર્થ કોઈ ગિફ્ટ પેક કરે તેવી કોઈ તૈયારી તો કરી નહતી પણ તે પોતાના હૃદયપૂર્વક તેને ગિફ્ટ દેવામાંગતોહતો.
અર્થ જ્યારે બબલુ ના રૂમ પર ગયો ત્યારે બીજા ઘણા બધા અનાથઆશ્રમ ના વિદ્યાર્થીઓ બબલુ ની આસપાસ હતા એટલે તે સર્વે અને તે પણ કદાચ બબલુ ને મળવા આવ્યા હતા.બધા તેને કેટલીક આતુરતાથી સવાલો પૂછી રહ્યા હતા.અર્થે બધા ને જોયા તેથી તેને પછી જવાનું વિચાર્યુ જયારે તે એકલો હોય પણ બબલુ દૂરથી જ અર્થ ને જોઈ ગયો અને દોડીને તેની પાસે ગયો ત્યાંસુધી માં તે પોતાના રૂમ માં જઈ ચુક્યો હતો.બબલુ તેના રૂમ માં ગયો અર્થે તેને જોઈને કીધું
"અરે બબલુ હું તારા જ રૂમ માં આવતો હતો"
"હા,મેં તને જોયો મને લાગ્યું તું બધા જતા રહેશે પછી આવીશ પણ મારા નીકળવાનો સમય થઈ ગયો હતો તેથી તે ઠીક હતું કે હું તને મળી લઉં."
અર્થે ગિફ્ટ વાળો હાથ લંબાવ્યો અને તે બબલુ ને આપી.
બબલુ ઉત્સુકતા થી બોલી ઉઠ્યો "અરે વાહ "જંગલો નું રહસ્ય" આતો તારી પ્રિય બુક માની એક છે.તું શું કરવા મને આપે છે?"
"હા,પણ હવે આ મારા તરફ થી તને ભેટ છે,માફ કરજે હું તને એક ચોપડી સિવાય કશું આપી શક્યો નહીં"
અર્થ થોડોનિરાશ થઈ ને કહ્યું
"ના, તારે નિરાશ થવાની જરૂર નથી મારી માટે આ અમૂલ્ય છે.હું આને ક્યારેય નહીં ભૂલી શકુ.હું તને મારુ સરનામું મોકલીશ તું જરૂર આવજે મારા ઘરે હું જ તને લેવા આવીશ તથા આપણે પત્ર માં વાતો કરીશું."
"હા, જરૂર હું જરૂર આવીશ"
ત્યાંજ બબલુ નો એક મિત્ર અર્થના રૂમ માં બોલાવવા આવ્યો
"બબલુ તારા માતાપિતા તને લેવા આવી ગયા છે."
બબલુ તેની સામે હકાર માં માથું હલાવી ને હું આવું છું તેમ સંકેત આપ્યો
અને આખરી વખત તે અર્થ ને ગળે મળ્યો અને ચાલ્યો ગયો.
અર્થ ધાબા ઉપર જતો રહ્યો અને તેણે હાથ હલાવી ને મોં ઉપર સ્મિત રાખી ને વિદાય આપી બંને ની આંખ માં હરખના આંશુ હતા.
કદાચ કોણ જાણે બને આ છેલ્લી વખત મળ્યા હોય.
બબલુ ના ગયા પછી તેજ ક્ષણે તે પોતાને વધારે દુઃખી માનવા લાગ્યો.તેને ફરીથી પોતાની ફરિયાદો નો હિસાબ માંડ્યો.વાતાવરણ શાંત હતું પણ તેનું મગજ ચકરાવે ચડ્યું હતું કંઈજ સૂઝતું ના હતું તેને આકાશ સામે જોયું અને ગુસ્સામાં જોરથી રાડો પાડવા લાગ્યો પણ તેનાથી કોઈ મતલબ ના હતો બધા નીચે હતા ત્યાં કોઈ તેને સાંભળવવાળું નહતું.તેણે આકાશ સામે હાથ રાખી ને ફરિયાદ કરતો હોય તેમ તે જોરજોર થી બોલવા લાગ્યો "હે ભગવાન આખરે મેં ક્યારેય કોઈની સાથે ખરાબ નથી કર્યું તો મારી સાથે આટલો અન્યાય કેમ?,હું અનાથ છું તેમાં મારો તો કોઈ વાંક નથી મને મારા માતાપિતા ખરાબ હાલતમાં મૂકી ગયા તેમાં મારો તો કોઈ વાંક નથી તો મારી સાથેજ આવુ કેમ?
અર્થ આ રીતે પોતાની વારાફરતી ફરિયાદો નો હિસાબ માંડતો હતો ત્યાંજ વાતાવરણ માં અચાનક પલટો આવ્યો જેની તેને જાણ નહતી તે રોવા માં તથા આ બધી ફરિયાદો માં વ્યસ્ત હતો અચાનક વાતાવરણ બદલાઈ ગયું ઉનાળાની સાંજે હજી માત્ર છ જ વાગ્યા પણ વાતાવરણના પલટાને લીધે અંધારું થવા માંડ્યું જાણે બહુ મોટું વરસાદ સાથેનું વાવાઝોડું આવશે અતિશય પવન થયો ત્યારે તેને પોતના રોવા પર થી ધ્યાન હટાવ્યું ત્યારે તેને ખબર પડી કે કંઈક વિચિત્ર ઘટી રહ્યું છે.પોતાના માથાના વાળ પહેરેલા કપડાં પણ પવનમાં લહેરાતા હતા.તે વિચારવા લાગ્યો આ શું થઈ રહ્યું છે.તે મનોમન વિચારવા લાગ્યો કે તેને નીચે જવું જોઈએ પણ ત્યાંજ એક અજાણ્યો હાથ તેના ખભે અડયો અને તેને વિરુદ્ધ દિશા માં પાછળ ફરીને જોયું તો એક તેજસ્વી બાળક જે કદાચ તેની ઉમંર નો જ હતો.તેણે આજુબાજુ જોયું ત્યારે ખબર પડી કે તે આટલા વાવાઝોડા માં માત્ર તે તથા પોતેજ સ્થિર હતા બાકી આજુબાજુ વરસાદ સાથે પવન ફૂંકાતો હતો.પણ તે ખભે મુકેલા હાથમાં કંઈક વિચિત્ર જ જાદુ હતો તે હાથ અડકતાજ જાણે ખરાબ વિચારો તેના મનમાંથી દૂર થઈ ગયા અને મન એક દમ શાંત થઈ ગયું.તેને તે છોકરા સામે જોયું ત્યારે તેને કંઈક નવું લાગ્યું તે તેની ઉંમર નો હતો પણ તેના મોં ઉપર કંઈક ગણું વિશેષ તેજ હતું.તેના મોં ઉપર નાનકડું સ્મિત આંખો પણ નાદાન હતી.જાણે કોઈ તાજા મોતી ચળકતા હોય તેવુજ.
પહેલા તો અર્થ આ બધું જોઈને હેબતાઈ ગયો તેના મન માં સવાલો ઉત્પન્ન થયા અને પછી ૧૦ સેકન્ડ ના મૌન બાદ શબ્દો નીકળ્યા" તમે કોણ છો?"
ત્યાંજ પેલો તેજસ્વી બાળક તેજ સ્મિત મોં ઉપર રાખીને બોલ્યો "હું, તે મને ના ઓળખ્યો?"
"જી ના મેં તમને ના ઓળખ્યા મેં તમને ક્યારેય જોયા નથી, પણ તમે બીજાઓ કરતા મને અલગ જ પ્રતીત થાઓ છો."
"હું એજ છુ જેને તું નાનપણ થી ફરિયાદ કરેછે."
તેજસ્વી છોકરો બોલ્યો
પહેલા તો અર્થ ના મોં માંથી શબ્દોના નીકળ્યા તે એકદમ આશ્ચર્ય પામી ગયો કે જેને તે નાનપણ થી ફરિયાદ કરે છે તે તેની સામે ઉભો છે.હવે તે તેમને શું કહે?, શું તે કોઈ સ્વપન તો નથી જોઈ રહ્યો? તેવા કેટલાક વિચારો તેને ઝીંઝોળી રહ્યા હતા.
થોડીક વાર ની સ્તબ્ધતા બાદ તે બોલ્યો "તો તમે ભગવાન છો, પણ તે કેવી રીતે બની શકે? તે તો કોઈને નથી દેખાતા.
એવું તને કોણે કીધું? ,હું કોઈ દિવસ કોઈને નથી મળતો.હા, ખાસ તો હું કોઈને મળવા નથી આવતો હું તેમની દરેક સમસ્યા તેમને મળ્યા વગર જ ઉકેલી નાખું છું પણ મારે તને મળવું તું તેથી હું તારી સમસ્યા હું જાતે જ ઉકેલવા આવ્યો છું,અને હા હું જ્યારે જયારે એક સાચા માણસ ને મારી જરૂરપડે ત્યારે હું જરૂર આવું છું.
અને આમ પણ તારી ફરિયાદો નું જોર પણ કંઈક વધારે હતું.
(તેજસ્વી બાળકે આ વાક્ય હસતા હસતા કટાક્ષમાં કીધું..)
આ બધી વાતો સાંભળ્યા પછી અર્થ ને એવું લાગ્યું કે આ ખરેખર ઈશ્વરજ છે.
તે બાળકે પોતાની વાત આગળ ચાલુ રાખી "બસ,તમારે તમારો પૂરતો પ્રયાસ અને વિશ્વાસ હશે પોતાની ઉપર ત્યાં હું હંમેશા હોઈશ.
અર્થ કંઈક બોલીના શક્યો પણ મનમાં તો ફરિયાદો નું વાવાઝોડું હતું,પણ અહીંયા તે કંઈક બોલે તે પહેલાં તે તેજસ્વી છોકરો બોલ્યો કે "તો તારે કલ્પનિકતા માં જવું છે. કલ્પનિકતાની દુનિયા માં"
અર્થ થોડી વાર તાકી ને તે બાળક સામે જોઈ રહ્યો અને તે મૂંઝવણ માં મુકાઈ ગયો આખરે તે બાળક ને કઈ રીતે ખબર કે તેને વાસ્તવિકતા માં જવું છે.પણ ત્યાંજ તેના મન માં વિચાર આવ્યો આખરે જોતે સાચે જ ઈશ્વર છે તો તેમને ખબર હોવી કંઈ નવીન વાત નથી.
અર્થ તે બાળકની સામે જોઈ ને જાણે કોઈ અંતરાત્માથી બોલતો હોય તેમ તે બોલ્યો " હા, મારે કાલ્પનિકતા માં જવું છે."
તે બાળકે કોઈપણ જાતનું કારણ ના પૂછ્યું હતું છતાં અર્થ ને કહેવું ઠીક લાગ્યું
"કારણકે આ દુનિયા બહુ જ ખરાબ છે.અહીંયા માત્ર સારા માણસોને દુઃખી થવા સિવાય કંઈજ મળતું નથી,અત્યાર સુધી તો જે હતું તે ઠીક હતું પણ હવે મને અહીંયા નથી ગમતું."
" ઠીક છે હું તને કાલ્પનિકતાની દુનિયા માં લઈ જવાજ આવ્યો છું પણ મારી એક શરત છે."
અર્થ આ સાંભળીને અધીરો બન્યો અને બોલી ઉઠ્યો "મને મંજુર છે."
"પણ છતાંય તું એકવાર શરત સાંભળીલે જો તને યોગ્ય લાગે તો તું જઈ શકે છે."
" હા, હું પહેલા શરત સાંભળીશ."
"શરત એ છે કે તારે મારુ ત્યાં એક અગત્ય નું કામ પૂરું કરવું પડશે.જે તારા માટે પણ હિતકારી છે.જોતું તે પૂરો કરીશ તો તું હમેશા માટે ત્યાં રહી શકે છે.પણ જો તું નિષ્ફળ ગયો તો હું તને ફરીથી અહીંયા બોલાવી લઈશ."
"હા, પણ તે કામ શું હશે?"
"તે હું તને નહીં કહી શકુ,પણ તું થોડા સમય ત્યાં રહીશ એટલે તને ખબર જાતેજ પડી જશે પણ એક વસ્તુ યાદ રાખવી જરૂરી છેકે ત્યાં કંઈ પણ થાય ત્યાં તારે તારી જાતે જ નિર્ણય લેવા પડશે.અને તું તે ધ્યેય પૂરો કરીશ એટલે તને સર્વે જવાબો મળી જશે.બસ ત્યાં કોઈ જાતની ફરિયાદો ના કરતો કોઈ દિવસ પણ નહીં કારણકે તે જે દિવસ ફરિયાદો માંડી તે દિવસ થી તું તે સુંદર દુનિયા પણ હણી નાખીશ.પછી તું ફરીથી ત્યાં મને ફરિયાદો કરીશ પણ ત્યાં હું તને કંઈ પણ મદદ નહીં કરું કારણકે તે પોતાની દુનિયા ખુદ સ્વીકારેલ છે.ત્યાં સર્વસ્ય તારું છે.તેવું નથી કે ત્યાં તારાથી શકિતશાળી અને બુદ્ધિવાન કોઈ નથી પણ બસ ત્યાં જે પણ કરવાનું છે તે તારે કરવાનું છે."
" મને તમારી વાત માં સંતુષ્ટિ નો ભાવ દેખાય છે."
" તો બોલ તારે જવું છે કાલ્પનિકતા ની દુનિયા માં "
અર્થ દ્રઢ નિર્ણય સાથે બોલ્યો " જી,હા મારે જવું છે કાલ્પનિકતા ની દુનિયા માં હું કોઈ દિવસ ફરિયાદ નહીં કરું અને હું ધ્યેય શોધી ને પૂરો કરીશ"
પેલો તેજસ્વી છોકરો બોલ્યો " ચલો તો ઠીક છે."
એમ કહી પોતાના એક હાથ વડે તે અર્થ ની આંખો બંધ કરે છે.ત્યાં જ બીજી ક્ષણે અર્થ ની આંખો ખોલીને જુવે છે.ત્યારે બે હાથ મોજા અને એક કાગળ રહી જાય છે જે નીચે પડેલા હતા થોડા ભીના થઈ ગયા હતા વરસાદ ના કારણે તેને ઝડપથી લઈ લીધા.વરસાદ તો અટકી ગયો હતો અને વાતાવરણ એક દમ સ્વસ્થ્ય થઈ ગયુ હતું.અર્થ હજી ત્યાં જ ઉભો હતો અને તે ચારે બાજુ પેલા બાળક ને ગોતતો હતો પણ તે ક્યાંય ના હતો.તેણે ચિઠ્ઠી ખોલી જેમાં લખ્યું હતું.આ હાથ ના મોજા પહેરો અને નીચે મુજબ મંત્ર બોલો
" નથી જીવવું હવે મારે વાસ્તવિકતા ના સહારે..
બસ મારે હવે જવું છે કાલ્પનિકતાના દ્વારે.."
તેણે ચિઠ્ઠી નો મંત્ર બરોબર યાદ કરી લીધો અને અને ત્યાર બાદ મોજા પહેર્યા અને આંખો બંધ કરી નીચે મુજબ મંત્ર બોલ્યો.
(ક્રમશ)