Truth Behind Love - 3 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ટ્રુથ બિહાઇન્ડ લવ - 3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ટ્રુથ બિહાઇન્ડ લવ - 3

પ્રકરણ -3

પ્રણવભાઇએ કંઇક વિચારીને કહ્યું "મારી સલાહ માનો તો તમે બંન્ને એકજ કોર્ષ કરો અને એમાં કેટલી પોસિબિલિટીસ છે એની અત્યારેજ તપાસ કરો તો આપણે કોઇક સારી નાની ઓફીસ જેવું કરીને આપણો સ્વતંત્ર વ્યવસાય કરી શકીએ અને ખાસ તો એજ કે બંન્ને બ્હેનો સાથે કામ કરી શકો રહી શકો. અને અમારાં રીટાયર્રમેન્ટ પછી પણ અમે તમને સાથે રાખી શકીએ. આપણે બધાં સાથે રહી શકીએ.

અનસુયાબ્હેન કહે તમે શું બોલો છો ? કેવું વિચારો છો ? આ દીકરીઓ છે દીકરા નહીં પારકી થાપણ..... કાલે પરણીને સાસરે જતી રહેશે કાયમ આપણી સાથે નથી રહેવાની અને આ બે બહેનો પણ એક ઘરમાં જવાની છે ? પરણીને એક ક્યાં બીજી ક્યાં ? આપણને કશી ખબર છે ? આવું કેવું પ્લાનીંગ તમારું ? એ લોકોને સમજણ પડે એવું જ કરવા દો એમનાં બંન્નેનાં હાથ પીળા કરીને આપણે આનંદથી નિવૃત જીવન જીવીશું અને યાત્રાઓ કરીશું હજી કેટલું કરવું છે.

પ્રણવભાઇએ કહ્યું "પણ અનસુયા મારી વાત હજી પુરી નથી થઇ પુરી વાત સાંભળ. અત્યારે બેંકમાં સ્ક્રીમ ચાલી રહી છે. વી.આર.એસની તો હું વિચારું છું કે આ બંન્ને જણાં આ અભ્યાસ કરે ત્યાં સુધીમાં વી.આર.એસ. લઇ લઊં તું તો પાલિકામાં જાય જ છે. જે મને સામટી મૂડી મળશે એમાંથી હું ઓફીસ અને જરૂરી એપ્લાન્સીસ-કોમ્પ્યુટર, પ્રીન્ટર વગેરે અન્ય વસ્તુઓ ખરીદી લઊં જરૂર પડે નાની લોન લઇ લઇશ. કાયમ માટે સેટલજ થઇ જવાય આમ પણ ટ્રેઇનનાં ધક્કા ખાઇ ખાઇને હું થાક્યો છું અનસુયા ક્યાં સુધી આવા વૈંતરાં કરવાનાં ? અંઘેરીથી સવારની ટ્રેઇન પકડી છેક બોમ્બે સેન્ટ્રલ ત્યાંથી પગપાળા બ્રાન્ચ સુધી જવાનું હું થાક્યો છું, અનસુયા તારે સારું છે અંધેરીની જ ઓફીસમાં છે તારે આવો ઘસારો નથી સારુંજ છે. મને તો ટ્રાન્સફર પણ નથી મળતી.

ક્યારથી ધ્યાનથી સાંભળી રહેલી સ્તુતીએ કહ્યું માં, પાપાની વાત સાચી છે. ક્યાં સુધી તમે લોકો ઢસરડા કરશો ? બહુ થયું અમે બંન્ને બહેનો આજ કોર્ષ કરીશું બીજૂં પાપા તમે વી.આર.એસની તૈયારી કરો. આપણે આપણો આગવો વ્યવસાય કરીશું હું અને મારી બિટટુ બંન્ને જણાં ખૂબ જ મહેનત કરીશું સ્તુતિ શ્રુતિને ખૂબ લાડ આવે ત્યારે બિંટટુ કહીને બો લાવતી... અહીં આમ પણ મુંબઇમાં અનેક કંપનીઓ છે આટલી વસ્તી છે કામ તો અઢળક મળી રહેશે.

શ્રૃતિએ સૂરમાં સૂર પુરાવ્યો હાં પાપા તમારી વાત ગળે ઉતરી છે એક નાનકડી ઓફીસ મળી જાય તો સારું અને તમારી મૂડી પણ સલામત રહે કોઇ પછી ચિંતા જ નહીં. અત્યાર સુધી સાંભળી રહેલી માં એ કહ્યું તમે તમારાં વી.આર.એસનાં પૈસા ઓફીસ પાછળ નાંખી દેશો તો આ બંન્ને છોકરીઓ યુવાનીમાં ઊંબરે છે પરણાવવા લાયક થઇ ગઇ છે એ લોકોનાં લગ્ન માટે શું કરીશું. ! મારાં બચતનાં પૈસા એટલામાં નહીં પહોંચી વળાય.

પ્રણવભાઇ થોડાં વિચારમાં પડી ગયાં અને નિર્ણય કરવા માટે જાણે ઉત્સાહ પર ઠડું પાણી રેડાઇ ગયું. તેઓ ચૂપ જ થઇ ગયાં એમણે આંખનાં ઇશારા થી પરિસ્થિતિ સ્વીકારી લીધી અને મજબૂર બાપની વિવશતાની સ્થિતિમાં આવી ગયાં.

શ્રૃતિએ કહ્યું "માં અમારાં લગ્નની આટલી ચિંતા ? અને એવા લાલચી લોકો સાથે લગ્ન જ નહીં કરીએ અને મારે તો પરણવું જ નથી હું તમારો છોકરો થઇને જ જીવીશ. આપણે સ્તુતિને મસ્ત પરણાવીશું અને હું સ્તવને સારી રીતે ઓળખું છું એ એવો માણસ જ નથી એ બધામાં જ આપણને સહકાર આપશે જ.

સ્તુતિએ કહ્યું "તમે ચિંતા વિના આપણે વિચાર કર્યો છે એ નક્કી જ કરી નાંખો અમારાં લગ્નથી ચિંતા અને વિવશનામાં ભવિષ્યના બગાડો. બધું સારુંજ થશે. પાપા તમે આગળ વધો.

પ્રણવભાઇ અને અનસુયાબેનની આંખો ભરાઇ આવી અને બંન્ને દિકરીઓને પાસે બોલાવી વ્હાલથી બાથ ભરી લીધી અત્યારે ચારે જણની આઠે આંખોમાંથી નીર વરસી રહ્યાં છે અને ભવિષ્યની સંગેમરમરની ઇમારતને વાગોળી રહ્યાં છે અંતે નક્કી થઇ ગયું બધું. વી.આર.એસ. લઇને ઓફીસ લેવી.

********

"એય સ્તુતિ કેમ કાલે રાત્રે તારો મેસેજ નહોતો ના કોઇ ફોન કોલ ક્યાં અટવાઇ હતી ? માય લવ તને ખબર છે ? તારી રાહ જોવામાં ઊંઘવાનું ભૂલ્યો. મેં અનેકવાર પ્રયત્ન કર્યા તારો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.

સ્તુતિએ કહ્યું "મારાં સ્તવન.... હું તારાજ સ્તવનમાં હોઉં છું પણ કાલે ફેમીલી મીટીંગ થઇ ગઇ અચાનકજ હું એમાંજ પરોવાયેલી હતી અને પછી ઘરમાં શ્રૃતિ, માં પણ સાથે જે કંઇ વાત થઇ બધી અક્ષરે અક્ષર સ્તવન સાથે શેર કરી.. વાત એટલી જરૂરી સંવેદશીલ અને કુટુંબનાં હીત માટે હતી કે કોઇનો ફોન ના આવે ડીસ્ટર્બ ના થવાય વાત બીજે ના જાય એમ કરી સ્વીચ ઓફ કરેલો સોરી સ્તવન મારે તને લખીને સ્વીચ ઓફ કરવાનો હતો તેં એક સામટાં કેટલાં પ્રશ્ન પૂછી. લીધાં. એય લવ યું.

સ્તવને કહ્યું "સાચું કહુ સ્તુતિ પાપાએ યોગ્ય જ વિચાર્યું છે તેઓ પણ ભાગ દોડમાંથી બચશે અને તમે બંન્ને જણાં આવો કોઇ જરૂરી કોર્ષ કરીને એમનો ભાર ઓછો કરો એ સારુંજ છે અને મારી જાણ પ્રમાણે ડીજીટલનો જમાનો છે અને રહેશે. અને આ કોર્ષ કર્યા પછી એમાં પણ આગળને આગળ શીખીજ શકાય છે એમાં પ્રાઇવેટ અને ગર્વમેન્ટ સાથે કામ કરવાનાં અનેક રસ્તા છે તમે સીધા પબ્લીક સાથે પણ કામ કરી શકો અને પ્રોફેશનલ સેવા આપી શકો. કંપનીઓનાં ડેટાનાં કામ.... અરે અનેક ઓપોર્ટ્યૂનિટી છે સ્તુતિ-કેરી ઓન યોગ્ય જ નિર્ણય છે હું ભણીને આવું પછી આપણે પણ વિચારીશું આગળ શું કરવું અને મેં આ કરેલું હશે મને પણ સપોર્ટ રહેશે.

સ્તુતિ કહે "મને ચોક્કસ વિશ્વાસજ હતો કે તારો આવો જ જવાબ હશે. લવ યું માય લવ. એય મારાં સ્તવન ખૂબ મીસ કરું છું. તને... ફરીથી માફી માંગુ કે મારો ફોન સ્વીચ ઓફ હતો. પણ જરૂરી લાગેલું, ભૂલ એજ મારે તને જણાવવાનું હતું.

સ્તવને કહ્યું ઠીક છે કેટલીવાર સોરી કહીને માફી માંગીશ ? પછી તો મે ફોન-ગેલેરીમાં તારાં ફોટાંને કીસ કરી વ્હાલ કરીને સૂઇ ગયો.

મારાં સ્તવન હું બસ તારાં ફોટા જોઇને ક્યારે સૂઇ ગઇ મને ખબર જ ના પડી. બાય ધ વે તારી કોલેજ સ્ટાર્ટ થઇ ગઇ ? કેવું છે ત્યાં બધું મજા આવે છે ? તારાં રૂમ શેરિંગમાં સારાં છે બધાં ? કેવું છે તું તો મને કંઇ શેરજ ના કરે.

સ્તવને કહ્યું "તું ખરી છે હજી હમણાં તો હું અહીં ભણવા આવ્યો. રૂમમાં અમે બે જણાં છીએ હું અને બીજો સ્ટુન્ટ છે મયંક એનાં પાપા હીરાનાં વેપારી છે ખૂબ સુખી છે પણ સારો છે બેજ દિવસમાં અમે ખૂબ હળીમળી ગયાં છીએ. જાણે વરસોની મિત્રતા હોય. એને પણ કોઇ સાથે પ્રેમ છે નીલુ કરીને હજી બધી વાત નથી કરી પણ કરશે મેં પણ મારું જણાવ્યું કે મારી સ્તુતિ છે. એય લવ યુ કોલેજ હજી રેગ્યુલર ચાલુ નથી થઇ પણ હવે થશે. અને આ ગ્રેજ્યુએશન કોલેજ એવુ નથી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ખાસ મને લોડ નથી લાગતો એટલુ લાગે જે રીતે શીડયુલ છે મને લાગે હું પણ અહીં કંઇક સાઇડમાં કામ કરી શકીશ. પાપાને વધુ લોડ નહીં આપું આતો બધાં વિચાર છે પછી જે થશે એ કરીશ અને કહીશ.

સ્તુતિ કહે "ઓહો તો તેં તારાં રૂમ પાર્ટનરને તારી કૂંડળી ખોલીને વંચાવી દીધી ખૂબ લૂચ્ચો છે. એણે તને એટલું શેર કર્યું છે ? સ્તવન કહે એણે બધુ જ શેર કર્યું ખૂબ બોલે છે અને એની ફેમીલી -ફ્રેન્ડ્સ-લવર બધાં વિશે એટલું કીધું છે કે મને લાગે વરસોથી હું બધાને ઓળખું છું બધાનાં ફોટાં બતાવ્યાં છે એજ કહીને સ્તવન હસવા લાગ્યો.

સ્તુતિ કહે "તો ભોળો હશે કંઇ નહીં. તે કેટલી કુંડળી ખૌલી છે ? સ્તવન કહે મેં થોડી ખોલી છે મારી કૂંડળીમાં છૂપાવા જેવુ શું છે સામાન્ય બધી જ માહિતી મેં આપી જ છે મારે આમે જ સવારે વાત થઇ કે કોલેજ શરૂ થયાં પછી જોઇ લઊં સમય શીડયુલ કેવો ગોઠવાય છે પછી એવું હશે તો પાર્ટ ટાઇમ કોઇ જોબ શોધી લઇશ.

સ્તુતિ કહે "સ્તવન તને ઠીક લાગે એમ જ આમ તારે કંઇ જરૂર નથી તારાં પપ્પા પહોંચી વળે એમ છે બધુ જ. ત્યાં શ્રુતિની બૂમ પડી ઓય મારી રાધા જલ્દી આવ જો મેં સર્ચ કર્યુ બધુ અને સ્તુતિએ કહ્યું પછી વાત કરું આવું.......

પ્રકરણ-3 સમાપ્ત