Pyar to hona hi tha - 17 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | પ્યાર તો હોના હી થા - 17

Featured Books
Categories
Share

પ્યાર તો હોના હી થા - 17


( આપણે આગળના ભાગમાં જોયું કે આદિત્ય અને મિહીકાની સગાઈ નક્કી થઈ ગઈ છે. અને તેઓ સગાઈ માટેની શૉપિંગ પણ કરી નાખે છે. જોતાં જોતામાં સગાઈનો દિવસ પણ આવી જાય છે. હવે આગળ જોઈશું શું થાય છે.)

આજે આદિત્ય અને મિહીકાની સગાઈ છે. બંને ઘરે સવારથી જ ઘણી દોડધામ શરૂ થાય છે. જો કે સગાઈ સાદાઈથી કરવાની હોવાથી એમણે વધું મેહમાનોને ઈન્વાઈટ નથી કર્યા પણ બંને ઘરે આ પેહલો પ્રસંગ હોવાથી દરેકને ખૂબ ઉત્સાહ હોય છે. સગાઈ સાંજે એક હોટલમાં ગોઠવવામાં આવી હોય છે. મિહીકા સવારે ચા નાસ્તો કરીને એની બધી કઝીન્સ સીસ્ટર સાથે બેસલી હોય છે. અને ત્યાં જ આદિત્યનો ફોન આવે છે. મિહીકા ફોન લઈને થોડી દૂર જાય છે. અને વાત કરે છે.

મિહીકા : હા બોલ આદિત્ય શું થયું.

આદિત્ય : શું કંઈ થાય તો જ ફોન કરવાનો !! એમ જ તને ફોન ના કરી શકું.

મિહીકા : ના ના એવું નથી. આ તો મેં એટલે પૂછ્યું. કે કોઈ પ્રોબ્લેમ તો નથી આવી ને.

આદિત્ય : ના યાર આ તો તારી યાદ આવી ગઈ. તો વિચાર્યું કે તું અત્યારે શું કરતી હશે એટલે ફોન કર્યો.
બોલ શું કરે છે તુ ?

મિહીકા : nothing... just chilled out with my all cushions.

આદિત્ય : ઓહ એવું છે. ! તો મારી પણ વાત કરાવને મારી સાળીઓ સાથે.

મિહીકા : ઓહહહ... તારે તારી સાળીઓ સાથે વાત કરવી છે. તો હમણાં કરાવી દઉ. પણ એક વાત કહી દઉ મારી સાત આઠ કઝીન્સ છે અને બધી મારા કરતાં નાની અને વાતોડી છે. તો તારા એક બે કલાક તો પાકા થઈ જશે એમની સાથે વાત કરવામાં. આ તો ખાલી તને જણાવ્યું પછી તુ એમ ના કેહતો કે મિહીકા એ મને કંઈ કહ્યું નહોતુ.

આદિત્ય : ઓ બાપ રે સાત આઠ સાળી અને એક બે કલાક..!! ના બાબા ના. મારે કોઈ વાતો નથી કરવી. હું સગાઈમાં મળી લઈશ એમને.

મિહીકા : ના તુ કેહતો હોય તો વાત કરાવી દઉ I don't mind.

આદિત્ય : અરે હું તો જસ્ટ તને ચિડવવા કેહતો હતો. અને તું તો મને ઉલટાનું ચિડવવા લાગી.

મિહીકા : હાહાહા.. મને ખબર છે એટલે જ મે તને કહ્યું.. સારું ચાલ એ બધું છોડ શું કરે છે તુ હમણાં ?

આદિત્ય : nothing just talking with my fiance..

મિહીકા : ઓહ તો પછી એની જ સાથે વાત કરને મારી સાથે વાત કેમ કરે છે.


આદિત્ય : હું તો એની સાથે વાત કરવાં માંગુ જ છું પણ એ જ મારી સાથે વાત નથી કરતી.

મિહીકા : હા તો તુ છે જ એવો કે એ તારી સાથે વાત નથી કરતી..

આદિત્ય : હાહાહા very smart...

મિહીકા : સ્માર્ટ તો મે છું જ.

આદિત્ય : તુ આજે પાર્લરમાં રેડી થવા જાશે..?

મિહીકા : હા તો આજે તો મારી સગાઈ છે એ પણ પેહલીવાર તો સ્પેશિયલ તો લાગવું જોઈએ કે નઈ..

આદિત્ય : હા તો મારી પણ પેહલી જ સગાઈ છે મે કંઈ ચાર પાંચ વાર નથી કરી.

મિહીકા : હાહાહા...

આદિત્ય : ઓયે તુ વધારે પડતો મેકઅપ કરીને ભૂત બનીને ના આવતી...

મિહીકા : શુ હું ભૂત જેવી લાગું છું. તો પછી શોધી લેવી હતી ને કોઈ પરી જેવી.. જા હું તારી સાથે નથી બોલવાની..

આદિત્ય : અરે અરે હું તો મજાક કરું છું. તુ તો બહું beautiful છે. હું તો એમ કેહતો હતો કે તારે મેકઅપ કરવાની કોઈ જરૂર નથી તુ મેકઅપ વગર પણ ખૂબ સુંદર લાગે છે.

મિહીકા : વાહ મને નોહતી ખબર કે તને ફ્લર્ટ કરતાં પણ આવડે છે.

આદિત્ય : લે હવે કોઈ સાચી તારીફ કરે તેને પણ લોકો ફ્લર્ટ માને છે.

મિહીકા : જા જુઠ્ઠા...

આદિત્ય : અરે સાચે કહું છું.u r realy beautiful u don't need eny makeup..

મિહીકા : આભાર તમારો.

આ સાંભળી મિહીકાના ચેહરા પર એક અલગ જ પ્રકારની લાલી આવી જાય છે. તેના ચહેરા પર આપોઆપ હાસ્ય આવી જાય છે. અને આદિત્ય જાણે એની સામે હોય એમ શરમાય છે. એવાં મા એની માસીની છોકરી અનન્યા ત્યાં આવે છે જે એને ચિડવતા કહે છે,

અનન્યા : oh ooo Mihika are u blushing.. એવું તે શું કહી દીધું અમારા જીજાજીએ.

મિહીકા : શશશશશ. મિહીકા ફોન પર હાથ રાખીને એને ચૂપ રહેવાનુ કહે છે. અને આદિત્યને સાંજે મળવાનું કહી ફોન મૂકે છે.

બપોર થતાં ઈશિતા અને ધરા પણ મિહીકાના ઘરે આવી જાય છે. જમી પરવાળીને એ લોકો પાર્લરમાં જવાના હોય છે. જયેશભાઈએ ગાડી મોકલવાનું કહ્યું હતું પણ સંકેતભાઈએ ના કહ્યું હતું. એમનો આગ્રહ હતો કે જ્યાં સુધી એમનાથી થાય ત્યાં સુધી મિહીકા માટે બધું એ જ કરવા માંગે છે. અને જયેશભાઈ એ સહર્ષ એ વાત સ્વીકારી પણ લીધી હતી. કેમકે એ પણ જાણતા હતા કે એક દિકરીના લગ્ન માટે એક પિતા જેટલો હરખ બીજા કોઈને નથી હોતો.

મિહીકા, ધરા અને ઈશિતા એમની ગાડીમાં પાર્લર જાય છે. આમ તો એણે એના ડ્રેસનો ફોટો પાર્લરવાળા બેનને વોટ્સએપ પર મોકલી દીધો હોય છે એટલે એમણે એ પ્રકારની હેરસ્ટાઈલ અને એમાં કયા પ્રકારનાં બ્રોચ લાગશે એ પેહલેથી રેડી કરી દીધું હોય છે.

ધરા : મેમ અમારી ફ્રેન્ડને એવી તૈયાર કરજો કે સૌ જોતાં રહી જાય.

ઈશિતા : હા એવો મેકઅપ કરજો કે બધાં જોતાં રહી જાય..

મિહીકા : ના ના મેમ મને બહું હેવી મેકઅપ ના કરતાં આદિત્યને નથી ગમતો વધારે હેવી મેકઅપ.

ધરા : ઓહ માય ગોડ ઈશુ.. આ આપણી ફ્રેન્ડ જ છે કે બીજી કોઈ.. !!

મિહીકા : કેમ શું થયું ?

ધરા : ઓયે તુ તો એકદમ ટીપીકલ વાઈફ જેવી વાતો કરે છે.

મિહીકા : ના હો એવું કંઈ નથી. આ તો સવારે આદિત્યનો ફોન આવેલો ત્યારે વાત વાતમાં એણે કહેલું કે હું આમ જ બહું સુંદર લાગું છું. મારે વધારે મેકઅપ કરવાની જરૂર નથી. અને મને પણ હેવી મેકઅપ પસંદ નથી.

ઈશિતા : ઓહોઓઓઓ તો હવે આવી વાતો પણ થવા લાગી તમારા બંને વચ્ચે. મને તો લાગે છે તમે બંને એકબીજાને લવ કરવા લાગ્યા છો.

મિહીકા : ના હવે એવી કોઈ વાત નથી. આ તો અમે વધારે સારા ફ્રેન્ડ બની ગયાં છીએ એટલે..

ધરા : ના મિહીકા કંઈક તો છે. આદિત્ય વિશે વાત કરતાં તારી આંખોમાં જે ભાવ હોય છે એ પેહલા નહોતા. સાચું કેહજે તુ આદિત્યને પસંદ કરવા લાગી છે ને !!

મિહીકા : અરે મારી માતાઓ આ બધી મનઘડત વાતો તમારા દિમાગની ઉપજ છે. બાકી એવું નથી.

ધરા : ચાલો તુ કહે છે તો માની લઈએ બાકી "इश्क और मूश्क छूपाऐ नही छूपता" અને ઈશિતા - ધરા એકબીજાને હાઈફાઈ આપે છે.

આ બાજું જયેશભાઈ અને સંકેતભાઈ, મનિષાબેન હોટલ પર પહોંચી જાય છે. અને બધી તૈયારીઓ બરાબર થઈ કે નહી એ તપાસે છે.

ધીરે ધીરે બધાં મેહમાન આવવા લાગે છે. આદિત્ય અને સમીર પણ તૈયાર થઈને આવી જાય છે. આદિત્યના બીજાં ફ્રેન્ડ પણ આવી ગયાં હોય છે.

આદિત્ય : યાર આ મિહીકા ક્યાં રહી ગઈ કેટલી વાર લાગે છે એ લોકોને.

સમીર : શું વાત છે આદિત્ય તું તો મિહીકાના ઈન્તજારમા મજનૂ બની બેઠો છે. રિલેક્સ એ લોકો આવતાં જ હશે.

આદિત્ય : હા પણ આટલી બધી વાર ?

સમીર : અરે આજે એની સગાઈ છે તો રેડી થવામાં સમય તો લે જ ને. અને સગાઈનો સમય પણ ક્યાં થયો છે.

આદિત્ય : ( ઘડિયાળમાં જુએ છે.) અરે હજી એક કલાકની વાર છે. આ સમય તો જાણે જતો જ નથી.

સમીર : સાચું સાચું કહે આદિત્ય તુ મિહીકાને લાઈક કરવા લાગ્યો છે ને કહી તુ એને લવ તો નથી કરતો ને.

આદિત્ય : અબે યાર તારી સાથે તો કોઈ વાત જ ના કરાય. તારી સોય તો હંમેશા લવ પર જ અટકી જાય.

સમીર : સારું હુ પણ જોવ છું તુ તારી ફીલીંગને ક્યાં સુધી એવોઈડ કરે છે. By the way તારો ઈન્તજાર ખતમ થઈ ગયો તારી દુલ્હનિયા આવી ગઈ. અને તે હોટલના ગેટ તરફ ઈશારો કરે છે. આદિત્ય એ તરફ જુએ છે.

મિહીકા ગેટમાં પ્રવેશતી હોય છે ધરા અને ઈશિતા એની બંને બાજું હોય છે. મિહીકા સાચે કોઈ પરી જેવી જ લાગે છે. બદામી અને પર્પલ કલરના ગાઉનમાં એ ખૂબ જ સુંદર લાગી રહી હોય છે. મેકઅપ પણ એટલો લાઈટ અને નેચરલ કરવામાં આવ્યો હોય છે કે એની સુંદરતા ઓર ખીલીને બહાર આવે છે. આદિત્ય તો એને જોતો જ રહી જાય છે. આ બાજું એના બધાં મિત્રો અને ધરા, ઈશિતા બધાં હસવા લાગે છે. કેમ કે આદિત્યએ પણ બદામી રંગની ધોતી - કુરતો અને પર્પલ કલરની કોટી પેહરી હોય છે.

ધરા : તમે બંને છૂપારુસ્તમ નીકળ્યાં. અમને કહ્યુ પણ નહી કે તમે મેચીંગ ડ્રેસ પહેરવાના છો.

મિહીકા : કસમથી અમારાં વચ્ચે એવી કોઈ વાત જ નથી થઈ. આ તો એક coincidence છે.

સમીર : હા ધરા હું આદિત્ય સાથે તો હતો એની પર મિહીકાનો કોઈ ફોન નહી આવેલો ત્યારે.. સાચેઆ એ coincidence જ છે.

આ બાજું આદિત્ય તો જાણે આ વાતોથી એકદમ બેખબર મિહીકાને જ જોયા કરે છે. મિહીકા પણ વારે વારે આદિત્ય તરફ જુએ છે અને આંખના ઈશારાથી પૂછે છે કે કેવી લાગે છે એ. અને આદિત્ય પણ આંખોથી જ જવાબ આપે છે કે તે ખૂબ સુંદર લાગે છે. ઈશિતા આ બંને જુએ છે અને કહે છે " તમારી આ આંખમીચોલી પૂરી થઈ હોય તો જઈએ " સગાઈનો સમય થઈ ગયો છે. અને બધાં હસતાં હસતાં સ્ટેજ તરફ જાય છે. આદિત્ય મિહીકાનો હાથ પકડી કોઈ જુએ નહી તેમ એક ખૂણામાં લઈ જાય છે.

મિહીકા : આદિત્ય !! આ શું કરે છે બધાં ત્યાં આપણી રાહ જુએ છે.

આદિત્ય : ભલે જોતાં..પહેલાં તને બરાબર જોવા દે અને તે એની તરફ અનિમેષ જોયા કરે છે. મિહીકા પણ જાણે એની આંખોમાં ખોવાય જવા માંગતી હોય તેમ એની આંખોમાં જોયા કરે છે. થોડી વાર રહીને આદિત્ય મિહીકાની નજીક જાય છે અને કહે છે. Looking very beautiful and gorgeous. અને ધીરેથી એના ગાલ પર હળવી કીસ કરે છે. મિહીકા એની તરફ જુએ છે અને શરમથી પાણી પાણી થઈ નજર ઝૂકાવી લે છે. એટલાંમા સમીર એમને બૂમ પાડે છે ત્યારે બંનેને પરિસ્થિતિનુ ભાન થાય છે. બંને એકબીજા તરફ જોઈને એકબીજાને સ્માઈલ આપીને એકબીજાનો હાથ પકડીને સ્ટેજ પર આવે છે.

સ્ટેજ પર મિહીકાના પેરેન્ટ્સ, જયેશભાઈ અને આદિત્ય મિહીકાના ફ્રેન્ડ હોય છે. બધાં એમને આમ હાથ પકડીને આવતાં જોઈ ખુશ થાય છે. મિહીકા ધીરે રહીને આદિત્યનો હાથ છોડાવે છે અને ઈશિતા, ધરા પાસે જઈને ઊભાં રહી જાય છે.

રીંગ સેરેમની શરૂ થાય છે. બંને એકબીજાને અંગૂઠી પહેરાવે છે. બધાં ગેસ્ટ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લે છે. સ્ટેજ ઉપરથી એ બંને ઉપર ફૂલોની વર્ષા થાય છે. મિહીકા આ બધું જોઈને ખૂબ ખુશ થાય છે.

રીંગ સેરેમની પૂરી થતાં બધાં ડીનર કરવાં માટે જાય છે. આદિત્ય એના દોસ્તો સાથે વાતો કરતો હોય છે. એટલાંમા મિહીકા આદિત્યને એના નામથી બોલાવે છે જે આદિત્યના પપ્પાના ફોઈ સાંભળી જાય છે અને મિહીકાની પાસે જઈને એને ખીજાયા છે અને કહે છે, " તને એટલી પણ ખબર નથી પડતી કે આપણાં પતિને નામથી ના બોલાવાય. તારી મમ્મીએ તને કંઈ શિખવ્યુ છે કે નહી. " આજકાલનાં છોકરાંઓ જરા ભણી શું લેશો સંસ્કાર એકદમ પાછળ જ છોડી દે છે.

મિહીકા તો આ સાંભળી એકદમ શોક્ડ થઈ જાય છે. અને રડતી રડતી દોડી ને એક ખૂણામાં ચાલી જાય છે. ધરા અને ઈશિતા પણ એની પાછળ પાછળ જાય છે. આદિત્ય એ લોકોને આમ જતાં જોઈ છે અને તેમની પાસે જાય છે. ત્યાં જઈને જુએ છે તો મિહીકા આંખોમાં આંસુ હોય છે. તે પૂછે છે.

આદિત્ય : શું થયું મિહીકા તું કેમ રડે છે.( મિહીકા એને જોઈને વધું રડવા લાગે છે.) ઈશિતા તુ કહે શું થયું મિહીકા કેમ રડે છે કોઈ એને કાંઈ બોલ્યું ? અને ઈશિતા એને બધી વાત કરે છે.

આદિત્ય મિહીકાની નજીક આવે છે. મિહીકા એને વળગી જાય છે અને વધું રડવા લાગે છે. આદિત્ય એના ચહેરાને પોતાની બંને હથેળીમા લે છે અને એના આંસુ સાફ કરતાં કહે છે, " તુ પહેલાં રડવાનું બંધ કર હુ નથી ચાહતો કે કોઈના પણ કારણે તારી આંખોમાં આંસુ આવે અને એ એનો હાથ પકડીને એ ફોઈ પાસે લઈ જાય છે.

આદિત્ય : દાદી તમે એક વાત ધ્યાનથી સાંભળી લો મિહીકા મારી વાઈફ પછી અને ફ્રેન્ડ પેહલા છે. એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે તો એ મને કોઈ પણ નામથી બોલાવી શકે છે એમાં એના સંસ્કાર નીચા નથી પડતાં.

દાદી : પણ બેટા કોઈ પણ પત્ની એના પતિને આમથી નથી બોલાવતી..

આદિત્ય : દાદી તમે કયા જમાનામાં જીવો છો. આજકાલ આવું કોણ વિચારે છે. મિહીકા મને આદિત્ય જ કેહશે અરે આદિત્ય શું આદિ જ કેહશે. મિહીકા તારે મને આજથી આદિ જ કહેવાનું છે.

દાદી : સારું તમને છોકરાઓને જે ગમે તે ખરું હુ તો ખાલી કેહતી હતી.

આદિત્ય મિહીકા સાથે ફરી એના ફ્રેન્ડ પાસે આવે છે. મિહીકા આદિત્યના આ નવા રૂપને જોયા જ કરે છે અને ખુશ થાય છે.

સગાઈનું ફંક્શન પૂરું થાય છે અને બધાં પોત પોતાના ઘરે જાય છે. પણ આજે જાણે નવા જ આદિત્ય અને મિહીકા એમના ધરે જતાં હોય એવું લાગે છે.

** ** **

વધું આવતાં ભાગમાં....