my juju - part 7 in Gujarati Love Stories by Prachi Patel books and stories PDF | મારો જુજુ - ભાગ 7

Featured Books
Categories
Share

મારો જુજુ - ભાગ 7



એક સુંદર સફર ની શરૂઆત થઈ ચૂકી હતી. પર્લ એ મને દ્વારકા માં પ્રપોઝ કરી. એક ગાઢ આલિંગન પછી અમે બંને છુટા પડ્યા.. મારી આંખો વહેવા લાગી.. આખરે મારા સપના પુરા થયા હતા. પર્લ મારા જીવનમાં પાછો આવ્યો. આનાથી મોટી ખુશી શું હોય..!


પર્લ મને રડતી જોઈ કહે."હવે સુ થયું તને. કેમ રડે છે.? નાક તો જો લાલ ટમેટા જેવું થયી ગયું છે...."મેં એના પેટમાં ધીમેથી એક મુક્કો માર્યો ને કહ્યું." ઓ ડફોળ આ ખુશીના આંસુ છે. તને નથી ખબર મેં તારી કેટલી રાહ જોઈ છે. બહુ બહુ પ્રેમ કરું છું તને."


તો એ મને કહે.,"તને એ નથી ખબર કે હું કેટલો ખુશ છું. મારા જીવન માં આવવા માટે થેન્ક યુ..." એમ કહી એણે પાછી મને ગળે લગાવી દીધી..


ત્યારબાદ તો દીક્ષા આવી તે પછી અમે ડિનર કર્યું ને છુટા પડ્યા. ખૂબ મોડું થયી ગયું હોવાથી અમે ત્યાં જ એક હોટેલમાં રોકાયા.

####




બીજે દિવસે સવારે રોજિંદી ક્રિયા ઓ થી પરવારી અમે બેટદ્વારકા ફર્યા. ને બપોરે પાછા ઘરે આવવા નીકળી ગયા.


#####


વાતો નો સિલસિલો ચાલુ થઈ ગયેલો. આખો દિવસ બસ પર્લ સાથે ચેટીંગ.. કોલેજ થી આવીને, રાતે, સવારે બસ એક જ કામ. હું એને યાદ કરતી શાયરીઓ, કવિતાઓ બનાવતી ને એને મોકલતી. એ બસ વાંચતો રહી જતો.
એ કહેતો,"ક્યાંથી વિચારો આવે છે આ સાયરી ના.??" ને હું કહેતી," જ્યારે મારો પ્રેમ ને તારી યાદ, તારા પ્રત્યે નો વિરહ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે શાયરી લખું છું."
હવે તો એને મળ્યે પણ 1 મહિનો થવા આવેલો. એટલે અમે મળવાનું નક્કી કર્યું..

મળવા માટે ઉત્તમ જગ્યા બીજી કાઈ હોઈ શકે મારા કોલેજની કેંટીન સિવાય..... અમે પહેલા મૂવી જોવા જવાનું નક્કી કર્યું અને ત્યારબાદ કોલેજ ની કેન્ટિંન માં કોફી ટાઈમ.

હું બહુ ખુશ હતી.અમે આખરે મહિના પછી મળવાના જો હતા. એ આવ્યો.સ્કાય બ્લુ શર્ટ ને નીચે બ્લેક જિન્સ અને નાઇકી ના શૂઝ.. હું પણ કાઈ એનાથી ઉણી નહોતી ઉતરતી. આછા વાદળી રંગની કુર્તી ને સફેદ લેગીસ. ખભા સુધીના સિલ્કી વાળ. મેકઅપના નામે આંખો માં કાજળ ને ગુલાબી લિપસ્ટિક .......
હું તો એને એક જ નજરે જોઈ રહેલી. ક્યારે બાઈક લઇ મારી નજીક આવી ગયો મને ખબર જ ન રહી... "ચાલો મોહતરમા, બેસી જાઓ.. બંદા પોતાની બીજલી લઈને હાજર છે... " પર્લ બોલ્યો.. એની બોલવાની સ્ટાઇલ પરથી તો મને હસવું આવી ગયું.... "તું બાઈક ને બીજલી કહે છે.." આમ કહી ને હું ખડખડાટ હસી પડી..એ મને જોઈ રહેલો........ ચપટી વગાડી ને કહ્યું," ચલો.. હવે જવું છે કે નથી.. કે અહીંયા જ રહેવા નો વિચાર છે તમારો......મારા જુજુ જી......"
" એઇ, આ જુજુ વળી સુ છે... મને એમ ન કહે... જો તો મારું નામ કેટલું સરસ છે.. પર્લ.... મને એજ કહેવાનું...."એ બોલ્યો...


" તો, એમાં સુ થયી ગયું... પર્લ તો તું બીજા માટે છે જ ને... આજ થી હું તને જુજુ જ કહેવાની."
હું બોલી....


એ અકળાયો.. ને બાઈક લઇ જવા લાગ્યો..મેં કહ્યું.,"ઓય.. ક્યાં ઉપડ્યા?" તો એ કહે."હું પાછો
જવું છું."


"અરે બાપરે.. સોરી સોરી બાબા.. હવે એમ નહિ કહું, ok.. જુજુ..." એમ કહી હું હસવા લાગી...
એ પણ મને હસતી જોઈ ને હસી પડ્યો... " આમ જ હસ્તી રહે. મારી જુજી....... " એ બોલ્યો...


મેં આંખો મોટી કરી કહ્યું." એ સુ બોલ્યો તું..?"


" જો હું તારો જુજુ થઉં તો તું મારી જુજી જ થવું ને...." એ બોલ્યો ને થોડી વાર મારી સામે એમ જ જોઈ રહ્યો.. છેલ્લે પછી અમે બંને હસી પડ્યા....

" અચ્છા. હવે બેસવું છે કે નઈ.. એ બોલ્યો.. " હા. કેમ નહિ. ચાલ જલ્દી મોડું થશે.. મુવી શો નો સમય થયી ગયો છે..મેં કહ્યું....

હું બાઈક પર બેસવા જ જતી હતી ને એને બાઈક ચાલુ કરી થોડું આગળ લીધું...હું ગુસ્સા થી એની સામું જોઈ રહી.. એ મારી સામું જોઈ મરક મરક હસતો હતો.
હું ફરી બેસવા ગઈ ને ફરી એણે એમ જ કર્યું... હું વધારે ગુસ્સે થઈ ને જવા લાગી.....


" અચ્છા સોરી મારી એંગ્રી બર્ડ. ચાલ બેસી જા.... " એ કાન પકડી માફી માંગતા બોલ્યો.... એનો ચહેરો જોવા જેવો હતો.. એને જોઈ મને ફરીથી હસવું આવી ગયું..


હું ફરી બેસી ગઈ ને અમે નીકળી પડ્યા અમારી ફર્સ્ટ ડેટ પર..............












(ક્રમશઃ)




વાચક મિત્રો. તમને જવાબ મળી ગયો હશે કેમ વાર્તાનું શીર્ષક મારો જુજુ છે.



સ્ટોરી હવે નવા વળાંકો લેશે.........


હવે આગળ સુ થશે.....???




નમસ્કાર વાચકમિત્રો..
દિલ થી માફી માંગુ છું... ?
ભાગ સમયસર ના મુકવા બદલ.. મને તમારા પ્રતિભાવો જરૂર આપશો... અને હા. કાઈ પણ ભૂલ હોય તો તમે મને મેસેજ કરી કહી શકો છો... વ્યક્તિ ભૂલોથી જ તો શીખે છે..