Be Pagal - 24 in Gujarati Love Stories by VARUN S. PATEL books and stories PDF | બે પાગલ - ભાગ ૨૪

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બે પાગલ - ભાગ ૨૪

બે પાગલ ભાગ ૨૪.
જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
બપોરનો સમય વિતે છે. પુર્વી અને રુહાન બંને સાથે જ હતા. બંનેને જીજ્ઞાની ચિંતા હતી કે જીજ્ઞા ક્યા હશે, જીજ્ઞા કોઇ અવળુ પગલુ ના ભરી લે જેવા અનેક સવાલો રુહાન અને પુર્વીના મનમાં ઉઠી રહ્યા હતા. બંને વારાફરતી જીજ્ઞાને ફોન કરવાની કોશિષ કરે છે પરંતુ બંનેમાથી એકેયનો ફોનકોલ જીજ્ઞા ઉઠાવતી નથી.
રુહાન મને હવે જીજ્ઞાની ખુબ જ ચિંતા થઇ રહી છે. એ કંઇ આડુ અવળુ પગલુ ના ભરી લે... પુર્વીએ ચિંતા કરતા રુહાનને કહ્યું.
તુ ચિંતા ના કર પુર્વી. તુ એમ કર તુ હોસ્ટેલ પર જા હુ એને શોધીને આવુ છું. એ અહી આજુ બાજુમાં જ હશે... રુહાને કહ્યું.
ઓકે... કહી પુર્વી પોતાની હોસ્ટેલ તરફ જવા રવાના થાય છે.
રુહાન પોતાનુ બુલેટ લઈને જીજ્ઞાની શોધખોળ કરવા નિકળે છે. વડોદરાની ઘણી બધી જગ્યાએ રુહાન જીજ્ઞાને શોધે છે. જીજ્ઞા ક્યાય મળતી નથી અંતે થાકીને રુહાન રવીના રૂમ પર આવે છે. દરવાજો ખોલતાજ રુહાનને બાલ્કનીમા બેઠેલી જીજ્ઞા દેખાય છે અને અંદર સોફા પર પોતાનુ મો બે ઈચ જેટલુ ઉઘાડુ રાખીને બેઠેલા મહાવીર અને રવી દેખાય છે.
બે જીજ્ઞા તુ અહીં છે અને તુ ફોન કેમ નથી ઉપાડતી. કેટલી જગ્યાએ તને શોધી અને ઓહ તમે બંને આમ મોઢુ ફાડી ફાડીને એની સામે શુ જોઈ રહ્યા છો... રુહાને કહ્યું.
પહેલા સાંભળી તો લો તમારી મહારાણી શુ માંગી રહી છે... રવીએ કહ્યું
રુહાન જીજ્ઞા પાસે જાય છે અને જીજ્ઞા સામે શોફા પર બેસે છે.
જીજ્ઞા તુ ઠિક તો છે ને અને આ લોકો શુ કહી રહ્યા છે તારે શું જોઈએ છે તુ મને કે હુ તને લાવીને દઈશ... રુહાને જીજ્ઞાને કહ્યું.
સાચુને તુ મને લાવી દઈશ ને. પ્રોમીશ કર રુહાન કે હુ કઈ પણ માંગુ તુ મને ના નહીં બોલે...જીજ્ઞાએ રુહાનને કહ્યું.
ના રુહાન ના પ્લીસ...મહાવીરે રુહાનને કહ્યું.
પ્રોમીસ જીજ્ઞા... જીજ્ઞાની હાલ જે દુઃખમા હતી તે દુઃખ જોઈને રુહાન જીજ્ઞાને નારાજ કરવા નહોતા માંગતો એટલે રુહાને કઈ પણ વિચાર્યા વગર જ જીજ્ઞાને પ્રોમીસ આપી દિધુ.
ગ્યો કરસનદાસ સાલો... રવીએ ધીરેથી રુહાન વિષે મહાવીરને કહ્યું.
મને છે ને અત્યારે જ દારૂ પીવો છે તો પ્લીસ તુ મને લાવી આપને... જીજ્ઞાને દારૂ માંગતા રુહાનને કહ્યું.
દારૂ પીવાની વાત જીજ્ઞાના મુખથી સાંભળતા જ રુહાન પોતાની જગ્યાએથી નીચે પડી જાય છે.
આપો પ્રોમિસ નવાબ સાહેબ આપો... રવીએ રુહાનને ટોન્ટ મારતા કહ્યું.
આ તુ શુ બોલી રહી છે જીજ્ઞા. તારે દારૂ પીવો છે... રુહાને જીજ્ઞાની ચિંતા કરતા જીજ્ઞાને કહ્યુ.
પ્લીસ રુહાન તુ સમજ મારી હાલત. મારા મગજમાં અત્યારે ઘણા બધા વિચારો ચાલી રહ્યા છે અને હવે એ સહન કરવાની મારી તાકાત નથી. દારૂ પીવાથી કમસે કમ થોડીવાર તો હું મારૂ દુઃખ ભુલી જઈશ ને ?... જીજ્ઞાએ રુહાનને કહ્યું.
રુહાન ધીરે ધીરે ફસાઈ રહ્યો હતો. તેને કઈ જ નહોતુ સમજાઈ રહ્યું કે પરિસ્થિતિ કેવા કેવા સંજોગો તેના સામે ઉભા કરી રહી છે. જીજ્ઞા હાલ એટલી દુઃખી હતી કે તે શુ બોલી રહી છે શુ કરી રહી છે તેનુ તેને કોઈ ભાન જ નહોતુ.
રુહાન ઉભો થઈને રવી અને મહાવીર પાસે આવે છે.
યાર શુ કરવુ ને એજ નથી સમજાતું...રુહાને રવી અને મહાવીરને કહ્યું.
ટોપા અમે અહીથી બબળતા હતા ત્યારે તો સાંભળ્યું નહીં અને હવે અહીં પુછવા આવી છે...મહાવીરે રુહાનથી થોડુક નારાજ થતા કહ્યું.
i think આપણે એને દારૂ લાઈ આપવો જોઈએ... રવીએ તેનો સુઝાવ આપતા કહ્યુ.
બે તુ શુ વાત કરે છે. તુ પેલાથી જ પેગ લગાવીને નથી બેઠો ને ટોપા...મહાવીરે રવીને કહ્યું.
હા યાર શુ વાત કરે છે તુ... રુહાને રવીને કહ્યું.
હુ જે કઈ પણ બોલુ છું તે જોઈ વિચારીને જ બોલુ છું. જો રુહાન ખબર નહીં પણ જીજ્ઞા પોતાની અંદર કેટલુ બધુ ભરીને બેઠી છે જો એ બહાર નહીં કાઢે તો તેની સીધી અસર તેની હેલ્થ પર પડશે તો એના કરતા તો દારૂ સારો છે. કમ સે કમ એનુ હ્દય તો હલકુ થઈ જશે...રવીએ કહ્યું.
ઓકે તો મહાવીર તુ જા...રુહાને મહાવીરને દારૂ લાવવા કહ્યું.
થોડો સમય વિતે છે. મહાવીર દારૂ લઈને આવે છે. ત્રણેય જીજ્ઞા પાસે જાય છે અને બેસે છે. રુહાન બેગ અંદર જુએ છે તો તેમાથી બે બોટલ નિકળે છે.
બે જાડ્યા બે બોટલ ?...રુહાને કહ્યું.
મને થયુ કે આપણે સાગમટેનો કાર્યક્રમ છે... મહાવીરે કહ્યું.
બે આને હજુ મજાક સુજે છે... રવીએ કહ્યું.
જીજ્ઞા આ બરોબર નથી તારી અંદર જે કઈ પણ મુંઝવણ હોય તે મને જણાવી દે. દારૂ સારો નથી...રુહાને જીજ્ઞાને સમજાવતા કહ્યું.
જીજ્ઞા રુહાનના હાથમાંથી દારૂની બોટલ છીનવી લે છે અને બોટલનુ ઢાકણુ ખોલીને એકીસાથે આખી બોટલ ગટગટાવી જાય છે. અને બોટલ પીધા બાદ એકદમથી ઉઘરસ ખાવા લાગે છે અને જીજ્ઞા જલ્દીથી દોડીને બાથરૂમમાં જાય છે અને ઉલ્ટી કરી દે છે. બાથરૂમમાથી બહાર આવીને જીજ્ઞા સોફા પર બેસે છે.
બે આવુ તમે કઈ રીતે પીવો છો... જીજ્ઞાએ કહ્યું.
પહેલી વાર પીવાના કારણે ધીરે ધીરે જીજ્ઞા નશામાં આવવા લાગી હતી.
રુહાન જીજ્ઞા પાસે આવે છે અને તેના પગ પાસે આવીને ઘુટણ પર બેસે છે અને શાંતિથી જીજ્ઞા સાથે વાત કરે છે.
જો જીજ્ઞા કદાચ હવે આપણી પાસે આ બે જ દિવસ છે. તારે જે કંઈ પણ બોલવુ હોય તે મન ખોલીને બોલ હુ હંમેશા તારી સાથે છુ પણ તુ આમ મારી પાસે આવુ ના મંગાવ. આ દારૂ તને શોભતો નથી... રુહાને જીજ્ઞાને સમજાવતા કહ્યુ.
શોભતો તો મને મારો થનારો ઘણી પણ નથી છતાય તેની સાથે લગ્ન કરી જ રહી છું ને...જીજ્ઞાએ કહ્યું.
હવે જીજ્ઞા ધીરે ધીરે દારૂના નશામાં આવી રહી હતી અને જેમ એક દારૂડિયો વાત કરે તેવી જ રીતે જીજ્ઞા પણ વાત કરી રહી હતી.
જો તુ કહેતી હોય તો અમે તને હજુ પણ લગ્નથી બચાવી શકીએ છીએ... મહાવીરે જીજ્ઞાને કહ્યું.
એ બધુ જવા દે તુ મહાવીર અને જીજ્ઞા તુ આરામ કર અત્યારે તારી હાલત ખુબ જ ખરાબ છે... રુહાને જીજ્ઞાને સુવડાવતા કહ્યું.
રુહાનનો ફોન વાગે છે. રુહાન ફોન ઉપાડે છે.
હા. પુર્વી જીજ્ઞા મળી ગઈ છે. એ અહીં રવીના રૂમે છે તુ ચિંતા ના કરતી. તુ જલ્દીથી અહી આવી જા...રુહાન આટલુ બોલીને ફોન મુકી દે છે.
જીજ્ઞા પલંગ પર સુઈને થોડીવાર આખો બંદ કરે છે એટલે રુહાન ઉભો થઈને પોતાના મિત્રો પાસે જવા જાય છે અને જેવો જ ઉભો થાય છે ત્યા દારૂના નશામાં સુતેલી જીજ્ઞા રુહાનનો હાથ પકડી લે છે અને ઉંઘમા અને દારૂના નશામાં બબળવા લાગે છે.
તુ પણ મને છોડીને ચાલ્યો જઈશ. પ્લીસ ના જાને હુ સાવ એકલી પડી ગઈ છું. તને ખબર છે તે મને એકવાર પ્રપોઝ કરી હતી અને મે તને એનો જવાબ નહોતો આપ્યો. મારે જવાબ આપવો હતો પણ મારા પપ્પા અને આ સમાજના કારણે મારી હિમ્મત જ ના થઈ. રુહાન આઈ લવ યુ... આખમા આસુ સાથે જીજ્ઞા પોતાના હ્દય વાત બોલી. જીજ્ઞા નશાની હાલતમાં જરૂર હતી પણ તે જે કઈ પણ બોલી રહી હતી તે એકદમ સાચુ અને પોતાના હ્દયની વાત બોલી કહી હતી.
રુહાન સામે કોઈ જ જવાબ નથી આપતો અને અંદરથી એકદમ ભાવુક થઈ જાય છે. રુહાન પોતાની ભાવુક્તા સાથે જીજ્ઞાની આખોના આસુ લુછે છે.
સાહેબ એકવાર રુહાન અને જીજ્ઞા જગ્યાએ પોતાને રાખીને આ વાર્તા વાચજો તમે જરૂરથી આ વાર્તા સાથે બંધાઈ જશો અને રુહાન - જીજ્ઞાનુ દુઃખ પણ મહેસૂસ કરી શકશો.
રુહાનને સમજાઈ નહોતુ રહ્યુ કે જીજ્ઞા તેને પ્રેમ કરે છે એ સાંભળીને ખુશ થવુ કે જીજ્ઞા તેને પ્રેમ કરે છે છતા તેની નથી થવાની તે વિચારીને દુઃખી થવુ. રુહાનની હાલત ખુબ ખરાબ હતી. કેમ કે રુહાન જાણે છે કે જીજ્ઞા એને ખુબ જ પ્રેમ કરે છે છતા તે તેના પિતાના દબાણ અને ઈમોશનલ બ્લેકમેલ ના કારણે કોઈ બીજા સાથે લગ્ન કરી પોતાની જીંદગી બરબાદ કરી રહી છે અને રુહાન એના માટે કંઈ પણ કરી શકે તેમ નથી.
જીજ્ઞા બબળતા બબળતા સુઈ જાય છે અને તેની પાસે બેઠેલો રુહાન રડવા લાગે છે. મહાવીર અને રવી આવીને રુહાનને સંભાળે છે.
રુહાન પોતાની જાતને સંભાળ પ્લીસ... રવીએ રુહાનના આસુ લુછતા કહ્યું.
યાર કઈ રીતે સંભાળુ જે વ્યક્તિને હુ ખુબ જ પ્રેમ કરૂ છું જેને મારા અબ્બાને ફરીથી જીવતા કરી દિધા. આજે એ ખુદ એવી મુશ્કેલીમાં છે જ્યા એની જીંદગી ઓલમોસ્ટ ખતમ છે અને હુ એના માટે કંઈ પણ કરી શકુ એમ નથી યાર... આખમા આસુ અને હ્દયમા જીજ્ઞાનો દર્દ મહેસૂસ કરતા રુહાન બોલ્યો.
જો રુહાન જે થશે તે સારૂ જ થશે અને એના વિષે આપણે કાલે ચર્ચા કરીશુ અત્યારે તુ તારી કાર લઈ આવ આપણે જીજ્ઞાને હોસ્ટેલ સુધી મુકવા જવી જોશે...મહાવીરે કહ્યું.
તુ ચિંતા ના કર રુહાન જો એકવાર જીજ્ઞા એમ બોલી દે કે તેને આ લગ્ન મંજૂર નથી તો અમે એના અને તારા માટે જાન લગાવી દેશુ પણ જીજ્ઞાના લગ્ન નહી થવા દઈએ... રવીએ રુહાનને કહ્યું.
આટલામાં ત્યા પુર્વી આવી પહોચે છે અને ગમે તેમ કરીને જીજ્ઞાને તેના હોસ્ટેલરૂમે પહોચાડે છે.
આમ દિવસે અને દિવસે રુહાન અને જીજ્ઞા દુર થઈ રહ્યા હતા. હવે એમની પાસે એક જ દિવસ હતો સાથે રહેવા માટે. જીજ્ઞાના લગ્ન બાદ આમેય બંનેનો સંબધ પુર્ણ થઈ જવાનો હતો આ ક્રુર સમાજની દ્રષ્ટિએ. જોવુ રહ્યુ કે આગળ આ કહાની જીજ્ઞા અને રુહાનને કયા મોડ પર લાવીને ઉભા રાખી દે છે.
આવનારા ભાગમા મારો એવો પ્રયત્ન છે કે હુ આ લેખન દ્વારા એવુ દ્રશ્ય ઉભુ કરવા જઈ રહ્યો છું કે જે કદાચ કોઈની જીંદગીમાં નહીં બન્યુ હોય અને ભગવાન કરે આવુ બને પણ નહીં. તો પ્લીસ વાચતા રહો બે પાગલ કહાનીના અંતના થોડાક ભાગો.
ખુબ ખુબ ધન્યવાદ તમારા બધાના સપોર્ટ બદલ. કેટલીક દુવીધાઓ ના કારણે તમને પ્રસનલી ઘન્યવાદ કહી નથી શક્તો એના માટે માફ કરવા નમ્ર વિનંતી.


। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।
BY:- VARUN S. PATEL
THANK YOU VERY MUCH FOR ALL READERS READING MY STORY.
PERSONAL REVIEW :- WN(6352100227)
FOLLOW MY INSTA ID:- varun_s_patel
NEXT STORY :- ' કબ તક રોકોગે '(ગુજરાતી)