Adhuri tasveer in Gujarati Short Stories by Mehul Dodiya books and stories PDF | અધૂરી તસ્વીર

Featured Books
Categories
Share

અધૂરી તસ્વીર



ક્ષણભર હું વિચારોમાં ખોવાઈ ગયો. કારણ કે ઘણા વર્ષો પછી મારા મનને હાથમાં પીંછી ઉપાડી હતી. અને તેમના હલકા સ્પર્શથી આછી તૂટતી લાઇન દોરી જેમાં કોઈની છબી હોય એવો ભાસ થતો હતો. થોડીક્ષણ માટે તો હું ખુશ થયો કે મારા લાખો પ્રયત્નો કર્યા છતાં એક છબી નો આકાર બનાવી નહોતો શકતો એ છબીની આછેરી લાઇન આજે મન દ્વારા દોરવામાં આવી, પરંતુ સાથે સાથે લાખો પ્રશ્નો પણ ઉદભવતા હતા. પ્રથમ દિવસ, દ્વિતીય એમ ધીમે ધીમે ૭ મહિના થયા. આછેરી લાઇન થોડી ઘાટી બની અને કોઈ સ્ત્રીની છબી ઉભી કરી. કોણ હતું ? કેવી હતી ? શુ કામ હતી ? ક્યાંથી હતી ? વિગેરે જેવા પ્રશ્નો સતત મને ગુંચવતા હતા. મુજને થયું કે છબીએ થોડો ઘટ બની છે તો તે ચોક્કસ ઓળખાઈ જશે અને મારી બરડ જિંદગીમાં તેની અનેરું સ્થાન હશે કારણ કે તે મારા દ્વારા નહિ પરંતુ મારા આત્મા, મારા મન દ્વારા દોરાયેલી હતી અને કદાચ એ તસ્વીર જાણે મારા જુના બધા જ પેંટિંગ, મારી કવિતા મારી બદનામી, ટુક માં મારા 'અહમ' પર તે તસ્વીર નો ખુબ સારો પ્રભાવ હશે અને મારી 'અહમ' ને 'સ્વ' બનાવી દેશે. પરંતુ એવું કશું થયું જ નહીં એ તસ્વીરમાં કશું ખૂટતું જણાયું, ખૂટતું હતું એમનો શૃંગાર. મેં ફરી સ્મૃતિપટ માં ગયો અને એમને શણગાર કરવા હાથમાં સાત રંગ લીધા. શરૂઆત તેમની આંખોથી કરી પરંતુ તે ખૂબ જ આછી અને માંજરી હતી હું તેમની ઘટ કરવા અસમર્થ હતો છતાં એમની નેન ને ઘટ કરી, આછી લાઇન એટલી હતી કે તેમની આંખની પાંપણ, આંખ, આંખની કીકી કશું જ સમજી શકાય તેમ નહોતું છતાં તેમની પીંછી એ એ આછી લાઇન ને દોરવા પ્રયાસ કરીયો, આંખની કિકી, ડોળો અને પાંપણ માંડ દોરીયા અને તેમાં રંગ પૂરવા જતા જ તે તસ્વીરે આંખ બંધ કરી દીધી.. મારા હાથમાં પીંછીનું તેમ ને તેમ થંભી ગઈ અને પીંછી પર લાગેલો રંગમાં હાથ પર પડ્યો જેમ દાજીયા પર દામ દે તેમ મારા જોયેલા અરમાન એક ટીપાથી ફરી વિખરાઈ ગયા. છતાં પણ મેં મારા સ્વયં જાળવી આગળ વધીયો અને એમની નાક પર પોહચિયો. તેમની નાક પણ આછું હતું છતાં પણ થોડા સુધારા કરીયા અને તેમને નથ નહોતી પહેરી. મેં એમની નથડી દોરી અને તેમની દોરી ને કાન સુધી લંબાવી, નથમાં નાની મોટી, ભાત ભાત ની design દોરી અને ખરેખર એમને મારા દ્વારા પેરાવેલી નથડી ખૂબ જ સુંદર લાગતી હતી અને નવાઈની વાત એ છે કે આંખને શણગાર ન કરી શકિયો પણ નથ પેરવી શકિયો તેમની મને ખુબ આનંદ હતો અન આખી તસ્વીરને બે પળ માટે જોતો જ રહીયો. તેમની નથડીમાં રંગ પુરવા પાછળ ફરિયો અને રંગોની પસંદગી કરવા માંડ્યો. અને સોનેરી રંગમાં પીંછી બોળી ને તસ્વીર તરફ વળિયો અને જોયું તો તેમની નથડી નાક પરથી નીકળી અને કાનની સાથે લટકતી હતી . મેં ફરી તે દોરવા પીંછી ઉપાડી અને ફરી દોરીયું અને રંગની પીંછી ઉપાડી ને ફરી તસ્વીર તરફ વળિયો અને પાછું એ જ થયું નથ કાન પર લટકતી હતી અને કંટાળી ને એ નથને ભૂંસી નાખી. અને શણગાર ન કરવા નો વિચાર કરી મેં મોટી વસ્તુ રંગવાની કોશિશ કરી સફેદ રંગ લઈ તેમના ચહેરા પર લગાવીયો. અને નિરાશ થઈ અંતે હું એમના માથાના વાળ પર આવીયો તેમના વાળ ખૂબ લાંબા તેમજ રેશમી હતા . લાલ, કાળો અને સફેદ રંગનું મિલાવટ કરી એક નવા રંગનું સર્જન કરી તેમના વાળમાં રંગ પૂરવા માંડ્યો, પણ જ્યાં એમની માંગ પર પીંછી ફેરવી પણ ત્યાં મારો રંગ બેસિયો નહિ, મેં ફરી પીંછી ઝબોળી અને ભગવાનને પ્રાથના સાથે ફરી ત્યાં રંગવા કોશિશ કરી પણ હું ના લગાવી શકિયો, મને થયું કે કદાચ એ તસ્વીર એમની માંગ ગુલાબી કે લાલ રંગથી સજાવવા માંગતી હશે કેમ કે એ પોતાને પુખ્ત બતાવવા અને જવાબદારી સ્વીકારવા સક્ષમ બતાવવા માંગતી હશે. મેં ફરી પીંછી ઉપાડી અને લાલ રંગ માં ઝબોળી તેમની માંગ પર ફેરવી છતાં પણ તે જગ્યા ખાલી રહી અને મારા રંગોનો અસ્વીકાર કરીયો. થોડીવાર માટે તો હું નિરાશ થયો. અને મનને જ દોષી સમજી તેમના દ્વારા દોરાયેલી અધૂરી તસ્વીરને આસુમય આંખોથી જોતો જ રહીયો. ધીરે ધીરે સમય વીતતો રહીયો અને અંતે એ છબી સ્મૃતિપટ પર થઈ સાવ ભૂંસાઈ ગઈ.