Yara a girl - 17 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | યારા અ ગર્લ - 17

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

યારા અ ગર્લ - 17

રાણી કેનોથ ઉભા થયા ને યારા પાસે આવ્યા. તેઓ ધારી ધારી ને યારા ને જોવા લાગ્યા. એમને તો વિશ્વાસ જ નહોતો આવતો કે આ તેમની દીકરી ની દીકરી છે. એમણે યારાના માથા પર હાથ મુક્યો ને બોલ્યા, રાજકુમારી યારા. તું આ દુનિયામાં છે એતો અમને ખબર જ નહીં હતી. અમે તો આવી આશા જ નહોતી સેવી. આટલું બોલતા બોલતા રાણી કેનોથ ગળગળા થઈ ગયા.

યારા એ નમી ને તેમના આશીર્વાદ લીધા .એ બોલી, મને પણ ક્યાં ખબર હતી દાદીમા. હું તો સાવ અજાણ હતી આ બધા થી આટલું બોલતા યારા રડી પડી.

રાણી કેનોથે તેને પોતાના બાહુપાશ માં ઝકડી લીધી ને બોલ્યા, કઈ નહિ દીકરા હવે તું અહીં આવી ગઈ છે. તું તારા પોતાના લોકો પાસે આવી ગઈ છે. હવે અમે બધું સારું કરી દઈશું.

રાજા ચાર્લોટે યારાના માથા પર હાથ ફેરવ્યો ને બોલ્યા, યારા હવે તું સુરક્ષિત છે તારા દાદાના ઘરે. તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

યારા રાજા ચાર્લોટ ના ગળે વળગી પડી. રાજા એ તેના વાંસા પર પ્રેમ થી હાથ ફેરવ્યો. રાજકુમારી યારા તમે હવે અહીં શાંતિ થી રહો. તમારે કોઈ તણાવ રાખવાની જરૂર નથી. હવે આગળ ની તમારે ચિંતા કરવાની જરૂર નથી, રાજા ચાર્લોટે પ્રેમ થી કહ્યું.

ફિયોના આજ થી રાજકુમારી યારા ની જવાબદારી તારી છે. ધ્યાન રાખજે રાજકુમારીને કોઈ તકલીફ ના પડે. રાજા ચાર્લોટે રાણી કેનોથ ની સામે જોયું.

રાજકુમારી યાર તમે અને તમારા મિત્રો મારી સાથે ચાલો આપણે તમારા ઓરડામાં જઈએ. એટલું બોલી રાણી કેનોથ યારા અને વેલીન ને લઈ ને ત્યાં થી ચાલવા લાગ્યા.

જાસૂસ ઓકેલીસ અકીલ ને લઈ ને તેમની પાછળ ચાલ્યો.

ગ્લોવર હું તારી માફી માંગુ છું. આટલા વર્ષો થી હું તને ગુનેગાર માનતો હતો, રાજા ચાર્લોટે ગ્લોવર ની સામે જોઈ કહ્યું.

ના રાજા ચાર્લોટ તમારે માફી માંગવા ની કોઈ જરૂર નથી. પરિસ્થિતિઓ જ એવી હતી કે........

પરિસ્થિતિઓ અનુકૂળ નહોતી છતાં તે રાજકુમાર ઓરેટોન અને કેટરીયલ ની પૂરતી મદદ કરી. હું તારો આભારી છું, રાજા ચાર્લોટે કહ્યું.

રાજા ચાર્લોટ એ તો મારી ફરજ હતી. પણ છતાં હું તે નિભાવી ના શક્યો, ગ્લોવરે ખેદ સાથે કહ્યું.

ના ગ્લોવર તું તારી જાત ને દોષ ના આપીશ તે જેટલું પણ કર્યું છે તે બરાબર છે. હવે આગળ આપણે સાથે મળી ને કામ કરીશું, રાજા ચાર્લોટે કહ્યું.

જેવી આપની ઈચ્છા, ગ્લોવરે નમ્રતાપૂર્વક કહ્યું.

ફિયોના આ લોકો ના આરામ ની વ્યવસ્થા કરાવો. જોવો કોઈ ને કોઈ પણ તકલીફ ના પડે. આજે તમે આરામ કરો કાલે આપણે શું કરવું તે નક્કી કરીશું, રાજા ચાર્લોટ આટલું કહી ત્યાં થી નીકળી ગયા.

ગ્લોવર ઉકારીઓ ચાલો. તમે આરામ કરો આપણે કાલે શાંતિ થી વિચારીશું, ફિયોના એ કહ્યું.

હા ફિયોના ચાલો, ગ્લોવર ચાલતા ચાલતા બોલ્યો.

ફિયોના એ લોકો ને એક વિશાળ આરામગૃહ માં લઈ ગઈ ને તેમને ત્યાં મૂકી એ ત્યાં થી ચાલી ગઈ.

યારા આવ હવે થી તું અહીં રહીશ. રાણી કેનોથ યારા ને એક વિશાળ ઓરડામાં લઈ ગઈ. તું અહીં શાંતિ થી રહી શકીશ.

યારા ચારેતરફ ઓરડો જોવા લાગી. એ એકદમ શાહી પરિવાર ના રૂમ જેવો સજાવેલો હતો. એમાં સરસ નક્ષીકામ કરેલું હતું. ઉપર મોટા મોટા સરસ કાચના ઝુંમર હતા. ચારેતરફ થી હવાઉજસ આવે તેવું સરસ ખુલ્લું હતું. ઝરૂખામાં થી દૂર સુધી સરસ લીલોતરી અને સુંદર આકાશ દેખાતું હતું. અંદર યારા ની સેવા માટે દાસીઓ હતી. યારા એ આ પહેલા આવો અદ્દભુત રૂમ જોયો નહોતો. એ ખુશ થઈ ગઈ.

દાદીમા ધન્યવાદ, હું ખરેખર નસીબદાર છું કે હું એક રાજપરિવારની સદસ્ય છું. ને હાલ હું એ લોકો સાથે ઉભી છું જે લોકો મારા પોતાના છે, યારા ભાવુક થઈ ગઈ.

યારા સંભાળ પોતાને હવે તું સુરક્ષિત છે. હું જાણું છું તારી મનઃસ્થિતિ. પણ આ બધા ને થોડો સમય આપ બધું સારું થઈ જશે, રાણી કેનોથે સાંત્વન આપતા કહ્યું.

હા, યારા હવે બધું સારું થઈ જશે, વેલીને યારાના ખભા પર હાથ મુકતા કહ્યું.

યારા અત્યારે તું થાકેલી છે. આરામ કરીશ તો સારું લાગશે. તમે લોકો આરામ કરો કાલે શાંતિ થી વાત કરીશું. દાસી વેલીન ને તેનો ઓરોડો બતાવી દેજો, રાણી કેનોથે આદેશ આપતા દાસી ને કહ્યું ને ત્યાં થી નીકળી ગયા.

દાસી વેલીન ને તેના રૂમ તરફ દોરી ગઈ.

યારા આરામ માટે પલંગ પર આડી પડી.

મોસ્કોલાનો રાજમહેલ હરકતમાં આવી ગયો.

રાણી કેનોથે યારા ની સુરક્ષા અને સંભાળની વ્યવસ્થા કરવા લાગ્યા. તેઓ કોઈ કચાસ રાખવા નહોતા માંગતા.

ઓકેલીસ બધા ઐયારો ને સંદેશો મોકલો કે રાજા ચાર્લોટે તેમને તત્કાલીન યાદ કર્યા છે. બધા કાલે મહેલમાં હાજર થઈ જાય, ફિયોના એ કહ્યું.

હા, ફિયોના હું હમણાં જ વ્યવસ્થા કરું છું એટલું કહી ઓકેલીસ ત્યાં થી નીકળી ગયો.

ફિયોના પણ ત્યાં થી નીકળી ગઈ અને એણે સેનાપતિ કવીન્સી ને સંદેશો મોકલી આપ્યો કે રાજા ચાર્લોટે તેમને યાદ કર્યા છે.

યારા ગુડ મોર્નીગ, how was last night? વેલીને યારા ને એના રૂમમાં આવતા પૂછ્યું.

વેલીન, સારું છે. એટલો થાક લાગ્યો હતો કે ક્યારે સુઈ ગઈ ખબર જ ના પડી. તું કેમ છે? યારા એ પૂછ્યું.

મારુ પણ એવું જ થયું. થાકના કારણે ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર ના પડી. પણ યારા ખૂબ સરસ ઊંઘ આવી, વેલીને કહ્યું.

યાર આ કપડામાં તો રાજકુમારી લાગે છે, વેલીને યારા ના કપડાં વિશે ટિપ્પણી કરતા કહ્યું.

હા વેલીન અને તું પણ સુંદર લાગે છે આ કપડામાં, યારા એ કહ્યું.

કેમ છો ભાઈ? સવાર કેવી છે? અકીલે યારાના રૂમમાં આવતા પૂછ્યું.

અરે અકીલ! એકદમ સરસ ને આ સવાર પણ ખૂબ જ સરસ છે. કેમ યારા બરાબર ને વેલીને યારા ને પૂછતાં અકીલ ને જવાબ આપ્યો.

તો રાજકુમારી યારા નો મિજાજ કેવો છે? અકીલે ટીખળ કરતા પૂછ્યું.

એકદમ સરસ અકીલ, યારા એ હસી ને જવાબ આપ્યો.

ખૂબ સરસ યારા. કાલ કરતા આજે તું વધારે તરોતાજા લાગે છે, અકીલે કહ્યું.

હા અકીલ હવે થોડું સારું છું. ટેન્સન માં થોડી ડલ થઈ ગઈ હતી. પણ હવે બરાબર છું, યારા એ સ્વસ્થતા સાથે કહ્યું.

રાજકુમારી યારા, કેમ છો તમે ફિયોનાએ રૂમમાં દાખલ થતા પૂછ્યું.

સારું છે ફિયોના. તમે કેમ છો? યારા એ પૂછ્યું.

હું સારી છું. હું તમને રાજમહેલમાં લઈ જવા આવી છું. તમે તૈયાર છો? ફિયોના એ પૂછ્યું.

હા, ફિયોના ચાલો, યારા એ કહ્યું.

ને બધા ત્યાં થી ફિયોનાની સાથે ચાલ્યા. રાજકુમારી આપણે અત્યારે સભાખંડ તરફ જઈ રહ્યા છીએ. તમે આજે ત્યાં મોસ્કોલા ના અમુક ખાસ લોકો ને મળશો, ફિયોના એ માહિતી આપી.

ફિયોના, યારા, વેલીન અને અકીલ રાજા ચાર્લોટ ના સભાખંડમાં આવ્યા. સભાખંડ માં ઉકારીઓ, ઓકેલીસ, ગ્લોવર અને બીજા થોડા લોકો હાજર હતા.

બધાએ રાજા ચાર્લોટ ની સામે માથું નમાવી તેમનું અભિવાદન કર્યુ.

યારા અહીં આવો, રાજા ચાર્લોટે યારા ની સામે જોઈ કહ્યું.

યારા એ ગ્લોવર સામે જોયું. ગ્લોવરે આંખો થી ઈશારો કરી રાજા ચાર્લોટ પાસે જવા કહ્યું.

યારા રાજા ચાર્લોટ પાસે ગઈ. રાજા એ તેના માથા પર હાથ મુક્યો ને તેની ઓળખ આપતા કહ્યું, આ રાજકુમારી યારા છે. રાજકુમાર ઓરેટોન અને રાજકુમારી કેટરીયલ ની દીકરી.

બધા લોકો આશ્ચર્ય થી એકબીજાની સામે જોવા લાગ્યા.

મને ખબર છે કે આ વાત જાણી તમને નવાઈ લાગી છે પણ આ સત્ય છે. આ રાજકુમારી કેટરીયલ ની દીકરી યારા છે. ને રાજકુમારી કેટરીયલ હજુ જીવીત છે અને વોસીરો ના રાજા મોરોટોસ ની કેદમાં છે.

મોરોટોસ, પણ રાજા ચાર્લોટ રાજકુમારી કેટરીયલ તો.... સેનાપતિ કવીન્સી એ વાક્ય અધૂરું છોડી દીધું.

હા, સેનાપતિ તમે જે કહેવા માંગો છો તે બરાબર છે પણ એ સત્ય નથી. રાજકુમારી કેટરીયલ હજુ જીવીત છે, રાજા ચાર્લોટે કહ્યું.

રાજકુમારી કેટરીયલ જીવીત છે આ સાંભળી ત્યાં ઉભેલા બધા ગુસ્સે થઈ ગયા.

રાજા મોરોટોસ ની આટલી હિંમત કે એણે રાજકુમારી કેટરીયલ ને આટલા વર્ષો થી બંધી બનાવી ને રાખ્યા છે. એમની હિંમત કેવી રીતે થઈ? કવીન્સી એ ગુસ્સામાં કહ્યું.

આપણે વોસીરો પર તરત જ ચડાઈ કરવી જોઈએ અને રાજકુમારી કેટરીયલ ને છોડવા જોઈએ અને રાજા મોરોટોસ ને સજા કરવી જોઈએ, ઓકેલીસે કહ્યું.

સેનાપતિ કવીન્સી તમે યુદ્ધની તૈયારી કરો. આપણે વહેલામાં વહેલી તકે વોસીરો પર ચડાઈ કરવાની છે, રાજા ચાર્લોટે સેનાપતિ ને આદેશ આપ્યો.

જેવી આપણી આજ્ઞા, કવીન્સી એ કહ્યું.

માફ કરજો રાજા ચાર્લોટ પણ આપણે વોસીરોની તાકાત વિશે પણ જાણી લેવાની જરૂર છે, ઉકારીઓ એ નમ્રતાપૂર્વક કહ્યું.

ઉકારીઓ અમે વોસીરો ની તાકાત અને નબળાઈ ખૂબ સારી રીતે જાણીએ છીએ. એમની એક તાકાત તો તમે છો ને તમે હાલમાં અહીં છો. જેનો મતલબ કે વોસીરો ની તાકાત અડધી થઈ ગઈ છે, સેનાપતિ કવીન્સી એ કહ્યું.

હા, સેનાપતિ. પણ હજુ પણ તેમની પાસે ક્લિઓપેટર છે. જેમની તાકાત કઈ ઓછી નથી. તેઓ ખૂબ ચાલક અને બળવાન છે. એમને આસાની થી નહિ હરાવી શકાય, ઉકારીઓ એ કહ્યું.

એવું તમને લાગે છે. અમારી પાસે પણ તાકતવર યોધ્ધા છે. તમે અમારી તાકાત ને ઓછી ના આંકી શકો, સેનાપતિ એ કહ્યું.

માફ કરજો સેનાપતિ પણ ઉકારીઓ નો એવો મતલબ નહિ હતો. આજ સુધી વોસીરો અને મોસ્કોલા બન્ને મિત્રો હતા. એટલે મોસ્કોલા ને વોસીરો ની શું તાકાત છે અને કેવી તાકાત છે તે જાણવાની જરૂર નહોતી પડી. અત્યારે પરિસ્થિતિ અલગ છે, ગ્લોવરે ખૂબ શાંતિ થી કહ્યું.

ગ્લોવર બરાબર કહે છે સેનાપતિ કવીન્સી. આપણે વોસીરો ને હળવાશ થી ના લઈ શકીએ. ને આપણી એક ભૂલ ની સજા રાણી કેટરીયલ ને ભોગવી પડી શકે છે. રાજા મોરોટોસ મોસ્કોલા ના થી કે તેની તાકાત થી અજાણ નથી છતાં તેણે આટલા વર્ષો થી રાજકુમારી કેયરીયલ ને બંધી બનાવી રાખ્યા છે અને તેની જાણ સુધ્ધાં કોઈ ને થવા દીધી નથી. એટલે એણે કંઇક તો વિચાર્યું હશે જ, ફિયોના એ સમજ આપતા કહ્યું.

ફિયોના બરાબર કહે છે. હું કોઈ પણ ચૂક થાય તે ચલાવા માંગતો નથી. બરાબર તૈયારી અને પાકી રણનીતિ સાથે આપણે વોસીરો પર ચડાઈ કરવાની છે, રાજા ચાર્લોટે ફિયોનાના વાત નું સમર્થન કરતા કહ્યું.

ને એ પણ જાણવું જરૂરી છે કે રાજા મોરોટોસે રાણી કેટરીયલ ને બંધી કેમ બનાવી રાખ્યા છે? રાણી કેટરીયલ ને આ રીતે જીવીત રાખી રાજા મોરોટોસ શું કરવા માંગે છે? ફિયોના એ બધા ની સામે પ્રશ્નો રાખ્યા.

હા ફિયોના ની વાત સાચી છે. એવું શું કારણ છે કે રાજા મોરોટોસે રાણી કેયરીયલ ને બંધી બનાવી રાખ્યા છે? કવીન્સી એ પણ પ્રશ્ન કર્યો.

રાજા મોરોટોસે રાજકુમારી કેટરીયલ ને કોઈ મકસદ્દ થી જ જીવીત રાખ્યા હશે, ઐયાર કુતંગી એ કહ્યું.

ક્ષમા રાજા ચાર્લોટ, તમારી આજ્ઞા હોય તો હું કઈ બોલું, ગ્લોવરે ખૂબ નમ્રતાપૂર્વક કહ્યું.

હા, ગ્લોવર તમે જે ઈચ્છો એ બોલી શકો છો. બોલો શુ કહેવું છે, રાજા ચાર્લોટે કહ્યું.

રાજા ચાર્લોટ ભવિષ્યવાણી પ્રમાણે રાજકુમાર ઓરેટોન અને રાણી કેટરીયલ નું બાળક રાજા મોરોટોસ ના મોતનું કારણ બનવાનું છે. તો કદાચ મોરોટોસ ને ખબર પડી ગઈ હોય કે રાણી કેયરીયલ નું બાળક છે અને તે જીવીત છે. એટલે કદાચ એણે રાણી કેટરીયલ ની જીવીત રાખ્યા હોય, ગ્લોવરે કહ્યું.

એટલે તમે કહેવા શુ માંગો છો? ઐયાર આરોને પૂછ્યું.

એજ કે રાજા મોરોટોસ ને કદાચ ખબર પડી ગઈ છે કે તેના મોતનું કારણ બનનાર રાજકુમારી યારા આ દુનિયામાં જીવીત છે અને એ ક્યારેય પણ આવી શકે છે. એટલે કદાચ ભવિષ્યમાં કોઈ સમસ્યા થાય તો રાણી કેટરીયલ નો ઉપયોગ કરી શકાય. એ ઈરાદા થી એણે રાણી કેટરીયલ ને બંધી બનાવી રાખ્યા હોય, ગ્લોવરે સમજ આપતા કહ્યું.

ગ્લોવર ની વાત બરાબર છે, રાજા ચાર્લોટે કહ્યું.

રાજા મોરોટોસ ની એક તાકાત છે ક્લિઓપેટર. જે તલવારબાજી માં હોંશિયાર અને મજબૂત યોધ્ધા છે. તેઓ ચાલક અને દોડવામાં તેજ છે, ઉકારીઓ એ કહ્યું.

આપણી પાસે આનો જવાબ છે રાજા ચાર્લોટ, કવીન્સી એ કહ્યું.

સેનાપતિ કવીન્સી લડાઈ ની તૈયારી કરો. દરેક વસ્તુ ને ધ્યાન થી ચકશો ને પછી આગળ વધો. આ બધામાં એ ના ભૂલી જતા કે રાજા મોરોટોસ પણ એક મોટી ચુનોતી છે. એની શક્તિઓ પણ ઓછી નથી, રાજા ચાર્લોટે કહ્યું.

જેવી આપની આજ્ઞા રાજા ચાર્લોટ, કવીન્સી એ કહ્યું.

ફિયોના રાજકુમારી યારા અને તેમના મિત્રો ને બધાનો પરિચય કરાવો. કવીન્સી તમે જે પણ રણનીતિ બનાવો તેમાં ગ્લોવર અને ઉકારીઓ ને પણ સામેલ કરો. એના થી આપણ ને મદદ મળશે, રાજા ચાર્લોટે આદેશ આપ્યો અને એ ત્યાં થી ચાલ્યા ગયા.

આવો રાજકુમારી યારા હું તમને બધાનો પરિચય કરવું. ગ્લોવર તમે લોકો પણ આવો, ફિયોના એ કહ્યું.

આ છે સેનાપતિ કવીન્સી રાજા ચાર્લોટ ના દીકરા અને રાજકુમારી કેટરીયલ ના નાના ભાઈ. ને સબંધમાં તમારા મામા.

યારા એ તેમને નમી ને પ્રણામ કર્યું.

રાજકુમારી યારા તમારે આમ નમવાનું ના હોય. તમે તો મારા દીકરી સમાન છો. મારી બેન ના અંશ. આટલું બોલી કવીન્સી એ યારા ને ગળે લગાવી લીધી. તમે બિલકુલ ચિંતા ના કરતા કેટરીયલ ને કઈ નહીં થાય, કવીન્સી એ કહ્યું.

યારા એ માથું નમાવી હા કહી.

રાજકુમારી યારા આ ઐયાર કુતંગી. તેઓ તલવારબાજી માં ખૂબ હોંશિયાર છે. એમની તેજ તલવાર કોઈ પણ રુકાવટ સહી લેતી નથી. ને કોઈને છોડતી પણ નથી.

કુતંગી એ નમી ને રાજકુમારી યારાનું અભિવાદન કર્યું.

યારા અને બીજા લોકો એ પણ તેમનું અભિવાદન કર્યું.

રાજકુમારી આ ઐયાર આરોન છે. તેઓ ઘોડેસવારી માં ખૂબ હોંશિયાર છે. તેમના જેવી તેજ ઘોડેસવારી મોસ્કોલામાં કોઈ નથી કરતું. એ અને એમનો ઘોડો હવા સાથે વાતો કરે છે, ફિયોના એ ઓળખ આપતા કહ્યું.

યારા એ તેમનું અભિવાદન કર્યું. આરોને પણ તેમનું અભિવાદન કર્યું.

ને રાજકુમારી આ છે ઐયાર બુઓન. તેઓ નું મગજ ખૂબ તેજ છે. ને તેઓ ખૂબ ચાલક પણ છે. કોઈપણ સમસ્યાનું સમાધાન તુરંત શોધી લે છે. તેમનું તેજ ધારવાળું મગજ ભલભલા લોકો ને પાણી ભરાવે તેમ છે.

યારા એ તેમનું અભિવાદન કર્યું.

રાજકુમારી યારા આ બધા ઐયારો મોસ્કોલા ની તાકાત છે. આ બધા કોઈપણ રૂપ બદલી શકે છે. કોઈપણ જગ્યાએ આસાની થી પ્રવેશી જાય છે. બધા પાસે પોતાની એક અલગ ઓળખ અને કામ છે. પણ બધા મોસ્કોલાના હિતમાં કામ કરે છે, ફિયોના એ માહિતી આપતા કહ્યું.

ને ફિયોના તમારી ઓળખ? તમે શુ છો? વેલીને પૂછ્યું.

ફિયોના એક વફાદાર ઐયાર છે. ને તે દોડવામાં તેજ છે. ફિયોના એક ઘોડાને પણ દોડમાં હરાવી શકે એટલું તેજ દોડી શકે છે, ગ્લોવરે ફિયોનાના વખાણ કરતા કહ્યું.

અરે! વાહ, આ તો અમને ખબર જ નહિ હતી ફિયોના, યારા એ કહ્યું.

ખૂબ સરસ યાર, મને અહીં ઘણું બધું શીખવા મળશે, અકીલે કહ્યું.

હા અકીલ તું અત્યાર થીજ શીખવા લાગ, વેલીને ટીખળ કરતા કહ્યું.

ને બધા હસી પડ્યા.


ક્રમશ................