લવ ઇન સ્પેસ
પ્રકરણ -૨
અગાઉ તમે વાંચ્યું.....
ઈ.સ. ૨૫૦૦માં પૃથ્વી પરથી અન્ય જીવસૃષ્ટિનું નિકંદન નીકળી જતાં મનુષ્યએ “નૈરીતી” નામની આકાશગંગામાં પૃથ્વી જેવો જ ગ્રહ “Hope” શોધી કાઢ્યો હતો અને તેના પર વસવાટ કરવા માટે અનેક સ્પેસ શીપો બનાવી એક પછી એક અનેક સ્પેસ ફ્લાઈટો યોજી હતી. આ જ અભિયાનની અંતિમ ફ્લાઈટ હવે પૃથ્વીથી ૫૦૦ કિલોમીટર ઊંચેની ભ્રમણ કક્ષામાં બનેલા સ્પેસ સ્ટેશન થી લોન્ચ થવાની હતી.
અંતિમ ફ્લાઈટના “Traveller X” સ્પેસ શીપમાં એવલીન રોઝ પણ Hope ગ્રહની યાત્રાએ જઈ રહી હતી. હવે આગળ વાંચો......
૩૦ વર્ષ બાદ.......
Hope ગ્રહ સુધીની ૧૨૦ વર્ષ લાંબી યાત્રાએ જઈ રહેલા Traveller X સ્પેસ શીપને પૃથ્વીની ભ્રમણકક્ષાના સ્પેસ સ્ટેશન પરથી લોન્ચ થયે ૩૦ વર્ષ જેટલો સમય વીતી ચુક્યો હતો.
ચાર વિશાળ પરમાણું ઉર્જાથી ચાલતાં એન્જીન અને પ્રકાશની ઝડપની ૯૦% ઝડપે અંતરીક્ષમાં પ્રવાસ ખેડતાં Traveller X સ્પેસ શીપએ અંતરીક્ષમાં પૃથ્વીથી અબજો કિલોમીટર દુરનું અંતર કાપી નાખ્યું હતું.
જોકે યાત્રીઓનું શરીર શીત નિદ્રામાં હોવાને લીધે આખી યાત્રા દરમિયાન યાત્રીઓની ઉંમરમાં કેટલાંક મહિનાઓનો જ વધારો થતો.
સ્પેસ શીપએ હજારો યાત્રીઓ, તે યાત્રીઓનો સામાન, સ્પેસ શીપના સંચાલકો, પરિચારકો અને અન્ય સ્ટાફ તેમજ તેમને લગતો જરૂરી સમાન, અન્ય સુવિધાઓ વગેરે સાથે લાંબી અંતરીક્ષ યાત્રા કરવાની હોઈ Traveller X ને વિશાળ બનાવવામાં આવ્યું હતું.
લંબાઈમાં લગભગ ૩ કિલોમીટર અને ઉંચાઈમાં દોઢ કિલોમીટર જેટલાં ભવ્ય એવા Traveller X સ્પેસ શીપમાં યાત્રીઓની સંખ્યાના આધારે અનેક આરામદાયક અને ભવ્ય રૂમો, multiplex, સ્વિમિંગ પુલો, કસરત કરવા માટે જીમ્નેશિયમ વગેરે અનેક લક્ઝુરીયસ સુવિધાઓ હતી. જો કે આખી યાત્રાનો મોટાભાગનો સમય યાત્રીઓ શીત નિદ્રામાં જ વિતાવવાના હતા. જોકે Hope ગ્રહ પહોંચવાના ચાર મહિના બાકી હોય ત્યારે તમામ યાત્રીઓને જાગી જવાનું હતું. અને આ ચાર મહિના દરમ્યાન તેઓ ઉપરોક્ત સુવિધાનો તેમજ સ્પેસ યાત્રાનો અદ્ભુત અનુભવ જાગતા રહીને કરવાના હતાં.
સ્પેસ શીપના Captain તેમજ અન્ય સ્ટાફના સભ્યોને પણ યાત્રીઓની જેમજ Hope ગ્રહ પહોંચવાના ચાર મહિના બાકી હોય ત્યારે જ જાગવાનું હતું. જોકે Captain અને સ્ટાફના સભ્યોએ યાત્રીઓ કરતાં એક અઠવા પેહલાં જાગવાનું હતું.
આખી યાત્રા દરમ્યાન Traveller X સ્પેસ શીપનું સંચાલન સુપર કમ્પ્યુટર કરતા પણ વધુ કાર્યક્ષમ એવા “કવોન્ટમ કમ્પ્યુટર” વડે થવાનું હતું.
જોકે સ્પેસ ટ્રાવેલમાં સૌથી મોટું જોખમ હમેશાં વણનોંતર્યા લાઘુગ્રહોનું હોય છે. આ જોખમને પહોંચી વળવા માટે Traveller X સ્પેસ શીપના આગળના ભાગે એક લેઝર એનર્જી બીમ લગાવવામાં આવ્યો હતો. માર્ગમાં આવતા કોઇપણ લાઘુગ્રહોની ઓળખ Traveller X સ્પેસ શીપનું કવોન્ટમ કમ્પ્યુટર હજારો-લાખો કિલોમીટર દુરથી જ કરી લેતું હતું. અને તે લઘુગ્રહો સાથેનો સંભવિત ટકરાવ ટાળવા માટે કવોન્ટમ કમ્પ્યુટર દ્વારા સ્પેસ શીપના આગળના ભાગે લાગેલા લેઝર એનર્જી બીમને કમાંડ આપવામાં આવતો અને લેઝર બીમ શીપની ઉંચાઈના સાઈઝ જેટલું વિશાળ એનર્જી ફિલ્ડની રચના કરી દેતું અને તે ફિલ્ડની સાથે અથડાતા લઘુગ્રહના ટુકડા થઇ જતાં. આમ, લાઘુગ્રહના જોખમને પહોંચી વળાય એવી સુવિધા પણ સ્પેસ શીપમાં કરવમાં આવી હતી.
આ સિવાય સ્પેસમાં આવતાં નાના-મોટાં ઉલ્કાપિંડો, બરફના નાના-મોટા ટુકડાઓ, ધૂળનાં રજકણો, ચુંબકીય તરંગો વગેરેનાં મારને ઝેલી શકાય તે માટે Traveller X સ્પેસ શીપના આખા માળખાંને ટાયટેનીયમની મજબુત મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવ્યું હતું. સરવાળે Traveller X સ્પેસ શીપ તેમજ અન્ય બધાંજ સ્પેસ શીપોને લાંબી સ્પેસ યાત્રા ખેડી શકાય તેટલાં મજબુત બનાવવામાં આવ્યા હતાં.
આત્યાર સુધીની અનેક સ્પેસ યાત્રાઓમાં સ્પેસ શીપોએ લઘુગ્રહો તેમજ અન્ય અનેક અવકાશી જોખમોનો સામનો સફળતાપૂર્વક કર્યો હતો અને Hope ગ્રહ સુધી સલામત યાત્રાઓ ખેડી હતી.
જોકે પ્રકાશની ઝડપના ૯૦% ઝડપે એટલેકે ૨,૭૦,૦૦૦ કિલોમીટર પ્રતિ સેકંડની બેસુમાર ઝડપે અંતરીક્ષમાં સફર કરી રહેલાં Traveller X સ્પેસ શીપનું એક અણધાર્યું જોખમ રાહ જોઈ રહ્યું હતું.
અનંત અંતરીક્ષમાં Traveller X સ્પેસ શીપથી લગભગ ૬ લાખ કિલોમીટર બે ન્યુટ્રોન તારાઓ વચ્ચે થયેલી શક્તિશાળી ટક્કરના લીધે અંતરીક્ષમાં ગામા કિરણોનો પ્રચંડ ધોધ વહ્યો.
જોકે બે ન્યુટ્રોન તારાઓ વચ્ચે થયેલી આ અથડામણ Traveller X સ્પેસ શીપથી ૬ લાખ કિલોમીટર જેટલી દુર થઇ હતી. પરંતુ અંતરીક્ષમાં આ અંતર ખુબ નાનું કહેવાય. એમાય જ્યારે બે ન્યુટ્રોન તારાઓ વચ્ચે ટક્કર થાય ત્યારે આ અથડામણને લીધે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ચુંબકીય તરંગોથી લાખો ગણા શક્તિશાળી ચુંબકીય તરંગોનો ધોધ વહેતો હોય છે. આ શક્તિશાળી ચુંબકીય તરંગો અવકાશમાં લગભગ પ્રકાશની ઝડપે જ (૩ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ) પ્રવાસ કરતા હોય છે. આથી ૬ લાખ કિલોમીટરનું અંતર તો તેઓ માત્ર બે જ સેકંડમાં કાપી નાખે એ દેખીતું છે.
બે ન્યુટ્રોન તારાઓ વચ્ચે થયેલી આ અથડામણમાં વહેતાં થયેલાં એવાજ શક્તિશાળી ચુંબકીય તરંગોના ધોધનો મારો તેમજ ગામા કિરણોનો પ્રચંડ મારો એક સાથે બેસુમાર ઝડપે પ્રવાસ ખેડી રહેલાં Traveller X સ્પેસ શીપ ઉપર થયો.
બંને પ્રકારનાં કિરણોનો આવો માર થતાં સાથે જ Traveller X સ્પેસ શીપની આખી સિસ્ટમ ખોરવાઈ ગઈ. બે ન્યુટ્રોન તારાઓ વચ્ચે થયેલી આ અથડામણના લીધે વહેતાં થયેલાં shock wavesના લીધે આખું સ્પેસ શીપ હચમચી ઉઠ્યું. અને એક પછી એક અનેક ટેકનીકલ સમસ્યાઓ સર્જાઈ.
સ્પેસ શીપના ચારેય શક્તિશાળી એન્જીનો બંધ પડ્યા. જોકે સ્પેસમાં અન્ય કોઈપણ પ્રકારનો અવરોધ નાં હોવાના લીધે સ્પેસ શીપ ન્યુટનની ગતિના નિયમ અનુસાર એટલીજ બેસુમાર ઝડપે પોતાનો પ્રવાસ ખેડતું રહ્યું.
સ્પેસ શીપમાં ૭૦૦૦ યાત્રીઓ અને ૧૨૦૦ સ્ટાફ મેમ્બેરો ક્રાયોજેનિક કેપ્સ્યુલમાં શીત નિદ્રામાં સુતેલાં હતા. તેમની ક્રાયોજેનિક કેપ્સ્યુલને મળતા Power Supplyની સિસ્ટમ ખોરવાઈ. પરંતુ ઈમરજન્સી backupમાં ત્રણ અલગ-અલગ Power Supplyની સિસ્ટમ હોવાથી ક્રાયોજેનિક કેપ્સ્યુલને મળતા Power Supplyમાં એક સાધારણ ઝટકા સિવાય કોઈ ફર્ક નાં આવ્યો. તેમને મળતો Power Supply ચાલુજ રહ્યો. (જયારે લાઈટ જાય ત્યારે કમ્પ્યુટરને લાગેલું UPS તેને Power Supply આપે છે. જોકે તે દરમ્યાન એક સાધારણ અવાજ UPSમાંથી આવતો હોય છે એવોજ).
આ સિવાય સ્પેસ શીપની લાઈટો વગેરે બંધ થઇ ગઈ.
આમ છતાં સ્પેસ શીપમાં રહેલી backup સિસ્ટમના લીધે સ્પેસ શીપનું કવોન્ટમ કમ્પ્યુટર ચાલુ જ રહ્યું. તેણે પોતાનું કાર્ય પણ ચાલુજ રાખ્યું.
સ્પેસ શીપમાં ઉભી થતી કોઈ પણ સમસ્યા નિવારવાનું કાર્ય આપમેળે કરી જાણતાં કવોન્ટમ કમ્પ્યુટરના લીધે ઉપરોક્ત બધી સમસ્યાઓ માત્ર કેટલીક સેકંડ પુરતી જ રહી. અતિ ઝડપી અને કાર્યક્ષમ એવા કવોન્ટમ કમ્પ્યુટર દ્વારા સ્પેસ શીપમાં ઉભી થયેલી બધીજ ટેકનીકલ સમસ્યાઓ એક પછી એક દુર કરવામાં આવી.
ચુંબકીય તરંગોના ધોધનો મારો તેમજ ગામા કિરણોના લીધે બંધ પડી ગયેલા ચારેય એન્જીન માત્ર પાંચ જ સેકંડમાં ચાલુ થઇ ગયા. આખા સ્પેસ શીપની લાઈટો વગેરે ત્રણ સેકંડમાજ ચાલુ થઇ ગયા. કવોન્ટમ કમ્પ્યુટર ખોટકાયું નાં હોવાના લીધે સ્પેસ શીપે પોતાનો Hope ગ્રહ તરફનો પોતાનો યાત્રા માર્ગ જાળવી રાખ્યો હતો.
આમ, કવોન્ટમ કમ્પ્યુટરે એક પછી એક બધીજ યાંત્રિક સમસ્યાઓ માત્ર ૮-૧૦ સેકંડ જેટલાં નજીવાં સમયમાં દુર કરી નાખી. ફક્ત એક સમસ્યાને બાદ કરતાં.
ક્રાયોજેનિક કેપ્સ્યુલમાં શીત નિદ્રામાં સુતેલાં ૭૦૦૦ યાત્રીઓનાં Passenger કંપાર્ટમેન્ટમાં ૧૯૯ નંબરનાં યાત્રીની ક્રાયોજેનિક કેપ્સ્યુલમાં backup power supply પહોંચાડતી વખતે ક્રાયોજેનિક કેપ્સ્યુલની મુખ્ય સર્કીટ બળી ગઈ અને ક્રાયોજેનિક કેપ્સ્યુલનાં Main Frame કમ્પુટરે યાત્રીને શીત નિદ્રામાંથી જગાડવાની પ્રક્રિયા શરુ કરી દીધી.
આ પ્રકારની સમસ્યાનું નિવારણ કરવામાટે કવોન્ટમ કમ્પ્યુટરને પ્રોગ્રામ કરવામાં નહોતું આવ્યું. એટલે આ સમસ્યાને લગતી Error કવોન્ટમ કમ્પ્યુટરની હોલોગ્રફિક સ્ક્રીન ઉપર લાલ રંગમાં ટમટમતી રહી. જોકે આ Errorને જોવા વાળું ત્યાં કોઈ નહોતું. કેમકે સ્પેસ શીપના કેપ્ટન વગેરે સ્ટાફ કે અન્ય યાત્રીઓની ક્રાયોજેનિક કેપ્સ્યુલની સિસ્ટમમાં કોઈ સમસ્યા નહોતી સર્જાઈ આથી તેઓ હજી તો શીત નિદ્રામાં સુતેલાં હતાં.
એકમાત્ર ૧૯૯ નંબરનાં યાત્રીની ક્રાયોજેનિક કેપ્સ્યુલની સિસ્ટમ ખોટકાઈ. જોકે કેપ્સ્યુલમાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે કોઈપણ પ્રકારની સમસ્યાને લીધે જો કેપ્સ્યુલની સિસ્ટમ ખોરવાય તો કેપ્સ્યુલનું Main Frame કમ્પુટર યાત્રીને શીત નિદ્રામાંથી સલામત રીતે જગાડી દે.
એજ પ્રક્રિયાને અનુસરતા ૧૯૯ નંબરનાં યાત્રીની ક્રાયોજેનિક કેપ્સ્યુલના કમ્પુટરે તેનાં યાત્રીને જગાડવા માટે પ્રથમ કેપ્સ્યુલનું તાપમાન -૧૩૦°થી ક્રમશઃ વધારતા-વધારતા યાત્રીના શરીરના તાપમાન (૩૭°) જેટલું કરી દીધું. ત્યારબાદ કોમ્પુટરે કમાંડ આપતાં યાત્રીનું શરીર તેમજ તેના અંદરના અંગો બરફ બની નાં જાય તે માટે કેપ્સ્યુલમાં ભરવામાં આવેલું બ્લુ કલરનું પ્રવાહી કેપ્સ્યુલમાંથી નીકળી કેપ્સ્યુલની પાછળ લાગેલી એક ટાંકીમાં ખાલી થઇ ગયું.
કોમ્પુટરે વધુ એક કમાંડ આપીને કેપ્સ્યુલમાં ઓક્સિજનનું લેવેલ નોર્મલ સુધી કર્યું. ત્યારબાદ એક પછી એક દવાઓ યાત્રીનાં શરીરમાં ઇન્જેકટ કરવમાં આવી. દવાઓની અસર શરુ થતાંજ સ્થગિત થઇ ગયેલી યાત્રીનાં શરીરની તમામ ક્રિયાઓ જેમકે શ્વસનતંત્રની ક્રિયા, હૃદયની કાર્યક્ષમતા ધીમે-ધીમે પૂર્વવત થવાના શરુ થયા અને બે કલાકના અંતે યાત્રીને જગાડવાની ક્રાયોજેનિક કેપ્સ્યુલના કમ્પુટરે આખી પ્રક્રિયા પૂરી કરી લીધી.
યાત્રીનાં ધબકારા નોર્મલ થયાં અને બે કલાક પછી ધીમે-ધીમે યાત્રીની આંખ ઉઘડવા માંડી. કેપ્સ્યુલ ની એક બાજુની દીવાલ ઉપર લાગેલી એક પાતળી સ્ટીલની પટ્ટી ઓટોમેટિક ઉંચી થઇ અને યાત્રીનાં મુખની બરાબર સામે થોડા ઉપર આવીને અટકી. તે સ્ટીલની પટ્ટી ઉપર એક નાનકડું હોલોગ્રફિક પ્રોજેક્ટર લાગેલું હતું. જે આપોઆપ ચાલુ થયું અને એક વાદળી રંગની સ્ત્રીની હોલોગ્રફિક image હવામાં યાત્રીનાં મુખની સામે દેખાવા લાગી.
વાદળી રંગની સ્ત્રીની હોલોગ્રફિક image ખરેખરતો Traveller X સ્પેસ શીપ તેમજ તે યાત્રીની કેપ્સ્યુલના કમ્પુટર સાથે જોડાયેલું AI સોફ્ટવેર હતું જે સ્ત્રીની આકૃતિ જેવું દેખાતું હતું તેમજ અસલ મનુષ્યની જેમજ વાત-ચિત કરતુ. તેનું કાર્ય યાત્રીને જગાડ્યા બાદ જરૂરી માર્ગ દર્શન પૂરું પડવાનું હતું.
“ગુડ મોર્નિંગ મિસ એવલીન રોઝ....!” સ્ત્રીની આકૃતિ જેવું દેખાતું AI કોમ્પુટર એવેલીને આંખો ખોલતાંજ બોલ્યું “Traveller X સ્પેસ શીપ ઉપર તમારું સ્વાગત છે”.
***
આગળ વાંચો પ્રકરણ ૩ માં
સ્પેસમાં અણધાર્યા અકસ્માતના કારણે ભૂલથી જાગી ગયેલી એવલીન વિશાળ સ્પેસ શીપમાં એક માત્ર એવી યાત્રી છે જે સમય પેહલાં જ જાગી ગઈ છે. તારાઓથી ભરેલાં કાળાંધબ્બ અનંત અવકાશમાં એક વિશાળ સ્પેસ શીપમાં કોઈ એકલું કેવી રીતે જીવી શકે....સૌથી મહત્વની વાત ...કેટલો સમય જીવી શકે....?