ભાગ 4 શરૂ.....
રાધિકાની મોતનો બધા મિત્રોને ખૂબ આઘાત લાગેલો હોય છ પણ સૌથી વધારે આઘાત લાગ્યો હોય છે રાધિકાના માતા પિતાને તેઓના મત પ્રમાણે રાધિકા ને કોઈ પણ પ્રકાર નું વ્યસન ના હતું અને એ એટલી કાયર પણ નહોતી કે આત્મહત્યા કરી લે.સમય વીતતો જાય છે બધા મિત્રો પાછા સામાન્ય રીતે કોલેજ જવા લાગે છે અને રાધિકાની યાદો જ હવે તેમની સાથે રહી જાય છે થોડાક મહિનાઓ પછી એક સાંજે જ્યારે માનસી અને જયદીપ બેઠા હોય છે ત્યારે અચાનક માનસી જયદીપ ને પૂછી લે છે..
"જયું તું મને એક વાત કહીશ" માનસી બોલી.
"હા યાર બોલને" જયદીપ બોલ્યો.
"તું કેમ મારી આટલી બધી સંભાળ રાખે છે" માનસી બોલી.
"સાચું કહું ને માનસી તો જ્યારે તું મારી પાસે હોય છે ને ત્યારે દિલને ખૂબ જ શાંતિ મળે છે અને હું એકદમ ખુશ થઈ જાવ છું,તું સાથે હોય ને તો એવું લાગે છે કે આ ક્ષણ ને હું રોકી દવ અને બસ આ ક્ષણમાં જ આખી જિંદગી જીવું,બસ યાર મને ખબર નથી આવું કેમ થાય છે પણ યાર હું તારી વગર અધૂરો છું" જયદીપે રોમેન્ટિક મૂડ માં માનસીને કહ્યું.
"ઓહો! જયદીપ જ્યારે તું મારી સાથે હોય ને ત્યારે મને પણ એમ થાય કે આ ક્ષણ ને લાવ ને રોકી દવ.જયદીપ શું તું મને ચાહે છે" માનસીએ રોમેન્ટિક મૂડ માં જયદીપ ને પૂછ્યું અને જયદીપે જવાબ આપ્યો"તને તો હું મારા જીવ કરતા પણ વધારે ચાહું છું,અને જો તું મારી જીવનસાથી બનીશ ને તો તારો સાથ હું કોઈ દિવસ નહીં મુકુ" જયદીપે માનસીનો હાથ પકડીને કહ્યું.
અને બંને લોકો એ રાત્રે બેઠા બેઠા એકબીજા સાથે મીઠી વાતો કરીને ઘણી બધી ખુશીની ક્ષણો વિતાવી.હવે જયદીપે માનસીના પપ્પાને મનાવવાના હોય છે અને માનસીના પપ્પા જયદીપ અને માનસીના લગ્ન માટે માણી જાય છે.અને ફાઇનલી હ
જયદીપ અને માનસી લગ્ન કરી લે છે.અને પછી તેઓ હનીમૂન જવાનું નક્કી કરે છે."હલ્લો! હા અમારી મનાલી માટેના હનીમૂન માટે ટીકીટ બુક કરી દો અને હા પેલા ગોલ્ડ રિઝોર્ટ માં બુકિંગ કરાવજો રહેવાનું" જયદીપે ટ્રાવેલ એજન્ટ ને ફોન પર કહ્યું.
"હા ઓકે સર! હું હમણાં બુકિંગ કરાવી દવ છું.કાલે સવાર ની ફલાઇટ હશે એટલે 8.00 વાગ્યે એરપોર્ટ આવી જજો" ટ્રાવેલ એજન્ટે જયદીપ ને કહ્યું.
સવાર ના 8 વાગે છે.જયદીપ અને તેની પત્ની માનસી બન્ને લોકો ફલાઇટ માં બેસીને મનાલી પહોંચે છે.
"યાર ફિલ ધીઝ નેચર! કેટલું ઠંડુ અને મસ્ત વાતાવરણ છે અહીંયા" માનસી બોલી.
"હા વાતાવરણ પછી જોજે પહેલા ચાલ રિઝોર્ટ પર પહોંચીએ જલ્દી" જયદીપે માનસીને કહ્યું.
"ટેક્સી.........ઓ ભાઈ.... ગોલ્ડ રિઝોર્ટ જશો કે?" જયદીપે ટેક્ષી વાળા ને પૂછ્યું.
" ના!! ભાઈ અમે તે રિઝોર્ટ પર સાંજે 6.00 વાગ્યા પછી નથી જતા. સોરી" ટેક્ષી ડ્રાઇવરે જયદીપ ને કહ્યું.
"અરે પણ ભાઈ તમે વધારે પૈસા લઈ લેજો ને પ્લીઝ ભાઈ અમારે લેટ થાય છે ત્યાં પહોંચવાનું થોડુંક વધારે ભાડું લઈ લેજો" માનસી બોલી.
"અરે ના મેડમ!! પૈસા ની લાલચમાં મરવું છે નથી મારે... સોરી" ટેક્ષી ડ્રાઇવરે હાથ જોડતા માનસીને બોલ્યો.
"અરે યાર! વોટ નોન સેન્સ! યાર આ શું મરવા મારવાની વાતો નાખે છે રિઝોર્ટ લઈ જવામાં" જયદીપ ગુસ્સેથી બોલ્યો.
"હવે આપણે શું કરીશું જયદીપ કેવી રીતે પહોંચીશું યાર રિઝોર્ટ પર" માનસીએ ઉદાસ થઈને જયદીપ ને કહ્યું.
"અરે બકા! વન સેકન્ડ હું ટ્રાવેલ એજન્ટ ને કોલ કરીને કાંઈ વાહન નું સેટિંગ કરાવું છું અહીંયા" એમ કરીને જયદીપ ફોન કરવા ચાલ્યો જાય છે.
એટલામાં ત્યાં એક બ્લેક કલર ની BMW આવે છે જેમાં એક ડ્રાઇવર અને સુંદર 21 વર્ષની છોકરી બેઠી હોય છે.
" હાઈ!તમારે ગોલ્ડ રિઝોર્ટ જવું છે ને?" ગાડીમાં બેઠેલી છોકરીએ માનસીને કહ્યું.
"હા! અત્યારે કોઈ એ રિઝોર્ટ તરફ જવા કોઈ રાજી જ નથી થતું તો જો તમે અમને ત્યાં છોડવામાં મદદ કરશો તો અમે તમારા આભારી રહીશું" માનસીએ એ છોકરીને કહ્યું.
"ઓકે અફ કોર્સ હું પણ ત્યાં જ ગોલ્ડ રિઝોર્ટ કઈ રહી છું બેસી જાવ ચાલો"એ છોકરી બોલી.
"થેન્ક યુ સો મચ અમારી મદદ કરવા માટે" જયદીપે તે છોકરીને કહ્યું.
"અરે ઇટઝ ઓકે" તે છોકરી બોલી.
"અરે મને એક વાત નથી સમજાતી કે આ બધા લોકો આ રિઝોર્ટ પાસે 6 વાગ્યા પછી કેમ આવવાની ના પાડે છે"
"તેની પાછળ ખૂબ જ મોટું કારણ છે" એ છોકરી રહસ્યમયી રીતે બોલી.
"એવું તો કયું કારણ" જયદીપે સવાલ પૂછ્યો.
"સમય આવે તમને ખબર પડી જશે અને આ લો આવી ગયો તમારો ગોલ્ડ રિઝોર્ટ" તે છોકરી બોલી.
"ઓકે થેન્ક યુ મેમ અને તમારું નામ શું છે" જયદીપે તે છોકરીને પૂછ્યું.
"મારું નામ છે રાધિકા પ્રેમ થી મને બધા રાધી કહીને બોલાવે છે.તમે પણ મને રાધી કહી શકો છો" તે છોકરીએ જયદીપ ને કહ્યું.
" અમારી પણ એક ફ્રેન્ડ હતી રાધી બિચારી ડ્રગ્સ લેતી અને તેને આ રિઝોર્ટ માં જ આત્મહત્યા કરેલી.ઓકે થેન્ક યુ સો મચ ફોર યોર હેલ્પ' જયદીપ અને માનસીએ તે રાધિકાનો આભાર માનતા કહ્યું."
હવે માનસી અને જયદીપ રિઝોર્ટ માં અંદર જાય છે મેનેજર પાસેથી ચાવી લઈને પોતાના રૂમ માં જતા રહે છે.
ધીમે ધીમે અંધારું થતું જાય છે અને આ અંધારાની વરચે ધીમે ધીમે સુરજ નો મીઠો પ્રકાશ ઠંડા કુદરતી વાતાવરણ માં સવાર ના 5.00 વાગ્યા માં નીકળે છે.સવાર થતા જ જયદીપ ની આંખ ખુલે છે.
"માનસી! ઓ માનસી! ક્યાં છો" જયદીપ બોલ્યો."
"અરે આ ગાંડી કયા જતી રહી" જયદીપ મનમાં જ બોલ્યો.
"માનસી! ક્યાં છો યાર હું બ્રશ કરવા જાવ છું બાથરૂમ માં" એવું કહીને જયદીપ બાથરૂમ માં ગયો..
"મા.........ન.........સી" આખું રિઝોર્ટ ગુંજી ઉઠે એટલી જોરથી જયદીપે બૂમ પાડી.
ભાગ 4 પૂર્ણ....
જયદીપે કેમ મા....ન....સી એમ જોરથી બૂમ પાડી હશે?માનસીને શું થયું હશે? અને જયદીપ કેમ આટલો ગભરાઈ ગયો આ માટે વાંચતા રહો "કોલેજગર્લ-રહસ્ય મોતનું".