Kadarna name in Gujarati Poems by karansinh chauhan books and stories PDF | કદરના નામે

Featured Books
Categories
Share

કદરના નામે

કદરના નામે કબર

કદરના નામે અહીં આજે સઘળે કબર છે,

શું શું દફન થશે તેમાં કોને આની ખબર છે.

હમરાહ ગોતતા નથી મળતું જુઓ એકેય,

અહીં તો બની બેઠા બધા કેવા રાહબર છે.

આ પ્રસંશા કેરા શબ્દ શૂન્યમાં ગણાય છે,

કરો દ્રષ્ટિ તો નિંદાઓ ભરી ઢગભર છે.

સ્તુતિ જાહેરાતની જ સર્વત્ર માતબર છે,

કામ થયું કોના લીધે ક્યાં કોઈ ખબર છે.

છે દેખાય બહાર સપાટ ધરતી તો છે શું,

એમાંય કેટલા ઉંદરોએ બનાવેલ દર છે.

બસ ગીત આજે ગણગણી લેવું પોતાનું,

કાલે કોને ખબર, આ પૂરી થાય સફર છે.

ગમે તેટલા વાગે ઘા તોય મુંજાશો નહિ,

સહનશક્તિ આપશે, ઉપર બેઠો ઈશ્વર છે.

પવનની સાથે ઝાડનાએ ડોલતા પાંદડા,

ક્યારે ફરી જશે આ વા, જે વાય સરસર છે.

વખત સામે નથી ચાલતું કોઈનું કાંઈ જ,

બસ સમય છેને, સમયની આ અસર છે.

કરણસિંહ ચૌહાણ

બની ગયા કોઈ

અહીં મુલ્યવાન દિલ દઈને, દિલદાર બની ગયા કોઈ,

તો લઈને ધડકનને ઉધાર કરજદાર બની ગયા કોઈ.

વ્યવહાર વાર્તા નહિ કરી, સમજદાર બની ગયા કોઈ,

તો લેણદેણમાં વિના કારણ લેણદાર બની ગયા કોઈ.

મળી મનની સમતુલાને, અસરદાર બની ગયા કોઈ,

તો વધ્યો વજન એકને, તેથી ફિટકાર બની ગયા કોઈ.

મળ્યું મનગમતું પાત્રને, સુખી સંસાર બની ગયા કોઈ,

તો જુઠા રંગમંચમાં મુર્ખના સરદાર બની ગયા કોઈ

મળી અપ્સરાને નિયતિમાં ભરથાર બની ગયા કોઈ.

તો આસુરી મોહમાં ફસાયને કસુરવાર બની ગયા કોઈ.

જો સીધું ચાલ્યું જીવનને સ્વર્ગના દ્વાર બની ગયા કોઈ,

તો વાંકીચૂંકી આ ગલીયોમાં નરકાગાર બની ગયા કોઈ.

- કરણસિંહ ચૌહાણ

મારે થવું છે

નફરતથી ભરેલી આખી દુનિયામાં,

મારે પ્રેમ બનીને પથરાય જવું છે.

આકાશે ઊંચા દેખાતા આ વાદળોમાં,

મેઘધનુષ્ય બનીને ચીતરાય જવું છે.

મારે કોઈ ખંજર મને બહુ જ પ્રેમથી,

તેના આ સો સો વારથી ઘાયલ થવું છે.

સંપર્કમાંના કોઈ માણસને જો ભીડ પડે,

ત્યારે મારે આખેઆખું વિખરાય જવું છે.

દુર્જનોથી સદાય માટે દુર જ રહીને,

સજ્જનો કેરા સંગમાં ચર્ચાય જવું છે.

મળ્યું છે આ જીવન જે કારણના લીધે,

તેને સાબિત કરવા વલોવાય જવું છે.

દર્શ્યમાન આ રૂડા-રૂપાળા દેહમાં જ નહિ,

પણ આત્મના અજવાશમાં દેખાય જવું છે.

વિશાળ એવા વિશ્વમાં હું એક તણખલું,

છતાં કોઈનો સંસાર બની છવાય જવું છે.

સૂર્ય,ચંદ્ર કે તારા ના બની શકાય તો શું,

કોઈ દિલમાં દીવો બનીને પ્રગટી જવું છે.

દુનિયા બને સુખમય,શાંતિમય માટે તો,

તેના કરણ બની મારે વપરાય જવું છે.

-કરણસિંહ ચૌહાણ

તેરી દોસ્તી

કરતે થે સાથ મેં હમ, અપના હમે મિલા કામ,

મિલી હમારી ભાવનાએ તો દોસ્ત બન ગયે.

સાથ રહકર સમજને લગે થે એક દુસરે કો,

પતા હી નહિ ચલા હરકામ આસન બન ગયે.

દિયા હમને એક દુસરે કા એસા સાથ હંમેશા,

વો રાસ્તે કંટક ભરે હુએ હોતે હુવે ભી કટ ગયે.

રહે ખુશિયા આસપાસ તું જાયે જહાં પર ભી,

એક રાસ્તા બંધ હુઆ, તો કિતને ખુલ ગયે.

સબ રીસ્તેદાર આસપાસ હો અબ જાયેંગે તેરે,

પર વો દોસ્ત કહ કે સાથ રહનેવાલે કહાં ખો ગયે.

અપને સારે દોસ્તો કો કભી નહિ ભૂલના તુમ,

તુમારે સંસાર મેં ભલે હી હો ઘુલ મિલ ગયે.

હમારે બારેમે સોચ કર દુખી મત હોના કભી તું,

હમ નહિ તો હમારે જૈસે દોસ્ત બના લેના નયે.

દોસ્ત તેરી દોસ્તી પે હમ તો ફિદા હો ગયે,

કલ તક સાથ થે અબ હમ તુમસે જુદા હો ગયે.

કરણસિંહ ચૌહાણ

લીમડો કડવો કેમ?

લીમડાને તમે કડવો કહો છો તો,

માનવીની દુનિયાને તમે શું કહેશો ?

કડવાટમાં જેની સાજા કરવાની દવા,

ને મીઠાશમાં માંનેખની છે ફતવા !

કડવા એવા પર્ણમાં તો નથી કવા,

વ્યકતીએ વાત મીઠીને જુદા ભવા.

સ્વાદ કડવો પણ ગુણનો ભંડાર છે,

સંવાદે મીઠોને સ્વાર્થ અપરંપાર છે.

કહેવત છે કે કડવા હોય છે લીમડા,

તો હોય છે ક્યાં મીઠા સૌ કોઠીમડા?

આપે છે આ નીમ મીઠો રોજ છાયડો,

નથી મટતો માણસ ક્યારેય વાયડો!

ટાણે પાકે છે લીમડાની ય લીંબોળી,

નથી પાકતી કદી માનવજાત મોળી.

વસ્તુમાં નાખો બગાડવા ન દે એમ,

તો નરથી આ લીમડો કડવો કેમ?

-કરણસિંહ ચૌહાણ

સૂર્ય અસ્ત થતો નથી

અસ્ત નથી થતો ક્યારેય સૂર્ય,

સમય થયે આથમી જાય છે તે.

હોય દિવસમાં જ તે પ્રકાશિત,

પ્રગટતો રાતમાં કાયમી હોય છે.

અંધારામાં રવિની શી હોય કલ્પના,

સોમને અંજવાળું બીજું ક્યાં કોય છે.

દેખાય છે નિશામહી શીતળ પ્રકાશ,

તે વિભાકર કેરો જ અંશ તો હોય છે.

તેના આધારે છે નવગ્રહની મંડળી,

સુધાકર સમો પ્રમુખ ક્યાં કોય છે.

એમજ નથી દેખાતા ચિત્રમાં સુરો,

ત્યાં પ્રકાશ તેનો પથરાયેલ હોય છે.

જગમગે જગત આખું છે જેના નામે,

તેને નામની લાલસા ય ક્યાં હોય છે.

કરણસિંહ ચૌહાણ

કોલેજ અમારી એવી

આ આખા ગુજરાતમાં કોઈ કોલેજ નથી એવી,

આપણી સૌની કોલેજ આ શાંતિલાલ શાહ જેવી.

ભાવનગરની બાજુમાં સીદસર રૂડું ગામ છે ને,

મળી છે ગામ બાજુમાં વિશાળ જગ્યા પણ કેવી. આ આખા........

ઈજનેરી વિદ્યાના પાઠ ભણતા અહિ સૌ યુવાનો,

ભણાવે એવું કે જોઈ લો સાક્ષાત સરસ્વતી દેવી.આ આખા........

બંધાયા અહીં સૌ કોઈ એવા લાગણીના તારથી,

સ્ટાફ હોય સઘળે પણ અહીંની મિત્રતા ય એવી. આ આખા........

કામ કરતી દરેક વ્યક્તિનો વર્તાવ સુમેળ ભર્યો,

આવે જે અહીંયા તેને લાગે છે ઘર હોય એવી. આ આખા........

સ્વાદિષ્ટ નાસ્તો અને સુગમ લાગે તેવું ભોજન,

લાગે ચા મધુરી મન થાય કે પ્યાલી ચૂસી લેવી. આ આખા......

આવવા જવાનું થોડું દુર પડે છે સૌને તો પણ,

એમાંય હોય મુસાફરીની એક મજા જે ખેંચી લેવી. આ આખા.....

બાંધકામની પણ છે અહીંની સુંદર કારીગરી એવી,

મોતીની બનાવેલી માળામાં રાખેલા ગાળા જેવી. આ આખા.......

આ વિદ્યાર્થીઓ અહીંના હુન્નર દેખાડે છે અવનવા,

ને વિધાર્થીનીઓ પણ ક્યાંય નથી પાછી પડે તેવી. આ આખા......

કરણસિંહ ચૌહાણ