Jivangyaan in Gujarati Motivational Stories by Raaj books and stories PDF | જીવનજ્ઞાન

The Author
Featured Books
Categories
Share

જીવનજ્ઞાન

લોકો હંમેશા કહેતા હોય છે સમય પાણીની માફક હોય છે તે હંમેશા વહ્યા કરે છે .એક વાર સમય વીતીજાય પછી તેને પાછો લાવવો અસંભવ હોય છે .માટે સમય ની સાથે આવતી તક ઝડપી લેવી જોઈએ. મારી માન્યતા થોડી અલગ છે .
જિંદગી ક્યારે અટકી જાય છે તેની કોઈને જાણ નથી ,તો સમય ની ચિંતા શા માટે કરવી સમય જ્યાં લઇ જાય ત્યાં જતું રહેવાનું ,વહેતા પાણીની જેવા સમય ના પ્રવાહ માં વહેતુ રહેવાનું, મંજિલ તો માત્ર ભ્રમ છે તે મૃગજળ ની માફક હોય છે દૂર થી દેખાઈ આવે છે ત્યાં પહોંચવા આવીએ ત્યારે ખુશ થઈ જઈએ છીએ અને જ્યારે પહોંચી જઈએ છીએ ત્યારે ઘણે દૂર બીજી મંજિલ હોય છે . તો આ ભ્રમ માંથી બહાર નીકળીએ ,ઘણીવાર મંજિલ ની ચિંતા માં આપણે સફર નો આનંદ લેવાનું ભૂલી જતા હોઈએ છીએ .
તમને એક નાનકડી વાર્તા કહું . એક વખત ગામ માંથી યુવાન ખેડૂત શહેરમાં વ્યાપાર શીખવા આવ્યો . ખિસ્સા માં પૈસા ન હતા .એટલે શરૂઆત માં તેણે કાપડની દુકાન માં નોકરી કરી .થોડા વર્ષ પછી થોડો અનુભવ અને પૈસા ભેગા થયા એટલે પોતાની એક દુકાન શરૂ કરી .થોડા સમય માં એ દુકાન ધમધોકાર ચાલવા લાગી .એક વખત તેની આ દુકાન માં આગ લાગી . એક ઝટકા માં તેની બધી કમાણી રાખ થઈ ગઇ .તે ફરી પોતાના ગામ મા જતો રહ્યો અને ફરી ખેતી કરવા લાગ્યો . તો શુ તે યુવાન ને શહેર આવવાનો કાઈ ફાયદો ના થયો . તેણે શહેર આવવાની તક ઝડપી , સફળ પણ થયો અને તેના ભાગ્ય ને કારણે બધી સફળતા નિષ્ફળતા માં પરિણમી . તો આમા તે યુવાન નો શુ વાંક .તેણે જીવન માં આવતી તક ઝડપી પણ છતાં છેવટે નિષ્ફળ જ રહ્યો .
નહીં, આ જિંદગી સફળતા નિષ્ફળતા નથી આ જીંદગી માં કાઈ પામવાનું કે ગુમાવવાનું નથી માત્ર જીવવાનું છે. ભલે તે યુવાન નિષ્ફળ થયો પણ તે ઘણું શીખ્યો, શહેર ના રિતીરીવજો જોયા ,શહેર ની લોજ અને હોટેલો માં જમ્યો , સીનેમાઘરો માં ચલચિત્રો જોયા , ઘણા ભણેલા લોકો સાથે મુલાકાત થઈ, મોટા સપનાઓ જોયા , મોંઘી દાટ ગાડીઓ માં ફરતા અમીરો , અને રસ્તા પર મજૂરી કરતા ગરીબો જોયા. માટે જે પણ થાય તે થવા દેવાનું, સફળતા નિષ્ફળતા ની ચિંતા કર્યા વિના જીવતું રહેવાનું , કારણકે એક દિવસ બધું ગુમાવી ને જવાનું છે અનુભવો અને યાદો શિવાય કાઈ સાથે નથી . જે નિર્ણય લઈશું તેના નવા અનુભવો થશે , સફળ થસુ તો સારા અનુભવો થશે અને નિષ્ફળ થસુ તો થોડા ખરાબ , પણ આ સારા અને ખરાબ અનુભવો જ છે જે આપણી જિંદગી ને વધુ રોમાંચક બનાવે છે .
તો આજે

ભૂલી જઈએ મંજિલ એક પળ માટે,
રસ્તા ના દરેક ડગલાંઓ ભરી લઈએ,
હવે , જરૂરી નથી પહોંચવું પેલે કાંઠે,
એટલેજ, મન ભરીને જીવી લઈએ

લક્ષ્ય થી સફળતા ના રસ્તે,
ઠોકર ખાતા પડી જઈએ,
હવે , જરૂરી નથી પહોંચવું પેલે કાંઠે,
એટલેજ, મન ભરીને જીવી લઈએ

હરીફાઈ છે તારી પોતાની સાથેજ ,
જીત ની ચિંતા વિના લડી લઈએ,
હવે , જરૂરી નથી પહોંચવું પેલે કાંઠે,
એટલેજ, મન ભરીને જીવી લઈએ.

સમસ્યા ઓની પોટલીઓ બાંધી,
વિશાળ સાગર માં ફેંકી દઈએ,
હવે , જરૂરી નથી પહોંચવું પેલે કાંઠે,
એટલેજ, મન ભરીને જીવી લઈએ.

અંધકાર થી ભરેલી એ ક્ષણોમાં,
હસતા હસતા ડરી લઈએ,
હવે , જરૂરી નથી પહોંચવું પેલે કાંઠે,
એટલેજ, મન ભરીને જીવી લઇએ.