લક્ષ્મીફોઈ અને નિસર્ગ બન્ને મળીને વિરજીભાઈને ઘર માં શુ ચાલી રહ્યું છે તે કહેવા માટે બોલી રહ્યા હતા..છેલ્લે વિરજીભાઈ એ લક્ષ્મી એમની મોટી બહેન છે એટલે એમને બધું કહી દેવાનો નિર્ણય કર્યો....પણ અચાનક એમને કંઈક વિચાર આવ્યો એટલે એમને સાચી વાત તો બધા વચ્ચે જ કહેવાનો નિર્ણય કર્યો...
વિરજી : મોટીબેન,તમારે જે સમજવું હોય તે સમજો.....સાચી વાત તમને કાલે..ગામ વચ્ચે જ્યારે હું તે છોકરાને મારા બાજુમાં બેસાડી ને બધા વચ્ચે વાત કરું...ત્યારે જ તમને ખબર પડશે...
એમ કહીને તે ત્યાંથી ઉભા થઈને જતા રહે છે...
નિસર્ગ : મમ્મી હવે તો હદ થાય છે...સનમ ને ઓલા છોકરા જોડે રાખીને મામા સાબિત શુ કરવા માંગે છે??
લક્ષ્મીફોઈ: તારા મામા ભલે ગમે તેટલું કરી લે....દીકરા...છેલ્લે દોરી તો મારા હાથમાં જ છે..
.
.
.
.
બીજા દિવસે સવારે કાર્તિક સૂતો હોય છે ત્યારે સનમ આવે છે...
સનમ : કાર્તિક...ઉઠી જા...જલ્દીથી..
કાર્તિક બંધ આંખે જ બોલે છે...
કાર્તિક : અરે આટલો મોટો પલંગ છે..સુઇજા બાજુમાં..આજે શાંતિથી સુવા દે..કાલે મોડે સુધી તે બોવ વાતો કરાઇ હતી યાર...
સનમ : પપ્પા નીચે બોલાવે છે....પછી તારી મરજી...સૂવું હોય તો સુઈ રે..તું...
તરત જ કાર્તિક ઉભો થાય છે..
સનમ : વાહ...જેવી રીતે જલ્દી થી ઉભો થયો..તે જ રીતે સેજલ હમણે જે કપડાં આપવા આવશે તે પહેરીને તૈયાર થઈ જાજે...પપ્પા એ એક નાનો હવન રાખ્યો છે...તો તેમાં તને પણ બોલાવ્યો છે...તારી પાસે અડધો કલાક છે..
એમ કહીને તે ત્યાંથી જતી રહે છે..કદાચ એને પણ કામ હશે..
થોડી વાર પછી સેજલ ફક્ત ધોતિયું આપી ગઈ...અને કઈ પણ પૂછું એની પેલા ચાલી ગઈ...
હું હજુ એમજ બેઠો હતો..ત્યાં પાછું એકવાર સનમ આવી...
સનમ : ઓ..હીરો..ધોતી પહેરી લે...ખબર હતી..કે તું હજુ તારા કપડાં પહેરીને જ બેઠો હશે...એટલેજ હું જોવા આવી...
me : પણ યાર...ખાલી ધોતી કેવી ખરાબ લાગે...એ પણ આખા ગામ સામે..અને હું થોડી કંઈ આ ઘરનો સદસ્ય છું...તો યાર પૂજા માં બેસવાનું મારે..
સનમ : જલ્દી કરને યાર...મોડું થાય છે..પૂજામાં.
એમ બોલીને તે નાટક કરવા લાગી...છેલ્લે નાછૂટકે ધોતી પહેરી..
.
.
.
ધોતી પહેરીને બહાર આવ્યો ત્યારે સનમ ત્યાં જ રાહ જોતી હતી મારી..
સનમ : જો મને ખબર જ હતી કે તને...ધોતી પણ જોરદાર લાગે...
me : રહેવા દે....ખાલીખોટી મસ્તી ના કર મારી..
ત્યાંજ સેજલ આવી...
સેજલ : તમે બંનેને તો બોવ વાર લાગી....માલિક બોલાવે છે નીચે...જલ્દી કરો...
એટલે સનમ જોડે હું પહેલીવાર બહાર નીકળ્યો રૂમની...આલીશાન હવેલી જેવું ઘર હતું...
સનમ : કેવું લાગ્યું ઘર????
me : એકદમ જબરદસ્ત...
સનમ : હવે તારું છે...પણ લગ્ન પછી..એટલે અત્યારે બહુ ખુશ ના થતો બહુ..
એમ કહીને હસવા લાગી...
હવન ઘરની બહાર મેદાનમાં રાખ્યું હતું...ઘણા બધા લોકો હતા ત્યાં...ત્યાં મારા આવતાની સાથે જ બધા મને જોવા લાગ્યા...
મારી બાજુમાં જોયું તો સનમ નહોતી...પણ એક ભાઈ મને હવનકુંડ બાજુ દોરી જતા હતા...
સનમ મને જોવા જ ના મળી ઘરની બહાર નીકળતા જ...અને હું પણ આ બધું જોવામાં એ બાજુમાંથી ક્યારે જતી રહી એ ભૂલી ગયો...
ત્યાં એક ભાઈ પણ ધોતી પહેરીને બેઠા હતા પંડિતની બાજુમાં..એમને જોઈને ખબર પડી ગઈ..કે આ સનમ ના બાપા જ હશે..મારા આવતા જ એમને મને ઇશારાથી એમની બાજુ માં બેસાડયો...અને બસ હવન ચાલુ થઈ ગયો..
બ્રાહ્મણ મન્ત્ર બોલતો જતો હતો...હું અને સનમ ના બાપા એ બોલે એમ કરે જતા હતા..અને ગામવાળા બધા મારા સામે જોતા હતા કે જાણે મેં કંઈક ગુનો કરી દીધો હોય..નિસર્ગ અને લક્ષ્મીફોઈ જાનકી સાથે બેઠા હતા....નિસર્ગ ગુસ્સે થતો હશે કારણકે....તેની જગ્યા એ હું પૂજા માં બેઠો હતો..પણ મારું ધ્યાન તો બીજા વિચારો માં હતું..
પૂજા પતી ગઈ એટલે પછી વિરજીભાઈ એ ત્યાં બેઠા બેઠા જ બધાની સામે બોલવાનું ચાલુ કર્યું...
વિરજીભાઈ : થોડાક દિવસ પહેલા મારી દીકરી માટે આ છોકરા એ 20 લોકો થી માર ખાધી અને એના લીધે તે બહુ ગંભીર હાલત માં આવી ગયો હતો...સનમ તેને હોસ્પિટલ લઇ ગઈ હતી..પણ તમને બધાને ખબર જ છે કે...જે આ વિરજીના સંપર્ક માં આવે એને કેટલી જગ્યાએથી ખતરા હોય છે...એટલે મેં પોતે ત્યાં જઈને આ જુવાનિયા ને આપણા ગામ સોનગઢ લાવીને એને સાજો કર્યો..આ હવન પણ એ સાજો થઈ ગયો એટલે એના માટે જ રાખ્યો હતો...મને સનમ માટે આ છોકરાની હિંમત ગમી ગઈ. સનમ ની પણ જીદ હતી કે હું આજે એના માટે થઈને કાર્તિકને જ પસંદ કરું એટલે આ છોકરાના હું સનમ જોડે લગ્ન કરાવવા માંગુ છું...સનમ માટે આનાથી બહાદુર અને સારો છોકરો નહિ મળે...
પછી એમને ઘણું લાબું ભાષણ આપ્યું....પણ મને દાળમાં કાળું લાગ્યું. વિરજીભાઈ નક્કી ગામ માં મોભી હશે. છોડો.... સનમ ને પોતાના પિતા પર ભરોસો છે તો હું પણ કરી જ નાખું...
ખુશ તો થયો કે ચાલો સનમ હવે મારી થનારી પત્ની છે...પણ વિરજીભાઈ આવી રીતે તરત મારા હાથમાં સનમ નો હાથ આપી દે એ મને વિશ્વાસ નહોતો આવતો...ત્યાં બેઠેલા નિસર્ગ અને લક્ષ્મીફોઈ તો ત્યાંથી જતા રહ્યા...જાનકી હજુ બેઠી હતી...
ગામલોકો બધા મને મળ્યા. વિરજીભાઈ એ અમુક લોકો જોડે ખાસ મારો પરિચય કરાવ્યો. પછી હું એકલો બેઠો થાકીને ત્યારે સનમ ના બાપા મારી પાસે આવ્યા...
વિરજીભાઈ : સનમ તને બહુ જ પ્રેમ કરવા લાગી છે...તું જ્યારે માર ખાઈને પડ્યો હતો,,ત્યારે તને અંદાજો પણ નહીં હોય કે તે કેટલું રડી હતી તારા માટે..તેને પહેલીવાર લાગ્યું કે કોઈ એના માટે મરી જવા પણ તૈયાર છે.તે તારાથી જોડાઈ ગઈ છે..એનું તારા પ્રત્યેનો પ્રેમ હવે મારા કાબૂ માં નથી એટલે આજે મેં તમારું સગપણ નક્કી કરી દીધું. સનમ મને પણ નફરત કરે છે એની માં જતી રહી પછી...એટલે ફક્ત તું જ છો કે જેના માટે તે કઈ પણ કરવા તૈયાર છે ..
me : તમારું શુ માનવું છે મારા વિશે ??
વિરજીભાઈ : પહેલે તો લાગ્યું કે તું મારી મિલકત જોઈને આવું પગલું ભર્યું હશે...પણ ના એવું નથી..પાછલા દિવસો માં હું પોતાને નથી રોકી શકયો વિચારતા કે કોઈ માણસ આટલું પાગલ કેવી રીતે હોઈ શકે...
me : સાચું કહું ને તો મેં ઘણી છોકરીઓ જોઈ પણ સનમ બધા કરતા અલગ છે...હજુ મેં એને જોઈ જ હતી અને હું તરત જ તેના પાછળ ચાલતો થઈ ગયો..હું પોતાને રોકી ના શક્યો....ખબર નહિ કેમ...બસ ચાલતો જ ગયો..
વિરજીભાઈ : મને સનમે બધું જ કહ્યું...ગમે તે થાય બસ સનમને ના છોડતો..ગામ માં ઘણા લોકો તમારા સગપણ થી ખુશ નહિ હોય...ઘણા કાવતરા કરશે...જો ફસાઈ ગયા...તો સનમ નું શુ થશે તે હું વિચારી પણ નથી શકતો...
એમ કહીને તે થોડા ગળગળા થઈ ગયા..
me : તમે તો ભેગા જ છો અમારી...પછી શું વાંધો છે??
વિરજીભાઈ : એવું ના વિચારશો તમે...હજુ તમને આ બધાની ખબર નથી..મને મારી પત્ની થઈ જુદા કરી દીધો.તમારા જોડે તો આ લોકો એવા દાવ રમશે કે હું પણ કંઈ નહીં કરી શકું...એટલે જ મેં તારા પર ભરોસો કર્યો....અને જેમ બને એમ જલ્દી તમારી સગાઈ કરવી દઈશ..કારણકે મેં આજે તમારા બન્નેના સગપણ નું બધાની સામે કહીને એક યુદ્ધ ચાલુ કરી નાખ્યું છે. જેનો અંત જેમ બને એમ જલ્દી લાવવો પડશે..પણ મેં જે વિશ્વાસ કર્યો તારા પર એને ખોટો ના પાડતો...
me : એકવાર સગાઈ થઈ જાય પછી જોવાયું જશે બધું..
વિરજીભાઈ : મેં સગપણ નક્કી તો કરી દીધુ પણ તારા પરિવારવાળાને હજુ ખબર જ નહીં હોય આવી...એ લોકો માની તો જશેને તારા અમે સનમ ના લગ્ન માટે...
me : એ તો માની જશે...તમે બધા સગાઈ નું નક્કી કરો...ત્યાસુધીમાં હું મનાવી લઈશ...
વિરજીભાઈ : જોજે...તો તારા પરિવારને તું ક્યારે અહીંયા લઇ આવીશ???
me : બસ હવે સાજો થઈ ગયો છું તો....કાલે નીકળી જઈશ મારા ઘરે..કારણકે આવી વાત ફોન પર તો ના જ કરાય...બસ હવે તે લોકોને એકવાર મનાવી લવ પછી....તૈયારી ચાલુ કરી દેશું...
વિરજીભાઈ : તું સમજદાર છો....તું સમજાવી લઈશ તારા ઘરવાળા ને ... હું કાલે ગોરબાપા ને બોલાવીને થોડીક પૂછતાછ કરી લવ...પણ હજુ પણ જ્યાં સુધી મને ખબર છે કંઈક તો થશે જ કાલે...ચાલો ને...જે હશે તે જોવાયું જશે..
એમ કહીને તે જવા લાગ્યા અને બોલ્યા,"ગમે તે થાય સનમ ને એકલી ના મુકજે....સામનો કરજે બધાનો...ગમે તે થાય"
તે તો ચાલ્યા ગયા ત્યાંથી પણ મને વિચારતો કરતા ગયા કે ...એવું બધું શુ હશે??કોણ છે જે સનમ ને અને મને અલગ કરશે??લક્ષ્મીફોઈ??એ તો બોલ્યા કે આખું ગામ..હજુ કોણ હશે બીજું?અરે...પણ પ્રોબ્લેમ તો મારા ઘરવાળાઓ ને મનાવવાની આવી..આવી રીતે તરત હું ઘરે જઈને બોલી દવ કે ચાલો મારી સગાઈ નક્કી થઈ ગઈ છે...આશીર્વાદ દેવા આવી જાવ...એ શક્ય નથી....કારણકે દરેકના પરિવારમાં એક તો સભ્ય હોય જ જે તકલીફ ઉભું કરે..એ ના પણ હોય તો ય કોક તો આવી જ જાય....હવે એ તો હું મારા ઘરે જાવ ત્યારે ખબર પડે..
ત્યાં સનમ મને શોધતી શોધતી જ્યાં હું બેઠો હતો એકલો ત્યાં આવી ગઈ..
સનમ : તું અહીંયા બેઠો છે એકલો ત્યાં હું તારા વગર અડધી થઈ ગઈ ...ચાલ અંદર.
બે ઘડી મેં સનમ સામે જોયુ.....અને વિચાર કર્યો કે જો કોઈ આને નુકશાન પહોંચાડે તો..જેમ તેના પાપા કહેતા હતા...તો હું કેવી રીતે જીવીશ...
સનમ : ઓય...કેટલું વિચારીશ તું?? કાલે ગોરબાપા આવીને આપણી સગાઈનું મુહૂર્ત કાઢવાના છે....હવે પછી ના દિવસો મારા જીવન ના બેસ્ટ દિવસો હશે...કાર્તિક...
હજુ તો સનમ ને કહેવાનું હતું કે હું કાલે મારા ઘરે જતો રહેવાનો છું...એ કહેવામાં પણ મને તકલીફ થતી હતી પન બોલવું તો પડશે જ...
ત્યાં નિસર્ગ હવે ગુસ્સા માં ના ભરવાના પગલાં ભરવાનું વિચારી રહ્યો હતો...
નિસર્ગ : કાલે ગમે તે થાય...સનમ ના સગાઈનું મુહૂર્ત તો નક્કી જ નહીં થવા દવ...
લક્ષ્મીફોઈ : દીકરા,ગોરબાપા મુહૂર્ત તો કાઢશે જ..પછી ભલે ને 1 વરસ પછી નું કાઢે...
નિસર્ગ : કોઈ કાળે નહીં થવા દવ...
આ લોકો થયા પહેલા જ અટકાવી રહ્યા હતા....ત્યાં જાનકી હજુ પણ એક કોયડો હતી...કે તે શું વિચારતી હતી....એની આંખો મને હેરાન કરતી હતી..કઈ રીતે???તે જરાક વિચિત્ર છે બોલવું...
next part માં જોઈએ કે...કાર્તિક પોતાના પરિવારને કેવી રીતે મનાવશે??નિસર્ગ ગોરબાપા ને કેવી રીતે રોકી શકશે??જાનકી બાબતે કશું નહિ બોલું...તે હજુ સવાલ જ છે..અને મારી કોલેજમાં તો મારા દોસ્તો ખબર નહિ શુ કરતા હશે...
?JUST KEEP CALM AND SAY RAM?
#keepsupport #staytuned #spreadlove
?????????????
DM me on insta : @ cauz.iamkartik
COMMENT. SHARE. FOLLOW.