Trambaknu Jungle - 1 in Gujarati Horror Stories by Darshini Vashi books and stories PDF | ત્રમ્બકનું જંગલ - 1

Featured Books
Categories
Share

ત્રમ્બકનું જંગલ - 1

ભૂતની પ્રેતની વાતો સાંભળવી અને તેને હકીકત માં મહેસુસ કરવું એ બન્ને અલગ વાત છે. આ વાત ત્યારે જ કોઈ સમજી શકે જયારે તેને તેનો અનુભવ હકીકતમાં થયો હોય છે. આજે આપણે અહીં હકીકતમાં અનુભવાયેલા કિસ્સાની જ વાત કરવાના છે.

વાત એકાદ દાયકા પૂર્વે ની છે. શિરડી થી મુંબઈ આવવા માટે ઘોટી ઉપરાંત વધુ એક શોર્ટકટ રસ્તો છે. જે ત્રમ્બકથી કસે નીકળે છે. દિવસના સમયે પણ કમ્પારી કરાવતો આ માર્ગ રાત્રીના સમયે ગાડીમાંથી પસાર થનારા વ્યક્તિઓની શી હાલત કરતો હશે તેની તો કલ્પના જ કરવી રહી. આ ગાડીમાં એક ફેમિલી શિરડી થી મુંબઈ પરત ફરી રહ્યું હતું. જોકે તેમને આ રસ્તો એકાંત હોવાની જાણ હતી પરંતુ દિવસનો સમય હોવાથી અને મુંબઈ જલ્દી પહોંચવાનું હોવાથી આ રસ્તો પકડવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં બધું બરોબર ચાલ્યું. પરંતુ જેવા આ ત્રમ્બક ના રસ્તે થોડા આગળ વધ્યાં હશે ત્યાં ગાડી બંધ પડી ગઈ. ગાડી ચલાવી રહેલા વ્યક્તિએ નીચે ઉતરીને જોયું કે ગાડી અચાનક કેમ બંધ પડી ગઈ. ટાયરમાં પણ હવા બરાબર ચેક કરાવી હતી અને પેટ્રોલ પર અડધી ટાંકી હતું તો પછી ગાડી કેમ બંધ પડી ગઈ. આ વિચારોની સાથે ગાડીનું બોનેટ ખોલીને ચકાસવાની શરુઆત કરી તો જણાયું કે ગાડી ગરમ થઇ ગઇ છે. જોકે, આ ફેમિલી પાસે વર્ષોથી કાર હતી તેથી તેઓ પાસે ગાડીને સંબધિત તમામ ટુલ્સ ઉપરાંત પાણી ના બે ચાર બાટલા પણ હતા. એટલે ગાડીમાં પાણી નાખ્યું અને પાછી ગાડી ચાલુ કરી.

વાત હજી પતી નથી. આ ફેમિલી માંડ પાંચ દસ મિનિટ આગળ ચાલ્યા હશે અને ગાડી પાછી બંધ પડી ગઈ. હવે બધાં ચિંતામાં મૂકાયા. આવું પાછું કેમ થયુ હશે. પાછા ઉતરીને ગાડી ચેક કરી અને ગાડીમાં તે જ પ્રોબ્લેમ પાછો થયો ગાડી ગરમ થઇ ગઇ હતી. ગાડીમાં રહેલી પાણીની બોટલ પાછી બહાર કાઢી અને બોનેટ ખોલીને પાણી નાખ્યું. ગાડી ફરી શરૂ થઈ ગઈ. બધાંએ નિરાંત અનુભવી. પરંતુ અંદર બસેલા ફેમિલીને ક્યાં ખબર હતી કે આ વાત હજી લાંબી ચાલવાની છે. ગાડી તો ચાલવા લાગી પરંતુ પાછી પંદર મિનિટમાં અટકી ગઈ. આવો જ સિલસિલો સતત ચાલતો રહ્યો હવે તો પાણીની બોટલમાં પણ પાણીનું લેવલ તળિયે આવી ગયું હતું. અને સાંજ પડી ગઈ હતી. એટલે ફેમિલીના સદસ્યોને માથે પસીના ફરી વળ્યાં હતાં કે હવે કરવું તો શું કેમ કે તેઓ એવી જગ્યાએ હતા જ્યાંથી પાછા વળવું જેટલું કઠિન હતું એટલું જ કઠિન આગળ વધવાનું હતું. મનમાં અને હોઠ પર સતત ભગવાનના નામ નું સ્મરણ ચાલુ થઈ ગયું હતું. ભૂત પ્રેતની તો ચિંતા હતી પરંતુ સાથે આવા સુમસામ રસ્તા પર અસામાજિક તત્વોની ચિંતા પણ મનમાં સળવળી રહી હતી. કેમ કે ગાડીની અંદર મહિલા પણ હતી. પરંતુ ગાડી અંદર સવાર પતિ પત્ની અને તેમના બે યુવાનીના ઉંબરે પહોંચેલા બે સંતાન ને ક્યાં ખબર હતી કે તેઓને મનમાં જેની ચિંતા હતી તે થોડી પળમાં હકીકતમાં તેમની સામે આવી જશે. હવે સાંજ ની રાત પડી ગઈ હતી અને ગાડી ફરી બંધ પડી ગઈ. આજુબાજુ ઘોર જંગલ. નહિ તો સ્ટ્રીટ લાઈટ અને નહિ તો કોઈના ઘર. બસ માત્ર ગાડીની હેડલાઈટ. આવા વાતાવરણમાં ગાડી બંધ પડી જાય ત્યારે કોની હિંમત ચાલે નીચે ઉતરીને પાણી નાખવા જવાની. પરંતુ આ પરિવાર ના સદસ્યો થોડા કઠણ કાળજા ધરાવતાં હતા જો હોગા વો દેખા જાયેગા એવું વિચારીને અને ભગવાનનું નામ લઈને નીચે ઉતર્યા. પિતાએ હાથમાં મોટી ટોચ લીધી અને સેફટી માટે હાથમાં લોખન્ડ નો સળિયો લીધો જે તેઓ હંમેશા પોતાની ગાડીમાં રાખી મૂકતા અને પુત્રએ પાણીની બોટલ અને બીજો સામાન લીધો ગાડીને લોક કરી જેથી અંદર બેસેલા સેફ રહે. હવે ભગવાનનું નામ લેતાં લેતાં ગાડીના બોનેટ તરફ આગળ વધ્યા. પિતાએ ટોચનો પ્રકાશ બોનેટ તરફ ફેંક્યો. જેવું પુત્ર એ બોનેટ ખોલ્યું કે .....

હવે વધુ વાંચો આવતાં અંકમાં....