"હું વહેલો આવી જઈશ ચિંતા ના કરીશ કાઈ લેવા કરવાનું હોય તો બોલ" એને બધું એટલી સ્પીડમાં બોલી દીધું કે મારે શું કહેવું હતું એ જ હું ભૂલી ગઈ...
"હ... હા વાંધો નહીં.. નાં ના કાઈ લેવાનું નથી..." મેં કહ્યું.... તે મારી નજીક આવ્યા ને મારા માથા પર એ નાનકડી ચુમ્મી કરી જતા રહ્યા... હું મનોમન વિચારતી રહી કે કેટલા પ્રેમાળ પતિ મને મળ્યા છે... દરેકના નસીબ કાઈ મારા જેવા હોતા નથી... એમને પસંદ કરતાં પહેલાં મેં કેટલા નખરા કરેલા... એ વાત પર તો મને હજુય હસવું આવે છે...
"ફટ રે હું ..." મેં મારી જાત ને જ થોડુંક ખીજાય લીધું....
ઘરનું બધું કામ આટોપતા મને એ જ વિચાર આવતા રહ્યા કે એમને મારે કેહવું છે કે તમે કેટલા સારા છો.... કેટલા પ્રેમાળ છો.... પણ એમની સામે હું ક્યાં કશું બોલી શકું છું... જોકે મારે એમ કહેવું જોઈએ કે એ મને બોલવા જ ક્યાં દયે છે... એમની વાતો સાંભળવામાં હું એટલી મશગુલ હોવ છું
કે...મારી વાતો ત્યાં જ રહી જાય છે.......પણ ...પણ... મારે એમને કહેવું તો છે જ....
એ મને ખીજવે છે કે હું પ્રેમ જતાવતી જ નથી...પણ કેમ કહું મને એ જ નથી સમજાતું...!
કહીશ એમને ...આજ આવે એટલે આજ જ કહીશ....
ના ... ના... અત્યારે જ કહીશ હું.... ફોન કારી લઉં એમને...
દરવખત ની જેમ એને અડધી રિંગ પછી ફોન ઉપાડી લીધો..
"બોલ .... કાઈ લઈ આવવાનું છે ..? "એમને તરત જ આવો પ્રશ્ન પૂછ્યો.. ખરેખર મારા પતિ સહેજેય રોમાન્ટિક નથી... મે વિચાર કર્યો....
"અરે બોલ..." એ ફરી થી બોલ્યા...
"બિઝી છો?" મેં ફરી પ્રશ્ન કર્યો ......
"હા... પણ.. તું બોલ ને કાઈ કામ હતું... ?"
" તો મારે કામ હોય તો તમને ફોન કરવાનું એમ...?!" મે બરાડો નાખ્યો...
મને સામે થી હસવાનો અવાજ સંભળાયો.....
"ના... ના... તું ગમે ત્યારે મને ફોન કરી શકે ...ઈચ્છા પડે ત્યારે તારી મરજી પડે તો ધમકાવી પણ શકે... ! પણ તું છો ને કાંઈ બોલતી જ નથી કામ વગર .....પહેલા તો કેટલું બોલતી... લગ્ન પછી જ નથી બોલતી...હું તરસુ છું.. તને પહેલાની જેમ જોવા....પાછી એવી જ થઈ જા ને...!'
મારા મનમાં એકસાથે કેટલા બધા શબ્દો યુદ્ધ કરવા લાગ્યા..એમને સમજાતું જ નહોતું કે કોને પહેલા બહાર આવવું જોઈએ...
એટલે મેં વ્હોટ્સએપ ખોલ્યું લખવાનું શરૂ કર્યું... પણ ખબર નહીં આ બેકસ્પેસ કૈક વધુ જ ઉપયોગ માં લેવાય જતું હતું...મેં વ્હોટ્સએપ બંધ કરી દીધું..!
મેં જી મેઇલ ખોલ્યું... થોડુંક હસવું આવ્યું.. પણ મેં લખવાનું શરૂ કર્યું...
મારા પ્રાણ પ્રિય પતિ શ્રી....
કંઈક વધુ ડ્રામેટિક સંબોધન થઈ ગયું નહીં?.!? ઘણા દિવસોથી તમને ઘણું બધું કહેવાની ઈચ્છા થાય છે..પણ તમારી આંખો છે ને... મને એમ જોવે ને કે હું બધા જ શબ્દો ગળી જાવ છું..... તમને ખબર છે એમ હું શાંત નથી ને આમ ચૂપ રહેવા પણ ટેવાયેલી નથી... પણ તમારો પ્રેમ એટલો બોલકો છે ને... કે હું શબ્દ વિહીન થઈ જાવ છું... તમે જ્યારે તમારા બંને હાથથી મને છાતી સરસી ચાંપો છો ને... ત્યારે હું તમારા મારા માટે ધબકતા હ્ર્દય સાથે ઘણી બધી વાતો કરી લવ છું.. એને પૂછજો ક્યારેક ...! આટલો પ્રેમ વરસાવો છો તો ક્યારેક ડરી પણ જવાય કે જો આ પ્રેમ થોડોક પણ ઓછો થયો તો.. હું કેમ જીરવિષ મારી જાત ને... મારા ધ્રુજતા હોઠ જ્યારે શબ્દોની ધ્રુજારીથી ધ્રુજવા જાય એ પેહલા જ તમારા પ્રેમથી પલળીને ગુલાબી થઇ જાય છે...
તમને લાગે છે... ને કે હું કશું નથી બોલતી..પણ.. જો હું બોલવા લાગીશ તો કદાચ તમારો બોલવાનો વારો નહીં આવે એ જોજો ....
આ લખવાની કારણ એ જ કે તમારી પત્ની હજુ તમને સામે આઈ લવ યુ કેહતા શરમાય છે....
તમારી જીવનસંગની...
મેં લખી ને સેન્ડ પણ દબાવી દીધું... બસ... એ ઉત્સુકતા હતી... કે કયારે એમનો જવાબ આવે.. એ કેટલા હરખાશે એ વિચારી વિચારી હું એકલી એકલી શરમાતી હતી ને ક્યારેક હલકું હસી પણ લેતી હતી....! એ આવશે તો લગભગ મને ઊંચકી જ લેવાના... એ વાતે જ હું હવા માં ઉડવા લાગી હતી...
મારી બે કલાક ની રાહ પછી... મારો ફોન રણક્યો... મેઈલ હતો એમનો...
સબ્જેક્ટ વગર નો... આગળ પાછળ કશું જ નહીં માત્ર બે જ શબ્દો ...
દરવાજો ખોલ
ને આ સાથે જ મારા દિલની ધડકન વધી ગઈ...મેં દરવાજો ખોલ્યો... એ હસતા હતા...આછું આછું હસતા હતા ...એમની આંખો હજુ એમ જ મને જોતી હતી.. હું નીચું જોઈ ગઈ .. એમને મને ઊંચકી લીધી...
"હવે તો બોલ....મારે તારા શબ્દો સાંભળવા છે..."
" શુ બોલું..?"
" જે તે મેઈલ માં લખ્યું છે..."
"તો કઈ તો દીધું...."
મેં શરમાઈ ને માથું એમના ખભા પર મૂકી દીધું...