Mari ladki in Gujarati Motivational Stories by Hardiksinh Barad books and stories PDF | મારી લાડકી

Featured Books
Categories
Share

મારી લાડકી

થાક્યો હતો 'ને થોડો હતાશ પણ..

રોજબરોજ નવા કામ, કામને પૂર્ણ કરવાની મથામણો અને કામ લેવડાવવાની પિંજણો..

ઘરે પહોંચ્યો..(અવાજ પાડ્યો)
"દિકરા...જરા પાણી આપ,
'ને થોડી તારા હાથની મસ્ત ચા બનાવી આપજે..
(સમય લાગ્યો પણ કોઈ પ્રત્યુત્તર ન મળ્યો એટલે અંદર જોઈ ને જોયું તો..!)

જોવ છું તો મારી ઢીંગલી ગાઢ નિંદ્રામાં હતી. એનો ચહેરો જોતા જ મારૂ જીવન હરરોજ પાવન થઈ જાય છે. લાગે છે કે મને મારી લાડકી સ્વરૂપે સાક્ષાત ઈશ્વરનો આશીષ મળ્યો હોય.

એની ઊંઘ ન બગડે એવી રીતે ચા બનાવી અને એના માસુમ ચહેરાની સામે આવીને બેસી ગયો..

સરી પડ્યો કુદરતે આપેલા જીવનની આ અમૂલ્ય પ્રતિકૃતિની સ્મૃતિમાં...

##########################

"આ તારો નાલાયક! ડફોળ જ રહેશે. સતત બીજી વાર નાસીપાસ થયો છે. જો તારો પાલવનો ટુકડો, કેવી રીતે એનું જીવન જીવશે?, એતો ઈશ્વર જ જાણે.! હવે લાગે છે મારે જ એને જીવનના પડકારોનું ભાન કરાવવું રહ્યું.."(:પપ્પાએ મારો ગુસ્સો મમ્મી સામે ઉતાર્યો..)

બાળપણથી જ મને ભણવામાં રસ નહોતો એટલે પપ્પા રોજ માર મારે અને મમ્મી મારા આંસુ લૂછતી..

ધક્કા ગાડી કોલેજ સુધી પહોંચી હતી અને અંતે નાસીપાસ થયો એટલે ઘરે આ તાંડવ રચાયું હતું. મને તો આદત હતી, પણ ધાર્યા કરતાં પપ્પાએ એવું કર્યું જેથી મારી દુનિયા ખાલી બની ગઈ. એમનો ગુસ્સો આજે જ્વાળા લગાવી રહ્યો અને મને ઘર છોડી મુકવાનો ફરમાન અપાયો..

આ નિર્ણયથી ખૂબ ગુસ્સામાં હતો, નારાજ હતો અને હૃદયને ઠેસ લાગી હતી એટલે કંઈ પણ વિચાર્યા વગર ઘર છોડી નીકળી પડ્યો..

##########################

સમય ચક્રો થંભ્યા હોય, ન તમને રસ્તો ખબર હોય કે ન તો કોઈ દિશા. મને તો બધું જ સુમસામ ભાસવા લાગ્યું. બસ, પગલાં પડતા ગયા 'ને; અનંત અવકાશમાં હું જ એકલો જાણે આશરો શોધી રહ્યો હતો..

ભટકતા ભટકતા હું એક અજાણ્યા શહેર આવી પહોંચ્યો. રાહગીર જેવી જ મારી હાલત હતી. મારી પાસે કંઈ જ નહોતું, સીવાય ખાલી હાથ અને પાપી પેટ. ભૂખ્યો અકળાતો હતો, 'ને અંદર થી આજે એવો પડકાર મળી રહ્યો હતો જાણે આ વિશ્વમાં હું જ કેમ એકુઠો પડી ગયો હોય!!.? અંતરથી જે વિચારોના ઉમળકા આવી રહ્યા હતા એના પડકારો જીલવાની મારી ક્ષમતા પણ નહોતી.જીવનને પહેલી વાર કંઇક આ અંદાજે જોયું હતું. નકારાત્મક વિચારો ઘર કરી રહ્યા હતા, પણ વિચારોના આ વલણને પડકારવા પેસ્યો અને આગળ વધ્યો..

મારા માટે આ બધું જ અજાણ્યું હતું. શહેરની ભાગદોડ અને ઝાકમઝાળ જોઈ હું દંગ હતો.!. ભૂખ્યો ભટકતો હતો ત્યાં આમ-તેમ ભટકતા એક મંદિર નજરે ચડ્યું. કંઇક આવી પરિસ્થિતિનું ભાન મારા પર પડ્યુ 'ને હું ઈશ્વર પાસે આ પરિસ્થિતિ માંથી બહાર નીકળવાના માર્ગે આસીત બની, એ તરફ ચાલ્યો..

મંદિર પહોંચતા જ મારી નજરે એક દ્રશ્ય ચડ્યું અને હું ઘડીભેર વિચારમગ્ન બન્યો!. મંદિરની બહાર ઘણાં બધા લોકો હાથમાં કટોરી લઈ કંઇક મેળવવાની આસે બેઠા હતાં!. જોયું તો, અન્ય દર્શનાર્થી લોકો દર્શન કરી અને બહાર બેઠાં ભૂખ્યાઓને પ્રસાદ આપી રહ્યાં હતાં. આ દૃશ્ય મારા માટે તો 'નવું જીવન પરોવે એવું હતું.!' જે જોઈ મારી ભૂખ આંબે ચડીને બેઠી હતી અને મને તો પ્રસાદ સિવાય કંઈ ભાંખતું નહોતું. કોઈપણ ચીજનો વિચાર કર્યા વગર હું અકળાયેલ બેબાકળો બની, કોળીયાની આસે બસ એ પંગતે હાથ ધરી બેસી ગયો..

##########################

એક કોળીયાની આસ મને આજે સારી રીતે સમજાય રહી હતી. મારૂ વર્ચસ્વ?, મારી અવસ્થા? મને એની આજે કાંઈ સુધ્ધા સહ નોહતી.

કોળીયો મળતા જ હું દુર જતો રહ્યો. એક વૃક્ષના છાંએ બેસી ને જેવો કોળીઓ મોં સુધી લાવ્યો કે એક હાથ મારી તરફ લંબાયો!!?..

કોમળ કળી ખીલતી હોય, અને એમાંથી કોઈ સુંદર ફૂલ બહાર નિકળવા ઝઝુમી રહ્યું હોય, એમ એક નાની ભુલકી મારી સામે આવીને ઉભી રહી ગઈ..!

એના લંબાયેલા હાથને જોય, મારા મોં તરફનો કોળીયો સ્તબ્ધ રહી ગયો. એકી ટશે જોતી એની આંખો મારા જીવનનો આકરો પાઠ ભણાવી રહી હતી. એક ઘડી આકાશ સામે જોય કુદરતને કહ્યું, "હે ઈશ્વર! તું મારી પરીક્ષા ભલે લઈ લે. પરંતુ એનું રૂપ આ ઢીંગલીને તો ન બનાવ.!"

મારી કરૂણા મારા અશ્રુઓ સાથે વાત કરી રહી અને ઢીંગલીને મારા હાથે ભોજન કરતા જોય, મારી ક્ષુધા જાણે કુદરતનાં ખોળે આશ્રિત બની ગઈ..

##########################

દિવસો પસાર થતાં રહ્યા.....,

##########################

મને ઈશ્વરના આશીર્વાદ રૂપે એમનું જ બાળ રૂપ મળ્યું હતું, કે જે હવે મારા જીવન જીવવાનો પૂર્ણ આધાર બની ગયો હતો.

હું રોજ મંદિર આવતો અને મારી ઢીંગલીને મારા પહેલા ભોજન કરાવતો.

દિવસોનુસાર હું જોતો રહેતો કે આ બાળકી મંદિરમાં જ રહેતી, અને અવારનવાર મંદિરના પૂજારી એની કાળજી લેતા. બધું ઠીક હોવા છતાં જાણે કેમ મારૂ મન ખૂબ વ્યાકુળ રહેતું!!?. હું એ ઢીંગલીને આ હાલતમાં નોહતી જોઈ શકતો.

મારી વ્યાકુળતાએ એક દિવસ પુજારીજીને પૂછયું," આ ઢીંગલી ના માતા-પિતા?, કોઈ બીજો સહારો પણ કેમ નથી?"

પુજારીજી દ્વારા જાણવા મળ્યું કે, "એમના માતા-પિતા કદાચ એના જન્મ થયાને જ એને અહીં મંદિર પાસે છોડી ગયાં હશે. મારા એક દિવસે સૂર્યોદય થયાને સાથે મને આ બાળ અવતારના દર્શન થયાં હતાં. આસપાસ સર્વે દ્વારા તાપસ કરાઈ પણ આ છોડનો કોઈ આધાર ન મળ્યો. ત્યારે ઈશ્વરને સાપેક્ષ એમના જ આશીર્વાદ સમજીને અહીં જ એનો ઉછેર થઈ રહેવાનો નિર્ણય કર્યો.."

મારૂં હૃદય દ્રવી ઉઠ્યું, મારી સાથે થયેલો કુદરતનો ઈશારો પણ હું સારી રીતે સમજી ગયો. મારા ઘર છોડવાનો નિર્ણયના દોષી હું મારા પિતાને માની રહ્યો હતો અને એના ખેદની અનુભૂતિ પણ મને આજે વણાઈ રહી હતી..

##########################

આજે મને મારી જીવન મૂલ્યતા કરતા એક નવજીવનને તરછોડવા ના ઘા નું મૂલ્ય સમજાય રહ્યું હતું..

કુદરતે આપેલા પાઠને સમજીને મેં કુદરતના ખોળે મુકાયેલા બાળકોને ઉછેર કરતી સંસ્થા સ્થાપવાનો નિર્ણય કર્યો. મારા આ દ્રઢ નિર્ણયના આશીર્વાદ મેં પ્રભુ પાસે મેળવ્યા અને એનું ફળ પૂર્ણહિત કરવા કેડી પકડી..

##########################

દિવસો, મહિનાઓ અને સમય જતા થોડા વર્ષ પૂર્ણ થયાં..

( મારા સંકલ્પ સિદ્ધિ વચ્ચે અનેક અડચણો આવી, મારા શૂન્ય હોવા થી માંડીને સંસ્થા બનાવવા સુધીના પેપર વર્કની પિંજણો..)

મારી આશા, મારો દ્રઢ વિશ્વાસ કહો કે સંકલ્પ અને સૌથી ઉપર કુદરતના આશીર્વાદનો સાક્ષાત્કાર કરાવતી મારી લાડકીનો ચહેરો. આ સર્વરૂપ ના એકાકાર સાથે મારી સંસ્થા સ્થાપવાના સંકલ્પને કોર્ટ દ્વારા શ્રી ગણેશ મળ્યાં...!!

એજ મંદિરની પ્રતિકૃતિના આશીર્વાદ સાથે મને એક અંશ માંથી એક પરિવાર બનાવવાની આશ મળી અને હું આજે "મારી લાડકી" નામની સંસ્થા સ્થાપવા સફળ થયો.

અને આ સફળતાની જીવાદોરી એટલે મારી ઢીંગલી..

##########################

"બાપુજી...!!"

( મારી લાડકી ના અવાજથી ધ્યાન ભંગ થયો..)

ક્યારે આવ્યા!?,
થાકેલા લાગો છો, આરામ કરો હું બસ હમણાં આવી ચા બનાવી લઉં..

( મારી આ ઢીંગલી ને જોતા જ હું....)

"અહીં આવ દીકરા..!!

( એને બાથ ભીડી ગયો....

##########################


✍️ હાર્દિકસિંહ બારડ