જનક પોતાની કારમાં ફેક્ટરી થી ઘરે જંગલના રસ્તે થી જતો હતો.... વરસાદ મન મૂકીને વરસી રહ્યો હતો.... વાદળોનો ગડગડાટ અને વીજળીનો તળતળાટ વાતાવરણમાં ડર ફેલાવતો હતો....જંગલ ખુબ અવાવરૂ અને સૂમસામ હતુ....જનક ઘણી વખત આ જંગલના રસ્તે થી ઘરથી ફેક્ટરી અને ફેક્ટરી થી ઘર આવ જા કરતો હોવાથી રસ્તો યાદ રહી ગયો હતો, આથી તે પુરી ઝડપથી કાર ચલાવતો હતો. તેના મનમાં ઘણા વિચારો દોડતા હતા.
જનકના બીઝનેસ માં જ્યારે મોટો લોસ થયો હતો ત્યારે તેણે તેના પાડોશી પાસે થી મોટી રકમ ઉધાર માંગી હતી, જ્યારે રૂપિયા વપરાય ગયા ત્યારે તેના પાડોશી એ રૂપિયા પાછા લેવા તેના પર દબાવ કર્યો જેના લીધે તેણે પોતાના બે દીકરા મા થી એક દીકરાની કીડની વેચી નાખી હતી તેણે ત્યારે વીચાર્યું હતું કે બીઝનેસ પાછો સેટલ થશે ત્યારે તે પોતાના દીકરામાં બીજી કીડની લગાવશે પણ તે દીવસ આવે તે પહેલાં જ તેનો પુત્ર મૃત્યુ પામ્યો.
જનકની પત્નીએ જ્યારે જનક પાસે રૂપિયાની માગણી કરી ત્યારે તેણે તેની પત્ની સાથે ખુબ ઝઘડો કર્યો અને બન્ને વચ્ચે છુટાછેડા થઇ ગયા.જનકનો બીજો દીકરો તેની માં સાથે રહેવા લાગ્યો.
તેના બીઝનેસ પાર્ટનરે તેની સાથે વિશ્વાસઘાત કર્યો. આ ક્ષણે તે એટલો બધો ગુંચવાઈ ગયો હતો કે તેણે ફેક્ટરીએ જઇને તેના પાર્ટનરને મારી નાખ્યો અને ત્યાં થી ભાગીને ઘરે જતો હતો.
આ બધું વિચારતા વિચારતા તેનું માથું દુખવા લાગ્યું. ત્યાં અચાનક રોડ વચ્ચે લાંબા કાળા કોટ વાળો માણસ ઉભો રહી ગયો.
જનકને તે ક્ષણે કશું સમજાયું નહીં.... તેણે કારને જમણી બાજુ વાળી..... કાર એક ઝાડ સાથે અથડાઈ....અને જનક કારનો આગળનો કાચ તોડી બોનેટ પર પડ્યો.
જનકની આંખો ખુલી,તે બોનેટ પર થી ઉતર્યો, તેણે પોતાના હાથ જોયા, તેના હાથ લોહી લુહાણ થઇ ગયા હતા. ત્યાં તેની નજર પેલા કાળા કોટ વાળા માણસ પર ગઈ.તે માણસનો ચહેરો અને હાથ લાલચોળ હતા, તેનુ શરીર એકદમ પાતળુ હતુ. તે માણસે જનકની સામે જોયું અને જંગલમાં ચાલ્યો ગયો. જનક
પણ તેની પાછળ પાછળ જંગલમાં ચાલ્યો ગયો....
તે લાલચોળ માણસ ઘણુંબધું ચાલ્યા પછી એક ઘરમાં ગયો.જનક પણ તેની પાછળ જ હતો,તેને આ ઘર ખુબ અલગ લાગ્યું, આખુ ઘર કાળા રંગ થી રંગેલું હતું બસ તેનો દરવાજો લાલચટ્ટક હતો.જનક તે ઘરની અંદર પ્રવેશ્યો.
પેલો પાતળો લાલચોળ માણસ બેઠો હતો અને તેની સામે તેના જેવાજ બે નાના છોકરા બેઠા હતા.પેલા પાતળા માણસે એક છોકરાના બે કટકા કરી નાખ્યા, તેમાંથી એક કટકા ના બે ભાગ કરી એક ભાગ બીજા છોકરાને આપ્યો અને એક ભાગ પોતે રાખ્યો. બન્ને પોતપોતાના ભાગ ખાતા ખાતા બહાર ચાલ્યા ગયા.જનક એક દીવાલ પાછળ સંતાઈને આ નિર્દયતા જોતો હતો.તેને ખુબજ દુઃખ થયું.
ત્યાં એ ઘરની અંદર એક છોકરો અને એક છોકરી જેણે એકબીજાનો હાથ પકડ્યો હતો તે આવ્યા.તેનો દેખાવ પણ તેવોજ હતો, લાંબો કાળો કોટ અને લાલચોળ ચહેરો.
જનકને કશું સમજાતું નહોતું. તે બન્નેએ પેલા નાના છોકરાનો એક ભાગ જોયો. છોકરાએ તે ભાગ ઉપાડ્યો અને ડરામણી રીતે હસ્યો. ત્યાં પેલી છોકરીએ તેનાં હાથમાંથી પેલો ભાગ ઝુંટવી લીધો, તે હજુ પેલા નાના છોકરાને ખાવા જાય તે પહેલાં પેલા છોકરાએ તે ભાગ ઝુંટવી લીધો અને પેલી છોકરી ને ધક્કો માર્યો. પેલી છોકરી રીસાઇને ત્યાંથી ભાગી ગઈ.
પેલો છોકરો ઘરના એક ખૂણામાં જઇને બેસી ગયો. ત્યાં ઘરની અંદર એક બીજો માણસ આવ્યો,તેનો પણ દેખાવ બધા જેવો જ હતો. તે પેલા છોકરાની બાજુમાં જઇને બેસી ગયો. પેલા છોકરાએ નાના છોકરાના માંસના બે ભાગ કર્યા અને તેમાંથી એક ભાગ પોતે રાખ્યો અને બીજો ભાગ પેલી નવી વ્યક્તિને આપ્યો.
થોડી વારમાં પેલા નવા વ્યક્તિએ પેલા છોકરાનો ભાગ ઝુંટવી લીધો. પેલા છોકરાને ગુસ્સો આવ્યો અને તેણે પેલા નવા વ્યક્તિને મારી નાખ્યો. પેલા નવા વ્યક્તિએ દીલ દહેલાવી દે તેવી કારમી ચીસ નાખી. પેલા છોકરાએ જનક સામે જોયું, જનક ડરી ગયો, પેલા છોકરાએ એક ડરામણું અટ્ટહાસ્ય કર્યું અને અચાનક જનક તરફ ભાગીને આવ્યો....
જનકની આંખો ખુલી....તે કારના બોનેટ પર પડ્યો હતો....ત્યાં અચાનક તે હવામાં ઉડવા લાગ્યો.... તેણે નીચે જોયું તો ત્યાં કારના બોનેટ પર પડેલ પોતાનું જ શબ દેખાયું.... અચાનક ઉડવાની ગતિ વધી તેને કશું દેખાયું જ નહીં....જનકને તેના મરી ગયેલ દીકરો દેખાયો તેણે જનકને કહ્યું, "તમે મારી સાથે આવું શુકામ કર્યું?",તેને તેનો પાર્ટનરની લાશ દેખાઈ, તેને પેલો લાલચોળ ચહેરો દેખાયો.... અચાનક તે થંભી ગયો....તેની સામે પેલો લાલચોળ, કાળા કોટ વાળો માણસ ઉભો હતો....જનક કશું બોલે તે પહેલાં પેલો માણસ બોલ્યો, "સ્વાગત છે નર્કમાં.... મેં તને તરા ગુનાઓની એક જલક દેખાડી છે....હવે સજા નો વારો...."