Nafratni aag ma prem nu khilyu gulaab - 2 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨

Featured Books
Categories
Share

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨

આગળના ભાગમાં આપણે જોયું કે સંધ્યા અને મીરાં કોલેજમાં ફોર્મ ભરીને કેન્ટીન માં નાસ્તો કરવા માટે જાય છે ત્યારે સુરજ સાથે તેની પહેલી મુલાકાત થાય છે.હવે જોઈએ આગળ બંને વચ્ચે શું થાય છે.


કોલેજ શરૂ થવા માં હજુ ત્રણ દિવસ ની વાર હોય છે એટલે સંધ્યા મીરાં ને ફોન કરી ને શોપિંગ કરવા માટે પૂૂૂૂછે છે.મીરા પહેલા તો ના પાડી દે છે, પછી સંંધ્યા ની જીદ ના કારણે માની જાય છે.આમ પણ સંધ્યા તેની કાલી ઘેલી વાતો થી બધાં ને મનાવી લેેેતી.
બીજા દિવસે સંધ્યા પોતાનુ એકટીવા લઈ મીરાં ના ઘરે જવા નીકળે છે. સંધ્યા ના મમ્મી તેને નાસ્તો કરવા રોકે છે પણ સંધ્યા મોડું થતું હોવાથી ફટાફટ બહાર નીકળી જાય છે.મીરા નો આઠ વાગ્યા માં જ કોલ આવી ગયો હોય છે કે એ તૈયાર છે અને સંધ્યા ની રાહ જોઈ રહી છે.એટલે સંધ્યા નાસ્તો કર્યા વગર જ પોતાનું એકટીવા મીરાં ના ઘર તરફ ભગાવે છે.
થોડીવારમાં તે બોરિવલી મીરાં ના ઘરે પહોંચી જાય છે.મીરા બહાર ઊભી રહી સંધ્યા ની જ રાહ જોઈ રહી હતી.જેવી મીરાં સંધ્યા ને જોવે છે તરત જ બોલે છે,કયારની રાહ જોતી હતી.શુ કરતી હતી અત્યાર સુધી, ત્યાં જ સંધ્યા મીરાં ને અટકાવતા કહે છે.

યાર તું મમ્મી ને જાણે છે ને મને નાસ્તો કર્યા વગર બહાર નીકળવા જ નથી દેતી.તો એના ચક્કર માં જ મોડું થઈ ગયું.
સંધ્યા નાસ્તો કરીને નહોતી આવી તો પણ મીરાં ના ગુસ્સા થી બચવા ખોટું બોલે છે.
ત્યાં જ સંધ્યા ના મમ્મી નો ફોન આવે છે, સંધ્યા એકટીવા ચલાવતી હોવાથી મીરાં કોલ રિસીવ કરે છે.સામેથી સંધ્યાના મમ્મી કહે છે કે બેટા તું નાસ્તો કરીને નથી ગઈ તો બહાર કંઈક ખાઈ લેજે. ભુખ્યા આંખો દિવસ રખડ્યા ના કરતી અને સમયસર ઘરે આવી જજે.
આટલું સાંભળતા જ મીરાં વધુ ગુસ્સે થાય છે,અને સંધ્યા ને કહે છે,તો તારે આન્ટી ના લીધે મોડું થયું એમ ને?
સંધ્યા હજુ હા પાડવા જતી જ હોય છે ત્યાં મીરાં એમ કહે છે કે આન્ટી એ તને બહાર જ નાસ્તો કરવાનું કહ્યું છે.તુ ઘરેથી નાસ્તો કરીને નથી આવી એટલે.
‌‌‌‌‌‌ સંધ્યા નું જુઠ પકડાઈ ગયું છે એવી તેને જાણ થતાં જ સંધ્યા સોરી સોરી બોલવા લાગે છે.એક સાથે તે કેટલીય વાર મીરાંને સોરી કહી દે છે.
સંધ્યાની આવી નાદાની જોઈ મીરાં હસવા લાગે છે.થોડીવારમા બંને પોતાની શોપિંગ કરવા ની જગ્યાએ પહોંચી જાય છે.
સંધ્યા તો પાગલની જેમ એકટીવા પાર્ક કરી સીધી પાણીપુરી વાળા ની દુકાનમાં જ જાય છે અને બે પ્લેટ તીખી પાણીપુરી નો ઓર્ડર આપી દે છે.મીરા બે પ્લેટ સાંભળી ને તરત કહે છે.ના હો ભાઈ એક જ પ્લેટ બનાવજો મારે નથી ખાવી.તો સંધ્યા કહે છે, ભાઈ બે જ બનાવજો અને મીરાં સામે જોઈને કહે છે એ તો મેં મારો જ ઓર્ડર આપ્યો છે તારો નહીં.
પાણીપુરી વાળા ભાઈ બે પ્લેટ પાણીપુરી લઈને આવે છે, પહેલા સંધ્યા પાણીપુરી ખાઈ લે છે,અને અચાનક તીખું તીખું એમ બોલી પાણી પાણી કરવા લાગે છે.મીરા જેવી પાણી માંગવા જાય છે એવી જ સંધ્યા મીરાં ના મોં માં એક પાણીપુરી મુકી દે છે.મીરા કાંઈ બોલી નથી શકતી.માત્ર સંધ્યા સામે આંખો ફાડીને જોવે છે.પછી બને જોરજોરથી હસવા લાગે છે. સંધ્યા રૂપિયા આપીને મીરાં સાથે આગળ શોપિંગ માટે નીકળી જાય છે.
બને કપડાં ની દુકાનમાં કપડાં લેવા જાય છે.સંધ્યા ઘણા કપડાં જોવે છે છતાં તેને કાંઈ પસંદ નથી આવતું.આખરે મીરાં કંટાળી સંધ્યા માટે એક નેવી બ્લ્યુ ટી-શર્ટ અને એક વ્હાઈટ જીન્સ પસંદ કરે છે. સંધ્યા તે પહેરીને મીરાં ને બતાવે છે.મીરા મસ્ત છે એવો હાથ વડે ઈશારો કરે છે.સંધ્યા તે ફાઈનલ કરે છે.સંધ્યા પણ મીરાં માટે એક ગોઠણ સુધી નું ગુલાબી ટોપ પસંદ કરે છે.મીરા ને જીન્સ ટી-શર્ટ ના ગમતા તો સંધ્યા મીરાં ની પસંદગી ને ધ્યાનમાં રાખીને ટોપ પસંદ કરે છે.
બંને બીજા થોડા કપડાં લઈને આગળ જાય છે.થોડી ઘણી જરૂરી વસ્તુઓ લે છે ત્યાં સાંજ પડી જાય છે. સંધ્યા સાંજ પડી ગઈ હોવાથી બહાર જ જમીને જવા જીદ કરે છે.મીરા હા પાડે છે એટલે સંધ્યા ઘરે ફોન કરીને જણાવી દે છે કે એ બહાર જ જમીને આવશે.મીરા પણ તેના મામા ને જણાવે છે કે તેને આવવામાં મોડું થાશે એ બહાર જ જમીને આવવાના છે એટલે એ બધા રાહ ના જોવે.
બંને એક હોટેલમાં જમવા જાય છે.સંધ્યા ગુજરાતી થાળી ઓર્ડર કરે છે.બંને જમીને આઈસ્ક્રીમ ખાઈ ને ઘરે જવા નીકળે છે.સંધ્યા મીરાંને તેના મામા ને ત્યાં મુકી પોતાની ઘરે આવે છે.સંધ્યા ના મમ્મી તેની જ રાહ જોઈ રહ્યા હતા.સંધ્યા ને શું શું લીધું અને બરાબર જમી કે નહીં એ પુછીને પોતાના રૂમમાં જાય છે.
સંધ્યા પણ પોતાના રૂમમાં જઈ સુઇ જાય છે.આમ જ ત્રણ દિવસ પસાર થઈ જાય છે.
સવારે ઉઠી સંધ્યા કોલેજ જવા નીકળે છે. રસ્તામાં મીરાંને લેતી જાય છે. બંને કોલેજ પહોંચે છે,અને પોતાના ક્લાસરૂમમાં જાય છે. જ્યાં સુરજ અમુક છોકરાઓ સાથે લડી રહ્યો હતો.આ જોઈને સંધ્યા ને થોડો ગુસ્સો આવે છે. સંધ્યા સુરજને કઈક કહેવા જાય છે, ત્યાં મીરાં તેને રોકે છે કે નાહક કોઈ બીજાના ઝગડામાં શા માટે પડવું જોઈએ.

શું સંધ્યા મીરાં ની વાત માનશે? કે પછી એ સુરજ પર ગુસ્સો કરશે? એ આપણે આગળ ના ભાગમાં જોઈશું.