જિંદગી તું ક્યાં લઇ જઈશ : ભાગ -૩
(કાવ્ય ની કાર કેનાલ પાસે મળે છે અને પોલીસ સોહમ ભાઈ ને કોલ કરે છે - અવે આગળ )
પોલીસ નિયતિ જોડે વાત કરે છે , કે કાવ્ય ની કાર કેનાલ પાસે મળી છે , કાર માં કોઈ નથી , કાર માંથી કાવ્ય નું પર્સ અને મોબાઇલ મળ્યો છે જેમાં સોહમભાઈ નો નંબર ઇમર્જન્સી માં પપા નો નંબર મળ્યો એટલે પોલીસ એ કોલ કર્યો છે , ત્યાં કેનાલ પાસે એક બા હતા એમને કેક એકલી ઉભેલી જોઈ પણ એમાં કોઈ ના હોવાથી ગામ વાળા ને જાણ કરી , ગામવાળા એ હાલોલ પોલીસ ને જણાવ્યું , આજેબાજુ માં તપાસ પણ કરાવી , છેલ્લે પોલીસે કાર વડોદરા ની હોવાથી સયાજીગંજ પોલીસ ને હાલોલ પોલીસ એ બોલાવી , ત્યાર બાદ કાર નું લોક ખોલી ને એમાંથી નંબર મેળવી કોલ કર્યો છે , આવી વાત જાણી ને તો નિયતિ ના પગ નીચે થી જમીન હાલી ગયી હોય એમ એ નીચે પાળી , નિયતિ ને આમ જોઈ રાશીબેન બોલ્યા : નિયતિ , સોહમ બોલો શુ થયું છે ? તમે બંને આમ કેમ સૂન મૂન થયી ગયા છો ? કાવ્ય ક્યાં છે ? આ કોનો કોલ હતો ? આમ ઉપેરા છાપરી બહુ બધા સવાલો પૂછ્યા, નિયતિ થોડી સ્થિર થયી ને પાછી પોલીસ જોડે વાત કરવા લાગી , પોલીસ એ જણાવ્યું કે અવે આપ અહીં આવો તો આગળ તપાસ ચાલુ કરીયે , આ બાજુ સોહમભાઈ એ કમિશ્નર ને કાળ જોડ્યો ને પરિસ્થિતિ જણાવી , કમિશ્નર એ સોહમ ભાઈ ના મિત્ર એટલે એમને શાંત્વના આપતા કહ્યું કે તમે હાલોલ માટે નીકળો હું પણ ટીમ લઇ ને આવું છુ
સોહમભાઈ ફટાફટ કાર લઇ ને સહપરિવાર હાલોલ પહોંચીયો , રસ્તા માંથી નિયતિ એ એના માતા પિતા ને પણ કોલ જોડ્યો ને પરિસ્થિતિ જણાવી , થોડાક મિત્રો ને પણ ત્યાં આવા કહ્યું કાવ્ય બધા નો વહાલો હતો એટલે આ બાજુ સોહમભાઈ ને પરિવાર ત્યાં પહોચીયા ત્યાં સુધી તો જેટ જેટલા ને જાણ થયી એ બધા ત્યાં પહોંચી ગયા , અંધારું હતું એટલે પોલીસ કાર ની લાઈટ ચાલુ કરી ને કેનાલ પાસે ઉભી હતી , સોહમભાઈ પોલીસ પાસે આવી પહોચીયા , જેવા બધા નીચે ઉતારિયે કે નિયતિ દોડી ને કાર પાસે ગયી , પોલીસ એ નિયતિ ને કાર પાસે જતા રોકી , એટલે નિયતિ ગુસ્સે થયી ગયી આ મારા કાવ્ય ની કાર છે , તમે એની હજી સુધી ક્યાં છે એ શોધી નથી શક્યા
નિયતિ રડતી જાય ને બોલતી જાય કે તમે કેહવા શુ માંગો છો ? મારો કાવ્ય ક્યાં છે ? પોલીસ નિયતિ ને સમજાવતા બોલી કે કાવ્ય ની ખબર જ્યાં સુધી ના મળે ત્યાં સુધી શક માં બધા જ આવે . સોહમ ભાઈ પરિસ્થિતિ સમજ્યા હોય એમ નિયતિ ને શાંત રહેવા કહ્યું , નિયતિ સસરા ની વાત સંભાળી ને એક બાજુ ઉભી રહી ગયી , પોલીસ એ કાવ્ય ની રોજિંદા જિંદગી , મિત્ર વર્તુળ , દોસ્ત - દુશ્મન બધું પૂછપરછ કરી . જેમ જેમ કાવ્ય ગાયબ ની જાણ થતી તેમ બધા સગાવહાલા , નિયતિ ના મમ્મી પપા તેમજ આખું મિત્ર વર્ગ ત્યાં પહોંચી ગયું અને બધા જ કાવ્ય ની શોધ માં લાગી ગયા . આ બાજુ સમય પણ રેત ની જેમ પસાર થવા લાગ્યો , રાત ના ૧૧.૩૦ થયા પણ કાવ્ય નો કોઈ જ પતો ના લાગ્યો . નિયતિ અને રાશીબેન તો રડી રડી ને અડધા થયી ગયા હતા , સોહમભાઈ પણ હતાશ થયી ગયા હતા , બધી બાજુ થી કાવ્ય ક્યાંય નથી એ જાણી ને તો એ રાત કાળરાત્રી લાગી રહી હતી , જેટલા માણસો એટલી વાતો , કોઈ કે કદાચ કાવ્ય ને પૈસા માટે કિડનેપ કર્યો હશે , કોઈ કે કેનાલ માં તો નઈ પાળી ગયો હોય ને , કોઈ બોલે કસે જતો તો નહિ રહ્યો હોય ને , આવું સંભાળી ને કાવ્ય ના પરિવાર ને તો કાપે તો લોહી ના નીકળે એવી પરિસ્સ્થી હતી , અવે તો પળ પળ ભારે થતી ગયી , કાવ્ય ના બધા મિત્રો ને , બધા ઓળખાતા લોકો ને , બિઝિનેસ્સ માં ઓળખતા લોકો ને પૂછી વળ્યાં પણ ક્યાં ય કાવ્ય નો કોઈ પત્તો લાગ્યો ના .
ક્રમશ :