kathputli - 22 in Gujarati Detective stories by SABIRKHAN books and stories PDF | કઠપૂતળી - 22

Featured Books
Categories
Share

કઠપૂતળી - 22

સૃષ્ટીવિલા' ની ભવ્યતા ઉડીને આંખે વળગે એવી હતી.
લંબગોળ ચહેરો વાંકી રાજપૂતી મૂછો અને કસાયેલુ પુષ્ટ શરીર ઈસ્પે. અભયને કસરતનો આદી હોવાનુ જણાવી દેતુ હતુ.
એના ચહેરા પર સહેજ પણ પરેશાની કે ઉકળાટ નહોતો.
અભય દેસાઈ આવતાં વેત આખા બંગલાની બારીકાઈથી તલાશી લેવાનો ઓર્ડર આપી ચૂક્યો હતો.
એસ. પી સાહેબે સંળગ મર્ડરનો સિલસિલો અકબંધ રહ્યો હતો તો કાનૂનનુ નાક બચાવવાની જિમ્મેદારી એના કંધા પર નાખી.
અભય પોતાની જાતને સાબીત કરવા માગતો હતો.
જ્યારથી એસ પી સાહેબે કઠપૂતળી ચકચારી મર્ડર કેસની ફાઈલ પોતાને સુપરત કરી હતી ત્યારથી પોતે બહુ આંદોલિત અને ઉત્સાહિત હતો મીડિયા અને સોશિયલ સાઈટો પર છવાઈ ગયેલા મર્ડર કેસને ઉકેલી બધો જશ ખાટી જવા માગતો હતો.
અભય દેસાઈએ ઘણી બધી માહિતી એકત્ર કરી લીધી હતી કેસ આખો ઉલઝેલો હતો.
તરુણ મખમલી બેડ પર અર્ધ નગ્ન દશામાં મૃતપાય બની પડ્યો હતો. એના ગળામાં કોઈ ધારદાર હથિયાર વડે વાર થયો હતો લોહી ઘણું વહ્યું હતું એના ચહેરા ઉપર અવિશ્વાસ અને ડરના મિશ્રિત ભાવ હતા. આંખો ખુલ્લી જ રહી ગયેલી.
ફર્શ પર પૂજાની થાળી ઉંધી પડી ગઇ હતી જેમાંની સામગ્રી વેરવિખેર થઇ ગયેલી.
અભય સમજી શક્યો હતો બહેન રક્ષાનો ધાગો બાંધે એ પહેલા ભાઈ દુનિયા છોડી ચાલ્યો ગયો હતો.
સોફા પર બેવડ વળી ગયેલી ,ધ્રુજતા શરીરે હીબકે ચઢેલી તરૂણની સિસ્ટર તરફ નજર કરી અભયે પૂછ્યું.
"સોરી મેમ..વોટ ઇઝ યોર નેમ ..? આંસુઓના લદાયેલા ભારણ હેઠળ એને પાંપણ ઊંચકવા જોર કરવું પડ્યું.
"શ્યામલી શાહ..! અવાજમાં ભારોભાર દુઃખ હતું.
"શ્યામલી જી.. આ દુઃખદ ઘટના ધટી છે..
પરિસ્થિતિની નજાકત સમજુ છું છતાં કેટલાક સવાલોના જવાબ જાણવા મારી ફરજમાં આવે છે. પ્લીઝ હેલ્પ મી..!"
એક પણ શબ્દ બોલ્યા વિના આંખોથી શામલીએ સંમતિ દર્શાવી.
"તરુણ ની ડેડબોડી સૌથી પહેલા તમે જ જોઈ. એમ આર રાઈટ..?"
"યસ સર..! મારી બદકિસ્મતી કે આજના દિવસે ભાઈના મૃત્યુ નો નજારો જોયો.!
એ બોલતાં બોલતાં ફરી રડી પડી.
પ્લીઝ મેમ કન્ટ્રોલ યોર સેલ્ફ.. તમારૂં દુઃખ સમજી શકું છું.
ના ભૂલો કે તરુણની હત્યા થઈ છે અને ખૂની આબાદ છટકી ગયો છે.
તમે helpful બનો એવી અપેક્ષા રાખુ છું.!"
"હમ....!"
આંસુઓથી ખરડાયેલો માસૂમ ચહેરો અભયને અંદર સુધી ધ્રુજાવી ગયો.
આજે રક્ષાબંધન હોઈ તરૂણને ફોન કરી હું આવેલી.
લગભગ સાત વાગે તરૂણે મને કહ્યું પણ ખરું..! હું ઈમ્પોર્ટન્ટ મિટિંગમાં છું તું દસેક વાગે જેવી આવી જજે.!
એક્ઝેટ દસવાગે અહીં પહોંચી ગયેલી.
આમ તો ડેઈલી મળીએ.
પરંતુ આજના દિવસે ભ્રાતાનું મુખડું જોવા દુનિયાની દરેક બહેનના મનમાં ઉમકળો હોય છે.
દરેક વર્ષની જેમ એ મારા માથા પર એનો હાથ મૂકતો ને ત્યારે એવું ફીલ થતુ મારા પપ્પા હજુ જીવીત છે એમની કમી હું મહેસુસ કરી શકતી નથી..!
શામલી નો એક એક શબ્દ અભયને નીચોવી રહ્યો હતો.
"અને આજે સર...!મારા માથા પરનો એ હાથ પણ ઉઠી ગયો મેં કોઈનું શું બગાડયું હતું..?
ભાઈને ખૂનથી લથપથ જોઈ મારાથી ચીસ પડાઈ ગઈ. પૂજાની થાળી હાથમાંથી પડી ગયેલી..!
મારી પાછળ દોડી આવેલા સમીર ભાઈ એ મને સંભાળી..!
મારી ચીસ સાંભળી એ દોડી આવ્યા હતા. એક પ્રાઇવેટ જાસૂસ તરીકે પોતાનો પરિચય આપી.
મને સોફા પર બેસાડી પાણી આપ્યું.
"મતલબ કે તરુણની લાશને જોનાર બીજી વ્યક્તિ સમીર તમે હતા..?"
અભય સમિરને ઉપસ્થિતિ જોઈ બધુ સમજી ગયેલો.
"યસ સર.. આપણે કદાચ પહેલાં મળ્યા છીએ..!
"ડુમ્મસ પર પુરુષોત્તમના મર્ડર વખતે..!
એનું મર્ડર મારી હદમાં થયેલું. તમે ઇસ્પેક્ટર ખટપટીયા જોડે વાતચીતમાં લીન હતા..!
કરેક્ટ સર એક્ચ્યુલી મીરા દાસ વતી "કરણ દાસનો મર્ડર કેસ ઇન્વેસ્ટીગેટ કરી રહ્યો છું.
ત્યાર પછીના બધા જ મર્ડર એક પછી એક કનક્ટેડ છે.!
તમે રિસર્ચ કર્યું હોય તો જાણતા જ હશો કે મર્ડરર એક જ છે જે પુરા પ્લાનિંગથી બધા મિત્રોના એક પછી એક મર્ડર કરી રહ્યો છે..!
"તરુણ નું મર્ડર થવાનું છે તમે જાણતા હતા..?"
"જાણતો હતો એટલે જ તો ઉપસ્થિત હતો...!
તમારો કાફલો તહેનાત હતો એ જોઈ સમજી ગયેલો તમે બરાબર લીંક ને પકડી ચાલો છો...!
"હા પણ એવા કોઈ સગડ નહોતા કે પરફેક્ટ આ જ સમયે તરૂણનુ મર્ડર થવાનું છે..!"
અભયના ચહેરા ઉપર અફસોસ દેખાતો હતો.
મારી સમજમાં એ નથી આવતું તમે ઉભા તા ,મારો સ્ટાફ ઉભો હતો છતાં ખૂની પોતાનું કામ કરીને આબાદ નીકળી કેવી રીતે ગયો...?"
"મારું માનવું છે ત્યાં સુધી ખૂની આપણી દરેક ચાલ પર નજર રાખી રહ્યો છે.!"
આપણું હવે પછીનું પગલું શું હશે.?
એ પણ જાણે છે એટલે જ કંઈક કરીએ એ પહેલા પોતાનું કામ પાર પાડી હંમેશની જેમ એક વિસ્ફોટક નજારો ઉભો કરી ચાલ્યો જાય છે..!"
હું તારી વાત સાથે સહમત છું સમીર..!
"સર...આખું ઘર ખંખોળી નાખ્યું..!
એક કોન્સ્ટેબલે ઝડપથી પ્રવેશતાં કહ્યું.
બીજું તો કંઈ અજુગતું મળ્યું નથી પણ એલઈડી પ્લેયરના કબાટમાંથી પેન ડ્રાઈવ મળી છે જરૂર કંઈક આમાં હશે..!
પેન ડ્રાઈવ જોઈ અભયની આંખો ચમકી ગઈ.
દરેક કમરાની તલાશી લેતાં અમને એક વાત બહુ ખટકી સર..!
આપણી પહેલાં એક એક ખંડમાં દરેકે દરેક વસ્તુ કોઈએ ફંફોસી લીધી છે.
અભયને યાદ આવ્યું.
નીચે મુખ્ય ખંડમાં પ્રવેશ્યો ત્યારે વિખરાયેલી વસ્તુઓ અને લોહીથી લખાયેલુ કઠપૂતળીના તાજા તાજા અક્ષરો પ્રથમ નજરે જ ઉડીને આંખે વળગતા હતા.
અભયે સહેતુક સમીર સામે જોયું.
"નહિ સર મેં એક પણ વસ્તુને હાથ લગાવ્યો નથી..!
હું મારી મર્યાદા સમજુ છું શ્યામલી મેડમના પ્રવેશ્યા પછી જ હું ઉપર આવ્યો.!
સમીર પોતાના બચાવમાં ઝડપથી બોલી ગયો.
અભયના ચહેરા ઉપર આછુ સ્મિત ફરકી ગયું.
"સોરી સમીર.. બટ યુ નો.. કાનુન મર્ડર જેવા જધન્ય અપરાધની આસપાસ મંડરાતા તમામ વ્યક્તિઓને શંકાના દાયરામાં રાખે છે!"
'હું જાણું છું સર યકીન માનો આ ખૂની ખેલના ઘટનાક્રમ સાથે મારે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી.!"
ફોરેન્સિક લેબની ટીમે પોતાનું કાર્ય પૂર્ણ કર્યું ત્યારબાદ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઇ.
તરુણના પરિવારમાં બહેન બહેનોઈ સિવાય કોઈ નહોતું.
તરુણના બહેનોઇએ આવી રોકકળ મચાવી રહેલી શ્યામલી શાહને કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વિના હૂંફાળી ભુજાઓના ગાઢ આલિંગન માં જકડી લીધી હતી. અન એે આશ્વાસન આપવા લાગ્યો.
આવડા મોટા બંગલામાં ક્યાંય સીસીટીવી કેમેરા ન હતા. અભય માટે આશ્ચર્યનો પ્રશ્ન હતો.
તરુણ વિશે શ્યામલી દ્વારા જે માહિતી મળી એમાં અભયને જાણવા મળ્યું.
તરુણ સચિન જીઆઈડીસીમાંના એરિયામાં એક મોટી કંપનીનું એકાઉન્ટ સંભાળતો હતો.
મોટી બેંક લોન દ્વારા એને બંગલો ખરીદ્યો હતો.
છતાં પાંત્રીસ ચાલીસ હજારની નોકરીમાં બેંકોના મોટા ઇન્સ્ટોલમેન્ટ ભરવા દુષ્કર કાર્ય હતું.
તરુણની ઈનકમનો જરૂર કોઈ અન્ય સ્રોત હતો એ જાણવા અભયનું મન છટપટાવા લાગેલુ.
તરુણની હિસ્ટ્રી જાણવી હતી.
જરૂર કંઈક હાથ લાગશે એવી આશા અભયને બંધાઈ ગયેલી.
સમીર , મીરા ,શ્યામલી ,અને પોપટ ખટપટીયા પણ અભય માટે સંદિગ્ધ વ્યક્તિઓ હતી.
અગાઉના બે મર્ડરમાં ખૂની એક સ્ત્રી છે. એવુ સીસીટીવી ફૂટેજ દર્શાવે છે એટલે સમીર અને પોપટસર સામે નજર ઉઠાવી જોઈ શકાય એમ નથી.
કેટલીક બાબતો શંકાસ્પદ જરૂર છે છતાં ખૂની એક સ્ત્રી છે એ વાત જ બધી શંકાઓનો છેદ ઉડાડી દે છે..!
અભય સમજી ગયો હતો ખૂની પોતાનું મિશન પૂર્ણ નહી કરે ત્યાં સુધી અટકવાનો નથી.
હજુ એક વ્યક્તિ એના હિટ લિસ્ટમાં છે તે એ જ 'કઠપૂતલી'નો અંતિમ વર્ણ...
"લી..લાધર..!
અભયે પોલીસ હેડ ક્વાટર જતા પહેલા 'સમિરને' તાકીદ કરી.
જમ્યા પછી એને હેડક્વાર્ટર પર મળે..
કેસ અંગે કેટલીક ચર્ચા કરવી છે..!
...
જોકે સમીર સૃષ્ટી વિલામાં મીરાંને જોયા પછી ધવાઈ ગયેલો.
એક ડર એવો પણ ઉઠ્યો હતો ક્યાંક મીરાં તો આ બધી ધટનાઓ પાછળ જવાબદાર નહી હોયને..?"
એટલે જ સમિરનુ મન ઉદ્વિગ્ન બનેલુ ક્યાંય જીવ લાગતો નહોતો.
અજાણ્યા કોલ ધ્વારા મળેલી માહિતી
એકદમ સાચી હતી સમિરને સમજાઈ ગયેલુ.
અને આ બધા ખોળા-ઢંઢોળા મીરાંએ કર્યા છે એ વાતમાં કોઈ મીનમેખ નહોતો.
મીરાં રંગીન મિજાજી હોઈ શકે પણ એ ખૂની હોય સમિરનુ મન માનવા તૈયાર નહોતુ.
ડુમ્મસનો દરિયો ધૂધવતો હતો. રહી રહીને મોઝાં તટને અડપલાં કરી જતાં હતાં.
સમિરના મનતટને ભીંજવી રહેલાં મોઝાંની જેમજ..
**** ***** *****
મીરાં આબાદ બચીને આવી હતી.
હજુ એના મનમાં ફડફડાટ હતો. તરૂણ સાથેના સબંધો છતા થાય એમ તે ઈચ્છતી નહોતી.
જાતિય આવેગોને શાંત કરવાની ધેલછાએ મીરાંને બ્લેકમેઈલિંગની જાળમાં સપડાવેલી.
છેલ્લી મુલાકાત અણગમતી છતાં રોંમાંચક પૂરવાર થઈ.
ક્યાંક તરુણ મર્ડરકેસમાં પોતે ના સપડાઈ જાય એ વાતનો થડકાર હતો.
અચાનક બંગલાની ડોરબેલ બજી.
કોણ હશે..?
મીરાંનુ હ્રદય ધ્રુજી ઉઠ્યુ. એને પોતાના ચહેરાને સહજ કરતાં ડોર ખોલ્યુ.
એનુ હ્રદય આંચકો ખાઇ ગયુ.
એક સાથે અનેક ભાવો આવીને ઓજલ થયા.
અલપઝલપ થયેલી ચહેરાની ફીક્કાશને છૂપાવવાની મથામણ એને કરી..
(ક્રમશ:)