Pyar to hona hi tha - 16 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | પ્યાર તો હોના હી થા - 16

Featured Books
Categories
Share

પ્યાર તો હોના હી થા - 16


( મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે જયેશભાઈ અને સંકેતભાઈ, મનિષાબેન આદિત્ય અને મિહીકા સગાઈની ડેટ ફીક્સ કરે છે અને એમને શોપિંગ કરવાનું કામ સોંપે છે. )

મિહીકા અને એના મમ્મી પપ્પા ઘરે આવી જાય છે.
મિહીકા ફ્રેશ થઈને બેડ પર બેસે છે. આદિત્યએ એને ફોન કરવાનું કહ્યું હતું એટલે એ ફોન હાથમાં જ લઈને આદિત્યના ફોનની રાહ જુએ છે. થોડાં સમય પછી રિંગ વાગે છે અને મિહીકા તરત જ ફોન ઉપાડે છે.

મિહીકા : હેલો, આદિત્ય હું ક્યારની તારા ફોનની રાહ જોવ છું.

આદિત્ય : મને ખબર જ હતી તારું આવું જ રિએક્શન આવશે. બોલ ક્યારની હાથમાં ફોન લઈને બેસી હતી ને !!

મિહીકા : હા તો તને ખબર હતી કે હું તારી રાહ જોઉં છું તો, જલ્દી ફોન ના કરાય !!

આદિત્ય : ઓહોઓઓઓ.... તો મારા ફોનની રાહ જોવાતી હતી !! અરે પાગલ પેહલેથી કહેવુ જોઈએ ને કે તને મારી યાદ આવે છે, મારો અવાજ સાંભળવા માટે તુ બેચેન છે. તો હું તને જલ્દી ફોન કરત.

મિહીકા : શું યાર આ સમયે પણ મજાક કરે છે. અહીં ટેન્શનના કારણે હાલત ખરાબ છે. અને તને આવી મસ્તી સૂઝે છે.

આદિત્ય : relax yaar, મને ખબર છે કે તુ ટેન્શનમાં હશે એટલે જ તારું મુડ સારું કરવાં આમ મસ્તી કરતો હતો.

મિહીકા : sorry Aditya.. ટેન્શનના કારણે તારી પર ગુસ્સે થઈ ગઈ. પણ તુ આટલો રિલેક્સ કેવી રીતે રહી શકે. શું તને કંઈ ટેન્શન નથી થતું.

આદિત્ય : ટેન્શન તો થાય છે પણ આમ પેનીક થવાથી શું થવાનું છે. Calm રહેશું તો કંઈક આઈડિયા આવે.

મિહીકા : હા વાત તો તારી સાચી છે. ચાલ એ બધી વાત છોડ પહેલા એ કહે હવે આપણે શું કરીશું.

આદિત્ય : સગાઈ કરીશું બીજું શું.

મિહીકા : શું....શું કહે છે તું !! સગાઈ કરીશું...


આદિત્ય : હા એ વાત તો થઈ જ હતી ને કે હમણાં સગાઈ કરવાની અને એક્ઝામ પછી મેરેજ.

મિહીકા : હા પરરર

આદિત્ય : જો મિહીકા તને એવું લાગતું હશે કે મને આ બધાંની કંઈ પડેલી નથી. પણ એવું નથી, મને પણ ટેન્શન થાય છે. પણ એને લઈને બેસી રેહવાથી એ કંઈ દૂર નથી થવાની. આપણને ખબર જ છે કે આપણી સાથે શું થવાનું છે. અને આપણે એને માટે રેડી પણ છે. તો પછી જે થવાનું છે તે થઈને જ રહેવાનુ છે તો પછી એના માટેની ફિકર શા માટે.. ?

મિહીકા : yes, u r right.. હું ખોટી જ બધી ટેન્શન લઈને ફરું છું. જે થવાનું છે એ તો થવાનું જ છે. અને છેલ્લે તો આપણે જે ચાહીએ છીએ તે જ થવાનું છે.

આદિત્ય : યે હુઈ ના બાત... મેરે દોસ્ત જૈસી...

મિહીકા : હાહાહા... હવે ફિલ્મી ડાયલોગ ના મારે અને એ કહે કે શૉપિંગનું શું કરીશું...

આદિત્ય : શૉપિંગ તો કરવાની જ ને. એક કામ કર કાલે આપણે કૉલેજમાં મળીએ પછી કંઈ નકકી કરીએ...

મિહીકા : હા એવું જ કરીએ.. ઓકે ચાલ બાય, બહુ મોડું થાય છે તો હવે ફોન મૂકું. ગુડ નાઈટ..

આદિત્ય : ગુડ નાઈટ..

મિહીકા સવારે કૉલેજ જવા માટે તૈયાર થાય છે. આમ તો એ જે હાથમાં આવે તે કપડાં પેહરી લે છે. પણ આજે એ ક્યારની કબાટમાં ફાંફા મારે છે પણ કયા કપડાં પહેરવા એ નકકી જ નથી કરી શકતી. જે પણ કપડાં હાથમાં લે એને જોઈને એ જ વિચારે છે કે આ કપડાં આદિત્યને ગમશે કે નહી. એ મને ચિડવે તો નહીં ને. લગભગ બધાજ કપડાં જોઈ લીધાં પછી એ તેની જાતને જ કહે છે કે, " મિહીકા આ તુ શું કરે છે ! આદિત્યને શું પસંદ છે એની સાથે તારે શું મતલબ. પછી એ વિચારવા લાગે છે કે શું હું આદિત્યને પસંદ કરવા લાગી છુ ? પછી પોતે જ પોતાના મનમાં જવાબ આપે છે કે ના આ તો મમ્મી વારંવાર સલાહ આપે છે કે હવે તારે આદિત્યની પસંદ ના પસંદ બધું જાણી લેવું અને બને ત્યાં સુધી એની પસંદ પ્રમાણે કરવાનું. એટલે જ મને આવા વિચારો આવે છે." અને એ બધાં વિચારોને ખંખેરી એક પીંક કલરનું ટૉપ અને બ્લ્યુ કલરની જીન્સ પહેરીને ફટાફટ તૈયાર થાય છે.

આખી ગેન્ગ બ્રેક ટાઈમમાં કેન્ટીનમાં મળે છે.

ધરા : wow મિહીકા તમારા બંનેની સગાઈ થવાની છે. હુ તો બહું excited છું. મારી કોઈપણ ફ્રેન્ડના હજી મેરેજ નથી થયા તારા જ મેરેજ થાય છે તો બહું મજા આવશે.

મિહીકા : ઓયે તારી મજામાં અમને સજા મળે છે તેનું શું.

સમીર : ચાલો હવે તમે પાછાં ચાલું નઈ થઈ જતાં. અને આદિત્ય તારી એન્ગેજમેન્ટ નક્કી થઈ ગઈ એટલે તારે પાર્ટી તો આપવી જ પડશે.

ઈશિતા : હા અને મિહીકા તારે પણ.

આદિત્ય : હા તો મે ક્યાં ના પાડી છે જે પણ ખાવું હોય તે મંગાવી લો.

સમીર : અરે આ કેન્ટીનની પાર્ટી નઈ ચાલે. તારે મસ્ત રેસ્ટોરન્ટમાં આપવી પડશે.

આદિત્ય : ઓકે ડન.

મિહીકા : હવે તમારી વાતો પૂરી થઈ ગઈ હોય તો મેઈન ટૉપિક પર આવીએ ?

ધરા : કેવો મેઈન ટૉપિક !!!

મિહીકા : અરે અમારી એન્ગેજમેન્ટની શૉપિંગ યાર.

ધરા : હો હા શૉપિંગ... યાર બહું મજા આવશે શૉપિંગની.

મિહીકા : અરે એ જ તો એક જ અઠવાડિયું છે તો ફટાફટ કપડાંની શૉપિંગ કરવી પડશે. એ કેવી રીતે કરશું..?

આદિત્ય : સિમ્પલ શૉપમાં જઈને

મિહીકા : hahaha.. very funny... એ તો મને પણ ખબર છે.

આદિત્ય : હા તો પછી પૂછે છે શું કામ ?

મિહીકા : ઓફ ઓ... તારી સાથે તો વાત જ કરવાં જેવી નથી. હુ એમ કેહવા માંગું છું કે આટલી જલ્દી શૉપિંગ કેવી રીતે કરશું.

ઈશિતા : ઓહ મિહીકા તું વગર કામની ટેન્શન લે છે. હવે તો બધે જ રેડીમેડ કપડાં મળી રહે છે તો તુ ચિંતા ના કર બધું થઈ રેહશે.

ધરા : હા યાર મારી ફ્રેન્ડની ભાભીની બૂટીક છે. એમણે બોમ્બેમાં ફેશન ડિઝાઇનીંગ કર્યું છે તો એમની પાસે સારું કલેક્શન હશે. ત્યાં જોઈ આવીશું.

મિહીકા : ગુડ આઈડિયા.. આપણે સાંજે જ ત્યાં જઈશું.

આદિત્ય : હા તું ધરા અને ઈશિતા ત્યાં જઈ આવો અમે બંને મારા કપડાંનું શોપિંગ કરી લઈશું.

મિહીકા : હા એવું રાખીએ..

અને એ લોકો બધું નકકી કરીને છૂટા પડે છે.

સાંજે ત્રણેય સહેલી ધરાની ફ્રેન્ડની ભાભીના બૂટીક પર જાય છે. ત્યાં ધરા એમને કહે છે મિહીકાની સગાઈ એક અઠવાડિયા પછી જ છે તો એના માટે ડ્રેસ જોઈએ છે.

ભાભી : ઓહ ડીયર એક અઠવાડિયું તો ઘણું વેહલુ કહેવાય. અત્યારે મારી પાસે ઘણાં ઓર્ડર છે તો હું તમારો ઓર્ડર નહી લઈ શકું.

ધરા : અરે ભાભી એવું ના કહો ને પ્લીઝ કંઈ તો કરો.

ભાભી : સારું હુ કંઈ વિચારું છું પહેલાં એ કહે કે તારે શું પહેરવું છે. ટ્રેડીશનલ કે ગાઉન..

મિહીકા : મે તો એવું કંઈ નકકી જ નથી કર્યું. આ બધુ એટલું જલ્દી થઈ ગયું કે વિચારવાનો સમય જ ના મળ્યો.

ભાભી : સારું તો મારી સલાહ માને તો અત્યારે ગાઉન લઈ લે અને મેરેજમાં ચણિયાચોળી.. ગાઉન જલ્દી બની પણ જશે. અને આજકાલ તો બંને કપલ મેચીંગ પેહરે છે. તો તારો વુડ બી શું પહેરવાનો છે ?

મિહીકા : એ તો એને ખબર.

ભાભી : અરે તમે બંનેને એ તો ખબર છે ને કે તમારી સગાઈ એકબીજા સાથે થવાની છે !!

મિહીકા : શું તમે પણ ભાભી.. એ એની રીતે શોપિંગ કરી લેશે. તમે મને એક સારું ગાઉન તૈયાર કરી આપો.

અને ભાભી મિહીકાનો માપ લે છે અને ત્રણ દિવસમાં ગાઉન રેડી કરીને આપી દેશે એવું કહે છે.
મિહીકા અને ધરા, ઈશિતા ઘરે આવી જાય છે. આદિત્ય પણ સમીર સાથે જઈ એના કપડાં સિલેક્ટ કરી આવે છે.

આ બાજું બંનેના ઘરવાળાં સગાઈની તૈયારીમાં લાગી ગયાં છે. મિહીકાનો ગાઉન પણ સિવાઈને આવી ગયો હોય છે. ત્રણેય સહેલી જઈને એની સાથેની મેચીંગ જ્વેલરી પણ લઈ આવે છે.

કાલે સગાઈ છે. મિહીકા એના રૂમમાં બેસેલી હોય છે. ઈશિતા અને ધરા થઈને એના સગાઈમાં પહેરવાના કપડાં અને જ્વેલરી એક બેગમાં પેક કરીને મૂકી દે છે. બંને પરિવારે નકકી કર્યું હોય છે કે સગાઈ સાદાઈથી કરીને મેરેજ એકદમ ધામધૂમથી કરીશું એટલે તેમણે સગાઈમાં નજીકના રિશ્તેદારોને જ બોલાવ્યા હોય છે.

મિહીકા અને આદિત્ય રોજ ફોન પર વાત કરી લે છે. આજે પણ તેઓ કાલે શું કરવાનું છે એ બધું એકબીજાને કહીને શાંતિથી ઉંધી જાય છે.

** ** **

વધું આગળના ભાગમાં...