Be Pagal - 23 in Gujarati Love Stories by VARUN S. PATEL books and stories PDF | બે પાગલ - ભાગ ૨૩

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બે પાગલ - ભાગ ૨૩

બે પાગલ ભાગ ૨૩
જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
બીજો દિવસ સવારે ૧૨ વાગ્યે. સંજયસિહ અને તેના મિત્રો જમાનત પર છુટીને બહાર આવે છે. જેલ બહાર આવતા જ રુહાન અને જીજ્ઞાને લઈને સંજયસિહ અને તેના મિત્રોમાં ચર્ચાઓ ચાલુ થઈ જાય છે.
ભાઈ આ તો આપણી આબરૂની પત્તર ફાળી છે. આમને સમજાવવુ તો પડશે જ કે આ વખતે એ લોકો ખોટા લોકો સાથે ટકરાયા છે...સંજયસિહના મિત્રએ કહ્યું.
જરૂર કરીશુ બકા સમય આવવા દે...સંજયસિહે તેના મિત્રને કહ્યું.
પણ ક્યારે યાર હવે મારાથી તો નથી રહેવાતુ મન થાય છે કે અત્યારે જ કોલેજ જઈને ઠોકી દઉં...સંજયસિહના બીજા મિત્રએ કહ્યું.
શાંતી રાખ બેટા હવે મોકો જોઇને ફાયદો ઉઠાવવાનો છે. ઉતાવળમાં આપણુ જ નુકસાન થાય છે. ચાલો ગાડીમાં બેસો...સંજયસિહે કહ્યું.
સંજયસિહ અને તેના મિત્રો કારમાં બેસે છે. સંજયસિહનો મિત્ર કાર ચલાવે છે અને સંજયસિહ બાજુમાં બેસે છે. કાર દ્વારા સંજયસિહ અને તેના દરેક મિત્રો સાથે તેના ઘર તરફ જવા રવાના થાય છે. સંજયસિહને પણ ઘર તરફ જવા માટે જીજ્ઞાની હોસ્ટેલ પાસેથી જ પસાર થવુ પડે. સંજયસિહ અને તેના મિત્રો કાર મારફતે જીજ્ઞાની હોસ્ટેલ પાસે પહોચે છે. સંજયસિહનો જે મિત્ર કાર ચલાવી રહ્યો હતો તેને અચાનક જ નીંદરના કારણે ડોલુ આવી જાય છે અને જીજ્ઞાની હોસ્ટેલના દરવાજા તરફ જતા પોસ્ટમેનને ધીમી ટક્કર મારીને પાડી દે છે અને બાજુમાં બેઠેલો સંજયસિહ ગાડીનો કંટ્રોલ સંભાળી લે છે અને બ્રેક મારી કાર ત્યાજ થોભી દે છે.
ટોપા જરા જોઈને ચલાવ એક લફડુ પુરૂ નથી થયુ અને તુ બીજુ ઉભુ કરી દઈશ...કારમાથી પોતાના મિત્રો સાથે ઉતરતા ઉતરતા સંજયસિહે કહ્યું.
સોરી ભાઈ... ગાડીએ ચલાવતા સંજયસિહના મિત્રએ પોસ્ટમેન કાકા તરફ દોડતા દોડતા કહ્યું.
સોરી કાકા તેમને કંઈ થયું તો નથી ને ...પોસ્ટમેનકાકાને ઉભા કરતા અને આજુબાજુમા તેમના બેગમાથી બહાર આવેલી લોકોની પોસ્ટુ બેગમા મુક્તા સંજયસિહે કહ્યું.
ઓહ બાપુજી ...ટક્કર મારીને હાલચાલ પુછો છો પાછા...કમર પર હાથ રાખી સંજયસિહ અને તેના મિત્રોને પોસ્ટમેનકાકાએ કહ્યું.
કાકાની બેગમા એક કરવ જીજ્ઞાના નામનુ પણ હતુ અને એ થેલી સરખી કરતા કરતા સંજયસિહ જોઈ લે છે અને તે કવર બહાર કાઢી લે છે.
કાકા આ કવર અહીં હોસ્ટેલ પર દેવાનુ છે ને... સંજયસિહે કાકાને કવર બતાવતા કહ્યું.
જી દિકરા એ કવર તુ આ હોસ્ટેલ પરના વોચમેન કાકાને આપીદેજે ને પ્લીસ...પોસ્ટમેનકાકાએ પોતાનો હલકો દુઃખાવો દેખાડતા સંજયસિહને જે જોઈતુ હતુ તે કામ જ બતાવતા કહ્યું.
જી કાકા હુ આપી દઈશ. તમને ક્યાય ગાડી પર છોડી દઉં કાકા...સંજયસિહે કહ્યું.
ના ના દિકરા મારે અહી આગળ થોડુ કામ છે અને ગાડી થોડી જોઈને ચલાવો...કાકાએ દયા દેખાડતા કહ્યું.
સંજયસિહ જીજ્ઞાનુ કવર વોચમેનને આપવાના બદલે પોતાની પાસે રાખે છે. કારમાં બેસીને દરેક મિત્રો જ્યા જતા હતા ત્યા જવા રવાના થાય છે.
ભાઈ કોનુ કવર છે અને એને તમે સાથે કેમ લીધુ... સંજયસિહના એક મિત્રએ કાર ચલાવતા ચલાવતા કહ્યું.
સંજયસિહ જીજ્ઞાનુ કવર ખોલીને જુએ છે. કવર જોતા જ ખબર નહીં કેમ પરંતુ સંજયસિહ ખુબ જ ખુશ થઈ જાય છે અને તેના મુખ પર જંગ જીતવાના જશ્ન જેવી ખુશી આવી જાય છે.
ભાઈ આમા જીજ્ઞા અને રુહાનની બરબાદીની તારીખ છે...સંજયસિહે કહ્યું.
મતલબ...કારમા પાછળ બેઠેલા એક મિત્રએ કહ્યું.
મતલબ કાલ તને સમજાવી દઈશ...સંજયસિહે જવાબ આપતા કહ્યું.
બીજા દિવસે સવારે કોલેજમાં. બ્રેક ટાઈમમા રુહાન,જીજ્ઞા અને બાકીના મિત્રો કોલેજ કેન્ટીનમા બેસીને નાસ્તા સાથે પોતાના ફાઈનલના નાટકનુ ડિસ્કસન કરી રહ્યા હતા.
ફાઈનલનુ નાટક એવુ હોવુ જોઈએ કે સંજયસરના દિલમાં ઉતરી જાય...જીજ્ઞાએ ત્યા બેઠેલા તેના મિત્રોએ કહ્યું.
એકદમ સાચી વાત છે જીજ્ઞા. કોમ્પિટિશન જીતવા કરતા આપણો ગોલ સંજયસરને ઈમ્પરેશ કરવાનો હોવો જોઈએ...રવીએ કહ્યું.
જો આપણે ફાઈનલ જીતી ગયા તો મારા બાપાને તો વિશ્વાસ જ નથી થવાનો કે મે જીવનમાં ખાવા સિવાય બીજું કંઈ સારૂ કામ કર્યું છે...મહાવીરે કહ્યું.
જો નહીં જરૂર ફાઈનલ જીતીશુ આખા ગુજરાતમાં નામ બનાવીશુ...રુહાન સંપુર્ણ વિશ્વાસ સાથે કહ્યું.
પણ એ તો ત્યારે જ બનશે ને જ્યારે જીજ્ઞા કોઈ સારૂ નાટક લખશે અને તમે એમા પરફોર્મન્સ આપશો અને એ તો હવે બનવુ ખુબ જ મુશ્કેલ છે... પાછળ રુહાન અને તેના મિત્રો તરફ આવીને સંજયસિહ બોલ્યો. (સંજયસિહના હાથમાં જીજ્ઞાના નામનુ કવર હતુ.
ઓહ તો તુ બહાર આવી ગયો. બીજી વાર અંદર જવાની ઈચ્છા હોય તો જ ફાઈનલમાં મને અને મારા દોસ્તો ને હેરાન કરજે... રુહાને સંજયસિહને કહ્યું.
ઓહ ભાઈ મારે તારી સાથે દુશ્મની નિભાવવા સિવાય પણ જીવનમાં ઘણા કામો છે...સંજયસિહે કહ્યું.
હા તો ભાઈ જાને કામ કરને અહીં શુ આવી છુ ... સજયસિહની મજાક ઉડાવતા મહાવીરે હસ્તા હસ્તા કહ્યું.
દરેક સંજયસિહ પર હસ્તા હતા ત્યાજ સંજયસિહ પોતાના હાથમાં રહેલુ જીજ્ઞાનુ કવર નાસ્તાના ટેબલ પર ફેકે છે.
હવે તમે બંને એવી રીતે બરબાદ થયા છો કે મારે કઈ પણ કરવાની જરૂર જ નથી. લ્યો જીજ્ઞાજી તમારૂ પાર્સલ છે ખોલીને જુઓ તો ખરા અંદર શુ છે...સંજયસિહે કહ્યું.
આ પાર્સલમાં એ જ વસ્તુ હતી જેનો ફોટો પુર્વીના મોબાઈલમાં મેસેજ સ્વરૂપે આવ્યો હતો અને પુર્વી ગભરાઈ ગઈ હતી.
જીજ્ઞા કવર હાથમાં લે છે અને એ કવર અંદરની વસ્તુ બહાર કાઢીને જુએ છે. વસ્તુ જોતા જ જીજ્ઞા અને રુહાનના હોશ અને તેમને જોયેલા દરેક સ્વપ્નાઓ હવામાં ઉડી જાય છે.
કવરની અંદર બોમ્બ નહોતો પરંતુ જે વસ્તુ હતી તે વસ્તુએ જીજ્ઞા અને રુહાનના જીવનમાં એક પરમાણુ બોમ્બ જેવી તબાહી મચાવે તેવી જ તબાહી મચાવી હતી.
શુ છે જીજ્ઞા અને આમ એકદમ તુ સ્તબ્ધ કેમ બની ગઈ. રુહાન શુ છે અંદર...રવીએ કહ્યું.
અરે રુહાનભાઈમા કદાચ થોડીક હિંમત ઘટી ગઈ હશે આ અણુબોમ્બ જોઈને એટલે હુ જ તને બતાવી દઉં. તો સાંભળ રવી. જીજ્ઞાના હાથમા જે છે એ કંકોત્રી છે જે તને દેખાય જ છે. ઓકે. હવે સવાલ થાય કે એ કંકોત્રી કોની છે તો એ કંકોત્રી જીજ્ઞાના લગ્નની છે અને એના લગ્ન રુહાન અને જીજ્ઞાના લફડાના કારણે તાત્કાલિક જ તમારા નાટકના એક દિવસ અગાઉ જ રાખેલ છે. એટલે કે આ બાજુ તમારી નાટક સ્પર્ધા ચાલતી હશે અને બીજી તરફ જીજ્ઞાના ફેરા. શુભ મંગલમ્ સાવધાન... શાદી મુબારખ હો જીજ્ઞાજી... આટલુ કહી અને ફરીથી જીજ્ઞાની જીંદગીમાં વધુ એક તુફાનને વેગ આપીને સંજયસિહ તેના મિત્રો સાથે ત્યાથી ચાલ્યો જાય છે.
જીજ્ઞાના લગ્નના સમાચાર સાંભળી બધા મિત્રો ખુબ જ શોકમાં હતા. કિસ્મત જીજ્ઞા પાછળ એટલી હદથી પડી હતી કે જીજ્ઞાનુ નાનામા નાનુ સ્વપ્ન પણ પુર્ણ થતુ અટકી ગયુ હતું. કવરમા જીજ્ઞાની કંકોત્રી સાથે આવતીકાલે ઘરે પરત આવવા અથવા તો વડોદરાથી જ લગ્નની ખરીદી કરવી હોય તો પરમદિવસે પરત આવવા અને પૈસા એટીએમમા થી કાઢી લેવા જીજ્ઞાના પિતાનો ઓર્ડર હતો. ઓર્ડર એટલા માટે કહેવાય કેમ કે જે કંઈ પણ થઈ રહ્યું હતું તે જીજ્ઞાની મરજી -ની વિરૃધ્ધમાં થઈ રહ્યું હતું.
શોકના કારણે જીજ્ઞા વધુ તો કંઈ બોલી ના શકી.
પુર્વી આ કંકોત્રી પર રુહાન અને આપણા મિત્રોનુ નામ લખી કંકોત્રી તેમને આપી દે અને રુહાન પ્લીસ થોડીવાર મારે એકલા રહેવુ છે તો મહેરબાની કરીને મારી પાછળ ન આવતા.
આટલુ બોલી જીજ્ઞા ટેબલ પરથી તેના દુઃખોનો પોટલો ઉપાડીને ત્યાથી ચાલી જાય છે.
તો આમ ફરી એકવાર જીજ્ઞા અને રુહાનની જીંદગી પર દુઃખોનુ તોફાન આવી ચુક્યુ હતુ. તો આમ ફરીથી જીજ્ઞા અને રુહાનની ટેમ્પરરી ખુશી પુર્ણ થઈ ચુકી હતી. રુહાન અને જીજ્ઞાની હાલ પરિસ્થિતિ એવી હતી કે વાતાવરણમાં ઘોંઘાટ હોવા છતાં જીજ્ઞા અને રુહાનને બધુ મૌન લાગી રહ્યું હતું. ન તો દિમાગમાં કોઈ વિચાર આવી રહ્યો કે ન તો કોઈ વસ્તુમા બંનેનુ મન લાગી રહ્યું.
હે ખુદા તારે અમને ભેગા કરવા જ નહોતા તો અમને મળાવ્યા કેમ ?... આખમા આસુ સાથે રુહાન બોલ્યો.
રુહાન રવીને એકદમથી બાથ ભરી લે છે અને ઘ્રુસ્કે ને ઘ્રુસ્કે રડવા લાગે છે...
ખરેખર હવે આપણી કહાનીના હિરો હિરોઈનનો સાથ અહીં સુધી જ હતો ?. શુ જીજ્ઞાનુ સ્વપ્ન સ્વપ્ન જ બનીને રહી જશે ? ખબર નહીં આગળ શુ થશે પણ હા જે કંઈ પણ થશે તે તમારા હ્દયમા જરૂર વસી જશે. રુહાન અને જીજ્ઞાની લવસ્ટોરીના અંતની તો ખબર નહીં પરંતુ આપણી વાર્તાનો અંત વાચવા માટે જરૂર વાચતા રહો બે પાગલના આવનારા દરેક ભાગો.

। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।
BY:- VARUN S. PATEL
THANK YOU VERY MUCH FOR ALL READERS READING MY STORY.
PERSONAL REVIEW :- WN(6352100227)
FOLLOW MY INSTA ID:- varun_s_patel
NEXT STORY :- ' કબ તક રોકોગે '(ગુજરાતી)