Rahashy - 2.1 in Gujarati Adventure Stories by Alpesh Barot books and stories PDF | રહસ્ય - ૨.૧

Featured Books
Categories
Share

રહસ્ય - ૨.૧

જારો યોજન દૂરથી કોઈ અલોકિક પત્ર હાથમાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. ભેદો હજુ ખોલ્યા નોહતા! ખજાનો તો હાથમાં આવી ગયો પણ તેંની પાછળના ભેદી રહસ્યો હજુ અકબંધ જ હતા. જે પ્રજાતિ કરોડો વર્ષ પહેલા લુપ્ત થઈ ગઈ હતી તેના રૂબરૂ થવું તે પણ એક જાતનું જાદુ જ હતું. શુ અમે ટાઈમ ટ્રાવેલિંગ કરી કરોડો વર્ષ ભૂતકાળમાં જતા રહ્યાં હતા. અમારી સફર ફકત ખજાના પુરતી નહિ પણ કરોડ વર્ષ જૂની હતી?અસીમો સજીવન થઈ જાય, જે સંશોધન ખુદ આંખ સમક્ષ આવી ઉભું રહી જાય! અમારી સાથે બનેલી તમામ ઘટનાઓ પાછળ શું ભેદ છે તે સમજાતું નથી. આ સપનું હતું? જો સપનું હતું તો આટલા વિશાળ ખજાનામાંથી મળેલો અમારું ઇનામ જેને અમને રાતો રાત માલા માલ અને અમીર કરી દીધા હતા. તે સાથે જ એટલા ફેમશ પણ! અમે વિશ્વની મોટી મોટી મેગેઝીન, ન્યુઝ પેપરમાં યુથ સેન્સેશન બની ગયા હતા. તેના લાભ અને ગેરલાભ પણ એટલા જ હતા. કોઈ પબ્લિસર અમને આ અનુભવ ઉપર પુસ્તક લખવાની વાત કરતું હતું. તો વળી કોઈ અમને ફિલ્મ બનાવની વાત કરતું હતું. કેટલા રહસ્યો અમારા માટે પણ હજુ બંધ જ હતા. મને પણ મુંજવણ થઈ રહી હતી. શું એ જુરાસિક ટાપુ અહીં અસ્તિત્વ ધરાવે છે? તો પછી સેટેલાઇટ પર તેના ચિત્ર કે નકશામાં તે કેમ નથી દેખાતું? શું મધ્યયુગમાં હૈ-બ્રાઝીલ નામનો જે ટાપુ હતો-નોહતો શું આ એજ ટાપુ છે કે તેના જેવો જ બીજો!
ખરું કહું તો આપણે મંગળ,ચંદ્ર, બ્રહ્માંડમાં બીજી ધરતી અને બીજી આકાશગંગામાં જવાની વાત કરીએ છીએ પણ આપણી ખુદની ધરતીને આપણે જાણી શક્યા છીએ?

અંગ્રેજીમાં એજ અજણાયો પત્ર હતો. જગ્યાનું નામ મેં આજથી પહેલા સાંભળ્યું નોહતું! કોઈ ડો. ડેવિડસન છે જે અમને એમેં પાંચ જણાને એક મોટી એમાઉન્ડ ઓફર કરી છે. કદાચ અમને ખજાનામાં મળેલી સરકારી બક્ષીસથી પણ વધુ!
પણ અહીં અમે પાંચ જણાને જ આ ઓફર છે. હું અજય, વિજય, મારો મિત્ર કલ્પેશ એની બહેન પ્રિયા! અને કેપ્ટન રાજદીપ સિંહ! ખજાના પછી આર્મીએ પણ તેંને નવાઝયો હતો. તે હતો જ બહાદૂર! પણ મીત્ર મજીદનું શું? આ ઓફર ફકત અમારા પૂર્તિ જ સિમિત, જ્યારે તેને પણ ખજાનામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.

જો ખરેખર આટલી રકમ આપી આ માણસને અમારી જરૂર છે. તો થોડા ઘણા અંશે મને પણ આ માણસની જરૂર હતી. આજ પાંચ પાંચ વર્ષ પછી પણ તે ઘટનાઓ મારી સમક્ષ સાવ તાજી છે. મને પણ કેટલાક અંકબંધ રહસ્યોના પર્દાફાશ કરવા છે.જાણવું છે સમજવું છે.

તે અલોકિક દુનિયાની એક નિશાની આજે પણ મારા હાથમાં છે. એક પથ્થરનો બનેલો લોકેટ! જે મૈ લોકોથી મારા મિત્રોથી ગુપ્ત રાખ્યો છે.

તે સપાટ લિસા પથ્થરના લોકેટની આગળ દહાળતા ડાયનોસોરની આકૃતિ છે. તો તેની પાછળ એક ચાવી જેવી રેખાઓ કરેલી છે. પાછળની સાઈડ ત્રણ જગ્યાએ સમાન અંતરે એક ત્રિકોણ આકારનો નાનો ખાંચો આવેલો છે. મેં તેનામાં દોરી પરોવી લોકેટ બનાવ્યું છે. તે દુનિયાની એક જીવતી નિશાની જે મને તે દુનિયાથી ક્યારે અલગ થવા નહિ દે! વાવડજોડું આવ્યું પછી અમે બધા વિખરાઇ ગયા હતા. તે લોકોએ મને પોતાનો માની પોતાની વચ્ચે રાખી સંચાવ્યો હતો. મારો મિત્ર! એ વનમાનવી! જેનું નામ મેં ટોપો રાખ્યો હતો. બે ત્રણ વખત મને હસતા જોઈ તેંને પણ ટોપાનું ઉચ્ચારણ કર્યું હતું. યાદોની એક બુંદ ખરી પડી!
સારું થયું તે દિવસે તે ચાંચિયાઓની નસલને ત્યાં જ દબોચી દીધી નહિતર સાલાઓ ત્યાંના વનમાનવીઓને જીવવા ન દેત... ત્યાં રહી મારામા પણ અધભૂત યુદ્ધ કલા આવી ગઈ હતી.

આજે આ પત્રએ બધી જૂની યાદો તાજા કરાવી દીધી હતી. મારા અને પ્રિયા વચ્ચે હવે પહેલા જેવું રહ્યું નથી. તે દિવસો હતા. જ્યારે હું પ્રિયા તરફ આકર્ષિત થયો હતો. અમારો પ્રકરણ ત્રણ વર્ષ સુધી ચાલ્યો! પ્રિયા આવશે કે નહીં એની પર પ્રશ્નો છે.

રાજદીપ ક્યાં હશે? વિજય અને અજય વિદેશમાં સેટલ થઈ ગયા છે. અને હું આજે પણ તેજ શિવ મંદિરે આવી માનસીક રીતે આનંદ લઉં છું. બ્રેકઅપ પછી કઈ કરવાનું મન થયું નહિ! પુસ્તકો લખું છું. પ્રવાસો કરું છું. તે અંગે સક્રિય બ્લોગ પણ ચાલવું છું. ઇતિહાસ, પ્રવાસ પર આધારિત લેખો લોકોને ગમે છે. બહુ આરામદાયક જીવન છે. સાથે સાથે એકલતા જે મોટા ભાગના કસ્ટોની કારણ રૂપ છે.

રાજદીપ ખબર નહિ ક્યાં છે? કોણ આવશે કોણ નહી હું નથી જાણતો પણ મારા માટે આ સફર ખૂબ જરૂરી છે. એટલે હું આ ઓફર ઠુકરાવી તો નહીં શકું!

બહુ જલ્દી મળીશું ડો.ડેવિડસન
કાગળવાળી મેં ખીશામાં મૂક્યું...

ક્રમશ

અપડેટ માટે વોટ્સએપ-૮૩૨૦૬૭૧૭૬૪