my friends - 1 in Gujarati Fiction Stories by Navdip books and stories PDF | મારાં મિત્રો - 1

The Author
Featured Books
Categories
Share

મારાં મિત્રો - 1

હું નાનપણ થી જ વિકલાંગ છું મને ચાલવા માં ઘણી જ તકલીફ પડે છૅ તે તો ઠીક પણ આસપાસ ના લોકો જે ખરાબ વર્તન કરે એના થી બહુ જ દુઃખ અને માનસિક ત્રાસ નો અનુભવ થાય છૅ. અત્યારે પણ દરરોજ સાંજે 2 કલાક હું હાલવા ની પ્રેક્ટિસ કરવા નીકળું છું લાકડી લઇ ને ત્યારે મેહનત થી પરસેવો વળે છૅ અને ધીમે ધીમે ચાલુ છું ત્યારે કહેવાતા ભણેલ ગણેલા અને સારી નોકરી ધરાવતા લોકો કઈ જોયા જાણ્યા વિના લંગડો અને ગાંડો કે છૅ હવે એક મિત્રતા ની એક સત્ય ઘટના જ્ણવું જયારે હું ધોરણ 10 માં હતો મારો એક મિત્ર એનું નામ વશરા સંજય ભણવા માં ખૂબ જ નબળો સરખું ગુજરાતી વાંચતા ય ના આવડે પણ દિલ નો ખુબજ ઉદાર અમે જૂનાગઢ ની પુલકીત સ્કૂલ માં ભણવા જતા એ જૂનાગઢ જિલ્લા ના ભેસાણ તાલુકા ના છોટેવડી ગામ થી બસ માં આવતો સવારે વેલુ નીકળવું પડતું ઘરે થી સવારે 7 વાગ્યાં નો ટાઇમ હતો અમારો હું તો ગામ માંથી જ આવતો એને ભણવા માં બોવ રસ પણ ના હતો દરરોજ સાહેબ ની બે કે ત્રણ ઝાપટું ખાધા વિના એને મજા જ ના આવે બધા ક્લાસ માં એની ઘણી મજાક ઉડાડે પણ એ કઈ જ ના બોલે એક દિવસ તે મારી પાસે આવ્યો અને મને કહે કે તને રીસેસ માં કંટાળો નથી આવતો એકલા એકલા બેસતા અમારો ક્લાસ બીજે મજલે હતો એટલે હું રીસેસ માં નીચે ના જતો અડધી કલાક ની રીસેસ રહેતી એટલે મેં તેને કહયું કે કંટાળો તો આવે જ છૅ પણ શુ કરું ભાઇ? એણે જવાબ આપ્યો કે કાલ થી હું તારીખ સાથે રોકાઈ જઈશ મેં કહ્યું વર્ગ શિક્ષક એવુ નહી કરવા દે કારણ કે રીસેસ માં રોકાઈ ને છોકરા તોફાન કરે અને કોઈ ના દફતર માંથી કોઈ ચીજ વસ્તુ ખોવાઈ તો બધા તને ખોટો બદનામ કરશે રેવા દે ને ભાઇ તે કહે એ બધી વાત હું સાહેબ સાથે કરી લઈશ તું ચિંતા કર માં બીજે દિવસે સાહેબ ને ખાનગી માં મળી ને વાત કરી દીધી અને સાહેબ પણ માની ગયા એ રીસેસ માં રોકાવા લાગ્યો એને ગામડે ઘણી મોટી પાણી વાળી ખેતી હતી ઘણા દુધાળા પશુ હતા મીઠાઈ અને ફરસાણ ની દુકાન હતી તે ક્યારેક મારાં માટે ચોખા ઘી ની મીઠાઈ પણ લાવતો ને પરાણે ખવડાવી ને જ માનતો અમે બંને અમારા નાસ્તો ભેગો કરી ને ખાતા ને ખુબ જ વાતો કરતા આવું બધું 6 મહિના ચાલ્યું પછી ધોરણ દસ પૂરું થયું એ થયો નાપાસ અને ભણવા નું મૂકી દીધું અને હું થયો ફર્સ્ટ ક્લાસ પાસ તેથી આગળ ભણ્યો અને b. A. B. Ed થયો માધ્યમિક શિક્ષક બનવા માટે ની ટાટ 1(શિક્ષક અભીયોગ્યતા કસોટી )બસો માંથી 139 ગુણ સાથે પાસ કરી સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યો છું મારો પરમ મિત્ર વશરા સંજય કદાચ એની વંશ પરંપરાગત ખેતી કરતો હશે તેદી અમારી પાસે મોબાઇલ ના હતા એટલે હવે અમારો સંપર્ક રહ્યો નથી હું ઘણી વાર ફેસબુક માં એને સર્ચ કરું પણ મળતો નથી તે તો કદાચ 9 વર્ષ માં મને ભૂલી ગયો હોય પણ હું તેને આજીવન નઈ ભૂલું આજે જયારે કહેવાતા સજ્જન અને ડિગ્રી ધારી લોકો મને હેરાન કરે ત્યારે એ બહુ જ યાદ આવે મને... પહેલીવાર લખુ છું એટલે ભૂલ થાય તો માફ કરશો અને ગમે તો મને ફોલો કરી ને કોમેન્ટ કરશો તો સત્ય ઘટના આધારિત બીજો ભાગ મુકીશ