મલ્હાર થોડીવાર પછી અગાશી પરથી આવ્યો.
જયનાબહેન પોતાના રૂમમાંથી પાર્ટીમાં આવ્યા.
ચારુંબહેન:- "ઑહ hi જયના. તું તો અત્યારે પાર્ટીમાં દેખાઈ."
જયનાબહેન:- "ઑહ હા તૈયાર થવામાં સ્હેજ મોડું થઈ ગયું."
જયનાબહેનની નજર મૌસમ અને એની બહેનો પર પડે છે. પંક્તિને જોતા જ જયનાબહેન પંક્તિ પાસે ધસી આવે છે અને કહે છે "તું અહીં? પાર્ટી ચાલે છે અને હું તને પાર્ટીમાં તમાશો નહિ કરવા દઉં. અને આ પાર્ટીમાં આવવાની હિમંત જ કેમ થઈ? તમને કોણે બોલાવ્યા?"
મૌસમ:- "આંટી આ મારી બહેન છે? અને આ પાર્ટીમાં અમને ઈન્વાઈટ કરવામાં આવ્યા છે."
જયનાબહેન:- "તું વચ્ચે બોલવાવાળી કોણ છે? અને તમને કોણે ઈન્વાઈટ કર્યા?"
મૌસમ:- "મલ્હાર સર..."
એટલામાં જ ત્યાં અવિનાશભાઈ આવે છે.
અવિનાશભાઈ:- "આ મૌસમ છે. આપણી ઑફિસમાં નવી છે. મલ્હારની આસિસટન્ટ છે."
અવિનાશભાઈ જયનાબહેનને સમજાવી ત્યાંથી લઈ જાય છે.
જયનાબહેન ત્યાંથી તો નીકળી જાય છે પણ જતા જતા ચારેય બહેનો તરફ કરડાકીભરી નજર નાંખતા જાય છે. ચારેય બહેનો તો જયનાબહેનને જોઈને સ્હેજ આભા બની ગયા.
જયનાબહેનના જતાં જ માહી બોલી
"આ તો હિટલરની કાકી જ લાગે છે."
પંક્તિ:- "તને પણ લાગ્યું ને કે એ હિટલરની કાકી છે."
મૌસમ:- "ચૂપ રહો તમે બંન્ને. કોઈ વિશે આવી રીતના ન બોલાય."
"મોટી મોટી આંખો...અવાજ કરડાકીભર્યો...
મોટો ચાંદલો... કોઈપણ જોશે તો તરત જ કહી દેશે. હિટલરની કાકી..." એમ કહી માહી હસે છે
મૌસમ:- "તમે બંન્ને ચૂપ રહો. જો ચૂપ નહિ રહો તો અત્યારે જ પાર્ટીમાંથી ઘરે લઈ જઈશ."
પંક્તિ:- "ના didu..હજી તો પાર્ટી અત્યારે જ ચાલું થઈ છે."
કાશ્મીરા એના પતિ મયંક સાથે આવે છે. કાશ્મીરાની મૌસમ પર નજર પડે છે.
કાશ્મીરા:- "મયંક ચાલ મૌસમ પાસે જઈએ."
કાશ્મીરા:- "Hi મૌસમ..."
મૌસમ:- "hello..."
કાશ્મીરા:- "આ મયંક...મારા હસબન્ડ છે."
મૌસમ:- "હેલો મયંકજી..."
મયંક:- "Nice to meet you..."
પ્રક્ષેશ કાશ્મીરા અને મયંક પાસે છે.
પ્રક્ષેશ:- "ઑહ hi કાશ્મીરા...hi મયંક How are you?"
મયંક:- "hey પ્રક્ષેશ...શું ચાલે છે બીજું?"
પ્રક્ષેશ:- "મજા જ મજા ચાલે છે. આજે તો આ પાર્ટીમાં હસીનાઓએ આવીને ચાર ચાંદ લગાવી દીધા. ઑહ by the way કાશ્મીરા You looking beautiful...."
"પ્રક્ષેશ beautiful lady નો હસબન્ડ તારી સામે છે હો. વખાણ કરવા હોય તો સંભાળીને કરજે." મયંક ગંભીર થઈને પ્રક્ષેશને કહે છે.
મયંકનો ગંભીર ચહેરો જોઈ પ્રક્ષેશ પણ ચૂપ થઈ ગયો.
મયંક અને કાશ્મીરા પ્રક્ષેશનો ચહેરો જોઈ હસી રોકી ન શક્યા અને હસી પડ્યા. સાથે સાથે મૌસમ,માહી,પંક્તિ અને રાહીના ચહેરા પર પણ સ્માઈલ આવી ગઈ.
મયંક પ્રક્ષેશના ખભા પર હાથ રાખી કહે છે "relax યાર...હું તો મજાક કરી રહ્યો હતો."
પ્રક્ષેશે રાહતનો શ્વાસ લેતા કહ્યું "Thank God યાર કે મજાક હતો. હું થોડો શોક્ડ થઈ ગયો હતો કે મયંકનો સ્વભાવ બદલાઈ ગયો કે શું?"
મયંક:- "Come on યાર ઑફ કોર્સ ક્યારેય નહિ. જેની આટલી સુંદર અને ગોર્જિયસ વાઈફ હોય તો સ્વાભાવિક છે કે વખાણ કર્યા વગર રહી શકે નહિ. તો Just chill...okay?"
પ્રક્ષેશ:- "તમે અહીં વાતો કરો હું થોડી ફલર્ટિંગ કરીને આવ્યો."
બધા પ્રક્ષેશને કોઈ લેડીઝ સાથે વાત કરતા જોય છે.
કાશ્મીરા:- "આ તો હવે ફલર્ટિંગ કરવામાંથી ઉંચો નહિ આવે. You know what મૌસમ... પ્રક્ષેશ ઑફિસમાં પણ યુવતીઓ જોડે ફલર્ટિંગ કરતો ફરે છે અને એની હરકતો એવી હોય છે કે યુવતીઓના ચહેરા પર સ્માઈલ લાવી દે છે."
માહેરા પાર્ટીમાં આવે છે. માહેરાને એન્ટર થતા જોઈ તન્વી કહે છે "ઑહ God આ માહેરા મલ્હારનો પીછો ક્યારે છોડશે."
માહેરા તન્વીને જોતા જ વિચારે છે "આ તન્વી તો હાથ ધોઈને મલ્હાર પાછળ પડી ગઈ છે."
બંન્ને એકબીજાને સ્માઈલ આપી હેલો હાઈ કહે છે. પણ માહેરા અને તન્વી બંન્ને મનોમન જાણે કહી રહ્યા હતા કે "મલ્હારને તો એટલી આસાનાથી આના હાથમાં નહિ જ જવા દઉં." બંનેના ચહેરા પર તો સ્માઈલ હતી પણ બંન્ને મલ્હારને પોતાનો કરવા પ્રયત્ન કરી રહ્યા હતા.
પ્રક્ષેશ યુવતીઓ જોડે ફ્લર્ટિંગ કરવામાં બિઝી હતો. પણ એની નજર પંક્તિ પર હતી. થોડીવાર ફ્લર્ટ કરીને ફરી મૌસમ અને એની બહેનો પાસે આવ્યો.
કાશ્મીરા:- "શું થયુ? ફ્લર્ટિંગ થઈ ગઈ."
પ્રક્ષેશે પંક્તિ તરફ જોઈને કહ્યું "ત્યાં કરતા અહીંની યુવતીઓ મને વધારે ગોર્જિયસ લાગી એટલે વિચાર્યું કે અહીં આવીને ફ્લર્ટિંગ કરું."
અચાનક તન્વીની નજર મૌસમ પર પડે છે. મૌસમને જોતા જ તન્વી વિચારે છે "આ તો કોલેજમાં મારી સાથે ભણતી મૌસમ છે. પણ મૌસમ અહીં શું કરે છે? મલ્હારે ઈન્વાઈટ કરી હશે? ના...ના...મલ્હારે નહિ કરી હોય.
કૉલેજમાં તો મલ્હાર અને મૌસમની ખાસ બનતી નહોતી. એ લોકો તો હંમેશા આર્ગિવમેન્ટ કરતા હતા અને ઝઘડો કરતા રહેતા. મૌસમ પાસે જઈને જ પૂછવા દે કે તે અહીં શું કરે છે?"
તન્વી:- "મૌસમ...Hi...તું અહીં?"
પ્રક્ષેશ:- "તન્વી તું કંઈ રીતે મૌસમને ઓળખે છે?"
તન્વી:- "હું, મલ્હાર અને મૌસમ ક્લાસમેટ હતા."
પ્રક્ષેશ:- "રિયલી? મને તો એમજ હતું કે મલ્હાર અને મૌસમની મુલાકાત ઑફિસમાં થઈ છે. મલ્હારે પણ મને કહ્યું નહિ."
મૌસમ:- "Hi તન્વી...એક્ચ્યુઅલી હું મલ્હાર સરની આસિસટન્ટ છું..."
તન્વી:- "ઑકે.."
એટલામાં જ ચારુંબહેન તન્વીને બોલાવે છે.
તન્વી:- "ઑકે bye...તમે પાર્ટી એન્જોય કરો."
પ્રક્ષેશને તેના ફ્રેન્ડસ ડાન્સ કરવા બોલાવે છે. પ્રક્ષેશ એ લોકો સાથે ડાન્સ કરવા જાય છે. પ્રક્ષેશ અને સાક્ષી બંન્ને વાતો કરતા કરતા ડાન્સ કરી રહ્યા હતા.
જયનાબહેન અને વસુધાબહેન મહેમાનો સાથે વાત કરી રહ્યા હતા.
એક સ્ત્રીએ કહ્યું "વાહ જયના આ ડાયમંડ હીરાનો હાર જોઈને એવું લાગે છે કે બહુ એક્સપેન્સિવ છે."
જયના:- "આ તો કંઈ જ નથી. મારો અસલી હીરો કોણ કોણ છે ખબર છે. મારો મોટો દીકરો રાજન. બિલકુલ મારા જેવો જ છે."
વસુધા:- "અરે હા એ આજે આવવાનો હતો ને લંડનથી. હજી આવ્યો નથી?"
એટલામાં જ બ્લેક કારમાંથી બ્લેક પેન્ટ બ્લેક શુટ પહેરેલો એક સોહામણો યુવક ઉતરે છે.
હાથમાં રુદ્રાક્ષની માળા પહેરેલી હતી અને કપાળ પર મોટો ચાંદલો હતો. એ યુવક ઘરમાં પ્રવેશ કરે છે.
જયના:- "લો આવી ગયો મારો હીરો."
રાજન જયનાબહેનને પગે લાગી ગળે વળગે છે.
રાજન એક પછી એક પોતાના પરિવારને મળે છે.
રાજન:- "મમ્મી સોહમ ક્યાં છે?"
જયના:- "અહીં જ હશે અથવા તો રાઘવ સાથે કશે ગયો હશે."
રાજન:- "મામી સાક્ષી ક્યાં છે? પ્રથમ અને મલ્હાર પણ અહીં નથી."
વસુધા:- "એ બંને પણ હશે જ. અને સાક્ષી ત્યાં ડાન્સ ફ્લોર પર બધા સાથે ડાન્સ કરી રહી છે."
"ઑકે હું થોડો ફ્રેશ થઈને આવું છું." એમ કહી રાજન પોતાના રૂમમાં જાય છે.
વસુધાની નજર ડાન્સ કરી રહેલી સાક્ષી અને પ્રક્ષેશ પર પડે છે.
જયના:-"ભાભી શું જોઈ રહ્યા છો."
વસુધા:- "પ્રક્ષેશ અને સાક્ષીને ડાન્સ કરતા જોઈ રહી છું. બંન્ને સાથે ખૂબ સારા લાગે છે નહિ?"
જયના:- "ભાભી તમારા કહેવાનો મતલબ શું છે?"
વસુધા:- "પ્રક્ષેશ વત્સલાની દૂરની બહેનનો છોકરો છે. પ્રક્ષેશ હોશિયાર અને સ્માર્ટ છે. બિસનેસને પણ કેટલી સારી રીતે હેન્ડલ કરી લે છે અને મલ્હારના હ્દયમાં તો પ્રક્ષેશ પ્રત્યે ખાસ લાગણી છે...અને આપણી કરોડોની પ્રોપર્ટી છે.
એટલે હું ૧૦૧ ને ૧ ટકાની ગેરંટી આપીને કહું છું કે આ કરોડોની પ્રોપર્ટીમાંથી મલ્હાર અમુક હિસ્સો પ્રક્ષેશના નામે કરશે. એટલે હું પ્રક્ષેશના સાક્ષી સાથે લગ્ન કરાવીને સાક્ષીનું ફ્યુચર સિક્યોર કરવા માંગું છું."
જયના:- "ભાભી તમે સાચી દિશામાં વિચારી રહ્યા છો. બહારનો કોઈ છોકરો આ ઘરનો જમાઈ બને તેના કરતા બેટર છે કે વત્સલાના પિયરનો કોઈ કુંટુંબી આ ઘરનો જમાઈ બને."
તન્વી ચારુંબહેન સાથે કોલ્ડ્રીંક પીવા આવે છે.
તન્વીની નજર બાજુમાં બેઠેલી માહેરા પર પડે છે.
માહેરા કોઈ વિચારમાં ખોવાયેલી હતી.
ટેબલ પરથી મૌસમ પડતા પડતા બચી અને મલ્હારે એને કેવી ઝીલી લીધી હતી તે દશ્ય માહેરાની નજર સમક્ષથી પસાર થયું. માહેરા વિચારવા લાગી કે "મલ્હારને હું મેળવીને જ રહીશ. પણ એના માટે મારે આ મૌસમને મલ્હારની લાઈફમાંથી દૂર કરવી પડશે પણ કેવી રીતે?"
"આની બાજુમાં બેસીને કોલ્ડ્રીંક પીવા કરતા બેટર છે કે હું બીજી જગ્યાએ જઈને બેસું."
એમ મનમાં વિચારી તન્વી કોલ્ડ્રીંક લઈ ચાલવા લાગે છે.
અચાનક જ માહેરાની નજર પાસે ઉભી રહેલી તન્વી પર પડે છે. તન્વીને જોતા જ માહેરાના મગજમાં જાતજાતના વિચારો આવવા લાગ્યા.
માહેરા વિચારી રહી હતી કે "મલ્હારના મનમાં મૌસમ પ્રત્યે કંઈ ફીલ થાય એ પહેલા મૌસમને મારે દૂર કરવી છે. અને એ માટે તન્વી મને મદદ કરશે. I know કે તન્વી પણ મલ્હારને મેળવવા પ્રયાસ કરે છે પણ પહેલા મૌસમને તો મલ્હારની લાઈફમાંથી દૂર કરું પછી તન્વીને મારા રસ્તેથી હટાવી દઈશ. પણ મૌસમને મલ્હારથી દૂર કરવા મારે તન્વીની હેલ્પ લેવી જ પડશે."
તન્વી માહેરા પાસેથી ચૂપચાપ નીકળતી હોય છે કે માહેરા તન્વીને બૂમ પાડે છે.
તન્વી મનમાં કહે છે "અત્યારે તો બહુ ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી. મારે તો આની સાથે વાત કરવામાં કોઈ ઈન્ટરેસ્ટ નથી. આને મારી સાથે શું વાત કરવી છે?"
તન્વી:- "ઑહ માહેરા...સૉરી મે તને જોઈ નહોતી."
માહેરા:- "થોડીવાર અહીં બેસ ને."
તન્વી કમને બેસે છે. તન્વી મનમાં વિચારે છે "ઑહ God આનાથી કઈ રીતે પીછો છોડાવવો."
માહેરા:- "પેલી છોકરી દેખાય છે. ગ્રીન ડ્રેસમાં."
તન્વી:- "હા..એને જોઈને હું શું કરું? એ કોલેજમાં......( તન્વી મનમાં વિચારે છે કે મૌસમ કૉલેજમાં મારી સાથે હતી એમ કહેવાની શું જરૂર છે? તું ખાલી હા કે ના માં જવાબ આપ અને અહીંથી છટકી જા.)
માહેરા:- "શું કહ્યું?"
તન્વી:- "કંઈ નહિ. તું બોલ શું કહેવાની હતી?"
માહેરા:- "હા તો હું કહેવાની હતી કે પેલી ગ્રીન ડ્રેસ વાળી છોકરી છે તે મૌસમ છે. મલ્હારની આસિસટન્ટ છે. મને એવું લાગે છે કે મલ્હાર અને મૌસમ વચ્ચે કંઈક તો છે."
'મલ્હાર અને મૌસમ વચ્ચે કંઈક છે' એ વાક્ય સાંભળતા જ તન્વી થોડી એલર્ટ થઈ ગઈ. એટલે તન્વીએ માહેરાની વાતમાં ઈન્ટરેસ્ટ લેવાનું વિચાર્યું. આખરે વાત તો મલ્હારની હતી. ઑફિસમાં શું થાય છે તે માહેરા દ્રારા જાણી શકાય.
તન્વી:- "તને કેમ એવું લાગ્યું?"
માહેરા:- "મલ્હાર મૌસમની કેબિનમાં હતો. તો તને ખબર છે મે શું જોયું?"
તન્વી:- "શું જોયું?"
માહેરા:- "મૌસમને મલ્હારે ઉંચકી હતી. ખબર નહિ એ લોકો અંદર શું કરતા હતા?"
તન્વી:- "તારે જોવું જોઈએ ને?"
માહેરા:- "હું અચાનક તો કેવી રીતના આમ અંદર જતી રહું? એટલે હું તરત ત્યાંથી આવતી રહી."
તન્વી મનમાં કહે છે "આ માહેરા પણ એક નંબરની સ્ટુપિડ છે. અંદર શું ચાલતું હતું તે જોવું તો જોઈએ. હું ત્યાં હાજર હોત તો બંન્ને પર નજર રાખતે. કૉલેજમાં તો બંન્ને ઝઘડતા હતા. તો એમની વચ્ચે કંઈ હોય એવું લાગતું તો નથી છતા પણ મારે એલર્ટ રહેવું જોઈએ."
તન્વી:- "ઑકે તો મારી વાત હવે ધ્યાનથી સાંભળ. તું હવે એ લોકો પર ધ્યાન રાખજે ને મને ડિટેઈલમાં બધુ જણાવજે."
માહેરા:- "ઓકે."
તન્વી:- "સારું bye.."
માહેરા:- "Bye..."
તન્વી ઉભી થઈ ચાલવા લાગે છે. વાળની લટોને પોતાની લાંબી અને સુંદર આંગળી વડે રમાડતી રમાડતી તન્વી મનમાં જ કહે છે "પહેલા મૌસમને અને પછી માહેરાને મલ્હારની લાઈફમાંથી દૂર કરીશ. પણ પહેલા માહેરાની મદદથી મૌસમને તો દૂર કરી દઉં પછી માહેરાનો વારો."
મલ્હારની નજર મૌસમને શોધે છે.
મલ્હાર મૌસમ અને એની બહેનોને ઘરની બહાર નીકળતા જોય છે. મલ્હાર એ લોકોની પાછળ પાછળ જાય છે.
મલ્હાર:- "મૌસમ..."
મૌસમ પાછળ ફરીને જોય છે.
મલ્હાર:- "ઘરે નીકળો છો?"
મૌસમ:- "હા હવે અમે નીકળીએ છીએ."
મલ્હાર:- "ચાલો હું તમને મૂકી આવું."
મૌસમ:- "it's ok sir...અમે જતા રહીશું."
મલ્હાર:- "બહુ રાત થઈ ગઈ છે. હું મૂકવા આવું છું."
પંક્તિ:- "didu અત્યારે રિક્ષા મળવી મુશ્કેલ છે."
મલ્હાર કાર લેવા જાય છે.
મૌસમ પંક્તિ તરફ જોઈ કહે છે "શું જરૂર હતી મલ્હાર સરની સામે બોલવાની કે અત્યારે રિક્ષા મળવી મુશ્કેલ છે એમ. આપણે આપણી મેળે જતા રહેતે.."
મલ્હાર કાર લઈને આવે છે.
ત્રણેય બહેનો પાછળ બેસી જાય છે.
મૌસમ મલ્હાર સાથે આગળ બેસી જાય છે.
મૌસમ અને મલ્હાર કંઈ બોલતા નથી. પંક્તિ, માહી અને રાહી ત્રણેય પાર્ટી વિશે વાત કરે છે.
મૌસમનું ઘર આવે છે. ત્રણેય બહેનો કારનો દરવાજો ખોલીને મલ્હારને "bye" કહી જતી રહે છે.
મૌસમથી કારનો દરવાજો નથી ખુલતો.
મૌસમ:- "સર આ દરવાજો ખૂલતો નથી."
મલ્હાર પણ દરવાજો ખોલવા પ્રયત્ન કરે છે. મલ્હાર મૌસમની એકદમ નજીક હોય છે. મલ્હારને પોતાના ગાલ પર મૌસમના હૂંફાળા શ્વાસો અથડાવવાનો અનુભવ થાય એટલો નજીક હોય છે. મૌસમના દિલની ધડકનો તેજ થઈ જાય છે. દરવાજો ખુલી જાય છે. મૌસમ ઝડપથી ઉતરી જાય છે.
મૌસમ કારની બહાર નીકળે છે. એક કદમ ચાલતા મૌસમ ત્યાં જ ઉભી રહે છે. એ આગળ જઈ શકતી નથી. મૌસમને થોડો ગુસ્સો આવ્યો "મલ્હારે મારો દુપટ્ટો કેમ પકડી રાખ્યો છે.?"
"મલ્હાર સર શું કરો છો? દુપટ્ટો છોડો...મલ્હાર મે તમને કહ્યું ને કે...." એમ કહી મૌસમ પાછળ ફરીને જોય છે તો દુપટ્ટો કારના દરવાજામાં ભેરવાઈ ગયો હતો.
મૌસમથી મલ્હાર સામે જોવાઈ જાય છે.
મલ્હાર ઝડપથી મૌસમ પાસે આવે છે. મૌસમ કારની પાસે લગોલગ ઉભી રહી જાય છે. મલ્હાર બંન્ને હાથ કાર પર મૂકી મૌસમને ઘેરી લે છે.
મલ્હાર થોડો ગુસ્સામાં જ કહે છે "તને તો આદત થઈ ગઈ છે મારા વિશે ગેરસમજ કરવાની. તે તો મનથી નક્કી જ કરી લીધું છે કે મલ્હાર કોઈ દિવસ સારું કામ કરી જ ન શકે.
કોઈ દિવસ મારા માટે સારું વિચારી જ શકતી નથી ને? હું તો તારા માટે bad persone છું. તને તો પ્રથમ જ સારો લાગે છે ને?"
મૌસમ:- "મલ્હાર સર તમે શું બોલો છો? તે દિવસે પણ તમને મારાથી અને પ્રથમથી સમસ્યા હતી. તમારો પ્રોબ્લેમ શું છે સર? પ્લીઝ મને જવા દો."
મલ્હાર પાછળ હટી જાય છે. મૌસમ દુપટ્ટો કાઢવાની કોશિશ કરે છે પણ નીકળતો નથી.
મૌસમ મલ્હાર તરફ જોય છે. મલ્હાર તો મૌસમ તરફ પીઠ કરીને ઉભો હતો. મલ્હાર ફરીને જોય છે.
મલ્હાર મનમાં કહે છે "જોઉં તો ખરો કે ભેરવાયેલો દુપટ્ટો કેવી રીતના કાઢે છે. જ્યાં સુધી મને હેલ્પ કરવા નહિ કહે ત્યાં સુધી એની હેલ્પ નથી કરવાનો. I know મૌસમ તું મારી હેલ્પ નથી માંગવાની. કૉલેજમાં હતી તેવી જ છે હજી સુધી. આટલું એટિટ્યુડ... મૌસમ મે આજ સુધી તારા જેવી છોકરી જોઈ નથી."
મૌસમ:- "સર તમને નથી લાગતું કે તમારે મારી હેલ્પ કરવી જોઈએ."
મલ્હાર:- તું કોઈ પાસે હેલ્પ માંગે છે તો રીતના માંગે છે? જરા રીસપેક્ટથી કહે તો હું હેલ્પ કરીશ."
મૌસમ મનમાં જ કહે છે "કૉલેજમાં હતો હજી પણ તેવો જ છે. બધી યુવતીઓ સાથે તો સ્વીટલી બિહેવ કરતો હતો અને મને જ એટિટ્યુડ બતાવતો. ખબર નહિ મારાથી જ શું પ્રોબ્લેમ છે આ ખડુસને. આજે પણ ભાવ ખાય છે."
મૌસમ:- "સર મારો દુપટ્ટો કારમાંથી કાઢો."
મલ્હાર:- "ઑહ હેલો ઓર્ડર આપે છે કે રિકવેસ્ટ કરે છે...પ્લીઝ જેવો પણ કોઈ શબ્દ હોય છે."
મૌસમ ઉપર આકાશ તરફ જોઈને મનમાં કહે છે. "ઑહ God શું કરું આ મલ્હારનું?"
મલ્હાર:- "એમાં વળી God શું કરવાનો?"
મૌસમ મલ્હાર તરફ આશ્ચર્યથી જોઈ રહી હતી.
મલ્હાર:- "હવે તું ઉપર જોઈને કંઈક વિચારે તો સ્વાભાવિક છે કે તું મારા જ વિશે ભગવાનને ફરિયાદ કરતી હોય. એમાં આશ્ચર્યથી મારા બાજુ જોવાની શું જરૂર છે?"
મૌસમ:- "હું શું કરવા ભગવાનને તમારા વિશે ફરિયાદ કરવાની?"
મલ્હાર:- "ઑહ રિયલી? રહેવા દે સારી રીતના જાણું છું તને..."
મૌસમ:- " મલ્હાર હવે વાત જ કરતો રહેશે કે પછી મારી હેલ્પ કરવા પણ આવશે."
મૌસમના વાક્યથી મલ્હાર અને મૌસમની ફરી નજર મળે છે. મૌસમને પણ મનમાં થયું કે મારાથી આવું કેમ બોલાઈ ગયું. "તમે" પરથી "તું" પર આવી ગઈ.
મલ્હાર:- "હજી સુધી પ્લીઝ શબ્દ મારા કાને સંભળાયો નથી."
મૌસમ:- "મલ્હાર પ્લીઝ દુપટ્ટો કાઢવામાં મારી મદદ કર. પ્લીઝ"
મલ્હાર દુપટ્ટો કાઢવામાં મદદ કરે છે. થોડા પ્રયત્નો પછી દુપટ્ટો નીકળી જાય છે.
મૌસમ:- "thank you...bye..."
"એમ તો હું મોટાભાગે ભૂલ કરતો નથી પણ થઈ જાય તો હું એને સુધારી દઉં છું. તો હું આશા રાખુ છું કે તું મારા વિશે કોઈ ગેરસમજ ન રાખે. હું સ્ત્રીઓની રિસપેક્ટ પણ કરું છું અને કોઈભૂલચૂક થાય તો એને સુધારી પણ દઉં છું...Good night મિસ પાઠક..."
મલ્હાર આટલું કહી કાર હંકારી મૂકે છે.
મૌસમ પણ ઘર તરફ ચાલતા ચાલતા વિચારે છે કે મલ્હારને મારી વાતનું ખોટું લાગી ગયું. હું પંક્તિ સાથે વાત કરતી હતી ત્યારે કદાચ સાંભળી ગયો હશે. મૌસમને સ્હેજ ગિલ્ટી ફિલ થયું.
મૌસમ ઘરનો દરવાજો બંધ કરે છે.
પંક્તિ:- "Didu બહુ વાર લાગી ને? શું વાત કરતા હતા?"
મૌસમ:- "તમે હજી સુધી ઊંઘ્યા નથી. સૂઈ જાઓ ચૂપચાપ."
માહી:- "didu અમને કહો ને શું વાત કરતા હતા.?"
મૌસમ:- "કંઈ વાત નહોતા કરતા. માત્ર good night કહ્યું."
પંક્તિ:- "મલ્હાર સર હેન્ડસમ છે હો."
માહી:- "હા મલ્હાર સર પણ અને પ્રથમ પણ હેન્ડસમ છે."
રાહી:- "બંન્ને જ હેન્ડસમ છે પણ મને તો મલ્હાર સર ગમ્યા."
ભારતીબહેન:- "શું કરો છો છોકરીઓ સૂઈ જાઓ હવે."
મૌસમ ચેન્જ કરી ઊંઘવા પડી. પણ એને મલ્હારના વિચારો આવવા લાગ્યા. ખબર નહિ મારી વાતથી મલ્હારને કેટલું ખોટું લાગ્યું હશે.
ક્રમશઃ