પ્રકરણ-21
રીવેન્જ
અન્યા અને રાજવીર શાંતિથી નિશ્ચિંન્ત પણે દરિયે સમય વિતાવી રહેલાં અને રાજવીરનાં પાપાનો ફોન આવ્યો અને બંન્ને જણાંએ ટીન ફેંકીને તુરંતજ સ્ફૂર્તિથી ઉભા થઇને ઝડપથી બાઇક પાસે પહોંચ્યાં બાઇક લઇને તુરતજ રાજવીરનાં બંગલે પહોંચી ગયાં.
રાજવીરનો ખારમાં બંગલો હતો ત્યાં હવાની ઝડપે પ્હોચ્યાં રાજવીરે કમ્પાઉન્ડમાં બાઇક પાર્ક કરીને ઝડપથી અન્યા સાથે તુરંત પાપાનાં બેડરૂમમાં પહોચ્યો રાજવીરનો જૂનો માણસ ભવદાસ એની પાસે દોડી આવ્યો. બોલ્યો બાબા પાપા કબસે આપકો યાદ કર રહે હૈ ઉનકે છાતીમેં દર્દ હો રહા હૈ - રાજવીરે એને પૂછ્યું ડોક્ટર અંકલકો ફોન કીયા ? હાઁ કબસે કીયા આતે હી હોંગે અને રાજવીરે પાપાની પાસે બેસીને પાપાનાં કપાળે હાથ મૂક્યો સુમીદ્ધસિંહ રાજવીરનાં પાપાએ આંખો ખોલી અને રાજવીરને જોઇને આંખમાં આનંદ છવાયો છતાં આંખોમાં આનંદ સાથે દર્દની અનૂભૂતિ હતી.
રાજવીરે કહ્યું "પાપા ચિંતા ના કરો બધુ સારું જ થઇ જશે. હું તમારી પાસે આવી ગયો છું તમારી પાસે જ રહીશ. સુમીધસિંહે આભારવશ આંખો નમાવી કહ્યું "બાબા સબ ઠીક છે ચિંતા મત કરો થોડા દીલમેં દર્દ મહેસૂસ હુઆ થોડી બેચેની થી સાંસ લેને મેં તકલીફ હુઇ તુરંત તુમસે ફોન કીયા ઔર સુધાંશુ કો બુલા લીયા. રાજવીરે કહ્યું સારૂ કર્યું પાપા.
સુમીધસિંધે કહ્યું "હવે મારી ફેમીલી અને મારી લાઇફ તું જ છે દીકરા.. એમ કહી રાજ સામે જોઇ રહ્યાં પછી એમની નજર અન્યા તરફ પડી અને આશ્ચર્યથી જોયા કર્યું... રાજવીરે કહયું “પાપા સોરી હું આપણી વાતમાં ઇન્ડોડ્યુસ કરવો ભૂલ્યો. પાપા આ અન્યા મારી પસંદ અને આ ઘરની વહુ થવાની છે એમ કહ્યું "સુમીધસિંહ હસી રહ્યાં અને અન્યા એમને પગે લાગી. એ એટલું જ બોલ્યાં તારી પસંદ ખૂબ સરસ છે ગોડ બ્લેસ યું. પછી કંઇક કહેતાં અટક્યા... અને ત્યાંજ ડૉક્ટર આવ્યા..
ડૉ.સુધાંશું ને જોઇ રાજવીર ઉભો થઇ ગયો અને ડૉક્ટરે આવીને તરતજ કહ્યું સુમીધ તેરેકો મૈને બોલા થા તું બહોત રીસ્ક લે રહા હૈં અબ છોડ તેરા બજાર તેરી હેલ્થ કી ચિંતા કર…. અબ બ્હોત કમા લીયા બસા લીયા અબ તેરે લડકે પે છોડ સબ. ડો.સુધાંશું એ બોલતાં બોલતાં સુમીધસિંહને ચેક કરવા માંડયા અને ચેક કર્યા બાદ કહ્યું "અભી તક ઠીક હૈં મે વોર્નીંગ હૈ તેરે લીયે દવાઇ લીખ દેતા હું અબ ફીરસે હુઆ તો સમજ લેના સીધા હોસ્પીટલાઇઝ હોગા ઓફ સર્જરી.... અબ આરામ કર ઇતના અચ્છા બેટા હે સબ સંભાલ લેગા પ્લીઝ બી રીલેક્ષ.. પછી રાજવીર સામે જોઇ કહ્યું "તેરે પાપાને કરોડો બનાયે ફીરભી માલુમ નહીં કર્યુ ઇતના સ્ટ્રેસમાં રહેતા હાં તું થોડાં સંભાલ સબ ઉચકો કમ્પલસરી રીટાર્યડ કર દે.. હૈ નાં ?
રાજવીરે કહ્યું "સ્યોર સર.. પાપા ઠીક હૈ ના કોઇ... ડૉ.સુધાંશુએ કહ્યું " આ ચલ એમ કહીને રાજવીરને લઇને બહાર ગયા અન્યા સુધિરસિંહ પાસે બેસી રહી. બહાર જઇને ડૉ.સુધાંશુએ કહ્યું તેરે પાપાકો લાઇટ એટેક આકે ગયા બસ અબ સંભાળના હૈ અભી કોઇ ડેન્જર નહીં હૈં હો સકતા હૈ પર દવાઇઓ દી હૈ અબ પૂરા ધ્યાન રખના હૈ અબ કોઇ કંપલેઇન કરે મુઝે ફોન મત કરના સીધા મેરી હોસ્પીટલ લેકે આ જાના અબ કુછ હુઆ તો સચમેં સર્જરી કરની પડેગી... ઇતના ઝીંદાદીલ ઔર આનંદી આદમી કો ક્યા ચિંતા હૈ ક્યું સ્ટ્રેસ લેતા હૈ ઇતના તો હૈ ઓર ક્યાં ચાહીએ ?
રાજવીરે કહ્યું "યસ અંકલ મૈં ખૂબ ધ્યાન રખુંગા કોઇ શિકાયત નહીં હોગી જરૂરત પડી મૈં આપકે વહાઁ લે આઊંગા એમ કહી ફી પૂછી. ડૉ. સુધાશું એ કહ્યું એતો મેં તેરે બાપસે લે લૂગાં ડોન્ટ વેરી.મ બટ ટેક કેર એબાઉટ હીમ એમ કહીને ગયાં.
રાજવીરે પાછો રૂમમાં આવ્યો સુમીધસિંહે થોડાં હળવા થઇને કહ્યું "ક્યા બોલ રહા હૈ ડૉક્ટર ? મુઝે કુછ નહીં હૈ થોડી બેચેની થી બસ. ઐસેહી બોલતા હોગા. રાજવીરે કહ્યું નહીં પાપા આપકો આપકી કેર લેની હૈ મુઝે ભી દેખના હૈ.
સુમીધસીંગે વાત વાળવા અન્યા સાથે વાત કરવા માંડી અને એનાં ફેમીલી બેકગ્રાઉન્ડ અને એનાં વિષે પૂછવા માંડ્યુ અન્યાએ ફેમીલીનું કહ્યું એનું કહેવા ગઇ અને રાજવીરે વચમાં બોલતા કહ્યું પાપા અન્યા કથ્થક ડાન્સર છે અને હું થોડાં સમય પહેલાં એનો ડાન્સ જોવા ગયેલો અને ખૂબ સરસ ડાન્સ કરે છે એમ કહીને અન્યાને આગળ ના બોલવા ઇશારો કર્યો અન્યા હાં હા કરતી ચૂપ થઇ ગઇ અને વિચારમાં પડી ગઇ...
રાજવીરે ના એની માતા અંગે કંઇ વાત ના કીધી અને અન્યાની નવી શરૃ થતી કેરીઅર અંગે વાત પાપા સાથે ના શેર કરી. અન્યાને વિચારો આવ્યા ચૂપ રહી. રાજવીરે ફોન કરીને દવાઓ મંગાવી લીધી. અને પાછો પાપા પાસે આવીને બેઠો. રાજવીરે પાપાનાં કપાળે ફરીથી હાથ ફેરવવા માંડ્યો અને સુમીધસિંહે કહ્યું "દીકાર હવે મને સારું લાગે છે અને દવાઓ આવી જાય હું દવાઓ લઇશ, પાછો કામે લાગી જઇશ તું ચિંતા ના કર. જીમ તું સંભાળે છે એ ઘણું છે.
રાજવીરે કહ્યું "પાપા હવે તમારે કંઇ જ નથી કરાવનું બસ આરામ અને તમારં આનંદ માટે જે કરવું હોય એ બાકી બીજું કંઇ નહીં ઓફીસે પણ નથી જવાનું કંઇ અરજન્ટ હોય તમારાં બેડરૂમમાં બધી વ્યવસ્થા છે જ નહીંતર નટરાજન છે એને કહેજો એ બધું જોશે. બાકી હું છું હું પણ જોઇશ હવે.
સુમીધસિંહે કહ્યું "હજી થોડું તું હરીફરી લે દીકરા પછી તારે જ સંભાળવાનું છે હું હજી કરી શકું છું. ત્યાં સુધી કરીશ... હાં દીકરા આપણો નવો ફલેટ લીધો છે એનું ઇન્ટીરીયર કરાવવાનું છે તો તું એનાં અંગે નટરાજન સાથે વાત કરીલેજે એ કોઇ કન્સલ્ટન્ટ કહેતો હતો તારી, ચોઇઝ અને તારાં વીઝન પ્રમાણે મંસ્ત તૈયાર કરાવ. કોઇ બજેટ ના જોઇશ. ત્યાં બધા ફીલ્મી સ્ટાર છે એ ઇન્ટિરિયર... એમનાં કરતાં સારું થવું જોઇએ તું મારો સુપરસ્ટાર ફોર એવર છે.
રાજવીરે કહ્યું પાપા હું બધુંજ જોઇશ. નટરાજન સાથે વાત કરી લઇશ તમે આ બધામાંથી મુક્ત રહો હું હવે જોઇશ અને ફક્ત આરામ કરો હું અન્યાને એનાં ઘરે મૂકીને આવુ છું બસ ત્યાં સુધીમાં દવા આવી જ જશે.
એટલામાં ભવદાસ આવ્યો હાથમાં દવાઓ લઇને કહ્યું આ દવાઓ આપી ગયાં છે. સુમીધસિંહે જોયું એમણે કહ્યું ઓ ભવુ ક્યા હુઆ ? ભવદાસે કહ્યું અરે આપકી દવાઇયાઁ આ ગઇ હૈ ઓર નટરાજન સાબ આયે હૈ ઉન્કો ભેજુ ? રાજવીરે દવાઓ લઇને કહ્યું ભેજ દે.. અને ભવદાસ ગયો.
સુમુધસિંહનો સર્વેસર્વા મેનેજર કે સેક્રેટરીઆ નટરાજન હતો એ અંદર દોડી આવ્યો આ સાઉથઇન્ડિયન નટરાજન સુમીધનો એકદમ વફાદાર માણસ હતો. આવીને કહ્યું "આપકી તબીયત કૈસી હૈ મે ઓફીસ આયા ઔર ભવદાસ કાં ફોન આયા થા... સુમીધસિંહે કહ્યું "અબ ઠીક હૈ કુછ ખાસ નહીં થા થોડી બેચેની પર અબતક ઐસી દેખી નહીં થી તો રાજકો બુલાલીયા ઔર તુમકો બોલને કો કહા થા. અભી ઠીક હું રાજ આ ગયા તો એકદમ ઠીક હો ગયા એમ કહી રાજની સામે પ્રેમાળ હસી રહ્યાં.
રાજવીરે નટરાજને કહ્યું "આપ અભી પાપાકે પાસ બેઠો મૈં અન્યાકો ઘર છોડ કે આતા હુઁ. નટરાજને અન્યાની સામે જોઇને કહ્યું " ઓહો આપ હૈ અને રાજવીરે નટરાજન સામે આંખ કાઢીને ચૂપ રહેવા કહ્યું અને એનાં હાથમાંથી મીડે.. ન્યૂઝપેપરની કોપી લઇ લીધી. જેનાં ફ્રન્ટ પેજ પર અન્યાની ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રીનાં મુખ્ય સમાચાર એનાં ફોટાં સાથે હતાં. નટરાજન થોડો ઝંખવાઇ ગયો અને ચૂપ જ થઇ ગયો કોપી રાજવીરને આપી દીધી.
અન્યા અને રાજવીર સુમીધસિંહને બાય કહી... અન્યાએ ખૂબ લાગણીથી કહ્યું "આપ રેસ્ટ લેના એન્ડ ટેઇક કેર એટલું બોલી ફરીથી પગે લાગીને બહાર નીકળી રાજવીરે જોયું એને ગમ્યુ અને બંન્ને આનંદ સાથે બહાર નીકળ્યાં.
રાજવીરે BMW કાર કાઢી અને અન્યાને બેસવા કહ્યું અને અન્યા કેમ બાઇક નહીં. ? રાજે કહ્યું "ના કારમાં શાંતિથી વાતો કરતાં જવાશે. અને અન્યા કંઇ બોલ્યા વિના બેસી ગઇ.
કાર સ્ટાર્ટ કરી કમ્પાઉન્ડમાંથી કાઢીને ખારથી અંધેરી જવા નીકળ્યો અને હાઇવે થી જવા એ તરફ ગાડી હંકારી દીધી. રાજવીર કઇ બોલ્યો નહીં થોડીવાર પછી અન્યાએ કહ્યું રાજ એકવાત પૂછું ? રાજવીરે કહ્યું બોલને અનું" અન્યા કહે તેં તારી મોંમ માટે કોઇજ વાત નથી કરી આજ સુધી તારી મોમ ક્યાં છે ? શું થયું છે ? ઇઝ શી એલાઇવ ? અને બીજો પ્રશ્ન મારું ઈન્ટ્રોડકશન તેં કરાવ્યું પણ આપનો નિર્ણય મારો નથી કેરીયર અંગે કોઇ વાત પાપાને ના કરી અને નટરાજન...
રાજે કહ્યું "મારી માં જીવે છે મરે છે ખબર નથી પણ અમારાં માટે મરી ચૂકી છે એની ફરી વાત ના કાઢીશ. બીજું પાપાને ફીલ્મી માણસો પસંદ નથી એનું કારણ માં છે અને નટરાજને તારા છપાયેલા ન્યૂઝ અંગે એમ કહી મીડ ડે બતાવ્યું અન્યા પેપર પેજ ચોંકી ફુલ પેજ એનાંજ ન્યૂઝ હતાં.
પ્રકરણ -21 સમાપ્ત