Jaane-ajane - 34 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (34)

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

જાણે-અજાણે (34)

સવાર પડી અને સૂર્યનાં કિરણો કૌશલનાં મોંઢે પડવાથી તેની ઉંઘ તુટી અને પહેલો વિચાર તેને રેવાનો જ આવ્યો. રાત્રીનાં અંધકારમાં તો જાણે વધું હિંમત આવી ગઈ હતી અને અસ્પષ્ટ વાતાવરણને કારણે કોઈ જાતની ચિંતા નહતી. પણ હવે દિવસ ઉગી આવ્યો છે. ભલે ગમે તેટલાં વાદ વિવાદો હોય પણ દુનિયાનો સામનો કરવો જ રહ્યો. કૌશલને ધીમે ધીમે નિદ્રામાંથી બહાર આવતાં વિતેલી રાતની એક એક વાત યાદ આવવાં લાગી. અને હવે માત્ર એક પ્રશ્ન કે રેવાનો જવાબ શું હશે ? જ્યારે રેવા સાથે સામનો થશે તો તેની પ્રતિક્રિયા શું હશે?... વધારેમાં એ અફસોસ કે રાત્રે રેવાનાં ખોળામાં જ ઉંઘી ગયો હતો. શું વિચારતી હશે તે વિચારોમાં ને વિચારોમાં કૌશલનો જીવ ખવાતો હતો. રેવાને મળવું જરૂરી જ હતું. કૌશલ રેવાને શોધવા નિકળ્યો પણ આજે તે ક્યાંય દેખાય નહતી રહી.

" ક્યાં ચાલી ગઈ છે આ છોકરી?... રોજ તો જરૂરી ના હોય ત્યાં આગળ ને આગળ ભટકાતી હોય અને આજે દેખાતી જ નથી!.... " કૌશલનું મન અશાંત બનવા લાગ્યું. શોધતાં શોધતાં રચના સામે મળી અને કૌશલને સવાર સવારમાં નહાયા- ધોયાં વગર ફરતાં જોઈ તેની પાસે જઈ કારણ પુછ્યું. કૌશલે જવાબ આપ્યો " હું રેવાને શોધું છું. કાલે મેં તેને બધી વાતો સાચી સાચી કહી દીધી. " આ સાંભળી રચના આશ્ચર્યમાં પડી ગઈ. " પણ કેમ?..." તેણે પુછ્યું. " કેમકે તેની પ્રશ્નાર્થ ભરેલી નજરો મારાંથી સહન નહતી થતી. તેનાંથી છુપાવવાનો મતલબ જ શું હતો!... અને એમ પણ તે આપણી મિત્ર છે, ફરવાં, જમવાનું અને બધું કામ પણ સાથે... હંમેશા આપણી સાથે જ હોય એટલે તેનો પણ હક્ક છે ને જાણવાનો! " કૌશલે વાત જણાવી. " મને નહતી ખબર કે તને રેવાની નાની નાની વાતોથી પણ આટલો ફર્ક પડે છે... સારું છે ગાઢ સંબંધ જોડાય છે..." રચના હસી. કૌશલને રચનાની વાતો સમજાયી નહીં. એટલે તે વાતને છોડી પોતાની મુખ્ય વાત પર આવતાં કહ્યું " દીદી તમેં મજાક છોડો... તમેં રેવાને જોઈ છે?.. ક્યારનો શોધું છું! " રચનાએ જણાવ્યું " હા... મને ખબર છે તે ક્યાં છે!.." " ક્યાં છે?.. જલદી બોલો..." કૌશલ અધીરો બની રહ્યો. " વિનયનાં પિતાએ બોલાવી હતી એટલે ત્યાં ગઈ છે.. વિનય આવ્યાં હતાં તેને લેવાં. " કૌશલ વિચારમાં પડી ગયો. તેને રેવાની ચિંતા થવાં લાગી " કેમ બોલાવી છે?... અને વિનય આવી ને લઈ ગયાં તેનો મતલબ શું? બાઈક ઉપર ગયાં છે બંન્ને?... પણ રેવાને તો બાઈક પર બેસવાથી બીક લાગે છે! તે ગઈ કેવી રીતે?... " " અરે શાંત..શાંત મારાં ભાઈ.... શ્વાસ લઈ લે થોડો... વિનયનાં પિતા એટલે મારાં સસરા એ બોલાવી છે કેમકે ઘણાં દિવસથી તે પોતાની દિકરીને મળ્યાં નહતાં. અને વિનય કોઈ કામથી ગયાં હતાં તો ઘરે પાછાં ફરતાં રેવાને એ જ બસમાં બેસાડી જેમાં વિનય હતાં. પણ તું મને એ જણાવ કે તને કેવી રીતે ખબર કે રેવાને કઈ વાતથી ડર લાગે છે? " રચના કૌશલને કંઈક સમજાવવાં માંગતી હતી. કૌશલે અચકાતા કહ્યું " હવે આખો દિવસ સાથે કામ કર્યું છે તમારાં લગ્ન માટે તો એટલું તો ખબર પડી જ જાય ને... તમેં આડકતરી રીતે ના વિચારો. સારું ચાલો હું પછી મળું તમને..." કૌશલ ત્યાંથી ચાલ્યો ગયો.

રેવાને મળવાની જેટલી જલદી હતી તેટલી જ રાહ નિયતિ કૌશલને જોવડાવતી હતી. કદાચ કૌશલનું મન શાંત બનાવવાં ઈચ્છતી હતી.
સવારની બપોર અને બપોરની સાંજ થવાં આવી પણ રેવાની કોઈ ખબર નહતી. આખો દિવસ પસાર થઈ ગયો રાત્રી પણ ઉંઘ વિનાં પસાર થઈ. હવે વધારે રાહ જોવાની તાકાત નહતી એટલે કૌશલ વહેલી સવારે જ રેવાનાં ઘેર પહોચ્યો. ઘરની બહાર ઉભો રહી રેવાની જાગવાની રાહ જોતો હતો. એટલામાં રેવા જાગી અને બારીમાંથી કૌશલને જોતાં આશ્ચર્ય સાથે બહાર નિકળી. " કૌશલ તું આટલી સવારે અહીં? " રેવાએ આંખો ચોળતાં પુછ્યું. કૌશલ એક ક્ષણ તો શું બોલે તે સમજાયું નહીં. છતાં તેણે હીંમત કરી " હા, કાલે પણ હું તને શોધતો હતો પણ તું હતી નહીં એટલે આજે આવી ગયો. એ પહેલાં કે તું તારાં કામમાં વ્યસ્ત થઈ જા મારે વાત કરવી હતી. " રેવાએ ધીમેથી કહ્યું " હા...બોલ શું વાત છે? " રેવાનો સામાન્ય વ્યવહાર જોઈ કૌશલને સમજણ ના પડી. "આટલી મોટી વાત મારાં વિશે જાણીને પણ આટલો સરળ સ્વભાવ કેવી રીતે? "વિચારતાં તેને આશ્ચર્ય થયો.

પણ કૌશલનો અચકાટ જોઈ રેવા સમજી ગઈ એટલે જાતે જ વાત શરૂ કરી " કૌશલ એક વાતનો જવાબ આપ, તને મારાં વીતેલાં જીવન વિશે ખબર છે?" કૌશલ આશ્ચર્યમાં પડ્યો કે રેવા એકદમ કેમ આવું પૂછે છે?!... " ના નથી ખબર.." કૌશલે જવાબ આપ્યો. " તો તું મારી સાથે વાત કેમ કરે છે?, મને તમારાં ગામમાં રહેવાંની પરવાનગી પર પશ્ન કેમ નથી કરતો?, જો હું કોઈ એવાં બેકગ્રાઉન્ડમાંથી હોઈશ કે જેને બધાં ધિક્કારતાં હશે તો?!... જો મેં મારાં જીવનમાં અનેક પાપ કર્યાં હશે તો?!.... તો શું કરીશ! " રેવાનાં પ્રશ્નો કૌશલને વિચારવા પર મજબુર કરી રહ્યા હતાં. " કેમ આવું બધું બોલે છે?" " તું જવાબ આપને પહેલાં " રેવા કશું વધારે સાંભળવાં તૈયાર નહતી. " તને જવાબ જ જોઈએ છે તો સાંભળ... અમને તારાથી મતલબ છે તું કેવી છે, સ્વભાવ કેવો છે તે મહત્વનું છે. તેનાં માટે તારી વીતેલી ક્ષણો જાણવાની શું જરૂર. દરેક વ્યક્તિ કયાં બેકગ્રાઉન્ડ માંથી આવે છે તે મહત્વનું નથી. તે વ્યક્તિ વાણી, વિચાર અને આચરણમાં કેવો છે તેનાંથી વ્યક્તિત્વ ઘડાય છે અને તે જ પ્રત્યક્ષ થાય છે. અને રહી વાત તારાં વિશે તો તારું બોલવાં, ઉઠવાં, ચાલવાની ઢબ તારું વ્યક્તિત્વ બની બોલે છે. ચારિત્ર્ય પર કોઈ શક ના કરી શકું. તો તને ગામમાં વસવાટ પર પ્રશ્ન ઉભો કરવો દુરની વાત.!.." કૌશલ પોતાની એક એક વાત ચિવટતાથી સમજાવતો ગયો અને રેવા બસ સાંભળતી ગઈ. ઘણુંબધું બોલ્યાં પછી રેવાએ કહ્યું " મળી ગયો તને તારો જવાબ?! થઈ ગઈ વાત સ્પષ્ટ, જેનાં માટે તું કાલથી મારી રાહ જોતો હતો! " રેવાને વધારે કશું બોલવાની જરૂર ના વર્તાયી અને મંદ મુસ્કાતી અદબ વાળીને કૌશલને જોતી રહી. કૌશલનાં મનને ઉંડાણ પુર્વક સમજવાની આવડત હતી રેવામાં. જેનો ઉપયોગ તેણે કરી બતાવ્યો. કૌશલને વધું કોઈ પ્રશ્ન હતો નહીં. તે કશું બોલી શક્યો નહીં. આટલી સરળતાથી વાત જણાવી કે કોઈનાં મનને ઠેસ ના વાગી. " જેમ હું મારાં પોતાનાં આગવા વ્યક્તિત્વથી ઓળખાવ છું ને તેમ તું પણ તારાં આગવા વ્યક્તિત્વથી ઓળખાય છે કૌશલ... તારાં માં- બાપ એ શું કર્યું, કેટલાં સારાં નરસા કામ કર્યાં તે મહત્વનું નથી તું કેવો છે, તારી ચાલ-ઢાલ કેવી છે તે મહત્વનું છે. અને માત્ર હું જ નહીં તને ઓળખતાં દરેક વ્યક્તિ આ વાતની સાક્ષી પુરી શકે છે બસ જરૂર છે તારે પોતાની પર ભરોસો કરવાની. પોતાનાં અતીતનો સામનો કરવાની અને આગળ વધવાની. કેમકે જ્યાં સુધી ભૂતકાળની ભૂલો યાદ રખાય છે ને ત્યાં સુધી ભવિષ્ય સુધરી નથી શકતું. તો માફ કર તારાં ખરાબ સમયને, તારાં પિતાને અને તેમનાં કર્મોને... " રેવા પરિસ્થિતિની નાજુકતાને સમજતી હતી.

કૌશલની આંખો પાણીથી ભરાઈ આવી. આ જોઈ રેવાએ બોલવાનું અટકાવ્યું અને મૌન છવાઈ ગયું. કૌશલનાં ભાવ જોઈ રેવાએ તેનાં હાથ પર હાથ ધરી કહ્યું " ઠીક છે તું?... મારી વાતો ને ખોટાં અર્થમાં ના લે... હું તો માત્ર...." " ના ના... તારી ભુલ નથી. મારાંમાં જ એટલી શક્તિ નથી કે મારી ભાવનાઓથી ઝઘડી શકું. " કૌશલે તરત કહ્યું. " એવું બિલકુલ નથી. તું તો બધાથી વધારે તાકાતવર છે શારિરીક પણ અને આંતરિક પણ... તારું મન સબળ જ છે બસ તું તારાં મનને રોકીશ નહીં. તેને રડવું છે તો રડી લેવાં દે.. એક વાર, બે વાર પછી?.. પછી તો શાંત પડશે જ ને..!... ધીરજ મહત્વની છે.." રેવાની વાતો કૌશલને એક નવી ઉર્જા આપી રહી હતી. " મનને રડવાં માટે રોજ રોજ ખોળો મળે જરૂરી નથી ને!..." કૌશલે મજાકથી કહ્યું. " સાચી વાત... મુલ્યવાન વસ્તુઓ સરળતાથી મળે નહીં ને !.." રેવાએ પોતાની બડાઈ કરતાં કહ્યું. કૌશલે પોતાનું માથું નકારમાં હલાવતાં કહ્યું " પોતાની બડાઈ હાંકવા માં તો પાછી જ ના પડે..." બંને હસી પડ્યા અને વાતાવરણ હળવું થયું એટલે બંને પોતાનાં કામે પાછાં લાગ્યાં. કૌશલનું મન હળવું થઈ ગયું હતું. રેવાની વાતો કૌશલને સૌથી વધારે અસર કરતી હતી એટલી વધારે કે તે પોતાની જાત સાથે પણ લડવાં તૈયાર હતો . રેવા પર બંધાયેલો ભરપૂર વિશ્વાસ તેમનાં જીવનને શું વળાંક આપી શકે તે પોતે રેવા અને કૌશલને પણ નહતી ખબર.
બીજી તરફ રેવાને દાદીમાં દ્વારા સોંપાયેલુ કામ હતું. અનંતનાં ઘેરથી મંગાવેલી દવાઓ. પણ શેની દવાઓ અને રેવાનું અનંતનાં ઘેર જવું શું પ્રકૃતિ માટે યોગ્ય હશે! અને ના તો સરવાળે થતી આ દરેક અડચણો રેવાને કયાં રસ્તે વાળશે!....

પ્રશ્નો ઘણાં છે અને જવાબ........


ક્રમશઃ