Whatsapp thi Facebook sudhini safar - 7 in Gujarati Fiction Stories by Mayuri Mamtora books and stories PDF | Whatsapp થી facebook સુધીની સફર - 7

Featured Books
Categories
Share

Whatsapp થી facebook સુધીની સફર - 7

સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો

પ્રસ્તાવના:
એ દિવસે રાત્રે મને એના વિચારોમાં ને વિચારોમાં નીંદર જ ના આવી..પહેલા તો હું sure નહોતી કે આ પ્રેમ છે કે ફક્ત આકર્ષણ..!
પણ હવે તો અમારા ચેટિંગને એક વર્ષ વીતી ગયુ હતુ..
અને આ એક વર્ષમાં મને જેવું પ્રિયેશ પ્રત્યે ફીલ થયુ હતુ એવુ કદાચ કોઈ પ્રત્યે અત્યાર સુધીમાં મને ફીલ નહોતુ થયુ.. મને આદત પડી ગઈ હતી એની સાથે ચેટિંગની..અને હા એની પણ! મને એનો સાથ ગમતો હતો,એની સાથે મજા આવતી હતી..એક ખાસ જગ્યા બનાવી લીધી હતી એણે મારા દિલમાં..ને એટલે જ હવે તો મારા દિલમાંથી અવાજ આવી રહ્યો હતો કે આ પ્રેમ જ છે.. એ દિવસે મેં મનોમન નક્કી કરી લીધુ હતુ કે પછીના દિવસે અમે જયારે મળશુ ત્યારે હું એને મારા દિલની વાત જણાવી દઈશ...

સાંજ પડી...
5:45 વાગ્યે હું મારા ઘરેથી એકટીવા લઈને તળાવની પાળ જવા રવાના થઈ ગઈ હતી..મેં મારી નવી વાદળી રંગની કુર્તી પહેરી હતી.. પહેલા હું પોની વાળવાની હતી.. પણ પછી મને એનું વાક્ય યાદ આવ્યુ..ખુલ્લા વાળ રાખને.. સારા લાગે છે.. !એટલે મેં મારા વાળ ખુલ્લા જ રાખ્યા..આજે હું કાલ કરતા થોડી comfertable હતી.. પણ વધારે નર્વસ હતી.. કારણકે આજે હું એને મારા દિલની વાત કહેવાની હતી..
........
શાર્પ 6વાગ્યે હું તળાવની પાળ પહોંચી ગઈ અને ટિકિટ લઈને ગેટ નંબર ચારવાળા પ્રવેશદ્વારમાંથી પ્રવેશ કરીને પહેલા દિવસે જે જગ્યાએ અમે મળ્યા હતા એ જગ્યાએ જ હું પહોંચી ગઈ..
જોયુ તો એ જગ્યાએ પ્રિયેશ સાહેબ પહેલેથી જ મારા આવવાની રાહ જોઈ રહ્યા હતા..

મી: ઓહો, આજ તો તમે મારા પહેલા જ અહીંયા પહોંચી ગયા સાહેબ!

પ્રિયેશ: હા હું તો અહીંયા 5 વાગ્યાનો પહોંચી ગયો હતો..

મી: ઓહો લાગે છે તને બહુ ગમી ગયુ તળાવની પાળ?

પ્રિયેશ: હા..મને આવુ વાતાવરણ બહુ જ ગમે, એવુ લાગે કુદરતની એકદમ નજીક છું.. જો હું અહીંયા જામનગર હોતને તો રોજ આવત અહીં..

મી: એમ તો અહીંયા જ કાયમી રોકાઈ જા..

પ્રિયેશ: રોકાવુ તો બધાને હોય છે, પણ જિંદગીની મુસાફરીમાં શું કોઈ એક ઠેકાણે કાયમી રોકાઈ શકાય છે??

મી: રોકાઈ તો નથી શકાતુ..!પણ,મુસાફરીની એક એક પળને મન ભરીને જીવી તો જરૂર શકાય છે..

પ્રિયેશ: વાહ શું વાત છે! આજે તો તું પણ ફિલોસોફીની વાતો કરવા લાગી!

મી: હા, તારી અસર..

પ્રિયેશ: ઓહ એમ?

મી: હા એમ..હવે જો તમારી પરવાનગી હોય તો શું હું આ બાંકડા પર બેસી શકુ?

પ્રિયેશ: હાહાહા..મારી કોપી મારે છે..!

મી: હા..

પ્રિયેશ: મેડમ, તમારા પર કોપી રાઈટનો કેસ કરીશ..

મી: એમ? પછી કરજે પહેલા હું બેસી જાવ..

પ્રિયેશ: હાહાહા બેસ બેસ.. શું વાત છે આજે તો મેડમની બેટરી વધારે ચાર્જ હોઈ એવુ લાગે છે..

(મનમાં થયુ હોય જ ને વધારે બેટરી ચાર્જ.. કાલે મારા ચાર્જર સાથે 120મિનિટ વિતાવી હતી..)

મી: હા એમાં એવુ છે ને કાલે મેં મોબાઈલની જગ્યાએ પોતાને જ ચાર્જ કરવા મૂકી દીધી હતી..

પ્રિયેશ: હાહાહા..હવે અવાજ નીકળ્યો મેડમનો..કાલે તો લાગતુ હતુ.. મેઘા નહી પણ કોઈ બીજુ જ છે..

મી: હાહાહા...

પ્રિયેશ: બદલે બદલે સે હે આજ હમારી મેડમ કે તેવર..!ક્યા બાત હે?anything special?

મી: હમ્મ છે ને Special..

પ્રિયેશ: એમ? શું Special છે?

મી: તું તારી આંખો બંધ કર...

પ્રિયેશ: કેમ?આંખો બંધ કરાવીને તું મારી ધોલાઈ તો નથી કરવાની ને? હાહાહા..

મી: અરે કરને એક મિનિટ..

પ્રિયેશ: સારૂ કરી લીધી બસ મેડમ..

મી: અમમ બંધ જ રાખજે..

પ્રિયેશ: હા મેડમ, તમારી આજ્ઞાની અવગણના મારાથી થોડી થાય?

મી: હા હો..

પ્રિયેશ: હવે તમારી પરવાનગી હોય તો મારી આંખો ખોલું?

મી: હા..હવે ખોલી નાંખ..

પ્રિયેશ: wow..રવાનો શીરો..my favourite.તને કેવીરીતે ખબર પડી કે મને રવાનો શીરો ભાવે છે?

મી: અમમ..એ રહસ્ય છે..

પ્રિયેશ: એમ શું રહસ્ય છે?

મી: એ બહુ મોટુ રહસ્ય છે..

પ્રિયેશ: સારૂ તું તારા રહસ્યને તારી પાસે જ રાખ.આપણને શીરાથી કામ...

મી: હાહાહા..

પ્રિયેશ: લાજવાબ..વાહ શું સ્વાદ છે!! તે બનાવ્યો?

મી: હા

પ્રિયેશ: વાહ શું સ્વાદિષ્ટ શીરો બનાવ્યો છે!!

મી: થૅન્ક યુ.

પ્રિયેશ: થૅન્ક યુ તો મારે તમને કહેવુ જોઈએ મેડમ..આટલા સ્વાદિષ્ટ શીરા માટે..પણ મેડમ,આજથી તમારૂ એક કામ વધી ગયુ..હવેથી જયારે પણ આપણે મળીએ ત્યારે તારે આ શીરો લઇ આવાનો..

મી: પાકુ..પાકુ..

આમને આમ થોડીવાર સુધી અમારી વાતો ચાલી..
......
પછી અમે બાલાહનુમાન મંદિરે દર્શન કરવા ગયા. હું તો આજે ભગવાનને મનોમન પ્રાર્થના કરી રહી હતી કે મને હિંમત આપજે મારા દિલની વાત પ્રિયેશ સુધી પહોંચાડવાની.. દર્શન કરી અમે lakhota museum જોવા ગયા.
.........
આમને આમ અમારી એક કલાક વીતી ગઈ..
....
ફરી અમે એ જ બાંકડા આગળ આવી ગયા..

પ્રિયેશ: અડધો કલાક..

મી : હ?

પ્રિયેશ: પણ આપણે વાતો કરતા જતા હતા એટલે અમમ.. વધારે સમય લાગ્યો..

મી: શું કહે છે? સમજાય એવુ બોલ..

પ્રિયેશ: જો કાલે હું તને પૂછતો હતો ને કે તળાવની પાળનો એક ચક્કર લગાવતા કેટલો સમય લાગે..અમમ.. મારા મતે અંદાજે અડધો કલાક થતો હશે..અને જો કોઈ દોડવા માટે આવ્યુ હોય તો કદાચ અમમ અંદાજે 15-20 મિનિટ લાગતી હશે..અને જો કોઈને ધીરે ચાલવાની આદત હોય તો આશરે પોણી કલાક..પણ આપણે તો બધુ visit કરતા કરતા જતા હતા એટલે આપણા જેવાને બે કલાક..!

મી: હાહાહા અહીંયા પણ તમારી ગણતરીઓ શરૂ થઈ ગઈ..!

પ્રિયેશ: શું કરૂ આદત છે.. હાહાહા..

મી: એમ?

પ્રિયેશ:હમ્મ..

(મને મનમાં થયુ આ જ યોગ્ય સમય છે મારા દિલની વાત રજુ કરવાનો અને આખરે મેં હિંમત કરી.)

મી: મારે તને એક વાત કહેવી છે..

પ્રિયેશ: હા બોલોને મેડમ..

મી: અમમ..અમમ.. અ

પ્રિયેશ: હા બોલને..

મી: અમ..આજે હું બહુ હિંમત ભેગી કરીને તને આ વાત કહેવા જઈ રહી છુ.

પ્રિયેશ: હમ્મ..

મી: આપણે આટલા સમયગાળાથી What's appમાં ચેટિંગ કરતા હતા.. અમમ..આપણે એકબીજા સાથે Almost બધી જ વાતો share કરી દીધી હશે..

પ્રિયેશ: હમ્મ..

મી: તને ખબર છે હું દરરોજ રાતના 9 વાગવાની રાહ જોતી હોવ છુ. મેં કદાચ આટલુ મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે પણ share નહી કર્યુ હોય જેટલું મેં આ એક વરસમાં તારી સાથે share કર્યું હશે.અમમ..actually કહુ ને તો મને તારી આદત પડી ગઈ છે..મને તારી સાથે મજા આવે છે..જયારે તું મારી સાથે હોયને ત્યારે હું બસ તારામાં જ ખોવાઈ જાવ છુ..મને લાગે જાણે આજુબાજુ તારા સિવાય બીજુ કોઈ છે જ નહી..!એટલે કે હું કહેવા માંગુ છુ.એટલે કે...
(પ્રિયેશ મારી એક એક વાત ધ્યાનથી સાંભળતો હતો )

મી:અમમ અ..એટલે કે..અમમ..(થોડી ક્ષણો હું કાંઈ બોલી ના શકી)
મને તારા માટે feelings છે..મને એવુ લાગે છે કે હું તને પ્રેમ કરવા લાગી છુ..
અમમ..મારી lifeમાં પહેલીવખત કોઈ માટે મેં આવુ ખાસ ફીલ કર્યું હશે..!મને છેને બધી જગ્યાએ તું જ દેખાય છે..આખો દિવસ તારા જ વિચારો આવે છે..તને ખબર છે,જયારે હું તારી સાથે હોવ છું ને ત્યારે હું કોઈ બીજી જ દુનિયામાં ખોવાઈ જાવ છુ.

(પ્રિયેશ મારી વાતને એકદમ ધ્યાનથી સાંભળ્યા રાખતો હતો પણ કાંઈ બોલતો નહોતો)..

મી: એક વર્ષ પહેલા અચાનક જ આપણી whatsappમાં નોકરી બાબતે ચેટ થઈ,પછી ધીરે ધીરે મને તારા વિશે જાણવામાં ઉત્સુકતા જાગી..મને તારામાં રસ પડવા લાગ્યો,હું તારી સાથે વાતો કરવાના અવનવા બહાનાઓ શોધવા લાગી.પછી આપણુ દરરોજનું ચેટિંગ શરૂ થયુ અને આજે જો જોતજોતામાં આપણે ક્યાં પહોંચી ગયા!!....

પ્રિયેશ: ક્યાં પહોંચી ગયા??? ક્યાંય નથી પહોંચ્યા આપણે મેઘા..!જો મેઘા હું તને દુઃખી કરવા નથી ઈચ્છતો..તું મારી વાતને wrong ના લેતી..હા હું માનુ છું કે મને મજા આવે છે તારી સાથે વાતો કરવાની.અને પહેલા મેં કોઈ સાથે આટલુ ચેટિંગ પણ નહી કર્યું હોય જેટલુ મેં તારી સાથે ચેટિંગ કર્યું હશે..તને મળવા ખાસ હું જામનગર પણ આવ્યો.. મને પણ મજા આવે છે તારી સાથે, મને પણ ગમે છે તારો સાથ...પણ dear એ પ્રેમ નથી..હા,આપણે સારા મિત્રો છીએ...તો તું મિત્રતાને જ રહેવા દે..બસ આ પ્રેમને વચ્ચે ના લાવ..મિત્રતાથી વધુ અને પ્રેમથી ઓછો પણ એક સંબંધ હોય છે અને એ જ સંબંધ કદાચ આપણો છે..!!
અને સાચુ કહુને તો મને તો પ્રેમ શબ્દ જ અજીબ લાગે.. પ્રેમ તો એક બહુ મોટો વહેમ છે..તું પણ એને એક વહેમ સમજી ભૂલી જા...

(મારા ગળે ડૂમો ભરાઈ ગયો.. અને એ ડૂમો આંસુ રૂપે વહેવા લાગ્યો પણ એ આંસુ નહોતા,એ મારા બધા અરમાનો હતા કે જે આંસુરૂપે વહી રહ્યા હતા.)

પ્રિયેશ: જો આમ રડીશ નહી મેઘા..

મી: એ વહેમ નથી..પ્રેમ છે..હું તને પ્રેમ કરૂ છુ..i feel for u..

પ્રિયેશ: હું તારી feelingsની રિસ્પેક્ટ કરૂ છુ..પણ જીવનમાં પ્રેમ છે ને એક જ વાર થાય...

મી: સાચી વાત છે તારી.., જીવનમાં પ્રેમ ફક્ત એક જ વાર થાય.અને એ પ્રેમ મને તારી સાથે થયો છે..

પ્રિયેશ: પણ મેઘા,તું હજુ મને નથી ઓળખતી,હું બહુ જટિલ માણસ છુ..મને સમજવો બહુ અઘરો છે..!અને તું બહુ ભોળી છો..એટલે તું મારા જેવા જટિલ માણસના ચક્કરમાં ના પડ..તને મારા કરતા પણ વધારે સારો છોકરો મળી જશે..

મી: કોઈ પણ છોકરો મારા જીવનમાં તારૂ સ્થાન ના લઇ શકે..

પ્રિયેશ: હું તારી ભાવના સમજી શકુ છુ.પણ મને પ્રેમ અને એવી વાતોમાં રસ જ નથી ..ક્ષુલ્લક અને વાહિયાત લાગે છે મને પ્રેમની વાતો!!મને ફક્ત મારૂ કેરિયર બનાવવુ છે.તું પણ તારૂ કેરિયર બનાવ..આગળ વધ, પણ પ્રેમમાં આગળ ના વધ..અહીંયા જ પૂર્ણવિરામ કરી દે પ્રેમને..

મી: ઉદ્દગાર ચિન્હ બની ગયેલો પ્રેમ પૂર્ણવિરામથી અપૂર્ણ બની જાય છે..
(થોડીવાર સુધી બન્ને મૌન)

પ્રિયેશ: પણ, પ્રેમ માણસને પીડા સિવાય કશું જ આપતો નથી.પ્રેમ અને પીડા એકબીજાના પર્યાય છે.અને હું છેને બહુ કોમ્પ્લિકેટેડ માણસ છુ..મને પ્રેમ શબ્દથી જ નફરત છે.પણ હું તારી feelingsની રિસ્પેક્ટ કરૂ છુ..મને તારા પ્રેમની કદર છે પણ..

મી: વાંધો નહી વધારે explain ના કરીશ..મને તારો જવાબ મંજુર છે..પણ તારા પ્રેમ પર પૂર્ણવિરામ મૂકવું મારા માટે અશક્ય છે

પ્રિયેશ: એક કામ કર..ફોન આપ મને તારો.

(હું એના સામે જોઈ રહી)

પ્રિયેશ: અરે.. આપ એક મિનિટ..

(મેં મારો ફોન એને આપ્યો.. )

પ્રિયેશ: પાસવર્ડ શું છે?

મી: તારૂ જ નામ છે.. ટાઇપ કરી નાખ ખુલી જશે..

પ્રિયેશ: પાસવર્ડમાં પણ મારૂ જ નામ રાખ્યુ છે!!

મી: તારી સાથે મારૂ નામ જોડાવુ તો હવે શક્ય જ નથી..તો મોબાઈલમાં જ!!

(એણે મારો હાથ પકડીને કહ્યુ)

પ્રિયેશ: જો મેઘા..Pls રડ નહી... તું જ દુઃખી થઈશ.. !પ્રેમ હંમેશા દુઃખી જ કરે છે... એક કામ કર તું તારા ફોનમાંથી મારો નંબર જ ડિલીટ કરી નાખ..

મી: એ મારાથી નહી થઈ શકે..

પ્રિયેશ: થશે..પ્રયત્ન તો કર..

મી: નહી થાય.. તું જ કરી નાખ

પ્રિયેશ: ના તું તારા હાથે જ ડિલીટ કરી નાખ મારો નંબર..

મી: મારાથી તારો ફોન નંબર ડિલીટ નહી થાય..તું જ કરી નાખ

પ્રિયેશ: સારૂ..

(એણે મારા ફોનમાંથી મારી સામે જ એનો નંબર ડિલીટ કરી નાંખ્યો..અને બોર બોર જેવડા આંસુ મારી આંખોમાંથી દડ દડ વહેવા લાગ્યા. )

પ્રિયેશ: તારા ફોનમાંથી મેં મારો નંબર ડિલીટ કરી દીધો છે..

(એણે મારા ફોનમાંથી તો એનો નંબર ડિલીટ કરી દીધો પણ એનુ નામ એ મારા દિલમાંથી કેવીરીતે ડિલીટ કરી શકશે?)

(થોડી વાર સુધી બન્ને મૌન)

પ્રિયેશ: થોડા દિવસ મારો contact ના કરતી તને સરળતા રહેશે મને ભૂલવામાં..પણ એનો અર્થ એ નથી કે આપણી મિત્રતા તૂટી ગઈ, હું તારો મિત્ર છુ અને તારો મિત્ર હંમેશા રહીશ..આપણે ફેસબુકમાં વાતો કરીશુ..

મી: હવે મને મોડુ થાય છે..મારે જવુ જોઈએ..(આટલુ તો હું માંડ બોલી શકી..)

પ્રિયેશ: પણ..

મી: આવજે

પ્રિયેશ: મેઘા..... નાસ્તો તો કરીએ..

મી: આજે મારો ઉપવાસ છે..તું કરી લેજે મારા વતી..bye..

પ્રિયેશ: પણ મેઘા..મેઘા..
.......

હવે ત્યાં વધારે રોકાવાની મારામાં ક્ષમતા નહોતી.

દિલ તૂટવાનો કોઈ અવાજ નથી હોતો..પણ એ જયારે તૂટેને ત્યારે બહુ અવાજ કરે છે.મારૂ દિલ જોરજોરથી રડી રહ્યુ હતુ.. જેનો અવાજ ફક્ત મને જ સંભળાતો હતો..!

સવારે તો હું આકાશમાં ઊડતી હતી..એવુ લાગતુ હતુ જાણે કુદરત અમને મેળવી રહી છે..ખુશીના માર્યા હું બપોરે જમી જ નહોતી શકી પણ કુદરતે તો અમને મેળવ્યા જુદા થવા માટે!!
એ દિવસે જવા સમયે હું એને ખોટુ બોલી હતી કે મારો ઉપવાસ છે પણ એ દિવસે મારો સાચે ઉપવાસ જ થઈ ગયો હતો..!!!એ દિવસે રાત્રે પણ હું ના જમી શકી!!બહુ રડી હું એ દિવસે...

અશ્રુભીની મારી આંખોના આ ખૂણા
ઝંખે છે સ્પર્શ તારા હુંફાળા શબ્દોનો..

પણ હવે એ શબ્દો ક્યાંક ખોવાઈ ગયા હતા..
દિવસો વીતતા જતા હતા પણ મારૂ મન ક્યાંય લાગતું જ નહોતુ..એવો એક પણ દિવસ નહી ગયો જયારે એને યાદ કરીને હું રડી ના હોવ!રાત્રે 9 વાગ્યે એને મેસેજ કરવા મારો ફોન હાથમા લવ પણ પછી યાદ આવે કે મારા ફોનમાંથી તો એણે એનો ફોન નંબર જ ડિલીટ કરી નાંખ્યો છે!!આટલા પથ્થર દિલનું કોઈ કેવીરીતે હોઈ શકે..!મેં મારૂ whats app account જ delete કરી નાખ્યુ..પણ એની સાથે વિતાવેલી યાદગાર પળોના ફોલ્ડરને હું delete ના કરી શકી!!
........
હવે હું દરરોજ સાંજે 6 વાગ્યે તળાવની પાળે જાવ છુ..અને એની સાથે વિતાવેલી યાદગાર પળોનું ફોલ્ડર ખોલી થોડી ક્ષણો માટે એ પળોમાં લટાર મારતી આવુ છુ..એની સાથે વિતાવેલી એક એક પળ મારી નજર સમક્ષ તરવર્યા કરે છે..પણ જયારે એ પળોને હું પકડવા જાવ છું.ત્યારે એ પળો મારી આંખમાંથી આંસુરૂપે સરી જાય છે..પણ હું એને રોકી નથી શકતી.!!

આમને આમ એની યાદોના સથવારે મારા દિવસો વીતતા જતા હતા.એક વર્ષ દરમિયાન અમારી ચેટિંગમાં થયેલી એક એક વાત મને રોજ યાદ આવી રહી હતી પણ હવે મને ચેટિંગ શબ્દ જ નહોતો ગમતો..મન ઉઠી ગયુ હતુ ચેટિંગમાંથી મારૂ..પહેલા તો હું દરરોજ ફેસબુક ખોલતી પણ હવે તો મન જ નહોતું થતું ફેસબુક ખોલવાનુ..

whats appથી શરૂ થયેલી અમારી આ સફર facebook સુધી પહોંચી ગઈ હતી. હવે અમે માત્ર ફેસબુક મિત્રો જ રહ્યા હતા..ક્રમશ: